Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Tragedy Romance

3  

Vijay Shah

Tragedy Romance

ટર્નીંગ પોઇંટ-૧૫

ટર્નીંગ પોઇંટ-૧૫

5 mins
13.5K


પ્રકરણ : પપ્પા તમને ગમ્યોને મારો સાહ્યબો ?

“હા આવો પાછા ક્યાંક બહાર જમવા ના જતા રહેશો.” જાનકીના ઠંડા પ્રતિભાવથી અક્ષર જરા મુંઝાયો. પણ ફોન મુકીને પરીને ફોન કર્યો. પરીએ ફોન ઉપાડીને કહ્યું “ભાઇ પીક્ચરમાં નથી?”

“ના પણ તું ક્યાં છે ?”

“મારું શૂટીંગ હમણા જ પત્યું. પ્રિયંકા મેમ અને અલયને મુકવા જઈશ. હોલીવૂડ સ્ટ્રીટના આપણા એપાર્ટ્મેંટ કોંપ્લેક્ષમાં’

“હું અને રૂપા આવીયે છે રાહ જોજે”

“ભલે.. પણ પ્રિયંકા મેમ અને અલય થાક્યા છે.”

“હું તો રૂપાનાં હીરોને મળવા આવું છુ. કયા એપાર્ટ્મેંટ્માં છે ?.”

“રૂપાને ખબર છે કેંટીનની બાજુનો એપાર્ટમેંટ..”

“ભલે.”

થોડા ડ્રાઇવ પછી પરીનો ફોન આવ્યો તે પહોંચી ગઈ હતી અને કેટલે દુર છો ? અક્ષર કહે “હજી દસેક મિનિટ લાગશે ત્યાં સુધીમાં ફ્રેશ થઈ જાવ.”

દસેક મિનિટ્માં રૂપા અને અક્ષય પહોંચ્યા ત્યારે અલય પણ ફ્રેશ થયેલ હતો. અલય ફીલ્મ હીરો હતો. દેખાવડો તંદુરસ્ત અને રૂપા સાથે તર્ત જ પહેલી નજરે જચી જાય તેવું હસતું વ્યક્તિત્વ હતું. અક્ષય કરતા હાઈટ વધુ હતી તેણે અક્ષરને આવકારતા બહું ઉર્મિપૂર્વક હાથ મેળવ્યા.” આવો આવો ડોકટર ! આપને મળીને બહું આનંદ થયો.”

“હા પિક્ચરમાં રૂપાને મઝા ના પડી અને સમય હતો તેથી મેં જ કહ્યું ચાલ અલયને મળીયે.”

“સો નાઇસ ઓફ યુ.. શું લેશો ? ચા કોફી કે ડ્રિંક ?” એણે વિવેક કર્યો

“ચાલો આપણે કેન્ટીનમાં સાથે જ જઈએ”

“તમને જોઇને કોઇ પણ કહીદે કે પરીનાં તમે ભાઈ છો. એકજ બીબા ઢાળ છો. સ્કીન જુદી છે બાકી બધું જ સરખું છે.”

રૂપા અક્ષર અને અલયને જોઈ રહી હતી. અક્ષર ડોક્ટર થવાનો તેથી કારકિર્દી બદલાવાની. પણ અક્ષર અલયની સરખામણીમાં ઉતરતો લાગ્યો. પરી ને આ પ્રોગ્રામ થયો તે નહોંતું ગમ્યું પણ અક્ષર તો વાતે ચઢ્યો હતો. કૉફી પીવાઇ રહી પછી હાથ મિલાવીને છુટા પડ્યા ત્યારે કોમળ હાથે તેનો હાથ દાબતા કહ્યું “મળશું ક્યારેક.. ચાલો જઈએ..”

ઔપચારિક વાતો કરતા હતા ત્યારે રૂપા અલય અને અક્ષરને કેમ સરખાવતી હતી તે તેને પણ સમજાતું નહોંતુ. અલય રૂપાને ઉદ્દેશીને બોલ્યો પ્રણય દ્રશ્યો આપ સરસ કરી લો છો તેનું કારણ સમજાયું. અક્ષર જ્યાં મન અને આંખો સામે હોય ત્યાં અનુભુતિ જિવંત થઇજ જાયને ? પ્રિયંકા મેડમે તમારા વિશે જે કહ્યું છે તે બરોબર જ છે.

રૂપા થોડીક શરમાઈ અને બોલી સાહ્યબો મારો છે ને મઝાનો ?

અલયને સંબોધી અક્ષર બોલ્યો આપણી “સરખી ઉંમર છે તો આપ આપ કહેવાનું માંડી વાળીયે ? દોસ્ત બનીયે ?”

“જરૂર મને પણ આનંદ થશે” કહી એણે ફરીથી અક્ષર સાથે હાથ મિલાવ્યા.

ઘરે સમય કરતા વહેલા પહોચ્યા ત્યારે જાનકીને આનંદ થયો. અને પુછ્યુ, ”પિક્ચરમાં મઝા ના આવી ?”

“હા. અને તમને મળવું જરુરી હતું. તમે ફોન ઉપર ખીજવાયેલા લાગતા હતા તેથી.” અક્ષરે નરમાશથી વાત કરી.

“હા.. તારી કચોરી બનાવવાની મહેનત માથે તો ના પડવી જોઇએને ? તેમાં કેટલો બધો કુથો છે ખબર છે ને ?”

“હા મોમ. પણ આ તમારી ગુડીયાને પણ બરોબર શીખવી દેજો કે જેથી મને આખી જિંદગીની શાંતી. તમારી પાસે તે હવે પાંચ જ વર્ષ છે.”

જાનકીને આ લઢણ ગમતી હતી. તે મલકી. રામ અવતાર પણ ત્યારે આવી ગયા અને ભોજનના ટેબલ ઉપર પરી, રૂપા, અક્ષર અને રામ અવતાર ગોઠવાયા. જમવાનું પાકુ હતું અને હસી મઝાક કરતા અક્ષર જાનકીને મસકા મારતો જતો હતો. રૂપાને આવી સાંજ ગમતી હતી. એનો સાહ્યબો આવી સાંજનો પાક્કો હીરો હતો. એના મગજમાં અજાણતા અલય સાથે અક્ષરની સરખામણી થઈ ગઈ. અક્ષર તો સંપૂર્ણ અને લાજવાબ હતો અલયમાં હજી આવી કોઇ ખુબી જોઇ નહોંતી.

અક્ષર બોલ્યો “મોમ તમે બધા હવે ટેક્ષાસ જોવા આવો સાન એંટોનીયો મઝાનું ટાઉન છે. “

રામ અવતાર કહે “સદાશિવભાઇ અને મેઘાબેન તૈયાર થશે તો એકાદ વીકએંડ પ્લાન કરીશું. બાકી અમે એકલા આવીને જુવાનીયાઓ સાથે શું વાત કરીએ ?”

“પપ્પા તો ખબર નહીં આવે કે નહીં પણ મોમ ને ગમશે. જુઓ તો ખરા તમારા દીકરાની જીવન શૈલી. મને પણ એક વીકએંડ ખાવાનું ઘરનું મળશે.”

રૂપા ખુશ હતી. તે જાણતી હતી મસકાનું મોટું ટીન ખુલ્લુ કર્યુ હતુ. જમાઇ દીકરો થાય તે તો મોટી વાત જ હતી જાનકી માટે. જોકે રામઅવતાર સરળતાથી વાતોમાં આવે તેમ નહોંતા પણ તેઓ જાણતા હતા કે જાનકી રાજી થાય છે તો થવાદો. તે જરૂર હોય ત્યાં અને ત્યારે પોતાનો દ્રષ્ટિ બિંદુ મુકતો.

જાનકી મા તો સરળ છે પણ રામ અવતારજીને કડક કોંસ્ટેબલનાં રૂપમાં જ જોયા હતા તેથી ક્યારેક અક્ષર એટલી બધી વાતોમાં છુટ ન લેતો. એમને અક્ષરની કોમેંટ ઉપર હસવા જેવું ક્યારેય ન લાગતું. અને તેઓ માનતા કે જમાઇને જમ થતા વાર ન લાગે તેથી તે પણ કડક સસરાનો રોલ ભજવતા. વળી સદાશિવભાઇ પૈસાદાર તેથી તેમની સાથેનાં વહેવારમાં સૌમ્ય અને માપનો રાખતા.બીજે દિવસે એજ ફ્લાઈટમાં જવાનું હતું તેથી તેઓ કલાકો જ ગણતા હતા.

પરી અને અક્ષરને તેથી થોડુંક અતડું લાગતું પણ જાનકી મેમે કહીજ રાખેલ કે એ અમારા સોલ્જરજી છે. બધે તે લો, લાવો અને પડતું મુકો વાળી વાતોમાં હોય અને તે સારું પણ રૂપા સ્વસ્થ થઇ એટલે બહેન અને ભાઇએ વિદાય લીધી.

“અક્ષર સહેજ પણ ઉછાંછળો નથી.” આજે પહેલી વખત રામઅવતારજી બોલ્યા.”

“સરસ” કહી જાનકી એ રૂપાને બોલાવી.

રૂપલી આજે તારા બાપા પહેલી વખત બોલ્યા.. “અક્ષર સહેજ પણ ઉછાંછળો નથી. આતો બહુ મોટું સર્ટીફીકેટ તારા બાપાએ આપ્યું”

રૂપાએ કહ્યું, “હેં પપ્પા તમને ગમ્યોને મારો સાહ્યબો?”

“પણ હું તો હજી કહીશ આ મહીને લોસ એજેલસ આવે તે કરતા ત્યાં ભણીને જલ્દી ગ્રેજુએટ થાય તે સારું નહીં ?”.

“કે તમારો સમય ભુલી ગયા ?” જાનકી એ ટકોર કરી.

“ભારતમાં ભણવાનો આવો ખર્ચો નહીં વળી એક વર્ષમાં બે વર્ષ સાથે પુરુ કરી શકાય તેવી સગવડ પણ નહીંને ? અહિં તો તમારી ઝડપ અને સમજ હોય તો બે વર્ષમાં ચાર વર્ષનું લોકો ભણતા હોય છે.”

“કેમ મને જલ્દીથી ભગાડી મુકવી છે. પપ્પા હવે તો હું મારા પગ ઉપર છું અને ભણતરની સ્કોલર્શીપ પણ મળી છે. સહેજ લાડ કરતા રૂપા બોલી…” રામ સ્વરૂપે રૂપાનાં માથા પર હેત પાથરતા નકારો ભર્યો. અને જાનકી ઠરેલા અવાજમાં બોલી.

“ના બેટા પણ છોકરીને સારું ઘર મળ્યા પછી લાંબો વિવાહ સંબંધ રાખવાનો મત અમારો નહીં.”

***

મુંબઈથી સમાચાર આવ્યાં મોટા મામા આશિષ ચૌધરી ખુબ જ અસ્વસ્થ છે. પદ્મજાની તરત ટીકીટો કઢાવી પ્રિયંકાએ તેમને રવાના કર્યા. થોડાંક અસ્વસ્થ તો યુનિટમાં સૌ થઇ ગયા. આશિષ સાથે છેલ્લા બે વર્ષથી તણાવ ચાલતો હતો. પ્રોજેક્ટ ૨૬ અને ૨૭નાં ટેક્ષ ભરાયા નહોંતા. નફો વહેંચાયો નહોંતો. પ્રિયંકા માનતી હતીકે ચોપડો ચોખ્ખો કરવાનું કામ મોટા મામાનું છે અને પ્રિયંકા મામાને હિસાબમાં ક્ષતિ બતાવતી તો તારી મમ્મી એ કહ્યું હતું વાળી વાત કરે. રોજ રોજ આ કંકાસથી થાકીને જ પદ્મજાને પ્રિયંકા લોસ એજલસ રાખતી. મમ્મીનો ભુલકણો સ્વભાવ અને આખાબોલા મામાનાં હિસાબો કદી મેળ ખાય જ નહીં. નાની બહેન મુઉં ઘી ઢળ્યું તો ખીચડીમાં કરીને તે વાત બહું ચોળે નહીં પણ પ્રિયંકા એ ખોળી કાઢ્યું કે મામા જશ લેવાનો હોય તો પૈસા તો પદ્મજાનાં અને નામ એમનું કરતાં હતાં..


Rate this content
Log in

Similar gujarati story from Tragedy