Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Tragedy Romance

4  

Sapana Vijapura

Tragedy Romance

ઊછળતા સાગરનું મૌન 5

ઊછળતા સાગરનું મૌન 5

5 mins
14.2K


સુહાગરાત પૂરી થઈ. સવાર પડી ગઈ... બે શરીર કે બે આત્માઓનું મિલન ન થઈ શક્યું. નેહાની જીવનની સૌથી લાંબી રાત હતી. જેની સવાર પડતાં પડતાં જાણે વરસો નીકળી ગયાં... નેહા સર્વસ્વ ભૂલી આકાશની થવા માંગતી હતી. પણ આકાશે એનાં એ સપના ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું. હા, સવાર તો પડવાની જ હતી પણ આ સવાર પછી નેહાનું જીવન બદલાઈ જવાનું હતું. ન તો એ પહેલાંની નેહા રહેવાની હતી કે ન તો એ અલ્લડ જીવન... એ પોતાના રુમમાંથી બહાર આવી. મમ્મી પગફેરા માટે તેડવા આવી હતી. મમ્મીને જોતાં જ આંખોમાં દબાયેલાં આંસું ઊમટી આવ્યાં. મમ્મીને વાત કરવી જોઇએ? ના ના કોઈને પણ નહીં. આકાશના તો કેટલાં વખાણ થઈ રહ્યા છે? કોણ માનશે મારી વાત. એ મમ્મીને ગળે લાગી ગઈ... આંખોમાંથી અનરાધાર આંસું પડી રહ્યા હતાં. એટલામાં આકાશ કારની ચાવી હવામાં ગોળ ગોળ ફેરવતો આવ્યો. એ એકદમ મમ્મીથી અલગ થઈ ગઈ... આકાશ તો મંદ મંદ સ્મિત કરતો મમ્મી પાસે પહોંચ્યો અને મમ્મીને પગે લાગી ગયો. મમ્મીએ આશીર્વાદ આપ્યાં અને નેહાની સામે સ્મિત કરતો એ દરવાજા પાસે પહોંચી ગયો. અચાનક પાછળ ફરીને નેહાને પૂછ્યું, "સ્વીટુ, તને કાર જોઇએ છે?" ડ્રાઈવર તને અને મમ્મીને લઈ જશે..." નેહા ના કહે એ પહેલાં.. "દિનુકાકા, મેમસાબ અને એમના મમ્મીને એમનાં ઘરે મૂકી આવજો... સ્વીટુ સાંજે હું જ તને લઈ જઈશ.." નેહા કાંઈ બોલી નહી. તેની સાસુએ મમ્મીની ખૂબ આગતા સ્વાગતા કરી. ખૂબ પ્રેમથી બન્નેને ઘરે મોક્લી આપ્યાં.

સૂરજને ક્યાં કાંઈ બીજુ કામ છે... પોતાની ગતિમાં ફરવા સિવાય? બપોર ગઈને સાંજ આવી ગઈ. નેહાનું દિલ ધડકવા લાગ્યું. હમણાં આકાશ આવી જશે. અરે રે, આ ઘડિયાળનાં કાંટા અટકી જાય તો સારું. પણ આકાશ આવી જ ગયો લેવા માટે... અને આવીને જરા અડપલું પણ કરી લીધું. મમ્મી ખુશ થઈ ગઈ જમાઈનો નેહા ઉપર પ્રેમ જોઈને. "મમ્મી, હું કાલે જાઉં તો? આજ રોકાઈ જાઉં તો?" મમ્મી હસી પડી. "નારે બેટા આજ તો જવું જ પડે તારે ઘરે તને બધાં સગા વ્હાલાં મળવાં આવશે... આજ ના રોકાવાય અને ફરી આવજે. કેમ જમાઈરાજ બરાબરને?" અને નેહા કમને ઊભી થઈ. પોતાનાં ઘર તરફ એક નજર કરી... કેટલો

પ્રેમ અને સુખ છોડીને એ આકાશ પાસે ગઈ હતી? અને આકાશે એને શું આપ્યું?

નેહા કારમાં જઈ બેસી ગઈ. ખંધુ હસતો આકાશ ચાવી ફેરવતો ફેરવતો આવ્યો. ડ્રાઈવર સીટ પર બેસી ગયો. "કહો રાણી ક્યાં લઈ જાઉં? ઘરે કે ફરવા કે મુવીમાં?" નેહા જાણે ગણગણતી હોય એમ બોલી."ઘરે!" નેહા આકાશ સાથે જરા પણ સહેલાઈથી વાત કરી શક્તી હતી. મનમાં ભય હતો કે એ કાંઈ બોલશે તો આકાશ તરત સાગરને યાદ કરીને મહેણું મારશે... સાગર... સાગર તે મને કેવી પરિસ્થિતીમાં મૂકી દીધી છે? તું આવીને જોઈ લે તારી નેહાની હાલત... આનાં કરતાં તે મને એમ કહ્યું હોત કે તું મારી રાહ જોજે... હું જિંદગીભર તારો ઇન્તેઝાર કરી લેત. અથવા ઝહેર જ આપી દીધું હોત તો... પણ તે તો મને એવી કફોડી હાલતમાં મૂકી દીધી છે કે હર પળ તને યાદ રાખવો પડે છે કે તારા વિશે કાંઇક બોલાય ના જાય. તું તો દૂર થઈને કેટલો નજદીક આવી ગયો? હવે હું શું કરું? તું જ કહે તું જ કહે. નેહાએ સાડીની કિનારીથી પાંપણ લૂંછી. આકાશ તરત બોલ્યો, "નેહા, તું મારી પાસે તો નથી તો ક્યાં ખોવાયેલી છે? સાગર સાથે છે કે શું?"

નેહા ચૂપ હતી. મનમાં બોલી ઊઠી... હા એની પાસે જ છું... તું મને ક્યાં એને ભૂલવા દઈશ... પણ કાંઈ બોલી નહીં. નેહાનું મન બે દિવસમાં જ આકાશ પરથી ઊતતરવાં માંડ્યું. મનમાં કડવાશ જ હતી અને જ્યાં કડવાશ હોય ત્યાં પ્રેમ કેવી રીતે રહે? સપનાં જે લઈને આવી હતી કે આકાશનામ પ્રેમમાં હું સાગરને ભૂલાવી દઈશ. એક પતિવ્રતા પત્નિ બની આકાશના જીવનને કીલકીલયારીથી ભરી દઈશ, પણ આકાશ તો એક પણ મોકો છોડતો ન હતો સાગરને યાદ કરાવાનો... હવે શું? આમ જ જીવન જશે કે મારા હિસ્સામાં થોડી પણ ખુશી હશે? મારો દોષ કોઈ બતાવે... કોઈ કોમળ હૈયાની યુવતી પ્રેમમાં પડી જાય એમ પડી ગઈ અને નસિબમાં એ પ્રેમ ન હતો. તો ચૂપચાપ છોડીને આકાશ પાસે આવી. તો આકાશે તો જાણે માફ ના કરી શકાય એવો ગુનોહ કર્યો છે એમ રોજ રોજ એની સજા આપવાનું નક્કી કર્યું છે...

આકાશે જોરથી બ્રેક મારી એ એકદમ ડેશબોર્ડ સામે ધસી ગઈ અને તંદ્રામાંથી જાગી પડી. ઘર આવી ગયું હતું. એ સંભાળીને ઉતરી અને ઘરમાં આવી ગઈ. સાસુમા આશાબેન ખૂબ સરસ સ્વભાવનાં હતાં. "આવી ગઈ દીકરી, તે તો મને એક દિવસમાં તારી આદત પાડી દીધી. તારા વગર આખો દિવસ ક્યાંય ગમતું ન હતું, બેટા!"

નેહા સાસુને પગે લાગી ચૂપચાપ બેડરુમ તરફ ગઈ. આકાશ કાર લઈને ખબર નહીં ક્યાં ઉપડી ગયો... નવી દુલ્હન, અજાણ્યું ઘર... એને ખબર પડતી ન હતી કે એ આ ઘરમાં કેવી રીતે ગોઠવાઈ જાય. બેડરુમ ખાવા ધાતો હતો અને બહાર તો જાણે એકદમ અજાણી હતી... એને થયું કે જો રુમની બહાર નીકળશે તો ભટકાઈ

જશે...

ઘરની એક કામવાળી જમવા બોલાવવા આવી. એ ડાઈનીંગ રુમમાં આવી પણ સાસુની સામે જોઈને બોલી, "બા, હું આકાશની રાહ જોઉં છું અમે સાથે જ જમીશું." "અરે બેટા, જમી લેને એનું કાંઈ ઠેકાણું નહીં મોડો પણ આવે તું શું કામ ભૂખી રહે છે?" નેહાએ કહ્યું," બા, આમ પણ મને હાલ બહું ભૂખ નથી. હું એમની પ્રતીક્ષા કરું છું."

"સારું બેટા, તારી જેવી મરજી!! પણ ભૂખ લાગે તો મેનાબેનને કહેજે થાળી પીરસી દેશે." "સારુ." કહી નેહા બેડરુમમાં પાછી ફરી... બેડરુમમાં નાનો ટીવી હતો. એ ચાલુ કરી બેસી ગઈ... ટીવી જોતાં જોતાં એની આંખ લાગી ગઈ. લગભગ બે વાગે આકાશ આવ્યો... એ ઝબકીને જાગી ગઈ. નેહાએ આકાશને જમવા માટે પૂછ્યું એણે ના પાડી. એ પણ ભૂખી સુઈ ગઈ...

લગનની બીજી રાત... નેહાને પૂછવાની હિમત પણ નથી કે આકાશ તું ક્યાંથી આવ્યો? તને આટલી વાર ક્યાં લાગી? આકાશે ચાલાકીથી એ બધાં હક એની પાસેથી ઝૂંટવી લીધાં હતાં...ઉદાસી આંખોમાં છવાઈ ગઈ... દૂર દૂર સુધી વેરાની હતી. આંખો ન પહોંચે એવાં રણ હતા. દૂર દૂર દૂર સુધી અને પ્રેમજળનું એક ટીપું ના હતું. આ રણ એવાં કે મૃગજળ પણ ના હતું. આ ઉદાસી ક્યાંથી આવી ? આ સુનામી ક્યાંથી આવી?

નેહા સવારે ઊઠી. આંખો લાલચોળ હતી કદાચ આકાશ આવ્યાં પછી સૂઈ નહીં શકી હોય... સવારનાં પહોરમાં શાવર લઈ એ બાથરુમમાંથી બહાર આવી ભીનાં વાળ ગોરું તન, સદ્યસ્નાતા, જાણે ઓસમાં કોઈ કળી ભીંજાઈ ગઈ હોય એવું લાગતું હતું. એ એટલી સુંદર લાગતી હતી કે આકાશની અંદર રહેલો પુરુષ બળવો કરી ગયો. આકાશે નેહાને નજદીક બોલાવી... એક ચાવી દીધેલાં પૂતળાની જેમ એ આકાશની નજદીક આવી. આકાશે એને પોતાનાં બાહુપાશમાં ઝકડી લીધી અને નેહાનું મન લાગતું ના હતું. પતિ હતો. હક હતો પણ નેહા અંદરથી થર થર કાંપતી હતી... ડરતી હતી... અને એ ગભરાયેલી હતી... ક્યાંક સાગરનું નામ આવી જશે તો...? ક્યાંક આ પણ પ્રેમ નહીં પણ એક ચાલ હોય તો? પણ નેહા સાથે આકાશે પોતાની વાસના પૂરી કરી લીધી. બેબાકળી નેહાને સમજ ના પડી કે જેને દુનિયા પ્રેમ કહે છે, એ શું આજ છે? આવાં પ્રેમ માટે અંતરમન તૈયાર ન હતું પણ આકાશ પતિ હતો. સર્વ હક ધરાવતો હતો. ગુપચુપ ઊભી થઈ

એ ફરી શાવરમાં ગઈ. તન પર પાણી પડતું રહ્યું અને આંખોમાંથી આંસુ ! શાવરમાં રડવાનો આ એક ફાયદો કોઈને ખબર ના પડે આ ખારું પાણી છે કે મીઠું... નેહાની આંખો વહેતી રહી…


Rate this content
Log in

Similar gujarati story from Tragedy