Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

પલાયન

પલાયન

2 mins
7.4K


આજે મારા માતા પિતા ખૂબ ખુશ હતા. નાની બહેન પરણીને સાસરે સુખી હતી. દાદા મારા ડૉક્ટર હતા. પિતાજી બાળપણમાં નરમ તબિયતનાં હતા.

તેથી ડૉક્ટરનું ન ભણી શક્યા. તેમનું હંમેશા સ્વપ્ન હતું કે હું ડૉક્ટર થાઉં. જે આજે સાકાર થયું હતું. દાદાના મત્યુ પછી તેમના ભાઈએ અમને સપરિવાર અમેરિકા તેડાવ્યા હતા. મમ્મી તથા પપ્પાની મહેનતને કારણે આજે મારા એમ.ડી.નું ગ્રેજ્યુએશન હતું. મારી રેસીડન્સીને એક મહિનાની વાર હતી.

નસિબ સારા હતાં તેથી રેસીડન્સી એ જ શહેરમાં મળી જ્યાં અમે રહેતાં હતા. રેસીડન્સી શરૂ થઈ. એક વાર લાઈબ્રેરીમાં વાચતો હતો ત્યાં બાજુમાં આવીને એક ભારતિય છોકરી બેઠી.

"અરે, તું રોહિત તો નહીં?"

"હા, મારું નામ રોહિત છે. હાઊ ડુ યુ નો મી?"

"અરે, યાર તને કોણ નથી ઓળખતું. હજુ હમણાંતો તે એમ. ડી. પુરું કર્યું. શું તારી રેસીડન્સી ચાલુ થઈ ગઈ?"

"હા."

બસ પહેલી મુલાકાત આટલેથી અટકી. પછી તો સિલસિલો ચાલુ રહ્યો. જ્યારે રાતના ઘરે જવાનો સમય હોય ત્યારેતે પુસ્તક લઈને સામી મળે. નામ પણ કેવું મધુર. રોમા! આટલો લાંબો દિવસ હોવા છતાં થાકેલો હું તેની સાથે બીજો કલાક ગાળતો. ક્યારે પ્યાર થઈ ગયો  ખબર ન પડી! રોમા ભારતથી ભણવા આવી હતી. હજુતો છ મહિના માંડ થયા હશે.

"રોહિત, ચાલને આપણે પરણી જઈએ?"

"રોમા, હજુ મારે બે વર્ષ રેસીડન્સી છે. પછી હું સ્પેશિયાલીસ્ટ થઈશ. હમણાં શું ઉતાવળ છે. બે વર્ષ ધિરજ ધર."

રોમા, "હું પણ કમાઈશ અને તને મદદ રૂપ થઈશ."

કોઈ સમજાવટ માફક ન આવી. રોમાનાં માબાપ પણ આવી શકે તેમ ન હતા.

રોહિતે માતા પિતાની મંજૂરી મેળવી. ધામધુમથી લગ્ન ઉજવાયા. આજની તારિખમાં પણ પટેલ જાતિમાં લગ્ન વખતે સામાન્ય માણસ પણ વહુને સો તોલા સોનાના દાગીના ચડાવે. રોહિતના માતાપિતા સ્વભાવે નરમ હતા. ખૂબ વહાલ પૂર્વક ધુમધામથી વહુને આંગણે આવકારી.

રોહિતની રેસીડન્સી પૂરી થઈ. રોમાને, રોહિત બહુ ઓછું ભેળાં થતા. બેવર્ષ ક્યાં પસાર થઈ ગયા ખબર પણ ન પડી. રોમાને ગ્રીન કાર્ડ મળી ગયું.

આજે રોહિત ખૂબ ખુશ હતો. તેને સર્જરીમાં ફેલોશીપ મળી ગઈ હતી. હાથમાં 'નાયગરા ફોલ' જવાના વેકેશનની બે ટિકિટ તથા સુંદર ગુલાબનો બુકે હતો. ઘરે આવ્યો.

"હાય! રોમા ડાર્લિંગ..." કરતો આખા ઘરમાં ફરી વળ્યો.

ક્યાંય જણાઈ નહીં તેથી બેડરૂમમા આવ્યો. જુએ છે તો બેડ ઉપર એક પરબીડિયું હતું. જેનાં પર તેમના લગ્નના ફોટા વાળી ફ્રેમ હતી. પણ કાચ ટૂટેલો હતો.

રોહિતને અચરજ થયું. તેણે ફ્રેમ નીચેથી પરબિડિયું લીધું અને વાંચવા લાગ્યો. 

રોહિતને પોતાની આંખ ઉપર વિશ્વાસ ન આવ્યો.  રોમા એ લખ્યું હતું, ગ્રીન કાર્ડ અપાવવા બદલ આભાર. આજે જ મારો પ્રિયતમ ભારતથી આવ્યો છે. તારાં કપડાં તેને બરાબર આવશે. દાગીના મને પહેરવા ચાલશે. છૂટાછેડાના કાગળ ઉપર મેં સહી કરી છે.


Rate this content
Log in