Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Parikh

Inspirational Crime

4  

Falguni Parikh

Inspirational Crime

જરૂરી છે

જરૂરી છે

5 mins
14.8K


લાછરસ ગામમાં આજે ગ્રામપંચાયતની ચૂંટણીનો માહોલ બરોબર જામ્યો હતો. મહેશભાઇ સરપંચના એકચક્રી શાસન સામે પહેલી વખત એક સ્ત્રીએ પડકાર ફેંક્યો હતો, અને ચૂંટણીમાં ઊભા રહયા હતા.

ચૂંટણીની આગલી રાતે-મહેશભાઇના કાર્યકરોએ આખા ગામને જમાડયા, દરેકને હાથમાં પાંચસોની નોટ પકડાવી મત મહેશભાઈને મળે એમ ખાતરી લીધી હતી.

તેમની સામે ઊભા રહેનાર સંતોષ બહેને આવી કોઈ લાલચ મતદારોને આકર્ષવા માટે આપી નહતી. તેમના કાર્યકરોએ આ વિશે તેમને કહ્યું, જવાબ આપતા બોલ્યાં,સાથી મિત્રો-તમે ડરો નહીં. એમને જે કરવું હોય એ કરવા દો. આપણે આપણા કાર્ય કરતાં રહેવું, બાકી બધું મતદારો પર છોડી દેવું બસ ! તેમની વાતોથી ઘણાં સમંત થયા, ઘણાં અસંમત થયા. સંતોષબેનને વિશ્વાસ હતો-જીત તેમના કામની થશે. ચૂંટણીના દિવસે બધાના જીવ અધ્ધર હતા. મતદારો મતદાન માટે આવતાં જતાં હતા. નિર્ધારિત સમયે શાંતિથી ચૂંટણી પતી ગઈ.

જિલ્લાના બધા ગામોની ચૂંટણી પતી ગયા પછી, ત્રણ દિવસ પછી મતગણતરી હાથ ધરવામાં આવી.મ હેશભાઈ એન્ડ મંડળી બેન્ડવાજાની સાથે પહોંચી હતી. ઉત્સાહી કાર્યકરોએ મહેશભાઈને કહેતા-મહેશભાઈ જોજો આ વખતે પણ જીત તમારી છે. એ સંતોષ તમારૂં કંઈ બગાડવાની નથી. સાથી મિત્રોની વાતથી એમને ગર્વ થતો. પરિણામો જાહેર થવા લાગ્યા. બધાની ઉત્કંઠા વધવા લાગી, લાછરસનુ પરિણામ જાહેર થયું-બધા અચરજ થયું. સંતોષબેન- મહેશભાઇથી પાંચસો મતોથી વિજયી બન્યા હતા. તેમની છાવણીમાં આનંદ ફેલાયો અને સામે માતમ છવાયો.

ગામની સ્ત્રીઓ ખુશ હતી, બધાએ સંતોષબેનને ઉંચકીને સરઘસ કાઢ્યું. બધાનો ઉત્સાહ જોતા તેમને બધાને સંબોધી કહ્યું, બહેનો આ મારી એકલીનો વિજય નથી, આપણા બધાનો વિજય છે ! તમે બધાએ મને સાથ આપી મને વિજયી બનાવી એ માટે આપ બધાનો ખુબ ખુબ આભાર ! સંતોષબેન સરપંચ બની ખુરશીમાં બિરાજમાન થયા. લાછરસ ગામમાં પહેલી વખત કોઈ મહિલા સરપંચ બન્યા છે, એ પણ મહેશભાઈ જેવા ખડુસની સામે !સત્યની જીત- જૂઠની હાર થઈ!

ગામના લોકો મહેશભાઇના એકચક્રી શાસનથી કંટાળી ગયા હતા. તેમના સાથીઓની દાદાગીરી વધી ગઈ હતી. એકલા કોઈ તેમને નુકસાન પહોંચાડી શકે તેમ નહોતા, આથી સંપ કરીને તેમને હટાવ્યા હતા. સરકારી કેટલીય યોજનાના રૂપિયા ઓનપેપર એને બતાવી એ ચાંઉ કરી ગયા હતા. ગામના લોકો એટલે જ તેના રૂપિયા ખાઇને તેને હરાવ્યા હતા.

