Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Janakbhai Shah

Inspirational

4  

Janakbhai Shah

Inspirational

ચેગ-ફુંગ-સીનો જીવનવૃતાંત ૪

ચેગ-ફુંગ-સીનો જીવનવૃતાંત ૪

4 mins
14.2K


પહેલા દિવસે ચાઓ કાકા મને સાઇકલ પાસે લઇ ગયા અને સાઇકલના કેરીયર પરની પેટી પર મને બેસાડયો.

પહેલા દિવસે ચાઓ કાકા મને સાઈકલ પાસે લઈ ગયા અને સાઈકલના કેરીયર પરની પેટી પર મને બેસાડ્યો. સુંદર હરિયાળો રસ્તો અને લીલાંછમ ખેતરો પસાર કરી અમે એક ગામડામાં પહોંચ્યા.

ગામની વચ્ચે આવેલા એક વિશાળ વડલા પાસે અમે ગયા. ચાઓ કાકાએ વડનાં ઝાડ પાસે પેટી મૂકી. તે પેટી પર હું બેઠો. ત્યારપછી ચાઓ કાકાએ લાકડીથી ઝાલર વગાડી. થોડીવારમાં આજુબાજુથી કેટલાંય લોકો તમાશો જોવા એકઠાં થયા. નાના નાના બાળકો મા-બાપની આંગળી પકડીને જિજ્ઞાસાવૃત્તિથી પ્રેરાઈને આવી ઊભા રહ્યા. ખેડૂતો પણ કૂતુહલથી વાંસની ટોપી પહેરીને આવી પહોંચ્યા.

ચાઓ કાકાએ અને લીલીએ ખેલ બતાવવાનું શરૃ કર્યું. ખેલની થોડીક પ્રસ્તાવના કર્યા પછી ચાઓ કાકા અને લીલી નાચવા લાગ્યા અને દોરડા કૂદવા લાગ્યાં. માંકડાની મશ્કરી અને ચાઓ કાકાના ચહેરાના ભાવ એટલા બધા ખુશ કરી દે તેવા હતા કે ભેગા થયેલ આબાલ-વૃદ્ધ સૌ ખડખડાટ હસી પડ્યા.

હવે ચાઓ કાકાએ લીલીને એક સિગારેટ આપી. લીલી ખુરશી પર આરામથી બેસીને સિગારેટ પીતા પીતા નાકમાંથી ધુમાડાનાં ગોટે ગોટા કાઢવા લાગ્યો. આ જોઈને લોકો તાળીઓ અને સીટીઓ બજાવવા લાગ્યા.

ત્યારપછી ચાઓ કાકાએ લીલીને એક રામપાતર આપ્યું અને ટોળાના માણસો પાસે જવાનું કહ્યું. તે રામપાતરમાં અનેક સિક્કાઓ પડવા લાગ્યા. થોડીવારમાં આખું રામપાતર ભરાઈ ગયું.

ગામની વચ્ચે આવેલા એક વિશાળ વડલા પાસે ચાઓ કાકાએ ખેલ બતાવવાનું શરુ કર્યુ.

ચાઓ કાકા માથેથી કાળી ટોપી ઊતારી બધા સામે અદબથી ઝૂક્યા અને કહ્યું, ''તમારો સૌનો આભાર. હવે લીલી સૌની સમક્ષ આભારની લાગણી વ્યક્ત કરવા બજાણીયાનો એક ઉત્તમ ખેલ કરશે. બધા છોકરાઓ તાલી.'' ચાઓ કાકાએ લીલીને એક પૈડાવાળી સાઈકલ પર સંભાળપૂર્વક બેસાડ્યો અને પછી ધક્કો માર્યા. બધા એકીટશે જોઈ રહ્યા. એક પૈડાવાળી સાઈકલ ચલાવતાં લીલીને જોઈને સૌ આભા જ બની ગયાં. થોડાં ગોળ ચક્કર લગાવી લીલી સાઈકલ પરથી નીચે ઊતર્યા પછી માણસની જેમ જમણી અને ડાબી બાજુ કૂદીને પ્રેક્ષકોની પ્રશંસા મેળવી. તેણે માથું ઝુકાવી સૌનો આભાર માન્યો. હું તો ખરેખર હૃદયપૂર્વક લીલીના અદ્ભુત કાર્યનો પ્રશંસક બની ગયો. વળી મને પણ એક બોધપાઠ મળ્યો કે આ દુનિયામાં કોઈ જ વસ્તુ અશક્ય નથી. એક માંકડું આ રીતે એક પૈડાવાળી સાઈકલ ચલાવી શકે તો હું તો માણસ છું. મારા માટે કાંઈજ અશક્ય નથી.

કાર્યક્રમ પૂરો થતાં ચાઓ કાકાએ મને દવાની શીશીઓ લાવવા કહ્યું. દરેક શીશી પર દવાનું લેબલ હતું. તેમણે ઘણી બધી શીશીઓ વેચી. મારી પીઠ થાબડતાં તેમણે કહ્યું, ''વાહ ! અદ્ભુત ! હવે હું તારા માટે નવા કપડાં ખરીદી લાવીશ.'' ચાઓ કાકા મને એક કપડાંના સ્ટોરમાં લઈ ગયા. મેં અગાઉ ક્યારેય જરૃરિયાતની તમામ ચીજ-વસ્તુઓ મળે તેવી દુકાન જોઈ ન હતી. મને મનગમતાં કપડાં ચાઓ કાકાએ અપાવ્યાં. અમે ત્યાં જમ્યા અને ઘણી લોકપ્રિય લોકકથાની ચોપડીઓ ખરીદી.

તે દિવસે સાંજે ચાઓ કાકા અમને એક ઈંટોના મકાનમાં લઈ ગયા. અમારા ગામડાઓમાં ફક્ત શ્રીમંતને જ આવા ઈંટના મકાન પોષાતા. ગરીબો શ્રીમંતોના આવા મકાનો જોઈને જ સંતોષ માનતા. મારું કુટુંબ પાંચ છાપરાઓવાળા મકાનમાં રહેતું હતું. ઝૂંપડીની દીવાલો છાણ-માટીની બનાવેલી હતી. ચોમાસાના સમયે દીવાલોની બન્ને બાજુથી પાણી ટપકે અને મારા ભાઈ-બહેનો ટપકતાં પાણીની ડોલ ભરી બહાર ઠાલવતા.

તે સાંજે અમે ખૂબ સારું ખાણું ખાધું. આવું ખાણું મેં મારી જિંદગીમાં ક્યારેય ખાધું ન હતું. તહેવારના દિવસે પણ આવું ખાણું મારા ઘરે બનતું નહિ.

થોડા દિવસ પછી પાછી અમારી મુસાફરી શરૃ થઈ. ચાઓ કાકાએ મને ઘણા જાદુઇ ખેલો શીખવ્યા હતા. સાથોસાથ થોડું ઘણું લખતાં-વાંચતાં અને લોકગીતો ગાતા શીખવ્યું હતું. લોકોને મારી તરફ આકર્ષવા માટે તેઓ મને ઢોલક વગાડવા દેતા. ઘણીવાર રાવણહથ્થા જેવું બે તાર વાળું વાજિંત્ર (તંતુવાદ્ય) વગાડતાં શીખવતા.

તેર મહિના સુધી અમે મુસાફરી કરી. વરસાદમાં અને પવનના તોફાનમાં પણ અમે અટક્યા વગર કેડીઓમાં રખડ્યા. ઘણીવાર મારી વિકૃતિને કારણે બાળકો મને 'લંગડો' કહીને ચીડવતા. મારી ઠેકડી ઉડાવતાં. ત્યારે હું ચાઓ કાકાને મનોમન ધિક્કારતો અને ત્રાસીને ઘરે નાસી જવાની તીવ્ર ઇચ્છા થઈ આવતી. પણ... મારામાં ઘણું ડહાપણ આવી ગયું હતું. હું ઘણી બધી કળાઓ શીખ્યો હતો. જીવન પ્રત્યેની દૃષ્ટિમાં વધુમાં વધુ કેળવનાર કોઇ મારા માટે હોય તો તે ચાઓ કાકા હતા. તે એક ઉત્તમ શિક્ષક, નિખાલસ, ભલા અને ડાહયા માનવી હતા. જીવનપથ પર તેમણે માનવીના જીવનની અનેક ચઢતી-પડતી જોઈ હતી અને અનુભવી હતા. બીજા શબ્દોમાં કહું તો તેમણે ઘણી લૂખી-સૂકી દિવાળીઓ જોઈ હતી.

એક દિવસ રાત્રે ચાઓ કાકાએ મને કેટલીક જૂની કહેવતો કહી. તે માંહેની એક કહેવતની મારા મન પર ઊંડી છાપ પડી હતી. ''અંધકારમય દિવસો પછી જરૃર એક દિવસ નૂતન પ્રભાત પ્રગટશે અને નસીબનું ચક્ર માનવીના ભાગ્યને પલટાવી નાખશે.''

બીજા દિવસે ચૂંગ-યાંગનો (Chung-Yang) ઉત્સવ હતો. અમે એક મંદિર સામે આવેલા એક ઘટાટોપ ઝાડ નીચે અમારો ખેલ કર્યાે. લીલી સાઈકલ ફેરવતો હતો ત્યારે એક મવાલી જેવો માણસ ત્યાં આવ્યો અને ચાઓ કાકાની પાસે તે જગ્યા પર ખેલ કરવાનું ભાડું માગ્યું.

ચાઓ કાકાએ કહ્યું, ''હજુ તો અમે ખેલ શરૃ કર્યાછે. કાંઈ કમાયા પણ નથી. થોડીવાર રાહ જો. હમણાં પૈસા આવશે પછી આપીશ.''

પેલા મવાલીના હાવ-ભાવ બદલાઈ ગયા. તેણે હુકમ કર્યો, ''તમે અત્યારેને અત્યારે અહીંથી ચાલતી પકડો. મને ભાડાના પૈસા ચૂકવ્યા વગર અહીંયાં ખેલ કરવાની તમે હિંમત કેમ કરી શકો ? કાકા તેને તાબે ન થયા બન્ને ઝઘડવા લાગ્યા. અંતે મિલેટરીના માણસો આવીને બન્નેને પકડી ગયા. હું અને લીલી એકલાં પડી ગયાં. જતાં જતાં ચાઓ કાકાએ મને કહ્યું, ''ડરીશ નહિ. હું થોડાજ સમયમાં પાછો આવું છું.'' મેં ત્યાં ત્રણ ત્રણ દિવસ સુધી રાહ જોઈ, પણ ચાઓ કાકા પાછા ન ફર્યા. હવે કરવું શું ? કેમ ગુજરાન ચલાવવું?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational