Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અશ્ક રેશમિયા

Others Romance

3  

અશ્ક રેશમિયા

Others Romance

અધુરા અરમાનો-૧૦

અધુરા અરમાનો-૧૦

6 mins
865


"પ્રણયની જીંદગી ખાંડાના ધાર જેવી,

તેમ છતાંય એકવાર ચાલવા

જેવી."

મિલન, મુલાકાતો, સપનાઓ અને અરમાનોના અવિચળ પ્રવાહથી સમય કલકલ કરતો જીવનની નાવને આગળ ધપાવી રહ્યો છે.

એક દિવસ અચાનક જ સેજલની મમ્મીને પાલનપુર જવાનું થયું. એમણે સેજલને પણ સાથે લીધી.ગમગીનભર્યા બપોરનો ભીષ્ણ સમય હતો. ટેક્સી ઉપડવાને વાર હતી. સેજલ ટેક્સીની બહાર જ ઊભી હતી. એને પાલનપુર જવાનું હતું પરંતું એનું મન તો ક્યારનુંયે ઝાંઝાવાડાના મારગે વિના વાહને મુસાફરી કરવા લાગ્યું હતું.

'મારો સૂરજ આવશે તો મને જોયા વિના બેચેનીમાં આળોટશે.' એ વિચારે સેજલ સૂરજના ગામ તરફથી આવતી ટેક્સી તરફ બેબસપણે મીટ માંડીને ઊભી હતી. ટેક્સી ઉપડવાની તૈયારીમાં જ હતી ને સહસા સેજલની આંખોએ સૂરજ ચડ્યો. એની આંખોમાં હર્ષાશ્રું ઊભરી આવ્યા. હૈયું હેલે ચડવા લાગ્યું. પાણી પીવાના બહાને એ સૂરજ જોડે આવી ઊભી રહી.

ભારે હૈયે એકીશ્વાસે સઘળી વાત એણે સૂરજને કહી સંભળાવી. સૂરજ પણ એ જ મારતી ઘોડીએ પાલનપુર જવા તૈયાર થયો. બંને પાછળની સીટમાં બેસીને પાલનપુર જવા ઉપડ્યા. એરોમાં સર્કલ પાસે જ્યારે શિલ્પાબેન ટેક્સીનું ભાડું આપી રહ્યાં હતાં ત્યારે તકનો લાભ લઈને સૂરજનો હાથ હાથમાં લેતા સેજલ ધીમાં સ્વરે બોલી:'બારના ટકોરે હું સૂરમંદિર પહોંચી આવીશ. તું રાહ જોજે.'

અને સૂરજે ત્યાંથી સૂરમંદિર થિયેટર જવાનો રસ્તો પકડ્યો. થિયેટર એટલે શું ? એની જેને કદી કોઈ ગતાગમ નહોતી એ ગામડિયો સૂરજ પોણાબારના સુમારે પાલનપુરના સૂરમંદિર થિયેટરની બરાબર સામે ગુમસુમ બની ઊભો હતો. વિચારોના અશ્વો પર સવારી કરે એ જ ઘડીએ સેજલ એની માસીયત દીકરી ઉર્મિ સાથે આવી પહોંચી. આવતાભેરજ એણે સૂરજને બચીઓથી નવડાવી દીધો.

એ દિવસે એમણે ટોકીઝમાં "ઝહર" નામની ફિલ્મ જોઈ. ફિલ્મની મસ્તીભરી મોજ માણીને તેઓ હોટલ જનપથ પહોચ્યા. ત્યાં ચાઈનીઝ વાનગી સાથે મસ્તીભરી વાતોની મહેફિલ માણી. આમ, સેજલ અને સૂરજ એમની હસીન જવાનીના સુમધુર શમણાઓ સાથે એકબીજાના સાથસહવાસમાં રળિયામણી અને આનંદમય જીંદગી રસતરબોળ બનીને જીવતા હતાં. એમની ચાહત એટલી બધી વધી ગઈ હતી કે એકમેકને જોયા અને માણ્યા વિના આંખો કે હૈયાને ચેન પડતું નથી. પોતાના ભાવિ અરમાનો સાથે ક્યારેક ખુશિયોના ઉન્માદમાં તો વળી, ક્યારેક જુદાઈમાં પ્રેમતરબોળ જિંદગી જીવતા હતાં.

ગ્રીષ્મ બરાબર જામ્ય હતો. વૈશાખ ઊતરીને જેઠ રૂતુઓના દરબારમાં રાજસિંહાસન પર બિરાજમાન થયો હતો. સૂર્ય પણ જાણે તેના પર જેઠનું આધિપત્ય હોય એમ જ જેઠની આજ્ઞાવશ તીવ્ર ગરમી વરસાવી રહ્યો હતો. જાણે હમણાં જ અવનીને બાળીને ભસ્મ કરી નાખવા મથતો ન હોય! ધરતી તો શું પણ એની પરના માનવીઓ, જીવજંતુઓય દાવાનળ સમાન તાપથી બળું-બળું થઈ રહ્યાં હતાં.આકાશમાં ક્યારેક વાદળી જોવા મળે તો વળી ક્યારેક ઊંચે-ઊંચે ધૂળની ડમરીઓ ગોટેગોટા બનીને આકાશને ઘેરી રહી હતી. આવા વખતે શ્રમિકો છાયામાં જઈ આરામ ફરમાવી રહ્યાં હતાં.

પરંતું પેલું જંગલ! જંગલ જાણે રૂંવે રૂંવે સળગી રહ્યું હતું. સમગ્ર અરણ્યમાં ભયંકર નીરવતા ઊડી રહી હતી. આવા ઝાંય બાળતા તાપમાં પેલો વનકેસરી પણ શિકાર કરવાનું માંડી વાળીને ક્યાંક ઝાડવાના છાંયડે લાંબી આરામ ફરમાવી રહ્યો હોય એમ લાગતું તું. પેલાં ભરવાડોય ઘેટા-બકરાંને લઈને કોઈ ઘટાદાર વૃક્ષની ઘટામાં રતીમાતાની મીઠી ગોદમાં મીઠી સોડ તાણી રહ્યાં હતાં. આવી ઝાળ ઉડાડતી ગરમીમાં પ્રકૃતિ જાણે પૃથ્વી પરથી ભાગીને જાણે સ્વર્ગમાં પહોચી ગઈ હોય એમ લાગતું હતું.

એ વસમી વેળાએ સૂરજ લીમડાના ઝાડ નીચે બેસીને પ્યારી સેજલને સ્મરીને એની યાદોના વટવૃક્ષોને હૈયાના હેતનું નીર સીંચી રહ્યો હતો.

"મળ્યા'તા આપણે

જે પીપળા હેઠ,

સંધ્યા ટાણે;

એ પીપળો હવે

વિરહમાં સૂકાતો જાય છે,

હું રોજ

બપોરી વેળાએ

એના થડિયે

નીતનવા

અશ્કના ઝરણા વહાવી આવું

છુ."

એ વખતે શબવત બપોરમાં સૂરજના ફોનની ઘંટડી રણકી. જે ફોન એણે બે દિવસ પહેલાં જ ખરીદયો હતો. ફોન દ્વારા તેને સમાચાર મળ્યા કે આવતીકાલે એમની બોર્ડની પરીક્ષાનું પરિણામ છે. પરિણામનું નામ સાંભળતાં જ સૂરજનું હૈયું ઉત્સાહથી ગાંધીનગર તરફ દોટ મૂકે છે.

‎પ્રભાતનો સૂર્ય કોમળ કિરણો ફેલાવતો હતો. ચારેય બાજુ ઉષાનું અદભૂત સામ્રાજ્ય ફેલાયેલું હતું. ઊગતી પ્રભાત ફોરમાઈ-ફોરમાઈને સૃષ્ટિને નવપલ્લવિત કરી રહી હતી.

એ વેળા સૂર્યના પ્રથમ કિરણનો સ્પર્ષ થતાં જ સૂરજે પથારી છોડી. સ્નાનાદિથી પરવારીને એણે ભગવાનની પૂજા કરી. મમ્મી-પપ્પાને પ્રણામ કરી એમના મીઠા આશિર્વાદ લઈ એ પાલનવાડા જવા ચાલી નીકળ્યો. ‎બોર્ડની પરીક્ષાનું પરિણામ હતું. સૌ વિદ્યાર્થીઓ સવારથી જ હાઈસ્કૂલમાં પહોંચી ગયા હતા. બધા જ વિદ્યાર્થીઓ લગભગ બે મહિના પછી ફરી એકવાર હાઈસ્કૂલમાં ભેગા મળ્યા હતા. માટે જ પરિણામની પરવા કર્યા વિના કેટલાક મિત્રો ભૂતકાળના સંગેમરમરી સંસ્મરણોને વાગોળતા વાગોળતા અતીતમય બની ગયા હતા.

કેટલાક મશ્કરીમાં મશગુલ હતા તો વળી કેટલાક પરિણામની ગમગીનીમાં ડૂબી રહ્યાં હતાં. એ વેળાએ સૂરજ અને સેજલ મિલનની મધુરી મોજ માણી રહ્યાં હતાં. જેના આંગણામાં એમનો પ્રેમ અંકુરિત થયો હતો એ જ શાળામા ફરીવારે પ્રેમના છોડને મિલનરૂપી ડાળને હૈયાના હેતથી ઝુલાવી રહ્યાં હતાં. મહિના દિવસથી સૂનું સૂનું લાગતું સ્કૂલનું સમગ્ર વાતાવરણ અત્યારે જાણે પ્રસન્નતામાં ફેરવાઈ ગયું હતું. બાગના છોડવાઓ લળી લળીને જાણે તેમના આગમનને વધાવી રહ્યાં હતાં.

શાળાનું સમગ્ર વાતાવરણ અત્યારે જાણે ઉનાળાની લાંય વચ્ચે ફરીવાર ધબકી રહ્યું હતું. ‎ વિદ્યાર્થીઓના બે કલાકના તીવ્ર ઈંતજાર પછી આચાર્ય દ્વારા પરિણામની જાણ કરવામાં આવી. પ્રથમ નંબરે હરજીવન અને

ત્રીજા નંબરે સુરજ હતો.એ બન્નેનું નામ સાંભળતાં જ સૂરજ અને એમના મિત્રવર્તુળમાં આનંદ આનંદ છવાઈ ગયો. સુરજના મિત્રોએ એ બંનેને ઊંચકી લીધા અને સેજલે સૌની હાજરી વચ્ચે જ સુરજના ગાલને બરાબરના ચૂમી લીધા. એ વખતે ત્યાં હાજર રહેલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને ખુદ આચાર્ય પણ આ દ્રશ્ય જોઈને દંગ રહી ગયા.

"અય, જમાનાની તું પરવા ન કર,

‎પ્રેમઘેલો બનીને તું મને પ્રેમ કર."

‎બીજા દિવસે સૂરજ અને સેજલે મળીને પાર્ટીનું આયોજન કર્યું. પાર્ટી માટે હોટલની એક રૂમને શણગારવામાં આવી હતી. આ માટેની બધી જ તૈયારી સેજલે અને સૂરજે કરી હતી. ગીત-ગઝલ અને ડિસ્કો ડાન્સ સાથે મહેફિલની મજા મજા થઈ. ‎ વખત આનંદમાં ઓળઘોળ બનીને વીતતો જતો હતો. ‎ ત્યારબાદ સૂરજ આગળના અભ્યાસ માટે પાટણની મેદાન વિનાની એક કોલેજમાં જોડાયો.‎ અત્યાર સુધી તેઓ કંઈ કેટલીયવાર મળી ચૂક્યા હતાં. કિંતુ હવે જુદાઈનો વિકરાળ દાનવ એમની સામે લાંબા

લાંબા તીક્ષ્ણ દાંત દેખાડી રહ્યો હતો.

‎પાટણ જવાના એક દિવસ પહેલા ફરીવાર તેઓ મળ્યા. દિલથી તો બંને એકબીજાની છાતીના પીંજરે પુરાયેલા જ હતાં પરંતુ તનથી એકમેકની જોડાજોડ રહીને દિવસોના દિવસો અને પળ પળ મોજથી વિતાવતા બે

પ્રેમી હૈયાઓ હવે આ નિગાહોથી દૂર થવાના આરે હતાં. જે નિગાહો એકમેકને નિહાળ્યા વિના મટકુંએ નહોતી મારતી એ નિગાહો હવે જુદાઈમાં કેમ કરી જીવી શકશે ? સુરજ અને સેજલ પોતાના હંમેશના મિલન સ્થળ એવા મહાદેવના મંદિરમાં પીપળાના ઝાડ નીચે બેઠા હતાં. હાથોમાં હાથ હતાં, આંખોમાં આંખો ભરાઈ ગઈ હતી. દિલથી દિલ અને તનથી તન મળી રહ્યાં હતાં, છતાં તેઓ ન જાણેે ગમગીનીની કંઈ દુનિયામાં વિહાર કરી રહ્યાં હતાંએનું ભાન એમને ખુદને પણ નહોતું. હોઠ પર ઉદાસીના તાળા લાગી ગયા હતાં. આંખો બિચારી ગુપસુપ કરી રહી હતી. મિલનથી મન ખુશ હતું કિંતુ જુદાઈની આવનારી આંધીથી હૈયાઓ ચૂર ચૂર બની રહ્યાં હતાં.

હરરોજ મિલનના ઉપવનમાં કિલ્લોલ કરતા પ્રેમી પારેવા ખામોશીના દરિયામાં ચાંચ બોળીને સૂનમૂન બેસી રહ્યાં હતાં. કોઈ કશું જ બોલતું નહોતું. બસ રડ્યે જતા હતાં. ‎ હવાની માસુમ લહેરો વચ્ચે ફર ફર કરતો સેજલનો ગુલાબી દુપટ્ટો વારે વારે સૂરજના ચહેરાને રોમાંચિત કરી

રહ્યો હતો. વાળની લટ ઊડી-ઊડીને સુરજને વહાલ કરી રહી હતી. જાણે કે સેજલ એકલી જ નહિ પણ એની સઘળી વસ્તુઓ સૂરજને પ્યાર કરતી ન હોય ! સુરજના નિસ્તેજ વદનને નિરખતી સેજલ અંદરને અંદર જ રડતી હતી. સુરજ પણ આંખોમાં ને આંખોમાં વાતો કરી રહ્યો હોય તેમ સેજલના મુખડાને તાકી રહ્યો હતો.

સેજલના ફરફર કરતા દુપટ્ટાને અને વળી વાળની લટોમાં આંગળી પસવારતા સુરજના મનમાં એક વાત સુઝી પણ એ અવાજ ન આપી શક્યો. એ ડઘાઈ ગયો. અત્યારથી જુદાઈ હૈયાને વીંધી રહી હતી.

"મિલનના સમયની ઘડીભર લાજ

રાખો સનમ, તમારા જુલ્ફોને, દુપટ્ટાને કાબૂમાં રાખો સનમ."

મિલનના ગમગીનીભર્યા ગમગીન વાદળને દૂર હડસેલીને સેજલે જુબાન ખોલી. ને એનાથી ડુમાભર્યું ડૂસકું ભરાઈ ગયું.

ક્રમશ:


Rate this content
Log in