Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Tragedy Romance

4  

Sapana Vijapura

Tragedy Romance

ઊછળતા સાગરનું મૌન 10

ઊછળતા સાગરનું મૌન 10

4 mins
14.4K


નેહા સાગરથી છૂટી પડી. કાકીને ઘરે ગઈ. કાકી સાથે વાત કરી અને ઉતાવળે કાકીને ત્યાંથી નીકળી ઘેર જવા નીકળી ગઈ... જોકે સાગર સાથે કશું અજુગતુ બન્યું ન હતું પણ દિલ ગભરાઈ રહ્યું હતું. મહેશભાઈ જોઈ ગયાં હતાં. હવે ખબર નહીં શું થશે... ચોક્કસ કોઈ ઝંઝાવાત આવવાનો છે. દિલ કહે છે કે કાઈક અજુગતું બનવાનું છે... હે ભગવાન મને ક્યાં સુઝ્યું સાગરને મળવાનું. મને માફ કરજે ભગવાન... મેં મારી જાતને પવિત્ર રાખી છે પણ આ દુનિયા માનશે? આકાશ માનશે? બાપરે આકાશને ખબર પડ્શે તો?આકાશ તો મારું ખૂન કરશે... હે ભગવાન મારી લાજ રાખજે. સાગરને એકાંતમાં મળવાનું

જે પાપ કર્યુ છે એને માફ કરજે... સાગરને હું મારાથી જુદો ક્યારેય કરી શકી નથી... પણ હે ભગવાન એ પારકો પુરુષ છે... ભલે મારો મિત્ર મારો પ્રેમી રહ્યો... પણ પારકો જ છે. અને આકાશને તો સાગરનાં નામથી ચીડ છે...

એ ઘરે પહોંચી ગઈ... ઘરનાં આંગણમાં અજાણી કાર જોઈને ગભરાઈ ગઈ... હોલમાં દાખલ થતાં જ મહેશભાઈને જોયા... બસ હવે નક્કી મારું આવી બનવાનું છે... મહેશભાઈએ એને જોઈને સ્મિત કર્યુ... આકાશે કહ્યું, "આ મહેશભાઈ છે મારાં દૂરનાં સગાં થાય છે. તું કદાચ નહીં ઓળખતી હોય !" નેહા ધીરેથી બોલી, "આવો મહેશભાઈ... રમાબેન જરા ચા પાણી નાસ્તો લાવજો."

મહેશભાઈ બોલ્યા, "નેહાભાભી ! નાસ્તો થઈ ગયો હું તો ક્યારનો આવ્યો છે... તમારે આવતાં વાર થઈ!" મહેશભાઈ બોલ્યા એટલે આકાશ અને મહેશભાઈ બન્ને ખડખડાટ હસી પડ્યા. આકાશ ઊભો થયો. "બેસ, મહેશ... હું આવું છું."

આકાશ ઓરડામાં ગયો એટલે મહેશભાઈ બોલ્યા, "ભાભી આપણું રહસ્ય આપણી સાથે જ રહેશે... ચિંતા કરશો નહીં. હું તમારો પણ ભાઈ છું પણ આ તો જરા પૈસાની તંગી રહે એટલે આકાશ પાસે આવેલો... મદદ માંગવા. આમ તો હાથ લંબાવવો મને પણ નથી ગમતો..." મહેશભાઈનું સ્મિત નેહાને ઝહેર જેવું લાગતું હતું.

નેહાને ખબર પડી ગઈ આ મહેશભાઈ હવે ચૂપ નહીં રહે... એનાં હાથપગ ધ્રૂજવા લાગ્યાં.. શું કરીશ...? એટલામાં આકાશ પૈસાની બેગ લઈને આવ્યો. મહેશને આપ્યા. મહેશ હસતો હસતો ગયો. જતાં જતાં કહેતો ગયો, "આકાશ તારાં પૈસા દૂધે ધોઈને પાછાં આપીશ..." નેહા ચૂપચાપ મહેશને જતાં જોઈ રહી. આકાશે પૂછ્યું, "કાકીને ત્યાં બહું રોકાઈ ગઈ બે દિવસ... એવું તો શું કામ પડી ગયું હતું..." નેહાએ પોતાના ઉપર કંટ્રોલ કર્યો અને કહ્યું, "બસ એમને મળવું હતું... કાકાના ગયા પછી એમની તબિયત સારી પણ રહેતી નથી અને હું ઘણાં સમયથી એમને મળી પણ ન હતી. બાની રજા લઈને ગઈ હતી."

આકાશે કહ્યું, "અને સાથે એ પણ કહે ને કે સાગરની ક્યાંક ઝલક જોવા મળી જાય! મારી આંખે અને કલેજે ઠંડક પડી જાય..." નેહાની છાતી પર અંગારો ચંપાયો. એ ક્શું બોલ્યાં વગર ત્યાંથી રુમમાં જતી રહી. આકાશ કારની ચાવી લઈ ઘરની બહાર નીકળી ગયો.

નેહાએ પથારીમાં પડતું મૂક્યું... આકાશની વાત કેટલી સાચી હતી? એ સાચે જ સાગરને જોવા માટે તરસી ગઈ હતી..એટલે જે કાકીને ત્યાં પહોંચી ગઈ હતી. અને સાગર મળ્યો પણ ખરો સાગરની વાતોમાં કેટલું સુખ હતું શાંતી હતી ..કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ કે ખીન્નતા ન હતી.. મનમાં ગભરાટ કે ઉચાટ ન હતો અને આકાશની હાજરી જ એને બેચેન બનાવી દેતી... એ જો સાથે હોય તો દિલમાં એક પ્રકારનો વસવસો બેચેની... રહેતી... આવું કદાચ પ્રેમની ઉણપને લીધે થતું હશે... મારું ચાલે તો આકાશને છોડી સાગરની પાસે ઉડી જાઉં!! પણ મારી પાસે પાંખો ક્યાં છે ? મારી પાંખો આ સમાજે લગ્નની કાતરથી કાપી લીધી છે... આ માનવીનાં ઘડેલાં સમાજમાં કેટલી નેહાઓ લગ્નનાં હવનમાં જીવનની ખુશી હોમી દેતી હશે ? સાગરને પણ પત્નીને બાળકો છે એ મને ગમે તેટલો ચાહતો હોય તો પણ એનાં જીવનને તબાહ ન કરું. હું દુઃખ સહીશ પણ સાગરનાં જીવનને આંચ પણ નહી આવવાં દઉં. એ સુખથી રહે એમાં જ મારી ખુશી છે... નેહાએ આંખો બંધ કરી... બન્ને પાંપણની નીચેથી એક આંસુંની ધાર વહી રહી...

લેખીકા નિલમ દોશીનાં પોતાની દીકરીને લખાયેલા એક પત્રનાં શબ્દો યાદ આવી ગયા...

“લગ્ન પછી તું સારી પત્ની, સારી વહુ, સારી માતા, સારી ભાભી વિગેરે જરૂર બનજે... પણ સારી સ્ત્રી બનવાનું ચૂકીશ નહીં. તું વસ્તુ નહીં પણ વ્યક્તિ છો. તારું ગૌરવ જરૂર જાળવી રાખજે. પરંતુ આત્મ સન્માન અને અભિમાન વચ્ચે બહું બારીક અને અદ્રશ્ય ભેદરેખા હોય છે. એ ભેદરેખાને પારખતા શીખજે... એ સારી પત્ની ના બની શકી સારી વહું બની પણ માતા તો બની જ ના શકી અને આત્મ સન્માન તો ક્યારનું ગુમાવી દીધું... આકાશની પગની પાની નીચે કચડાઈ ગયું. સુહાગરાતે અને અભિમાન તો સ્ત્રી હોવાનું પણ ના રહ્યું...

નેહા અને આકાશ વચેનું અંતર એટલું બધું વધી ગયું હતું કે બન્ને વચે વાતચીત જ ન હતી... એક બીજાને સાંભળી શકતાં જ ન હતાં. બન્નેના કાન બધિર થઈ ગયાં હતાં અથવા એક કાને વાત સાંભળી બીજી કાને કાઢી નાંખી જેવી હાલત હતી... સાગર સાથે હોટેલમાં રાત ગુજારી એ વાત તો કેવી રીતે કહેવાય અને મહેશભાઈ ચૂપ નહીં રહે... નેહાનું મગજ જાણે બહેર મારી ગયું હતું... જો આકાશને કહી દેવાની ધમકી મહેશભાઈ આપે તો હું શું કરીશ? મારે સાગરની સલાહ લેવી જોઇએ. મને કાંઈ સમજણ પડતી નથી. નેહાને થયું સાગરને એકાંતમાં મળવાની મારી જીદનું કેવું પરીણામ આવ્યું. એક પરણિત સ્ત્રી તરીકેની મારી ફરજ ચૂકી ગઈ... આકાશ મારી સાથે ગમે તેટલામ જુલમ કરે પણ મારએ તો... મારી આમન્યા રાખવાની હતી... મેં પાપ નથી કર્યુ પણ મારી વાત કેટલાં લોકો માનશે... કાલ સાગર સાથે વાત કરીશ આ મહેશ પ્રકરણનો કાંઇક તો નિકાલ લાવવો પડશે...

નેહા ઊભી થઈને મેડિસીન કેબીનેટમાંથી ઊંઘની ગોળી લઈ પથારીમાં પડી. આટલી નાની જિંદગીમાં એટલાં દુઃખ પડ્યાં કે ઊંઘની ગોળી વગર એને ઊંઘ જ ન આવે... જિંદગી તું ક્યાંથી ક્યાં લઈ આવી ? સાગરે અડધા રસ્તે જિંદગીંમાં સાથ છોડી દીધો અને આકાશ સાથે લગ્ન કરવાની ભૂલ થઈ ગઈ... હવે જિંદગી એવા મોડ પર આવી ગઈ છે કે આકાશને છોડી પણ નથી શકતી અને સાથે જીવી પણ નથી શકતી... રાતનો ડરામણો અંધકાર આ ઓરડાની ચાર દીવાલો... મોટી બેડમાં રેશમની મરુન રંગની ચાદર અને ચાદરને મેચ થતી રજાઈ... નેહા મોટી પથારીનાં એક ખૂણામાં કોકડું વળીને પડી હતી... અહીં કોઈ ન હતું ગળે લગાડવાં

વાળું કે રેશમી વાળમાં હાથ ફેરવી આશ્વાસન આપવા વાળું... એણે ઓશીકામાં માથું છૂપાવી લીધું... બીજી એક સવારની રાહમાં...


Rate this content
Log in

Similar gujarati story from Tragedy