Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

ડિમ્પલ

ડિમ્પલ

4 mins
14.4K


સુંદર મજાની 'બાર્બી ડૉલ' જેવી લાગતી ડિમ્પલ પ્યારમાં પાગલ થઈ હતી. ગુજરાતી મા અને અમેરિકન બાપની દીકરી સુંદર પરિણામ. ગો્રી ડૉલ જેવી શુદ્ધ ગુજરાતી બોલે ત્યારે વિચાર થાય આને કેવી સુંદર કેળવણી મળી છે. ઘરમાં મમ્મી અને નાના તેમજ નાની ગુજરાતીના આગ્રહી હતા, ગ્રાન્ડ પેરન્ટસ સાથે અમેરિકન સ્ટાઈલ. બન્ને બાજુથી તેનું નસીબ જોર કરતું હતું.

"અરે, આજે દેવાંગ સાથે સાંજના બહાર જવાનું છે. મમ્મી હું શું પહેરું?"

ડિમ્પલની મમ્મી ભારતિય શુદ્ધ ગુજરાતી. પપ્પા ડેની અમેરિકન અને મમ્મી લીનાના પ્યારમાં ઉછરેલી ડિમ્પલ અવનવી. બન્નેના નામ પરથી દીકરી ડિમ્પલ નામ પાડ્યું હતું. ગાલમાં ડિમ્પલ પણ સરસ પડતા હતા. હવે મુગ્ધા બનેલી છોકરી બૉયફ્રેંડ સાથે ફરવા જાય તેમાં શી નવાઈ?

"મમ્મી હું શું પહેરું?"

"પુટ સમ નાઈસ ક્લોથ્સ. યોર મૉમ ઈઝ બેસ્ટ ટીચર." સવાલ ભલે મમ્મીને પૂછાયો હતો. રિપ્લાય વૉઝ ગિવન બાય ડેડ.

"યસ, ડેડ ધેટ્સ વાય શી મેરીડ યુ..." બધાં જોરથી હસી પડ્યાં.

દેવાંગે, ડિમ્પલ વિષે જાણ્યું ત્યારે ખૂબ નવાઈ લાગી હતી. લાગે એકદમ અમેરિકન અને બોલે શુદ્ધ ગુજરાતી જ્યારે તેને ખબર પડી કે ડિમ્પલની મમ્મી ગુજરાતી છે અને પપ્પા અમેરિકન ત્યારે રાઝ ખૂલ્યો. ભણવામાં બન્ને જણાં સાથે હતાં, ઘણાં વખતથી મિત્રતા હતી. અંતે પ્રેમમાં પરિણમી. તેના વાકચાતુર્ય અને રૂપનો દેવાંગ દિવાનો બન્યો. જવાની દિવાની હોય એમાં શું નવાઈ.

દીકરો કહે, "મા, મને આની સાથે પરણવું છે." મા હંમેશાં પરવાનગી આપી દે. દેવાંગના પિતા ખૂબ શાણા અને સમજુ હતા.

"બેટા અમે તેના માતા અને પિતાને મળીએે થોડી ડિમ્પલને ઓળખીએ પછી આગળ વધીએ તો કેવું?"

દેવાંગ માતા અને પિતાનો એકનો એક પુત્ર હતો. માતા અને પિતા અવાર નવાર અમેરિકા આવી તેની સાથે રહેતા. અહીંની રહેણીકરણીથી પરિચિત હોવાને કારણે તેમને બન્ને ઠેકાણે ફાવતું. મુંબઈથી આવ્યાં અને ડિમ્પલ તેમજ તેના પેરન્ટસને મળ્યાં. ખૂબ સરસ લાગ્યાં.

દેવાંગના પપ્પાએ છોટીસી મુલાકાતમાં સત્ય તારવ્યું. ડિમ્પલની મમ્મી ખૂબ ડોમિનેટીંગ હતી. તેના પપ્પા મોટે ભાગે મૌન રહેતા. ડિમ્પલ માટે કશું પણ ઉચ્ચારી ન શકે. ડિમ્પલ પણ મમ્મી જેવી હંમેશાં પોતાનો ફુટ ડાઉન મૂકતી. પપ્પા સરન્ડર થઈ જતા.

દેવાંગને માત્ર બે શબ્દ કહ્યા. 'ઝાંસીની રાણી' છે. તારે એના તાબામાં અને કહ્યામાં જ રહેવું પડશે!

દેવાંગ, ડિમ્પલ વિષે કાંઈ પણ સાંભળવા તૈયાર ન હતો. પપ્પાને ન બોલવામાં ડહાપણ જણાયું. વિધીને કોણ બદલી શકે? અનહોની હો કે રહેગી. સ્ટડી પૂરું કરીને બન્નેનાં લગ્ન થયાં. મમ્મી અને પપ્પાની મરજી હતી તેથી લગ્ન ભારતમાં કર્યા. નાના, નાની, દાદા અને દાદી અમેરિકા આવે એવો કોઈ સવાલ જ ન હતો. તેઓ ૨૪ કલાક પ્લેનની મુસાફરી કોઈ હિસાબે ન કરી શકે. બધા માની ગયા જેથી વાંધો ન આવ્યો.

દેવાંગના મમ્મી અને પપ્પા રિસેપ્શન માટે ખાસ પાછા અમેરિકા આવ્યાં. દેવાંગ તેમને ઈજ્જત અને સન્માન આપે. તેમને માટે સાંજનો સમય ફાળવે તે અમેરિકન ડૉલ ડિમ્પલ કેવી રીતે ટોલરેટ કરે? તેને પોતાની પ્રાઈવસી પર ઈન્વે્ઝન લાગતું. તેને એમ હતું, ‘દેવાંગ ઈઝ માઈન ઓન્લી!’

દેવાંગ તેને સમજાવે તો રિસાઈ જાય! ડિમ્પલને દેખાવડી હોવાનું અભિમાન હતું. તેને માત્ર દેવાંગ જોઈએ. તેની સાથેનું ‘પાર્સલ’ મતલબ તેના મમ્મી અને પપ્પા શું કામના? સારું હતું દેવાંગને બીજા ભાઈ કે બહેન હતાં નહીં. પોતાના મમ્મી અને પાપા કાયમ આવે તો ચાલે! પણ દેવાંગના મમ્મી અને પપ્પા બે વર્ષે એકવાર આવે તે તેને ખૂચે. દેવાંગ ખૂબ ઠરેલ અને શાણો હતો. તેણે ડિમ્પ્લને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.

દેવાંગને તેના પપ્પા તેમજ મમ્મી વહાલાં હતાં. ડિમ્પલ કોઈ હિસાબે માનવા તૈયાર ન હતી. દેવાંગ ડિમ્પલના રૂપ તેમજ વાક્ચાતુર્ય પર મોહ્યો હતો.

"હવે શું?"

ખૂબ મુંઝાતો ! ઘરમાં બોલવાનું ઓછું કરી નાખ્યું. ડિમ્પલ એરોગન્ટ અને સ્ટબર્ન હતી. તેની બેસ્ટ ફ્રેન્ડ એલેક્સીસ પણ ઈન્ડિયન ડૉક્ટરને પરણી હતી. શી વૉઝ વેરી ફ્રેન્ડ્લી. મિક્સડ વેલ વિથ હેર ઈન લૉઝ.

દેવાંગે તેની સાથે કોન્ટેક્ટ વધાર્યા. જેને કારણે કદાચ ‘!ડિમ્પલને સંગનો રંગ લાગે. એલેક્સિસ જ્યારે ઈન્ડિયા જઈને આવે ત્યારે એવી ફેસિનેટિંગ વાતો કરે કે ડિમ્પલને પણ ઈન્ડિયા જવાનું મન થઈ જાય.

સ્માર્ટ દેવાંગ ઓલવેઝ બહાના બનાવે. તેને થયું ઈન્ડિયા ત્યારે લઈ જઈશ જ્યારે ‘શી વિલ લર્ન હાઉ ટુ બિહેવ વિથ માય પેરન્ટ્સ.’ એમાં જ્યારે ડિમ્પલ સેઈડ, "હની, આઈ એમ પ્રેગનન્ટ."

દેવાંગ પાસે મમ્મીને કહેવા કોઈ બહાનું ન હતું, હવે તેને છૂટકો ન હતો. દાદા, દાદી, નાના અને નાનીએ પણ ખૂબ આગ્રહ કર્યો. અંતે દેવાંગ ડિમ્પલને લઈ મુંબઈ આવ્યો. દેવાંગના ઘરની લિવિંગ સ્ટાઈલ અને એટિકેટ જોઈ ડિમ્પલ વૉઝ શોક્ડ. શી ગોટ વેરી રૉયલ ટ્રીટમેન્ટ.

દેવાંગ વૉઝ ઓબ્ઝરવિંગ હર. તેને ડિમ્પલ પર ખૂબ પ્રેમ હતો. માત્ર દિવાલ તોડવા માગતો હતો. જેમાં ધીરે ધીરે ગાબડાં પડી રહ્યા હતા. અંદરથી ખુશ હતો. દેવાંગના મમ્મી અને પપ્પાને પોતાના પુત્ર પર ગર્વ થયો. દેવાંગને થયું તેની ધિરજ અને પ્યાર કાર્ય કરી રહ્યાં છે !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational