Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Irfan Juneja

Inspirational Others Romance

3  

Irfan Juneja

Inspirational Others Romance

સોફ્ટવેર એન્જિનિઅરની સફર-૨

સોફ્ટવેર એન્જિનિઅરની સફર-૨

8 mins
14.9K


શાહિદ એ વાત પુરી કરીને ફોન મુક્યો. શાહિદને હવે એક ખુશી હતી કે આ કંપની માંથી હવે બીજે જવા મળશે અને એની લીંકeએડીનમાં બનેલી પ્રોફેશનલ ફ્રેન્ડને રૂબરૂ જોવા પણ મળશે.

લંચ બ્રેક હવે પૂરો થઇ ગયો હતો. શાહિદ ફરીવાર પોતાના કમ્પ્યુટર પર ગોઠવાઈ ગયો. જાવામાં કોડ કરતા કરતા એના મગજમાં તો હવે આગળ શું થશે ? હું સિલેક્ટ થઇશ કે નઈ ? સોનીને પહેલીવાર જોઇશ એ કેવી દેખાતી હશેને ઘણું બધું. શાહિદ એ ઇન્ટરવ્યુ માટે રજા મૂકી દીધી. આઈ.ટી. કંપનીમાં રજા મુકવી ઘણું કઠિન કામ હોય છે. જેમ કે પ્રોજેક્ટ મેનેજર, ટીમ લીડર, ને સાથે કામ કરનારા દરેક પૂછે કેમ લિવ લીધી ? કોઈને એમ તો કહી જ ના સકાય કે ઇન્ટરવ્યુ આપવા જવાનું છે. એટલે કોઈ પ્રસંગ કે પછી જબરજસ્તીનું બીમાર પડી જવું કે પછી કોઈને ખોટે ખોટા હોસ્પિટલમાં એડમિટ કરી દેવા. મોટે ભાગે તો આજ રીતે રજા મળતી હોય છે.

શાહિદની રજા સાંજે ત્યાં આવેલી નવી એચ.આર.એ પાસ કરી. શાહિદ હવે બે દિવસ પછી પોતાના આવનારા ઇઇન્ટરવ્યુંની ખુશીમાં જ સાંજે રૂમ પહોંચ્યો. રોજની જેમ મિત્રો સાથે જમીને આવ્યો ને પછી મોબાઇલમાં લીંકએડીન ખોલ્યું. સોનીને લીંકએડીન ખોલતાની સાથે જ મેસેજ કર્યો.

"થેન્ક્સ ફોર શેરિંગ માય રીસ્યુમ"

સોની પણ પોતાની કંપનીમાંથી સાંજે પરત ફરી રહી હતી. ૯૧૬ નંબરની એ.એમ.ટી.એસ. બસમાં એ પણ કંપનીથી ઘરે જઈ રહી હતી. બસમાં નવા રોમેન્ટિક સોંગ્સ વાગી રહ્યા હતા. સોની એ સાંભળવાની જગ્યા એ પોતાના મોબાઇલમાં જ પોતાની પસંદગીનું પ્લેલિસ્ટ ઈઅરફોન લગાવીને સાંભળી રહી હતી. વિન્ડો સીટ પર બેસીલી સોની બારીમાંથી અમદાવાદના રસ્તા પર સંધ્યા ટાણેનું વાતાવરણ નિહાળી રહી હતી. અચાનક એના મોબાઇલ સ્ક્રીન પર લાઈટ થઇ. એનું ધ્યાન મોબાઇલ પર પડ્યું. ત્યાં એક લીંકએડીન નોટિફિકેશન હતું. લીંકએડીન ખોલતા જ શાહિદનો મેસેજ જોયો. ને એને જવાબ આપ્યો.

"યોર વેલકમ શાહિદ."

હવે બંને ઓનલાઇન હતા એટલે ફરીવાર વાતોનો દોર સરું થયો.

"સોનીજી , આજે મને તમારા એચ.આર. ટીમમાંથી, કોહલીનો કોલ આવ્યો તો. હું બે દિવસ પછી ઇન્ટરવ્યું આપવા આવાનો છું."

"ઓહહ, નાઇસ. ઓલ ધી બેસ્ટ"

"થેંક્યું સોની જી"

"હું તમને એક વાત પૂછું ? " સોની એ પ્રશ્ન કર્યો.

"હા પૂછો ને"

"જાવામાં સ્કોપ કેવો છે ?"

"સોની જી, આ ન્યુ ટેક્નોલોજી છે. કેમ કે આ જાવાનું નવું જ ફ્રેમવર્ક છે. એટલે સારું ભવિષ્ય છે."

"હમમ, થેંક્સ ફોર ઇન્ફોર્મેશન."

"અરે આપણે એક જ ટેકનોલોજીમાં છીયે તો એક બીજાને જણાવતા રહીશું સારું શું છે."

"હા ઓકે" સોની એ ટૂંક માં જ જવાબ આપ્યો.

"તમે શું વિચારો છો આ બાબતે?" શાહિદ એ સોની નો અભિપ્રાય જાણવા પ્રશ્ન કર્યો.

"હું તો એક સ્પ્રિંગ ફ્રેમવર્કમાં ઇન્ટરવ્યુ આપી આવી, પણ હાલ તો ટેકનોલોજી બદલવાનો વિચાર નથી."

"ઓકે સોની જી, તમને વાંધો ના હોય તો આપણે સોશિયલ મીડિયા પર વાત કરીએ ?"

"હા સારું"

"તમારો વોટ્સઅપ નંબર ?"

"95.... " સોની એ પોતાનો નંબર આપ્યો.

"મેં થોડી જ વાર પેહલા તમને હાય.. લખીને વોટ્સઅપ પર મેસેજ કર્યો.." શાહિદ એ સોનીને જણાવ્યું..

હવે આ લીંકએડીન પરથી બંને પોતાના પર્સનલ સોશિયલ મીડિયા પર કોન્ટેક્ટમાં આવી ગયા. આમ જ બે દિવસ વીતી ગયા. આજે બાવીસ નવેમ્બર હતી. શાહિદને તો ઇન્ટેરિયુંના ટેન્શનમાં નીંદર પણ નહોતી આવી. સવારે પાંચ વાગે જ શાહિદ રેડ્ડી થવા બાથરૂમમાં ગયો. જલ્દી રેડ્ડી થઇ "યાસીન સરીફ"નો પાઠ કરીને પોતાનું લેપટોપ ઓન કર્યું. હવે એ ઇન્ટરવ્યુંમાં પુછાય એવા પ્રશ્નો અને એના જવાબો ગૂગલમાં શોધી રહ્યો હતો. લગભગ પંદર-વીસ મિનિટના આવા પ્રયાશો બાદ એને કંટાળીને લેપટોપ બંધ કર્યું. શાહિદની એક આદત હતી એ લાસ્ટ મુમેન્ટ પર કઈના કરતો માઈન્ડને રિલેક્સ કરતો. કેમ કે લાસ્ટ મુમેન્ટમાં કઈ તૈયારી થાય નહિ ઉલ્ટાનું ટેન્શન વધે. હવે એ ફોનમાં પોતાનું પ્લેલિસ્ટ લગાવીને સોન્ગ સાંભળવા લાગ્યો..

ગુન્ડે, ધૂમ -3 , રામ લીલા જેવા મુવીસના બેક ટુ બેક સોંગ્સ સાંભળીને પોતાનું ટેન્શન દૂર કરી રહ્યો હતો. શાહિદ આજે હળવા લીલા રંગના શર્ટ, બ્લેક જિન્સ અને રેડચીફના શૂઝ સાથે પ્રોફેશનલ વેમાં ઇનશર્ટ કરીને તૈયાર હતો. આજે સમય રોકાઈ ગયો હોય એમ અનુભવતું હતું. એ વારંવાર ઘડિયાળમાં જોઈ રહ્યો હતો. લગભગ પોણા આઠે એના મોબાઈલમાં એક મેસેજ આવ્યો..

