Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jyotindra Mehta

Abstract Fantasy Others

5.0  

Jyotindra Mehta

Abstract Fantasy Others

રહીમભાઈનાં અજબ વાકયો

રહીમભાઈનાં અજબ વાકયો

8 mins
657


રહીમભાઈ સ્વભાવે એકદમ સાલસ વ્યક્તિ અને પરગજુ અને મિત્રોમાં ખુબ લોકપ્રિય. કારણ તે કોઈને કદી ના ન કહે. કોઈના માટે સમયનો ભોગ આપવો હોય કે પૈસાનો ભોગ આપવો હોય, તે હંમેશા એકદમ તૈયાર. નાના ગામમાં રહેતા હતા, તેથી આખું ગામ તેમને વખાણે અને રહીમચાચા કહીને બોલાવે. કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય કે નાનો પ્રસંગ રહીમભાઈને આમંત્રણ ચોક્કસ હોય. ૫૦ની ઉંમરે પહોંચેલા રહીમભાઈ વધારે બહાર ગયેલા નહિ. કોઈ વખત શહેર જવાનું થાય તો સાંજે પાછા આવી જાય. સગુંવહાલું આજુબાજુના ગામડામાં તેથી ગયા હોય તો એકાદ દિવસ માટે. સ્વભાવ ભોળો હોવાથી પરિવારના લોકો પણ કહે કે 'તમારે શહેરમાં રાત રોકાવું નહિ અને જાઓ તો પણ વધારે કોઈની સાથે વાત કરવી નહિ, કોઈ તમને છેતરી જશે.' તેમની આખી જિંદગી સાધારણ ગુજરી હતી. તે હંમેશ કહેતા કે 'લાગે છે જિંદગી એમ જ નીકળાય જશે.' તેમની ઈચ્છા હતી કે જિંદગીમાં કોઈ રોમાંચક ઘટના બને જેનો જિકર તે બધાને કરતા રહે. અને એક વખત તેઓ અદભુત અનુભવમાંથી પસાર થયા.


તેમના બે દીકરા તો વિદેશમાં નોકરી કરતા હતા અને નાનો દીકરો શહેરમાં ભણતો હતા. ત્યાં તે સમાજની હોસ્ટેલ હતી તેમાં રહેતો હતો. નાની દીકરી રહીમભાઈની ખુબ લાડકી હતી તેથી તેને પોતાનાથી દૂર કરી ન હતી. એક વખત એવું બન્યું કે નાના દીકરા એ શહેરમાં તાત્કાલિક એવો એવા સમાચાર મોકલ્યા. જમાનો સાદા ફોનનો હતો, મોબાઈલ હજી આવ્યા ન હતા. રહીમભાઈ ઉપડ્યા શહેર જવા એક બગલથેલો લઈને નીકળી પડ્યા. તે ટ્રેન શહેરમાં રાત્રે પહોંચવાની હતી. રહીમભાઈએ હોસ્ટેલ નું સરનામું નાની દીકરી પાસે લખાવીને બગલથેલામાં મૂકી લીધું અને ખિસ્સાકાતરુંનો ડર હોવાથી પોતાનું પાકીટ પણ થેલામાં મૂક્યું અને ટ્રેનમાં ચઢ્યા પછી બગલથેલો છાતી સરસો ચાંપીને એક સીટ પર બેસી ગયા. બાજુમાં એક સજ્જન હતા તે તેમની સાથે વાત કરવા લાગ્યાં. શરૂઆતમાં ફક્ત 'હા હું' કરનાર રહીમભાઇને તેની વાતોમાં રસ પડ્યો એટલે તે ધીમે ધીમે તેની સાથે વાતો શરુ કરી. વાત વાતમાં ખબર પડી કે તે ભાઈનું નામ સલીમભાઇ છે. સલીમભાઇ પોતાના જીવનમાં બનેલી ઘટનાનું ખુબ રસભર્યું વર્ણન કરતા હતા. આજુબાજુમાં ચાર જણ હતા પણ સલીમભાઇનું ધ્યાન ફક્ત રહીમચાચા પર હતું.


થોડીવાર પછી સલીમભાઈએ પોતાના થેલામાંથી એક પેંડાનું પાકીટ કાઢ્યું ,તે રહીમભાઈ આગળ ધર્યું. રહીમભાઈને તેમના પાડોશીએ આપેલી શિખામણ યાદ આવી કે ટ્રેનમાં કોઈ અજાણી વ્યક્તિ પાસેથી ખાવાપીવાની વસ્તુ લેવી નહિ. રહીમભાઈ એક કહ્યું 'હું કોઈ દિવસ મીઠાઈ ખાતો નથી જયારે કે રહીમભાઈના મોઢામાં પાણી છૂટ્યું હતું.' સલીમભાઇ એ કહ્યું 'ઠીક છે તમારે ન ખાવા હોય તો કઈ નહિ હું તો ખાઉં છું અને એક પછી એક પેંડા મોમાં ઓરવાનું શરુ કર્યું અને અડધો કિલો પેંડાનું પાકીટ ૧૦ મિનિટમાં પૂરું કર્યું, અને થોડી વાર પછી એક ફેરિયા પાસે છ જણ ખાઈ શકે એટલી પુરી ભાજી ખરીદી કરીને થોડી વારમાં સફાચટ કરી ગયા. રહીમભાઈ એ પોતાનો ડબ્બો કાઢ્યો તેમાં ચાર રોટલી અને થોડું બટેટાનું શાક હતું તે ખાવાનું શરુ કર્યું અને પૂછ્યું 'ખાશો કે ?' રહીમભાઈના મનમાં હતું કે આટલું ખાધા પછી ના પડશે પણ સલીમભાઇ એ કહ્યું, 'જરૂર' એમ કહીને જ્યાં સુધી રહીમભાઈ એક રોટલી પુરી કરે એટલામાં ત્રણ રોટલી સલીમભાઈએ પુરી કરી દીધી અને રહીમભાઈ મોં વકાસીને તેમની સામે જોયા કર્યું. તે પછી સલીમભાઈએ જુદા જુદા ફેરિયા પાસેથી સમોસા, ભજીયા લીધા અને તે બધાને ન્યાય આપ્યો. આજુબાજુના લોકો ફક્ત સલીમભાઇને જોઈ રહ્યા હતા કે શરીરે એકવડા બાંધાનો માણસ આટલું ખાઈ કઈ રીતે શકે ? અને સૌથી છેલ્લે સલીમભાઈએ પોતાના થેલામાંથી એક પાકીટ કાઢ્યું જેમાં પેઠા હતા. હવે રહીમભાઈને કકડીને ભૂખ લાગી હતી એટલે જેવું સલીમભાઇ એ તેમની સામે પેઠાનું પાકીટ ધર્યું એટલે તે 'એમ' કહીને તેના પર તૂટી પડ્યા કે આ તો મારી ભાવતી વસ્તુ છે. અને લગભગ આખું પાકીટ ઝાપટી ગયા. તેમાં રહેલો છેલો પેઠો રહીમભાઈએ ભાઈએ ઉપાડ્યો એટલે સલીમભાઇ એ કહ્યું 'આજે મારા દિલ ને પહેલીવાર સુકુન થયું છે.' રહીમભાઈએ પૂછ્યું 'શું કહ્યું ભાઈજાન ?' સલીમભાઇ એ કહ્યું 'કઈ નહિ આજે તો ખાવાની મજા આવી ગઈ.' રહીમભાઈને ઊંઘ આવવા લાગી હતી. એટલે બગલથેલો છાતીસરસો ચાંપ્યો અને સુઈ ગયા.

રાત્રે એક વાગ્યે કોઈએ હલાવ્યા એટલે તેમની આંખ ખુલી જોયું તો છેલ્લો પેસેન્જર તેમને જગાડી રહ્યો હતો તેણે કહ્યું છેલ્લું સ્ટેશન આવી ગયું ચાચા. રહીમભાઈએ આંખ ચોળીને જોયું તો તેમનું સ્ટેશન આવી ગયું હતું અને તેઓ નીચે ઉતર્યા અને પછી ધ્યાન આવ્યું કે તેમનો બગલથેલો ગાયબ હતો અને સલીમભાઇ પણ. તેમણે તેમણે જગાડનાર પેસેન્જરને પૂછ્યું કે સાથે એક સલીમભાઇ હતા તે ક્યાં ગયા ? તે વ્યક્તિએ કહ્યું કે 'તે તો હમણાંજ પેલા ગેટથી ડાબી બાજુએ વળી ગયા'.


રહીમભાઈ હવે પહેરેલ લૂઘડે રહી ગયા હતા ન તો તેમની પાસે પૈસા પણ ન હતા અને સરનામું પણ ન હતું તેથી દોડીને ગેટ ની બહાર ગયા અને જે દિશામાં સલીમભાઇ ગયા હતા તે દિશામાં દોડ્યા. રહીમભાઈને લાગવા લાગ્યું હતું કે કહો ન કહો મારો થેલો સલીમભાઈએ ચોર્યો છે. થોડા આગળ ગયા ત્યાં તેમને સલીમભાઇ દેખાણા પણ તેમની પાસે તેમનોજ થેલો હતો. રહીમભાઈ તેમની નજીક જઈને કહ્યું કે 'સલીમભાઇ તમે મને જગાડ્યો નહિ ? સલીમભાઈએ કહ્યું 'અરે રહીમભાઈ તમને તો દીકરાની હોસ્ટેલમાં જવાના હતા અને તમારો થેલો ક્યાં ?' રહીમભાઈએ કહ્યું 'લાગે છે આપણે બધા સુઈ ગયા પછી કોઈ ચોરી ગયું તેમાં મારા એક જોડી કપડાં, લૂંગી મારા પૈસાનું પાકીટ અને દીકરાની હોસ્ટેલનું એડ્રેસ પણ હતું. હું તો લૂંટાઈ ગયો હવે આવડા મોટા શહેરમાં મારે ક્યાં જવું ?' સલીમભાઈએ કહ્યું કે 'મારી સાથે મારા ઘરે ચાલો કાલે સવારે આપણે હોસ્ટેલ પણ શોધીશું અને તમારો થેલો પણ.' ઠીક છે કહીને રહીમભાઈ સાથે થઇ ગયા.


થોડા આગળ ગયા તો રોશનીનો ઝગમગાટ હતો દુકાનો સજેલી હતી. લાઈનબંધ મીઠાઈની દુકાનો હતી જેમાં તરેહ તરેહની મીઠાઈઓ મુકેલી હતી. પણ દુકાનો ફક્ત ખાવાપીવાની હતી. રહીમભાઈ આટલી રોશની જોઈને અંજાઈ ગયા કહેવા લાગ્યા 'તમારા શહેરો પણ અજબ છે અમારા ગામમાં જાઓ તો અત્યારે બધે સુનકાર હોય અને તમારું શહેર જાણે ૨૪ કલાક જાગતું હોય તેમ લાગે છે.' સલીમભાઇને રસ્તામાં ઘણા બધા લોકો મળ્યા બધાને તે પ્રેમથી મળ્યા અને મુબારક હો મુબારક હો એમ બધાઈ આપતા હતા જયારે કે ઈદને હજી વાર હતી. જેટલા લોકોને મળ્યા એટલા બધા લોકો સાથે રહીમભાઈની ઓળખાણ કરાવી અને કહ્યું 'આ મારા પાકા મિત્ર રહીમભાઈ' અને બધા લોકો અહોભાવ સાથે તેમને ભેટતા.


પછી સલીમભાઈએ એક દુકાન પર રોકાતા કહ્યું કે 'રહીમભાઈ થોડો નાસ્તો કરીયે. રહીમભાઈએ કહ્યું 'ઠીક છે મને ભૂખ લાગી છે પણ મારી પાસે પૈસા નથી.' સલીમભાઈએ કહ્યું 'અરે રહીમભાઈ તમે મારા મહેમાન છો અને હું એકલોજ રહું છું તેથી અહીં જ નાસ્તો કરીને ઘરે જઈને સુઈ જાઉં છું એટલે તમે પૈસાની ચિંતા ન કરો.' બંને જણા નાસ્તો કરવા તે દુકાનમાં બેસી ગયા. નાસ્તા માં સલીમભાઇ એક કિલો પેંડા, અને અડધો કિલો બરફી ખાઈ ગયા અને સાથે ૧૦ સમોસા. રહીમભાઈ એ કહ્યું 'સલીમભાઇ આટલી મીઠાઈ ખાધા પછી બીમાર નથી પડતા સલીમભાઇ હસીને કહ્યું 'મને કઈ થતું નથી મને ડોક્ટરે કહ્યું છે મને ખાવાની બીમારી વળગી છે.' એટલામાં મસ્જિદમાંથી અજાનનો અવાજ આવ્યો એટલે સલીમભાઈએ કહ્યું 'ચાલો નમાજ પઢી લઈએ. રહીમભાઈએ આસમાન તરફ જોઈને કહ્યું કે અડધી રાત્રે નમાજ. સલીમભાઈએ કહ્યું કે 'આપણને ગાડીમાંથી ઉતારે ઘણો સમય થઇ ગયો છે અત્યારે મધરાત નથી. ચાલો નમાજ પઢી લઈએ. રહીમભાઇ સલીમભાઈની પાછળ મસ્જિદમાં ગયા. કુલ ૩૦ લોકો નમાજ પઢવા બેસી ગયા હતા. નમાજ પેઢીને ઉઠયા પછી સલીમભાઈએ કહ્યું 'ચાલો રહીમભાઈ ઘરે જઇયે. મસ્જિદની નજીક ની ગલીમાં સલીમભાઇનું ઘર હતું ત્યાં ગયા પછી સલીમભાઈએ તેમને ઘરમાં લઇ ગયા અને પછી પથારી દેખાડી અને કહ્યું કે 'તમે અહીં સુઈ જાઓ, હું આ તરફ સુઈ જાઉં છું. ખુબ થાકેલા હોવાથી રહીમભાઈ તરત સુઈ ગયા.


સવારે શોરબકોરના અવાજ સાથે રહીમભાઈની આંખ ખુલી. જોયું તો આજુબાજુમાં બે - ત્રણ ઉભા હતા અને તેમને જોઈ રહ્યા હતા અને તે પોતે રસ્તાની બાજુમાં સુઈ રહ્યા હતા. તેમણે આંખો ચોળીને જોયું તો આજુબાજુ ક્યાંય ઘર કે મસ્જિદ ન હતા અને બજાર પણ દેખાતી ન હતી અને જે વ્યક્તિઓ તેમની બાજુમાં ઉભા હતા તેમના હાથમાં લોટા હતા. એક જણે પૂછ્યું મીયાંજી ક્યાંથી આવો છો અને અહીં ખંડેર પાસે કેમ સુતા છે આ તો ભૂતિયો ઇલાકો છે અહીં રાત્રે કોઈ નથી આવતું. રહીમભાઈ એ આજુબાજુ નજર કરી તો બાજુમાં તેમનો બગલથેલો મુકેલો હતો. તેમને કઈ સૂઝતું નહોતું. તેમણે કહ્યું 'ગઈકાલે રાત્રે તો અહીં રોશનીનો ઝગમગાટ હતો અને કેટલીયે દુકાનો હતી જ્યાં મેં ખાધું અને નમાજ પણ પઢી'. ઉભેલા લોકોમાંથી એક જણે કહ્યું 'મીયાંજી ગઈકાલે રાત્રે તમે ભૂતોની સાથે રહ્યા અને ભૂતો સાથે નમાજ પઢી છે. આ સાંભળીને રહીમભાઈના હોશકોશ ઉડી ગયા તે ઠંડી ચડી ગઈ હોય તેમ ધ્રુજવા લાગ્યા. તેમણે ધ્રૂજતે હાથે બગલ થેલામાંથી દીકરાની હોસ્ટેલનું સરનામું બહાર કાઢ્યું અને બતાવ્યું અને પૂછ્યું 'આ જગ્યા કેટલી દૂર છે ?' એડ્રેસ જોઈને એક જણે કહ્યું 'આ તો નજીકમાંજ છે ચાલો હું તમને મૂકી જાઉં. અલ્લાહ નું નામ લેતા લેતા તેઓ દીકરા પાસે પહોંચ્યા ત્યારે તેમણે હાશ થઇ પછી બે દિવસ તેમને તાવ આવી ગયો. તેમને વારે વારે ભણકારા થતા કે સલીમભાઇ તેમને બોલાવે છે.


ચાર દિવસે ઘરે પહોંચ્યા પછી રહીમભાઈ એ પોતાની પત્ની અને દીકરીને બધી વાત કરી. બગલથેલામાંથી કપડાં કાઢતી વખતે તેમાંથી એક ચિઠ્ઠી બહાર પડી તે દીકરીએ તેમને આપી. તેણે કહ્યું અબ્બુ આ ચિઠ્ઠી તમારા થેલામાં હતી. રહીમભાઈ એ કહ્યું 'વાંચી સંભળાવ શું લખ્યું છે તેમાં ? દીકરી વાંચવા લાગી. તેમાં લખ્યું હતું 'રહીમભાઈ સલામ. દુઆ કરું છું તમારા માટે. જો કોઈએ તમને કહ્યું હોય કે અમે ભૂત છીએ તો તે ખોટું છે અમે જીન્નાત છીએ અમારી દુનિયા અલગ હોય છે. અને મેં તમારી સાથે કોઈ ધોખો નહોતો કર્યો. ચોર ખરેખર તમારો થેલો ચોરીને નીકળી ગયો હતો તે મેં મારા બીજા જીન્નાત દોસ્તોને કહીને મંગાવી લીધો હતો અને અમારી જીન્નાતની દુનિયામાં ઉસૂલ છે કે સાલમાં એક વાર પાકસાફ દિલના માણસ સાથે નમાજ અદા કરવી તેથી હું તમને મારી સાથે લઇ આવ્યો અને અમે જીન્નાત મીઠાઈના ખુબ શોખીન હોઇયે છીએ તેથી હું આટલી મીઠાઈ ખાતો હતો અને આપે મારી સાથે મીઠાઈ ખાધી એટલે અલ્લાહ મારી જો કોઈ ખતા હોય તો મને માફ કરશે. આપ નેક દિલના ઇન્સાન છો અને આપની માસુમિયતને સલામ છે. જો મારાથી કોઈ ખતા થઇ હોય તો મને માફી બક્ષજો.

સલીમ જીન્ન .


આ ચિઠ્ઠી વાંચીને ઘરના બધાના રુવાડા ઉભા થઇ ગયા. પણ થોડીવાર પછી તેમની દીકરી બોલી 'અબ્બા તમે કહેતા હતા ને જિંદગીમાં કોઈ ઘટના બની નથી તો હવે બધાને તમે કહી શકશો કે મેં જિનો સાથે નમાજ પઢી છે અને આ ચિઠ્ઠી પણ બતાવી શકશો. દીકરીએ પાછું ચિઠ્ઠી તરફ જોયું તેમનું લખાણ ગાયબ થઇ ગયું હતું પણ રહીમભાઈના ચેહરા પર મુસ્કુરાહટ આવી ગઈ હતી હવે તેમની પાસે કહેવા માટે એક ઘટના હતી !


Rate this content
Log in

Similar gujarati story from Abstract