Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Inspirational

3  

Vishwadeep Barad

Inspirational

.“બા”

.“બા”

4 mins
15.5K


‘મેઘા, હેપી મધર ડે. આજ તારી ફેવરીટ રેસ્ટોરન્ટ ”હેપી ઈન્ડીયા”માં ડીનર લેવા જઈશું.'

”રવિ, મારું તો એ ફેવરીટ છે પણ તમને પણ ત્યાંનુ “મેંગો ડ્રીન્કસ" પસંદ છે.

"વાય નોટ ?.."

"પણ તમે ઓન કોલ પર છો એનું શું ? હોસ્પિટલમાંથી ગમે ત્યારે ઈમરજ્ન્સી કૉલ આવે અને તમારે દોડવું પડે.’

’હની ! તું એની ચિંતા ન કર મેં બધી વ્યવસ્થા કરી દીધી છે”

રવિ હ્યુસ્ટનની 'ચિલ્ડ્રન હોસ્પિટલ'માં પિડિયાટ્રીસિયન છે અને પચ્ચીસ વર્ષથી જોબ કરે છે. દીકરી લત્તા અને દીકરો મીત બન્ને ‘ઓન્કોલોજીસ્ટ”(કેન્સર સ્પેસ્યાલીસ્ટ)છે પણ બન્ન્ને છોકરાઓ શિકાગોમાં પ્રેકટીસ કરે છે.

‘મોમ, હેપી મધર ડે' લત્તાનો ફોન હતો.

'થેન્ક્યુ બેટી, તું મજામાં છે ને ?’

‘હા. મૉમ હોસ્પિટલમાંથી ફોન કરું છું. આજે એક ઈમરજન્સી કેસ આવી ગયો એટલે આવવું પડ્યું.’

’બેટી! તે ફેડેકસમાં મોકલેલ “ગોલ્ડ નેકલેસ” મને બહુંજ ગમ્યું, આટલી મોઘી વસ્તું ના મોકલાય, બેટી!’

’મૉમ, ઈટ્સ મધર ડે ગિફ્ટ. તમોએ અમારા માટે ઘણુંજ કર્યું છે. એના પ્રમાણમાં તો ધીસ ઈસ નથીંગ.'

’લત્તાબેટી, મારે બીજો ફોન મીત નો આવે છે. કેન યુ કોલ બેક’

’ઓકે મોમ.' મીત સાથે પંદર મિનિટ મા-દીકરા વચ્ચે મીઠી વાતો થઈ.

’મેધા, આજ તારો દિવસ છે. લત્તા અને મીત બન્ને તારાથી કેટલા નજીક છે કે તારી સાથે શિકાગો રહે છે તો પણ દિવસમાં એકવાર તો તને ફોન કરે જ છે અને તું પણ ફોન પર અડધી કલાક સુધી વાતો કરતી હોય છે. યુ આર વેરી લકી મોમ !’

‘હા રવિ, આપણે બન્ને નસીબદાર તો છીએ કે અમેરિકામાં જન્મેલા બાળકો આપણી આટલી સંભાળ અને પ્રેમભાવ રાખે છે’

”મેઘા, બાળકોને આવો સારો ઉછેર અને સારા સંસ્કાર આપવામાં તારો ઘણોજ ફાળો છે.'

'હા રવિ, પણ મેં જોબ ન કરી તેથી બાળકો સાથે વધારે સમય કાઢી શકી અને સાથો સાથ તમારો પણ ફાળો ઓછો તો નથી.હોસ્પિટલમાં બાર-બાર કલાકની જોબ કરવા છતાં ઘેર આવો એટલે બાળકો સાથે ધમ્મા-મસ્તી અને આનંદ !'

‘મેઘા ! લત્તા અને મીતને જોઈ મારો આખો દિવસનો થાક ઉતરી જતો !..તે પણ મારી એટલીજ સરભરા કરી છે ઘેર આવું એટલે ગરમા-ગરમ ડીનર તૈયાર હોય ! આઈ એમ વેરી લકી હસબન્ડ !.’

'જાવ હવે ! મીઠું માખણ લગાવતાતો બહું આવડે છે !'

'બસને મેઘા આવું ?..હું અડધી કલાક નેપ(થોડી ઊંઘ) લઈ લવું ?'

રવિ..બેડરુમમાં ગયો. પણ કોણ જાણે કેમ ? આંખ મટકું મારવા તૈયાર નહોતી ને વિચારોના વરસાદને અટકવું નહોતુ !

મા એ મા બીજા વગડાના વા ! આજે હું અમેરિકામાં હોત ખરો ? મારી સુશીલ પત્નિ, સુંદર બાળકો, સુખી સંસાર ભોગવું છું એ હોત ખરો ? બા, તારા જ પ્રેમ અને મમતાએ મને રોકી પાડ્યો ! જાણે કે તારો સાદ... ”દીકરા આવું ન કર ! હું તારા વગર શું કરીશ ? હું ઝૂરી ઝૂરી મરી જઈશ !

એ દિવસ યાદ છે. ભુલવાની કોશિશ કરું છું પણ ભુલી નથી શકાતું. ચાલીસ..ચાલીસ વર્ષ વિતી ગયાં ! મારા કુટુંબની આર્થિક પરિસ્થિતી નબળી હતી. પણ મારા કાકા અમદાવાદમાં પૈસે ટકે સુખી હતાં. કાકાના આગ્રહથી કોલેજનો અભ્યાસ અમદાવાદ કરવા આવ્યો. કાકાએ જવાબદારી લીધી પણ કાકી ખુશ નહોતાં ! મેણા-ટૉણાં માર્યા કરે ! વાતે વાતે મારી પર અપસેટ થઈ જાય. કોઈ વાર બોલી કાઢે, 'શુ આ કંઈ ધરમશાળા છે ? બધાના રોટલા મારે ટીપવાના !' કાકા ધંધાપર જાય પછી કાકી એના સ્વભાવ પર આવી જાય ! ગમે તેમ બોલે ! મેં પાર્ટ-ટાઈમ જોબ શરુ કરી. મારી કોલેજની ફી હું જાતે કાઢતો !મા-બાપ પાસે કદી પણ પૈસા મંગાવતો નહીં. શું કરું ? સાપે છછુંદર ગળ્યા જેવી પરિસ્થિતી ! ના આ વાત મારી મા ને કરી શકું કે કાકાને ! કોઈ વાર તો સવારે ચા-નાસ્તા વગર કોલેજ જવું પડે. તો કોઈવાર જોબ પર લન્ચ વગર. કોલેજમાં મિત્રો બહાર રેસ્ટોરન્ટમાં ખાવાની વાત કરે. મારી પાસે એક પૈસો પણ ના હોય. બહુંજ મર્યાદિત મિત્રો રાખતો. મારું ધ્યેય બસ સારા માર્ક્સ લઈ પાસ થવું. દર વરસે સાઠ ટકા ઉપર આવતા એટલે ખુશ રહેતો. મા ને જાણ કરું એ તો બહું જ ખુશ અને રાજી થતી. વેકેશનમાં ઘેર જાવ એટલે બસ મને ભાવતી, ભાવતી વાનગી બનાવે. યાદ છે મારી બા એ એક વખત મારી ભાવતી સુખડી ડબ્બો-ભરી મારા માટે મોકલી. બસ માત્ર એકજ વાર સુખડી ચખવા મળી..કાકી એ બાકીની સુખડીનું શું કર્યુ ? કોને ખબર ?

કાકીના વલણથી કંટાળી ગયો હતો. કોલેજનું બીજુ વરસ હતું. વિચાર આવ્યો કે આવા ત્રાસમાં રહેવા કરતાં ઘેર જતો રહું. બીજીજ ઘડી એ ઘરની આર્થિક પરિસ્થિતી યાદ આવી જતી. શું કરું? કાકાની ગેરહાજરીમાં કાકી ગમે તે બોલી જાય. તારા મા-બાપને તારી શું પડી છે ? ત્યાં બેઠાં બેઠાં જલસા કરે છે. અમારી પર તારી લપ વળગાડી છે. કાચી યુવાનીના અધુરા વિચારો અને કાકીના કાયમી કપરા મેણાં ટોણાં. બસ આજ ત્રીજામાળની અગાસીમાંથી જંપલાવી દઉં. અગાસીની પાળ પર ચડ્યો. મગજ ભમતું હતું. બન્ને પગ અગાસી બહાર લંબાવ્યા. કોણજાણે કેમ એકદમ..'બેટા !' જેવો પડઘો સંભળાયો એજ ક્ષણે બા યાદ આવી. હું આપઘાત કરીશ તો મારી બાનું શું થશે ? મારા સમાચાર સાંભળી ગાંડી થઈ જશે. મારા વગર એ જુરી જુરી મરી જશે ! દૂર દૂર બેઠેલી જનેતાનો પ્રેમ આડો આવ્યો. મારાથી ચીસ પડાઈ ગઈ.. ”બા.. મારી મા…"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational