લવ કન્ફ્યુઝન
લવ કન્ફ્યુઝન
એક કોલેજ ગ્રુપ હતું અને એમાં એકથી એક ચડિયાતાં લોકો હતા. જો બધાના ભૂતકાળ પર જઈએ તો લાગે કે આ લોકોનો કોઈ મેળ જ નથી. રાહુલ આ ગ્રુપનો લીડર અને દેખાવમાં તો જાણે કોલેજનો વરુણ ધવન. આખી કોલેજની છોકરીઓ એની પર ફીદા થતી. આખો દિવસ બધી છોકરીઓ સાથે ફ્લર્ટ કર્યા કરે પણ આજ સુધી એને પોતાનો સારો સાથી નથી મળ્યો. ખબર નહિ કેટલી છોકરીઓ સાથે બ્રેક અપ થયા હશે અને કેટલી સાથે પેચ અપ પણ એણે કાંઈ ફરક ન પડે. પરંતુ એક છોકરી એવી હતી જેની એ ચિંતા કરતો અને એ હતી એની સહેલી આલિયા. એને થોડી ગમતી પણ હતી. આલિયા સ્ટાયલિસ્ટ હતી અને દેખાવ માં પણ સુંદર. આલિયા પહલેથી એની સહેલી જસ્સીકા સાથે જ રહેતી એટલે જસ્સીકા પણ આ ગ્રુપમાં જોડાય. જસસીકા બોલકણી હતી એટલે એનું મોહ બંધ જ ના રેહય કંઈ ને કંઈ બોલ્યા જ કરે. જસસીકા ના લીધે ગ્રુપ માં કોઈ કંટાળતું નહિ. આ ગ્રુપ માં વધારે ભણવાવાળો હતો આકાશ જયારે હોય ત્યરે ચોપડી લઇ ને બેસી જતો. આલિયા ને આકાશ ગમતો. આકાશ ક્લાસમાં વધારે માર્ક્સ લાવતો. આકાશ દેખાવ પરથી સીધો સાદો લાગતો અને એ છોકરીઓને જોતો પણ ની અને વાત પણ ન કરતો.
આ ચારની જિદગી એકબીજા સાથે સારી એવી ચાલતી હતી. રાહુલને અહેસાસ થવા લાગ્યો કે આલિયાને પ્રેમ કરે છે અને રાહુલ આલિયાને પ્રપોઝ કરવાનું વિચારે છે. આલિયાને અહેસાસ થાય છે કે રાહુલ એના માટે ઘણું કર્યું છે અને ખબર પડે છે કે રાહુલ એણે ચાહે છે. રાહુલ આલિયાને પ્રપોઝ કરે છે.આલિયા હા પાડે છે. રાહુલ ને આલિયા ઘણા સારા રોમાંટિક મોમેન્ટ્સ બનાવે છે . ત્યાં એક સ્પર્ધા આવી એમાં આ ચારેય એ ભાગ લીધો. આ સ્પર્ધાના લીધે ચારેયની જિંદગીમાં ઘણો બદલાવ આવ્યો.
જે છોકરો છોકરી સામે જોતો નહિ. એ છોકરાંને આ સ્પર્ધા દરમ્યિાન જસ્સીકા ગમવા લાગી. સ્પર્ધા ના એક તબક્કામાં એવું હતું કે સ્પર્ધકો એ ટાસ્ક પૂરો કરવાનો હતો અને એ ટાસ્કમાં જે જીતે એને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો હતો. આ ટાસ્ક માં રાહુલ અને જસ્સીકા બંને જીતી જાય છે. એટલે એ બંનેને પોતાનો સાથીની પસંદગી કરવાનો વિકલ્પ મળે છે. રાહુલ આલિયાને પ્રેમ કરે છે અને જસ્સીકા રાહુલને પસંદ કરે છે. હવે આગળની સ્પર્ધામાં રાહુલ અને જસ્સીકા બંનેએ પોતાની પસંદગી અને નાપસંદગી લખવાની હતી. આને એ લોકોના સાથી સાથે મેચ કરીને પરિણામ નક્કી કરવામાં આવાનું હતું. એમાં જે જીતે એણે કોઈને પણ સ્પર્ધામાંથી બહાર કાઢવાનો મોક્કો મળે. કોઈ વિચાર્યું ન હોય એવું પરિણામ આવ્યું.
પરિણામમાં જસ્સીકા જીતી જાય છે અને જસ્સીકાનો સાથી રાહુલ બને છે. જસ્સીકાને રાહુલ પોતાના જીવનસાથી તરીકે બરાબર લાગવા લાગ્યો. પણ રાહુલ આલિયાને ચાહતો હોય છે. જસ્સીકા જીતી હોવાથી એણે કોઈને પણ સ્પર્ધામાંથી બહાર કાઢવાનો હક્ક મળે છે. હવે જોવાનું છે કોનું કોણ જીવનસફર હશે. જસ્સીકા આલિયાને સાથ આપે તો જ એ સ્પર્ધામાં આગળ જઈ શકે. જસ્સીકા આલિયાને કાઢવાની હતી. રાહુલ જસ્સીકાને માનવી લે છે પણ આલિયા આગળના તબક્કામાં હારી જાય છે. એટલે એ સ્પર્ધામાંથી બહાર નીકળી જાય છે. રાહુલને દુઃખ થઇ છે અને આકાશ પણ હતાશ થઇ જાય છે કારણકે જસ્સીકા રાહુલને પસંદ કરે છે. સ્પર્ધામાં જસ્સીકા ને રાહુલ જીતે છે.જસ્સીકાને દુઃખ થાય છે. આ દુઃખમાં આકાશ એનો સાથ આપે છે. કોલેજના છેલ્લા વર્ષમાં રાહુલને થાય છે કે જસ્સીકા જીવનસાથી તરીકે એના માટે પરફેક્ટ છે.એટલે રાહુલ જસ્સીકા સાથે આખી જિંદગી વિતાવા માંગે છે. આ વાતની આલિયાને ખબર પડતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને આકાશને કહેવા લાગી. આકાશ એણે સંતાવના આપે છે. અને એ લોકો પણ એબીજા સાથે આગળ વધવાનું નક્કી કરે છે. આમ, રાહુલ ને જસ્સીકા અને આકાશ ને આલિયા એકબીજા સાથે જીવવા લાગ્યા.