Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kaushik Dave

Comedy

2.5  

Kaushik Dave

Comedy

રમુજી પત્ર

રમુજી પત્ર

2 mins
400


બા, આ ભાઈના પેન્ટના ખિસ્સામાંથી ચિઠ્ઠી મલી છે.

સારું, સારું, શેની છે એ વાંચ. કોઈ અગત્યની નથીને ? ભુલી ગયો હશે.

હા,બા.. હું વાંચી સંભળાવું,

બહેન ચિઠ્ઠી વાંચે છે.

એપ્રિલ ફૂલ. મને ખબર જ હતી કે મારી ચીબાવલી બહેન મારી ચિઠ્ઠી વાંચી જ લેશે. તારી ભાભીને લખેલી ચિઠ્ઠી તો મેં મારી ફેવરીટ બુકમાં મુકી છે.Nજો જે હોં વાંચતી નહીં.

આ વાંચીને બહેનના હાવભાવ બદલાયા. દોડતી ભાઈના કબાટમાંથી એનું ફેવરીટ બુક કાઢી. એમાં એક ચિઠ્ઠી હતી. બહેન મલકાઇ. હાશ.. હવે ભાઈ ભાભીને શું લખે છે એ ખબર પડશે. મારી ફરિયાદ જ કરતા હશે.

એમ વિચારીને બહેને ચિઠ્ઠી વાંચવાની શરૂઆત કરી.

જોયું ના પાડી હતીને છતાં ચિઠ્ઠી વાંચવા તલપાપડ થઇ ને ? આતો નાનપણથી આપણે ગમ્મત કરતા હતા ને એટલે ગમ્મત કરી. પણ.. ચિઠ્ઠી તો મેં કાલે સવારે જ પોસ્ટ કરી દીધી હતી.આ વાંચીને બહેન હસી‌. ભાઈનો મશ્કરો સ્વભાવ ગયો નહીં. ભાભી સાથે પણ આવું કરતા હશે !

સાંજ થવા આવી. પોસ્ટ મેન એક ટપાલ આપી ગયો. બહેને જોયું ટપાલ તો ભાભીના નામની છે. એટલે બહેન બા પાસે ગઈ. બા, ટપાલ કોઈ એ ભાભીને લખી છે. સારું, સારૂં, કોઈ અગત્યની જ હશે. તારો ભાઈ ઓફિસે છે. વાંચી જો કોઈ અગત્યનું ના હોય !

પણ બા પછી ભાઈ કહેશે કે મારી ને ભાભીની ટપાલ વાંચે છે.એવું ના કહે. ભાઈ તને કેટલા લાડકોડ થી રાખે છે. વાંચ.. હવે.

બહેને એ કવર ખોલીને ચિઠ્ઠી વાંચવાની શરૂઆત કરી.

પ્રિયે, 

તારા વગર ઘર સુનું સુનું ભાસે છે. ઘરમાં હું ને બહેન ઉદાસ.. ઉદાસ. જલ્દી જલ્દી આવ તો બહેન ને કંપની રહે. હા,... તારો એક માત્ર પત્ર આવ્યો. મોતીના દાણા જેવા અક્ષર. જાણે મોતી વેરાયા ચોકમાં. એકદમ છુટા.. છુટા..

એ ચિઠ્ઠી ભુલથી બહેને પહેલા વાંચી લીધી. પણ અક્ષરો. મોતીના દાણા જેવા..પણ છુટા છુટા.. એટલે શું કહેવા માંગે છે એ બહેન ને ખબર પડી જ નહીં. પણ હું તો સમજી જ ગયો. હા.. તારી પંજાબી કઢી યાદ આવે છે. જાણે બહુ દિવસ પહેલા ખાધી હોય. એટલે જલ્દી આવ. ને પહેલા તો પંજાબી કઢી બનાવજે. ઘરમાં પંજાબી કઢી બનાવવાનો પ્રયત્ન કર્યો. પણ.. ગુજરાતી બની કે મારવાડી ..એ જ ખબર ના પડી. ઘરમાં બધા તારી પ્રશંસા કરતા. એ કઢી તો સવારે બનાવી પણ પછી વધી તો સાંજે ખિચડી સાથે માંડ માંડ પતાવી.

બહેન મને કહે આ ભાભી ગયા પછી તો એની આંગળીઓ ચાટીને ખવાય એવું બનતું જ નથી. એટલે આંગળીઓ પણ કેવી લાગે છે. ભાભીની કઢીને દાળ આંગળીઓ ચાટીને ખાવાની મજા આવતી.

તો તું બે દિવસમાં આવે છે કે હું લેવા આવું.

એજ.. તારો..

*****

આમ ચિઠ્ઠી વાંચી ને બહેન હસી. ભાઈ એ ભુલથી ભાભીને ઘરે ચિઠ્ઠી પોસ્ટ કરવાને બદલે આપણા જ ઘરે પોસ્ટ કરી. એટલામાં બહેને દરવાજે કોઈને આવતા જોયા. જોયું તો. ઓહ્.. ભાઈ અને ભાભી.‌

બા, બા,..ભાઈ તો ભાભીને લઈને આવી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Comedy