Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

2  

Zaverchand Meghani

Classics

ચોપડીઓનો ચોર

ચોપડીઓનો ચોર

2 mins
7.7K


"જુવાન આરોપી, યુનીવર્સીટીના પુસ્તકાલયમાંથી તેં આઠ વાર પુસ્તકો ચોર્યા, એવો હું તારા પર આરોપ ઘડું છું. તારે કશું કહેવું છે ?”

“જી હા નામદાર !” વીસ વર્ષના કેદીએ પીંજરામાંથી જવાબ આપ્યો: “આઠે ગુના હું કબૂલ કરૂં છું, એ ઉપરાંત બે વાર બીજા પુસ્તકાલયમાંથી પણ પણ મેં ચોપડીઓ ચોરી છે તે પણ તોહમતનામાની અંદર ઉમેરો.”

એકંદર પ૦૮ પુસ્તકોની એણે ચોરી કરી હતી. કુલ કિંમતનો સરવાળો એક હજાર રૂપિયા નક્કી થયો.

“તેજસ્વી જુવાન, વિદ્યાર્થી તરીકેની તારી કારકીર્દી આટલી ઉજ્જવલ: પરીક્ષામાં તું સહુની ટોચે: વિદ્યાલયની અંદર શરીરની તેમજ બુદ્ધિની તમામ હરિફાઈઓમાં તું પહેલું ઇનામ જીતનારો: ખૂદ રાજાજીએ સ્વહસ્તે તારી છાતી પર સોનાનો ચંદ્રક પહેરાવ્યો:- તને ઊઠીને ચોપડીઓ ચોરવાનું કેમ સૂઝ્યું ?"

“રાજાજીના હાથ જ્યારે મારા છાતી પદ ચાંદ ચોડતા હતા, ત્યારે નામદાર, એ છાતીની નીચે મારું પાપી કલેજું થડક થડક થતું હતું.”

આથી વધુ એ કશું ન બોલ્યો. પણ અદાલતમાં પડેલી જુબાનીઓએ આ જુવાનની આખી જીવનકથા કહી દીધી.

એનાં માબાપ દૂધ વેચે છે. બાળકનાં અસાધારણ બુદ્ધિતેજ દેખી ગરીબ માતાપિતાના હૃદયમાં મહેચ્છા જાગી: ગમે તેમ કરીને પણ દીકરાને ખૂબ ભણતર ભણાવીએ.

પેટે પાટા બાંધીને માબાપ દૂધ વેચવા માંડ્યાં. ભૂખ, તરસ, કે થાક ઉજાગરા સામે ન જોયું. દીકરાને એક પછી એક ચડિયાતી નિશાળમાં બેસાડી ખર્ચાળ કેળવણી પર નાણાં વેર્યાં. એવાં વીસ વર્ષો; વીસ વર્ષમાં એક દહાડાનો પણ વિસામો ન લીધો, ન એકે રવિવાર, ન એકેય વારતહેવાર.

પુત્ર રજાના દિવસોમાં યુનીવર્સીટીમાંથી ઘેરે આવતો, ત્યારે એ પહેલું કામ ઘરાકોને ઘેરે ઘેરે જઈ દૂધ પહોંચાડવાનું કરતો. પોતાનાં ભાઈબહેનોને કહેતો કે “તમે થોડા દિવસ આરામ લ્યો.”

માબાપ તથા ભાંડુએ આટલું આટલું તુટી મરતાં; તે છતાં કેમ્બ્રીજ યુનીવર્સીટીનાં ખર્ચોને ન પહોંચાયું. ચોપડીઓ બહુ મોંઘી હતી.

કેટલી કેટલી વાર એ જુવાને ખાધા વિના ચલાવ્યું. ભૂખમરો વેઠીને બચાવેલા પૈસા પણ પૂરાં પુસ્તકો ન અપાવી શક્યા.

પછી એણે આ ચોરી આદરી. પણ એ ચોરેલ ચોપડીમાંથી એક પણ એણે વેચી નથી. ભણવા ખાતર જ ચોરી કરી હતી.

એની કૉલેજવાળાઓએ કહાવ્યું: “આ વિદ્યાર્થીને ગુમાવવા અમે તૈયાર નથી. કોઈ પણ રીતે એને બચાવો.”

અદાલતે ફક્ત બે વર્ષના જામીનખત ઉપર એ જુવાનને છુટો કર્યો.


Rate this content
Log in

Similar gujarati story from Classics