Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Others

2  

Vijay Shah

Others

બોંબ બ્લાસ્ટ

બોંબ બ્લાસ્ટ

3 mins
7.5K


તે દિવસે અલ્પા અને નિરવ નાનકડા સેતુને લઈને ખૂબ જ ઝઘડ્યા. આમ તો તેમનું જીવન બે સમાંતર પાટા જેવું હતું. ક્યારેય કોઇ વાત પર એક મત નહીં.

નિરવ અને તેનું કમ્પ્યુટર

જ્યારે ચા પીવાની તલપ લાગે ત્યારે નીચે આવવાનું અને સેતુને ચા ઊકળે ત્યાં સુધી રમાડવાનો, ગબડાવવાનો અને ટી બ્રેક પતે એટલે પાછો તેનાં “ક્લીકો”નાં વનમાં એક કલાક ગુમ થઇ જવાનું. રૂપિયાનો ઢગલો થતો, પણ અલ્પા હંમેશા કહેતી ઘરેથી કામ કરવાનો મતલબ એવો નહીં કે ચોવીસ કલાક એકનું એક “ક્લીક્..ક્લીક્” કર્યા કરવાનું. સેતુ પહેલાં હું છું અને ઘર ગૃહસ્થી છે.

નિરવ અલ્પાને કહેતો આ ક્લીક ક્લીક છે તેથી તો રૂપિયા ઘરમાં આવે છે અને આ સ્પર્ધાના જમાનામાં જ્યારે તમને કામ મળતું હોય તો મ્હોં ધોવા જનારાને તકલીફ થતી હોય છે. સેતુનું બચપણ જતું રહેશે; તું અને હું ક્યાં જતાં રહેવાના છીયે? સહેજ ધંધાને ધીરો પડવા દે. હમણાં તો ટાઇમ જરા પણ બગડવા દેવાય નહીં. અલ્પા તેની બહેનોનાં જીવન જોઈ નિઃસાસા નાખતી અને બબડતી પણ ખરી કે આના કરતા કોઈ બેઠી નોકરીવાળાને પરણી હોત તો એટલું તો સારું હોત કે સાંજ પડે વર ઘરે આવે અને સાથે બેસીને ટી.વી. સીરિયલ તો જોવાય…

ડેડ લાઇનને પહોંચી વળવાની ધમાલમાં તે દિવસે અલ્પાએ સોંપેલ કામ સેતુની દવા લાવવાની તેનાથી રહી ગઇ. આ વાતે વતેસર કર્યું અને માંદા સેતુને લઇને તે ખૂબ જ લઢી પછી ખૂબ જ રડી અને કાંદીવલી તેના પિયર જવા નીકળી ગઇ.

અલ્પાને નિરવ બહુ જ ગમતો અને નિરવને પણ અલ્પા; પણ તેના આગ્રહયુક્ત વલણો નિરવને ત્રાસરૂપ થઇ જતા તેથી કહેતો સેતુને મુકીને તારે જ્યાં જવુ હોય ત્યાં જા... તેથી આજે અલ્પા સેતુને ધરાર જીદ કરીને લઇ ગઈ. જોકે, તેના મનમાં તો એવું હતું કે ડેડ લાઇન પતી જાય ત્યાં સુધી સેતુ માંદો રહે તે કેમ ચાલે?

નિરવને અલ્પાની જીદ ગમતી નહોતી અને ખાસ કરીને કામના સમયે તો બિલકુલ જ નહીં. આજની રડારોળથી તો તે ત્રાસી ગયો હતો અને એમાં પાછું હાર્ડ ડ્રાઇવ ક્રેશ થયું તેથી બધો જ ગુસ્સો અલ્પા પર ઉતર્યો અને વલવલાટમાં નિઃસાસો નંખાઇ ગયો. ‘સમજતી પણ નથી અને વચ્ચેથી ટળતી પણ નથી.’

કંટાળીને નીચે ચા પીવા ઉતર્યો અને સેતુની યાદ આવી. તે તો હતો નહીં તેથી ટી.વી. ચાલુ કર્યુ અને તેને ફાળ પડી. બોંબ બ્લાસ્ટ્થી આખું મુંબઈ ખળભળી ગયું હતું અને આ અલ્પુડીને આજે જ કાંદિવલી જવું હતું... મન એક વિચિત્ર પ્રકારની અવઢવથી ખિન્ન થઈ ગયું.

સેલ ફોન પર ફોન કર્યો. રીંગ વાગ્યા કરતી હતી... મનમાંને મનમાં પોતાની જાતને ખૂબ જ ભાંડી. અલ્પા તું સાચ્ચી છે. હું જ રૂપિયા પાછળ ઘેલો થયો હતો. પરમાત્માને કેટલીય વખત યાદ કર્યા અને માફી પણ માંગી લીધી. કાંદીવલી ફોન કરીને વાત કરવાની હિંમત કરતો હતો ત્યાં ફોન રણક્યો. ”નિરવ ટેક્સી નહોતી મળી એટલે બચી ગઈ છું.”

અને નિરવ છુટ્ટા મોઢે રડી પડ્યો.. અલ્પાને પણ નવાઇ લાગી, પણ ત્રણ વરસનાં લગ્નજીવનમાં પહેલી વખત એને સારું લાગ્યુ કે નિરવ સેતુને એકલાને નહીં તેને પણ ચાહે છે. ટેક્સી કરીને તે ઘરે પાછી વળી ગઈ.

 


Rate this content
Log in