"ઓલ ધી બેસ્ટ ફોર ઇન્ટેરિયું."

આ મેસેજ સોનીનો હતો. શાહિદ પણ એક સ્માઈલ સાથે થેન્કસ કહીને મેસેજનો જવાબ આપ્યો. ને પછી પોતાના બેડ પર બેઠો. સત્યમ નીંદરમાંથી જાગી ને આંખો જ ચોળી રહ્યો હતો ત્યાં શાહિદ બોલ્યો.

"સત્યમ આજે હું તારું એક્ટિવા લઇ જઇશ, મારે સાયબેઝમાં ઇન્ટરવ્યુ માટે જવાનું છે."

"હા , લઈ જજે આજે હું બસમાં જતો રહીશ ક્લાસે."

"ઓકે ભાઈ, થેંક્યું.."

રોજની જેમ આજે પણ બધા નાસ્તો કરવા બેઠાને વાતોનો દોર શરુ થયો.

"ક્યાં ભાઈ આજ ભાભી કો ઘુમાને લે જા રહા હે ક્યાં. સૂબા સૂબા ઇતના તૈયાર હોકે ?" અજયએ શાહિદને પૂછ્યું.

"અરે નઈ ભાઈ આજ ઇન્ટરવ્યું હે .. સાયબેઝ મેં."

"ઓકે તો એસે બોલના, ચલ ઓલ ધી બેસ્ટ."

એમ જ વાતો ચાલુ રહીને નાસ્તો કરી ને ફરી બધા પોતાના કામે લાગ્યા, હવે સાડા નવ થઇ ગયા હતા. શાહિદ સત્યમ પાસેથી એક્ટિવાની ચાવી લઇને નીચે પહોંચ્યો, ત્યાં એ પી.જિ.ના માલિક દિનેશ ભાઈ હિંચકા પર બેઠા હતા. શાહિદને જોતા જ બોલ્યા.

"ક્યાં ખાન સાબ આજ સૂબા સૂબા કહા કો ચલે ? "

"અરે દિનેશ ભાઈ તમે, ગુડ મોર્નિંગ, બસ જોવોને આજે એક ઇન્ટરવ્યું છે. જોબ ચેન્જ કરવાની છે ને એટલે."

"ઓકે ઓકે બેટા જઇ આવ. તું ઇન્ટરવ્યુંમાં પાસ થાય એવી શુભેચ્છાઓ."

"થેંક્સ દિનેશ ભાઈ." શાહિદ એ જવાબ આપ્યો. હવે એ એક્ટિવા લઇને સાયબેઝએ જવા નીકળી ગયો. સાયબેઝના કેમ્પસ એ પહોંચી એને કોહલીને કોલ કર્યો, કોહલી એ એને આવકાર આપ્યોને એચ.આર. વેઇટિંગ ઝોનમાં થોડીવાર રાહ જોવા માટે કહ્યું. થોડા સમય પછી કોહલી એ એનું જનરલ ઇન્ટરવ્યું લીધું. ને ફરીવાર વેઇટિંગમાં બેસવાનું કહ્યું. એ પછી જાવાનો ટીમ લીડર ઇન્ટરવ્યું માટે આવ્યો. શાહિદએ એને ધ્યાનથી જોયો. લાંબો, ઊંચો, ખડતલ શરીરનો બાંધો ધરાવતો ને ચેહરા પરથી થોડો ખડુશ લાગી રહ્યો હતો. શાહિદ એને જોઈને થોડો ગભરાયો. કોહલી એ ટેક્નિકલ રાઉન્ડ માટે કેબીનમાં બોલાવ્યો. ત્યાં એ ટીમ લીડર પહેલેથી જ બેઠો હતો.

"મેં આઈ કમ ઈન સર ?" શાહિદ એ પરવાનગી માંગી.

"યસ કમ ઈન" થોડા ભારે અવાજમાં ટીમ લીડર બોલ્યો.

"બેસિકલી, માય સેલ્ફ દિનેશ ચંડીમલ, આઈ એમ ટીમ લીડર ઈન જાવા. લેટ્સ વી સ્ટાર્ટ ઇન્ટરવ્યું"

"ઓકે સર."

"ટેલ મી એબાઉટ યોર સેલ્ફ ?"

"આઈ એમ શાહિદ, લિવિંગ ઈન અમદાવાદ,.."

આમ કરતા કરતા બંને વચ્ચે ઘણો વાર્તાલેપ થયો. શાહિદ અંદરથી ઘબરાયેલો હતો. ટેક્નિકલની સાથે સાથે બીજા બે પ્રેસરમાં શાહિદ ઇન્ટરવ્યું આપી રહ્યો હતો. એક તો એને સોનીની કંપની માં જોડાવું તું ને બીજું આ ખડુશ કઈ બાકી મૂકે એમ લાગતો ન હતો. અંતે આ વાર્તાલાપ પત્યો ને દિનેશ ચંડીમલએ શાહિદને પ્રકટિકલ રાઉન્ડ માટે ત્યાં જ રાહ જોવા કહ્યું. થોડી વાર પછી કોહલી એ એને કહ્યું કે તમારું ટાસ્ક રેડ્ડી છે તો ઉપર ના માળે જતા રહો. શાહિદ HR ડીપાર્ટમેન્ટમાંથી નીકળીને જાવાના ડેવલપમેન્ટ એરિયા તરફ જઈ રહ્યો હતો. શરીર કંપી રહ્યું હતું. એને જાવા ડિપાર્ટમેન્ટનો દરવાજો ખોલતાજ પેહલી નજર ત્યાં કામ કરી રહેલા લોકો પર પડી. દરવાજાથી લગભગ પાંચ ફુટની દુરી પર એક છોકરી બેસેલી હતી. ફર્નિચરના કારણે બરાબર મોઢું દેખાતું ન હતું.