સંતોષબેને ચાર્જ લેતાં જૂની ફાઇલો ખોલવામાં આવી. તેમા થયેલ ગેરરીતી સામે આવી. મહેશભાઇને આ બાબતે પૂછ્યું, એક પણ સવાલનો જવાબ આપી ના શકયા. સરકારની 'ગ્રામ શૌચાલય યોજના' હેઠળની ફાઈલ ખોલી, અચરજ પામ્યા. ફાઇલમા શૌચાલય બનાવાય ગયા છે દર્શાવીને એ ગ્રાન્ટના રૂપિયા ચાંઉ થઈ ગયા હતા, એ ખ્યાલ આવી જતાં એ અકળાઇ ગયા. અરે ! આતો ગ્રામજનોનો હક્ક હતો, એને કેવી રીતે તમે દબાવી દો, મને હિસાબ આપો, અને બતાવો ક્યાં ક્યાં તમે શૌચાલય બનાવડાયા છે ?

મહેશભાઈ કોઈ જવાબ ના આપી શકયા. સંતોષબેને આ માટે જ ઝુંબેશ ચલાવી હતી. જયારે ગામની એક દીકરી શૌચ માટે ગઇ હતી ત્યારે છેડતી કરી હતી. નસીબ સારા હતા કે એ દીકરીએ બૂમાબૂમ કરતા નજદીક ખેતરમાં કામ કરતા ગામવાળા દોડી આવ્યા હતા. એ બનાવ પછી સંતોષબેને ગામના લોકોને સમજાવ્યું, બહેનદીકરીઓને વહેલી સવારે શૌચ માટે ખુલ્લામાં જવું પડે છે. જેનાથી તેમની ઈજ્જત પર ખતરો છે, સાથે સાથે જમીન, હવામાં પ્રદૂષણ વધે છે.

મહેશભાઈની ગોટાળાની વાતો ગામ લોકોને થતાં ખૂબ ધમાલ મચી ગઇ. લોકો તેના ઘરને ઘેરી વળ્યા, તેમને મારવા લીધા.સંતોષબેનને ખબર પડતાં, લોકોને આમ કરતાં રોક્યા-બધાને ખાતરી આપી તેમની પાસેથી એ રૂપિયા પાછા લાવશે અને શૌચાલય બનાવડાવશે. મહેરબાની કરી તમે બધા ઘરે જાઓ, તેમની વિનંતી માની લોકો વિખેરાઈ ગયા.મ હેશભાઇ શરમથી ઊંચું ભાળી નહતા શકતા.

શૌચાલય માટે કેટલી ગ્રાન્ટ આવી, ક્યાં ખર્ચ થયો એ માહિતી ભેગી કરી મહેશભાઈ સમક્ષ મૂકી. તેમણે ગામલોકોનો ગુસ્સો નિહાળી વાત કબૂલી લીધી. આ બધા રૂપિયા અંગત કામ માટે વાપરી નાંખ્યા છે. મને થોડી મહોલાત આપો હું બધા રૂપિયા પરત કરીશ.

આ બનાવ પછી ગામલોકોના મનમાં સંતોષબેન માટે માન ખૂબ વધી ગયું. શૌચાલયના ખવાયેલા રૂપિયા પરત આવતાં, ગામમાં પાણીની ટાંકી પાસે સરકારી જમીન પર શૌચાલય બનાવવાનું ખાતમુહૂર્ત એ દીકરીના હાથે કરાવ્યું જેની છેડતી થઈ હતી. થોડા સમયમાં એ બનીને તૈયાર થઈ ગયું. ગામના લોકોને અર્પણ કરવા એક સભા બોલાવી. સંબોધતા બોલ્યાં "આ તમારી ખુદની મિલકત છે. તેની સ્વચ્છતા, જાળવણી એ દરેકની ફરજ છે !હવેથી વચન આપો -જેના ઘરે આ સુવિધા નથી એ લોકો ખુલ્લામાં ના જતાં આનો ઉપયોગ કરશે, હવાનું, જમીનનું પ્રદૂષણ ઓછું કરશે. બહેન દીકરીની છેડતી ઓછી થાય." લોકોએ તેમને તાલીઓથી વધાવી લીધા, જયજયકાર કર્યો-ત્યારે બોલ્યાં, "એ પછી કરજો હજુ ઘણા કામ કરવાના બાકી છે મારે. આશા છે તમે સાથ આપશો મને. સભા સમાપ્ત થઇ. એક નવી શરૂઆત થઈ.

ઈ-ગ્રામ પંચાયત બનવાથી કોમ્પ્યુટર ઓફિસમાં આવ્યું હતું. તેના પર દેશ વિદેશની ખેતીમાં થતાં ફેરફારો, ફાયદા, તેની જાણકારી મળતી હતી. આમાથી એમને એક નવો વિચાર આવ્યો. કાર્યકરતાઓ સાથે ચર્ચા કરી, પોતાના ગામમાં તેમની ઓફિસની બાજુમાં એક અનોખી બેંક શરૂઆત કરવાનું વિચાર્યું.'અનાજ બેંક યોજના'!

ઘણા ખેડૂતો પાસે અનાજ, બિયારણ પડી રહેતા હોય છે, તેમને સમજાવી આ બેંકમાં જમા કરવાનું સમજાવવું. તેના બદલામાં એમને રૂપિયા ચૂકવવા, જરૂરીયાત લોકો આ બેંકમાંથી અનાજ લેશે અને બદલામાં ઘી, દૂધ, શાકભાજી,જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ જમા કરાવશે. ગામમાં છાણના ઉકરડા કોહવયા કરે છે.એને આ બેંકમાં જમા કરાવે. બેંકમાં આ છાણમાંથી અળસીયાનુ ખાતર બનાવી આપશે. આ રીતે ગામનો કચરો સાફ થશે અને સસ્તું છાણિયું ખાતર મળશે. જેના વપરાશથી જમીનનું બંધારણ સુધરશે, ખાતરના ખર્ચ ઓછો આવશે, જેથી ખેડૂતોને બચત થશે,અનાજ વધુ ઊગશે.

સરપંચજીની આ યોજના સાંભળી કાર્યકરો ખુશ થઇ ગયા. લોકોને સમજાવવાની જવાબદારી વહેંચી લીધી. લોકોએ સાથ આપવાની બાંહેધરી આપી. ટૂંકા સમયમાં એ અનોખી બેંક લાછરસ ગામમાં શરૂ થઈ. બહુ જલ્દી એ સફળતા પામી.એની ચર્ચા આજુબાજુના ગામોમાં થવા લાગી. પોતાના ગામમાં આવી બેંક ખોલવા લોકો સંતોષબેનને મળવા લાગ્યા.

નવા સરપંચની ચારેબાજુ ખૂબ નામના થતાં મહેશભાઈ અને તેમના સાથીઓને અદેખાઈ આવતી. લાચાર હતા.ગામલોકોનો સાથ સરપંચને પૂરેપૂરો હતો. ચોમાસું આવતા પહેલા-ગામ તળાવને ઊંડું કરાવ્યું. ચોમાસામા પાણીનો સંગ્રહ થાય. ગટરો મારફત વરસાદી પાણી નદીમાં વહી જતું હતું. એ માટે નીચાણવાળા વિસ્તારમાં એક ઊંડો કૂવો ખોદાવવા માટે લોકોને કામે લગાડ્યા. ગામના દરેક ફળિયાની ચોમાસા પાણીની ગટરોનું ત્યાં જોડાણ કર્યું. દરેક ગટરલાઈનના કૂવાના મુખ પર જાળી બાંધી દીધી,જેથી કચરો ઉપર રહે પાણી કૂવામાં ભરાય. એ પાણી મશીન ચલાવી નજદીકના ખેતરોમાં પહોંચાડી સિંચાઇ થઈ શકે. બેન તમે અમારા તારણહાર બની આવ્યા છો, એમ બધા કહેતા ત્યારે એ બોલતા, "અરે હું પણ આ ગામની વહુ દીકરી છું ! આ બધું મેં આપણા બધા માટે કર્યું છે. આમા વખાણ ના હોય. બધા એક સ્વરે બોલી ઊઠ્યા, " સરપંચ તો પહેલા પણ હતા,એમને ગામવાળા માટે કદી વિચાર્યું નહોતું. ચાલો-હશે, જવાદો, આપણે ખૂબ કામ બાકી છે હજી."

ચોમાસું આવતા ઠેરઠેર વૃક્ષારોપણ કરાવ્યું. એના જતન કરવાના વચન લેવડાવ્યા. પંચાયતની ઓફિસમાં રાતે રાત્રિશાળા શરૂ કરી. અભણ વહુદીકરીઓને પાયાનું શિક્ષણ માટે પ્રયાસ કર્યો.

તેમની સુંદર કામગીરીને કારણે બીજી ચૂંટણીમાં એ બિનહરીફ ચૂંટાયા. કામના વર્ષોમાં પંચાયતી રાજ પર બેસીને એટલી પ્રગતિ કરી આજે લાછરસ ગામ પ્રગતિના પંથે આગળ છે.

સૌથી મહત્ત્વની વાત એ લાવ્યા, કેન્દ્ર સરકાર ઇ-રીક્ષા ગામડામાં રોજગારી મળી રહે એ માટે લાવી. આ માટે ગામની દીકરીઓને એ ચલાવવા માટે તૈયાર કરી. સભા બોલાવી ત્યારે ઘણી છોકરીઓએ ના પાડી દીધી હતી. માતાઓના સવાલ હતા, બેન કોઈ પેસેન્જર તેમની સાથે છેડતી કરે તો અમે વગર મોતે મરી જઈએ. બહેનો,તમારી વાત સાચી છે. પરંતુ સ્વરક્ષાનુ પ્રશિક્ષણ આપી પછી આ કામ માટે તૈયાર થાય પછી વાંધો નથી ને ?

અરે ! બેન પછી અમને શો વાંધો હોય ? તમે છો અમારી સાથે એટલે અમને ડર ઓછો છે. બસ,તો કેટલી દીકરી આ તાલીમ માટે રાજી છે ?

બધી યુવાન દીકરીઓ રાજી થઈ ગઈ. એમનો ઉત્સાહ જોઇ સંતોષબેનને સંતોષ થયો.

તાલીમ અને પ્રશિક્ષણ પૂર્ણ થતાં, ગામમાં જ્યારે ઈ-રીક્ષાઓ ત્રણ આવી. બધા જોતા રહી ગયા. નકકી કરેલ દિવસે ત્રણ રીક્ષાઓને રસ્તે દોડાવવા માટે ત્રણ દીકરીઓ તૈયાર હતી ! ગામના લોકો બધા ભેગા મળીને સંતોષબેનના હાથે શ્રીફળ વધેરી તેનો શુભારંભ કર્યો. દીકરીઓ સ્વનિર્ભર બનવા જઈ રહી હતી એજ એમને મન ખુશીની વાત છે !

સત્તા ભલે નાની હોય કે મોટી હોય. તેના પર બેસીને લોકકલ્યાણના કામો કેવી રીતે થાય એ તેમણે બતાવી દીધું. સત્તા રૂપિયા ખાવા માટે નથી. લોકોને સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે છે ! એક સ્વચ્છ, ભ્રષ્ટાચાર મુક્ત પંચાયત એ ભારતની ધરોહર છે !દેશનો મુખ્ય પાયો છે આપણાં ગામડાં ! તેને મજબૂત કરીશું તો દેશ મજબૂત થશે !જે આજના સમયમાં'ખૂબ જરૂરી'છે !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational