Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અરજી ભાગ-૨

અરજી ભાગ-૨

3 mins
438


અને માનવ પોતે વિચારવા લાગ્યો કે જ્યારે ભણીને એણે આ કંપનીમાં ઈન્ટરવ્યુ આપ્યો. ત્યારે જોયું કે શેઠ અનિલભાઈ એનીજ ઉંમર જેટલાજ છે અને નોકરીનો ઓર્ડર મળ્યો અને એ નોકરીએ લાગી ગયો. બે વર્ષ પછી શિલા જોડે લગ્ન કર્યા અને લગ્નને ત્રણ વર્ષ પછી આ પરી આવી અને પરીના પગલે એને પ્રમોશન મળ્યું. પગારમાં ખાસો વધારો થયો. આમ એ વિચારતો સૂઈ ગયો. ભગવાનને પ્રાર્થના કરી સૂઈ ગયો જે થશે એ સારુ જ થશે. 


આ બાજુ લતાબેન ચિંતા કરી રહ્યા કે એમણે અને પંકજભાઈએ તો પોતાની સોસાયટી અને દરેક જાણીતાને પોતે વેકેશનમા પ્લેનમાં ચાર ધામ યાત્રાએ ફરવા જવાના છે તેની જાહેરતો કરી દીધી હતી. અને આજે બપોરે લતાબેનએ ત્રીજીવાર બધુ પેકીંગ ચકાસી લીધું. અને બસ હવે તો ચારધામની યાત્રામાંજ શાંતીથી સુઇ શક્શે. તેવા શમણાંમાં ખોવાઇ ગયા. અને ભગવાનને પ્રાર્થના કરી કે જે કરે એ સારુ જ કરજે. 


સવારે એકદમ વહેલા ઉઠી પરવારી ને હું મંદિર જઈને આવુ એમ કહીને લતાબેન ઘરની બહાર નીકળી ગયા. માનવ તો ઓફિસ ઘરેથી રોજ જમીને જ જતો એટલે એને હજું બહુ વાર હતી. એક વખત શેઠ અજયભાઈએ એમના ઘરે ઓફિસ સ્ટાફના બધાજ કર્મચારીઓના ફેમીલીને જમવા બોલાવ્યા હતા, જેથી પરિચય થાય. અને લતાબેને એ એડ્રેસ સંભાળીને રાખ્યુ હતું કે ક્યારેક કામ આવે. એમણે રીક્ષાચાલકને એ એડ્રેસ પર લઈ જવા કહ્યું. લતાબેન જ્યાં રહેતા હતા ત્યાંથી અજયભાઈના ઘરે ત્રીસ મિનટમાં પહોંચી ગયા અને બંગલાની ડોર બેલ બજાવી. નોકરે આવી દરવાજો ખોલ્યો એમણે કહ્યું કે 'હું એક કામથી શેઠને મળવા આવી છું એમની ઓફિસમાં કામ કરતા માનવની મા છું.' નોકરે એમને અંદર લઈ ગયો બેઠક રૂમમાં બેસાડી એ ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરતા અજયભાઈને કહ્યું કે બહાર આપને મળવા આપની ઓફિસમાં કામ કરતા માનવભાઈની માતા આવી છે. અજયભાઈ શેઠ ઉભા થયા અને બહાર ગયા અને સોફામાં બેસતા બોલ્યા બોલો, 'કેમ અહીં આવવાનું થયું માજી ?'

લતાબેને ફરી પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે 'હું સવારમાં તમારો કિંમતી સમય નહીં બગાડું. ટુંકમાં વાત કરુ કે માનવે છેલ્લા ત્રણ વર્ષથી રૂપિયા ભેગા કરી અમને સપરિવાર ચારધામની યાત્રાએ લઈ જાય છે તો આપને એક અરજ કરવા આવી છું તમે આટલી બધી રજા નામંજૂર કરી. તો એણે એવો નિર્ણય કર્યો છે કે શેઠ રજા નહીં આપે તો હું નોકરી છોડી દઈશ પણ તમને યાત્રા કરાવીશ એની નવ વર્ષની દિકરી પરીનો પણ વિચાર નથી કરતો કે ભેગા કરેલા રૂપિયા અમને યાત્રા કરાવામાં વાપરી નાંખીને એ નોકરી પણ છોડશે તો પરીનું શું થશે ? માટે જ હું આપને એક અરજી કરવા જ આવી છું જો આપ રજા મંજૂર કરશો તો આપની ઘણી મહેરબાની અને લતાબેન આંખના આંસુ લૂછતા ઉભા થઈ ગયા અને બહાર નિકળી ગયા.


 આ બાજુ શિલા માનવને સમજાવી રહી હતી કે આપ નોકરી ના છોડશો પણ થોડું જૂઠ બોલો કહો કે ઘરમાં બિમાર છે તો રજા જોઈએ છે. 

‘પણ.. માંદુ કોણ છે ?એક તો મેં શેઠને જણાવ્યું પણ નથી.'

‘બળી તમારી પ્રામાણિક્તા ને વિશ્વાસ.'

આટલા વર્ષોની નોકરી પછી શું મળ્યું તમને ?


વધુ આગળ વાંચો આવતાં અંકમાં....


Rate this content
Log in