શાહિદ દરવાજાથી ચાલતો ચાલતો અંદર ગયો. હવે તેને આ છોકરી દેખાઈ. નાજુક નમણું મોઢું. શરીર ખુબ જ નાજુક. લાઈટ ગ્રીન કલરની કુર્તી. ઘઉંવર્ણી ચામડીને ચેહરા પર હળવું ટેન્શન દેખાઈ રહ્યું હતું. એ છોકરી સોની હતી. પોતાના કામમાં વ્યસ્ત સોની કમ્પ્યુટર માં પોતાનું કામ કરી રહી હતી. દરવાજો ખુલતાજ એની ત્રાંસી નજરથી કોણ આવ્યું છે એ જોવાની કોસિસ કરી. પણ શાહિદ અને સોનીની નજર ન મળી. શાહિદ સોનીની ડેસ્ક પાસેથી પસાર થયો. જાણે બંનેના મન ખુબ જોરથી ધડકી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. શાહિદ પોતાને બતાવેલી જગ્યા એ જઈને બેઠો. દિનેશ ચંડીમલ એ તેને ટાસ્ક સમજાવ્યુંને થઇ જાય તો બીજા એક સિનિઅર ડેવલપરને બતાવી દેવા કહ્યું. ટાસ્ક ખુબ જ સરળ હતું. શાહિદ આ જોઈને ખુશ થઇ ગયો. એણે દસ જ મિનિટમાં એ પ્રકટિકલ કરી દીધું. હવે એ ટાસ્ક બતાવા સિનિઅરને બોલવા જ જતો તો કે દિનેશ ચંડીમલ આવ્યો. શાહિદ એ એને ટાસ્ક બતાવ્યું. દિનેશ ચંડીમલ એ ઓકે કરીને એને આગળ ના રાઉન્ડ માટે બીજા વિભાગમાં જવા કહ્યું. શાહિદ ફરીવાર સોનીની પાસે થી પસાર થઇ રહ્યો હતો. મન તો કરતુ તું કે એની પાસે બેસી બે ઘડી વાતો કરી લે. એને એકવાર મન ભરીને જોઈ લે. એનો મધુર અવાજ સાંભળી લે. પણ પ્રોફેશનલમાં એ થોડું અતળું પડે. શાહિદ પોતાના મનની ઈચ્છાઓને મારીને ત્યાંથી ઝડપથી બીજા વિભાગમાં પહોંચ્યો. ત્યાં લાલ ટી-શર્ટ અને બ્લુ જીન્સ માં એક સુંદર છોકરી જે ત્યાંની એચ.આર. હતી એ રાહ જોઈ રહી હતી. શાહિદને જોતા જ એણે પ્રેક્ટિકલ વિષે પૂછ્યું. શાહિદ એ જણાવ્યું કે એ પૂરું થયું ને મને દિનેશ ચંડીમલ સર એ અહીં મોકલ્યો. એણે મને એક કોનફોરન્સ હોલમાં બેસાડ્યો. ને અમારું ફાઇનલ રાઉન્ડ શરુ થયો. એને અજુકતા સવાલો કર્યાને શાહિદ પણ જે મન માં આવે એમ જ જવાબો આપતો ગયો. શાહિદ એની એક એક વસ્તુ નોટિસ કરી રહ્યો હતો. એના ચહેરાનું સ્મિત ખુબ જ સુંદર હતું. એના કોમળ ગાલમાં ખાડા પડી રહ્યા હતા. એકદમ ફ્લુએન્ટ અંગ્રેજીમાં એ સંવાદો કરી રહી હતી. અંતમાં સેલેરી ડિસકસ કરી. ને શાહિદ એ એનું નામ પૂછી જ લીધું. એને એનું નામ કામિની જણાવ્યું. એને કામિનીને બાય કહીને ત્યાંથી વિદાય લીધી. નીચે એક્ટિવા પાસે પહોંચીને એને સોની ને વોટ્સઅપ કર્યો. 'કે મારુ ઇન્ટેરિયું પતિ ગયું ને હવે હું જાઉં છું.' લગભગ સાંજના પાંચ વાગી ગયા હતા. શાહિદ ત્યાંથી એક્ટિવા લઈને રૂમ પર પહોંચ્યો. આજે સોનીને જોવાની ખુશી, ઇન્ટેરિયું સારું જવાની ખુશી શાહિદના ચેહરા પર સાફ વર્તાઈ રહી હતી. એ રૂમ પર ફ્રેશ થયો ને ત્યાંથી કાંકરિયા ફરવા જવા નીકળી ગયો. લગભગ સાંજના સાડા સાતે કામિની નો કોલ આવ્યો કે, 'તમે સાયબેઝમાં સેલેક્ટ થઇ ગયા છો.' શાહિદ જ્યાં ઉભો હતો ત્યાં જ કૂદકો મારીને પોતાની જાતને ચિઅર્સ કર્યું. પછી બધા ફોર્મલ પ્રોસેસની વાત કરીને ફોન રાખ્યો. ફોન મુક્તાની સાથે જ એને આ પેહલી ન્યૂઝ સોનીને આપવાનું વિચાર્યું ને વોટ્સઅપ કરી દીધો. સોની એ પણ એને અભિનંદન પાઠવ્યા. હવે સમય હતો જૂની કંપનીને અલવિદા કહી ને સોની સાથે નવી કંપનીમાં જોડાવાનો.

શાહિદના મનમાં ખુશીના મોજાઓ ઉમળી રહ્યા હતા. લીંકએડીન બનેલી એક મિત્ર સાથે હવે રોજ કામ કરવા મળશે. ઓફિસમાં આંઠ કલાક પસાર કરવા મળશે , રોજ સોની જોવા મળશે. નવી કંપનીમાં પ્રોજેક્ટ સારા મળશે. આવા તો અનેક વિચારો સાથે એ કાંકરિયાના તળાવ ની પાસે બેસીને એ આવનારા સુખના દિવસો ને કલ્પી રહ્યો હતો...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational