Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Romance

2.5  

Sapana Vijapura

Romance

ઊછળતા સાગરનું મૌન 4

ઊછળતા સાગરનું મૌન 4

5 mins
15.2K


રુમમાં આવ્યાં પછી નેહાના દિલમાં હજારો સવાલ જવાબ હતા... માણસ પોતાના પહેલા પ્રેમને આસાનીથી ભૂલી જતાં હશે. સાગર કેટલો શાંત લાગતો હતો? શું એનાં દિલમાં ઘૂઘવતાં સાગર છે? એનાં મૌનમાં ઘણી ફરિયાદો છે? લાગણીઓના મોજા ઊછળે છે? કે પછી સુકાયેલા રણ છે હ્રદયમાં, જેમાં દુખોની

ડમરીઓ સિવાય કાંઈ ઊડતું નથી. વિરાની છવાયેલી છે. સાગરનું મૌન સમજાતું ન હતું.

બન્ને રુમમાં આવ્યાં. નેહાનું દિલ ધડકી ગયું. વાતની શરુઆત કેવી રીતે કરું? સાગર મને ખોટી રીતે નહીં લે ને? સાગર આરામ ખુરશી પર બેસી ગયો. નેહાએ એક ઊંડો શ્વાસ લઈને આંખો બંધ કરી લીધી. બેડ ઉપર ઉભડક બેઠી હતી. સાગર એકીટશે એને નીરખી રહ્યો હતો... મારો પહેલો પ્રેમ... કેટલાં જતન કર્યા

હતાં. એને પરવાન ચઢાવવા માટે અને હાથ છૂટી ગયાં.. કોલેજમાં પણ બધાં કહેતા હતાં, "સાગર અને નેહાની જોડી અતૂટ છે... અને કોઈની નજર લાગી ગઈ ગઈ. આ જોડી પર બસ એક નાનકડો અકસ્માત અને બધું વેર વિખેર થઈ ગયું હતું.

સાગરને બરાબર યાદ છે જિંદગીનો એ દિવસ જ્યારે એની દુનિયા લૂટાઈ ગઈ હતી. હા એ દિવસે એ અને નેહા કેન્ટીનમાં બેઠા બેઠા કોફી પીતાં હતાં. અને હસી મજાક અને જોક્સ ચાલી રહ્યા હતાં. સાગર પણ શરારતી આંખોથી નેહાનું દિલ લૂટી રહ્યો હતો. અને નેહા તો સાગર ઉપર વારી વારી જતી હતી. એવામાં

સામેથી સ્નેહલ આવ્યો. થોડો ગભરાયેલો લાગતો હતો. સાગરે પૂછ્યું, "કેમ સ્નેહલ આટલો ઘભરાયેલો લાગે છે? સ્નેહલે કહ્યું, "તારા પપ્પા, તારા પપ્પા....." સાગર ઝટકાથી ઊભો થઈ ગયો હતો અને નેહાનો પકડેલો હાથ છૂટી ગયો એનું ધ્યાન પણ ના રહ્યું. સાગરે સ્નેહલને હમમચાવી નાંખ્યો. "શું થયું મારાં પપ્પાને? શું થયું? સ્નેહલે અચકાતાં કહ્યું, "એક ટ્રકે તારા પપ્પાના સ્કુટરને ટક્કર મારી તારા પપ્પાને બધાં ભેગા થઈ હોસ્પીટલ લઈ ગયા છે... તું જલ્દી ચાલ..." સ્નેહલ સાગરનો હાથ ખેંચી લઈ ગયો... એ હોસ્પીટલ પહોંચ્યો ત્યારે પપ્પા છેલ્લ્લાં શ્વાસ લઈ રહ્યા હતાં.. પપ્પા... પપ્પા... સાગરની આંખમાથી અનરાધાર આંસું પડી રહ્યા હતા. પપ્પાએ શ્વાસ છોડતાં પહેલાં સાગર પાસે વચન લીધું કે એના બે નાનાં ભાઈ અને બહેનને બરાબર ભણાવશે અને એક પિતા જેટલો પ્રેમ અને સ્નેહ આપશે. માનું ધ્યાન રાખશે અને કોલેજમાં જતો સાગર રાતોરાત એક અલ્લડ યુવાન મટી અને એક પ્રોઢ માણસ બની ગયો.

નેહાએ જ્યારે આ સમાચાર સાંભળ્યા, એ સાગરને ઘરે સાગરને મળવા દોડી આવી અને સાગરને હિમત રાખવા સલાહ આપી પણ સાગર એકદમ મૌન થઈ ગયો હતો. નેહાની સામે આંખ ઉઠાવીને જોતો પણ ના હતો. નેહાને ડર લાગી રહ્યો હતો. સાગરની આંખોમાં આ અજનબીપણું ક્યાથી આવ્યું? નેહાને ખબર ન હતી કે એની પણ દુનિયા લૂટાઈ જવાની તૈયારીમા હતી. સાગર એનાં પ્રેમને લૂટાવી દેવાનો હતો... સાગરે કહ્યું, "નેહા, આવતી કાલે તું મને એકલી મળ તારી સાથે વાત કરવી છે... અને બીજે દિવસે જ્યારે બન્ને છેલ્લીવાર મળ્યાં તો નેહાનાં દિલ ઉપર વીજળી પડી. સાગરે કોલેજ છોડવાનો અને દુકાન પર બેસી જવાનો નિર્ણય

લીધો હતો. પણ તેમ છતાં નેહા પોતાનાં પ્રેમનો ભોગ આપવાં તૈયાર ન હતી. પણ સાગરે જ્યાં સુધી ભાઈઓ અને બહેન ભણી ના લે લગ્ન કરવાં નહી એવો નિર્ણય લીધો હતો. નેહા આસું સારતી રહી. સાગરનો હાથ છોડતી ના હતી. પણ સાગર એક્દમ મૌન હતો... નજર જમીનમાં ગડી ગઈ હતી... જાણે જમીનને નજરથી

ખોદી નાંખવાં માંગતો હોય... અને બન્ને છૂટા પડી ગયાં.

"સાગર..." નેહાનો અવાજ સાંભળી એકદમ જાણે સપનાંમાંથી જાગી ગયો. એને પોતાની ભીની આંખો લૂછી "તને ખબર છે મેં તને અહીં શા માટે બોલાવ્યો છે?" નેહાએ પૂછ્યું. સાગરે નકારમાં માથું હલાવ્યું...

"આજ હું તને મારી વાત કહીશ..." પચીસ વરસ પહેલાં જ્યારે તું મને છોડી ગયો... અને નેહા જાણે પચીસ

વરસ પહેલાંની દુનિયામાં ચાલી ગઈ. જ્યારે સાગર એનો હાથ છોડી દૂર દૂર ગયો હતો.

સાગરે એનાં પ્રેમને ઠુકરાવી દીધો અને હતાશ નેહા ઘરે આવી ગઈ. મમ્મી પપ્પા સમજી શકતાં ન હતાં. હસતી રમતી ચંચળ નેહાને શું થયું છે... વારંવાર એકનો એક સવાલ કરવાં છતાં કોઈ જવાબ મળતો ના હતો. નેહાને આત્મહત્યા કરવાનો વિચાર પણ આવ્યો. પણ મા બાપની પ્રેમ ભરી નજર જોઈ પોતાની જાતને

સંભાળી લેતી. મારાં મા બાપ સાથે એવો અન્યાય કરવાનો મને કોઇ હક નથી એમણે મને જન્મ આપ્યો. ઊછેરીને મોટી કરી અને અનહદ પ્રેમ આપ્યો એમનાં દિલને દુખ શી રીતે પહોંચાડું ? એ રડીને બેસી જતી. સાગરનો વિરહ ઊધઈની જેમ એના હ્રદયને ખોતરી રહ્યો હતો. જેમ તેમ કરીને કોલેજનું છેલ્લું

વરસ ખતમ કર્યુ નેહાનાં પપ્પા શાંતીલાલ અને મા પ્રભાબેનનું સમાજમાં ખૂબ માનપાન.. પૈસે ટકે સુખી અને સ્વભાવે પણ નિર્મળ અને શાંત. અને નેહા મોડલ જેવી દેખાવડી... નેહા માટે ઘણાં માંગા આવવાં લાગ્યાં... અને એક છોકરો આકાશ પપ્પાને પસંદ પડી ગયો. એકદમ હોંશિયાર અને બિઝનેસ મેન... દેખાવડો... મા

બાપનો એકનો એક દીકરો અને દિલ્હીમાં સરસ મારૂતીની ડીલરશીપનો ધંધો. નેહાને તો કોઈમાં રસ ના હતો. પપ્પા કહે ત્યાં પરણી જવાનું હતું... એણે હા પાડી દીધી. ખૂબ ધામધૂમથી નેહાના લગ્ન આકાશ સાથે થઈ ગયાં. નેહા પોતાનું દિલ પાછળ સાગરનાં આંગણમાં મૂકી દિલ્હી આવી ગઈ...

આકાશ વિચીત્ર સ્વભાવનો હતો એ નેહાને સુહાગરાતના ખબર પડી ગઈ. જ્યારે આકાશે એને સુહાગરાતે મહેણું માર્યુ કે કેટલાં મિત્રોને લઈને ફરતી હતી. નેહાએ વિચિત્ર નજરથી આકાશ સામે જોયું? એ પોતનો ભૂતકાળ પાછળ મૂકી નવેસરથી જીવન વિતાવવાં માંગતી હતી. સાગરની યાદને આજ પછી દિલમાંથી ફગાવી દેવા માંગતી હતી... એ શરમાઈ ગઈ... કાંઈ બોલી શકી નહીં... આકાશે કહ્યું, "નેહા, આજ આપણાં જીવનની શરુઆત થઈ છે આપણે એક બીજા સાથે પ્રમાણીકતાથી આપણાં જીવનની વાત કરી લઈએ જેથી આગળ જતાં આપણી વચે કોઈ રહસ્ય ના રહે. ચાલ મારી વાત પહેલાં કહું મારી એક મિત્ર હતી પણ સંજોગોવશાત અમારા લગન થઈ ના શક્યા... પણ અમારાં સંબંધ પતિ-પત્નિ જેવાં જ હતા... ચાલ હવે તારી વાત કહે..." આટલું કહી એ લુચ્ચું હસ્યો. નેહા એ અચકાતા અચકાતા કહ્યું, "મારે એક મિત્ર હતો, હું એને ચાહતી હતી. પણ અમારી વચે શારિરીક કોઈ સંબંધ ન હતાં." આટલું કહેતા કહેતા એની છાતી ધમણની જેમ ફૂલી ગઈ હતી... પણ આકાશ ખડખડાટ હસી પડ્યો... એટલે એ પણ મલકાઈ... તરત આકાશ બોલ્યો, "જોયું મારું એક જુઠાણું તારા સત્યને કેવું બહાર લઈ આવ્યું? નેહા અવાચક થઈને આકાશને તાકી રહી... એ સાગર વિષે ઊલટ તપાસ કરવાં લાગ્યો... ઉદાસીનતા નેહાને ઘેરી વળી... સુહાગરાતમાં આવી બધી વાતોની આશા કોઈ કુંવારિકા નથી રાખતી. હવે શું? તીર કમાનમાંથી નીકળી ગયું હતું... હવે નેહા કાંઈ કરી શકે નહીં. આકાશ બોલ્યો, "મને ખબર હતી તારા જેવી ખૂબસૂરત છોકરીને 'બોય ફ્રેન્ડ' ના હોય તે તો હું માનવાં તૈયાર જ ન હતો..હવે તારે મોઢે આ વાત સાંભળી તો...તો હવે મજા આવશે..."નેહા

તો શુન્યમન્સક થઈ આકાશની વાત સાંભળી રહી... આકાશે એનો હાથ હાથમાં લીધો અને કહ્યું..." સાગરે આ હાથ પક્ડેલો? નેહાના ઓષ્ટને ચુંબન કરી કહ્યું, "આ હોઠોનું રસપાન સાગરે કેટલી વાર કર્યું છે? નેહાની આંખોનાં આંસું જાણે સુકાઈ ગયાં...

એનાં મગજમાં જગજીતસીંહની એક ગઝલ એક શેર યાદ આવી ગયો...

વસ્લકી રાત ઔર ઈતની મુખ્તસર?

દિન ગીને જાતે થે ઈસ દિનકે લિયે.


Rate this content
Log in

Similar gujarati story from Romance