Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Khushbu Shah

Children Stories Inspirational

3  

Khushbu Shah

Children Stories Inspirational

આંખોના ઝળઝળીયા

આંખોના ઝળઝળીયા

2 mins
679


"બેટા,આ તો તારી જૂની શાળા હતી તે જ જગ્યા છે ને ?" રમેશના પિતાજીએ રમેશને પૂછ્યું.

"હા પપ્પા"

"તો આપણે અહીં કેમ આવ્યા છે ?અને આ શાળા જેવું લાગતું નથી."

"હા પપ્પા,હવે અહીં શાળા નથી રહી પણ અહીં તમારું આજે ખુબ જ અગત્યનું કામ છે."

"મારુ ?"

  ત્યાં સુધીમાં તો રમેશ તેના પિતાજીની વહીલચેરને એ ઇમારતની ખુબ જ નજીક લઇ ગયો. રમેશભાઈએ પોતાની નબળી આંખે જોયું તો એ વૃદ્ધાશ્રમ હતો, એ જોઈ તેમની આંખોમાં ઝળઝળીયા આવી ગયા.

" બેટા, મારાથી કઈ ભૂલ થઇ,વહુને કઈ બોલાય ગયું? મને માફ કરી દો પણ મને આ ઉંમરે એકલો ન મુકો ." બોલતા બોલતા તો રમેશભાઈને ડૂમો ભરાઈ આવ્યો કે શું આજે આ ઉંમરે છોકરાને પોતાનો આખો વ્યવસાય આપવા છતાંયે તેમને આ જોવાનું રહ્યું, તેમને ભારે દુઃખને કારણે આંખો બંધ કરી દીધી.


     થોડી વારે રમેશભાઈને ખ્યાલ આવ્યો કે તેમની વહીલચેર અટકી હતી તેમને આંખો ખોલીને જોયું તો ત્યાં તેમની પુત્રવધુ-પુત્ર , દીકરી-જમાઈ બધા જ ઉભા હતા તથા વૃદ્ધાશ્રમની દેખરેખ રાખવાવાળો સટાફ પણ હતો, તેઓ કઈ સમજી ન શક્યા.


"દાદા, દાદા" બોલતા તેમની વ્હાલી નેહા આવી તેમને વળગી પડી અને પાછળથી એક કેક આવી. 

"પપ્પા, આ વૃદ્ધાશ્રમ મેં તમારા નામે બનાવ્યો છે. તમે મને સંસ્કાર આપવામાં બિલકુલ ઉણા નથી ઉતર્યા. હું તો તમારા જેવા વડીલો જેને એમના સ્વજનો તરછોડી દે છે તેમને આશરો આપવા માંગુ છું. તેથી આ વૃદ્ધાશ્રમ મેં તમારા નામે ખોલ્યો છે, જેથી તમારા જેવા જ બીજા વડીલોના આશીર્વાદનો મને લાભ મળે."

"એટલે તું મને અહીં એકલો મુકવા નથી આવ્યો ?"

"ના પપ્પા, હું તો ખાલી આવા એકલા પડેલા લોકોને એક ઘર પૂરું પાડવા માંગુ છું."

"સરસ,દીકરા તમે લોકોએ આજે મને જે ગિફ્ટ આપી તે સાચે જ એક આદર્શ છે. પણ કાશ મારા છોકરા-વહુ જેવા જ સમજદાર બીજા પણ હોય."

"હા,પપ્પા કાશ એવું જ હોય. ત્યાં સુધી એક નાગરિક તરીકે હું વડીલોને આશરો આપવો મારી ફરજ સમજી આ વૃદ્ધાશ્રમ ચલાવીશ."


"ચાલો પપ્પા આપણે આ કેક કાપીએ અને તમે આ વૃદ્ધાશ્રમનું ઉદ્દઘાટન કરો જેથી ભાઈ એક સારું કાર્ય કરી શકે."

    પાછા રમેશભાઈની આંખોમાં ઝળહળીયા આવી ગયા પણ આ ખુશીના હતા.


Rate this content
Log in