Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kunjal Chhaya

Drama

0  

Kunjal Chhaya

Drama

ઝોળી

ઝોળી

3 mins
345


જમવાના સમયે ભિખારી, બાવો કે ચારણ આવી ચડે તો યથાયોગ્ય દાન કે ભોજન સામગ્રી આપવી જ એ કુટુંબના મોભી વડીલે પાડી દીધેલો ચીલો! આ વાત હવે આસપાસ રહેતાં વાઘરાં-ભિખારાં પણ સમજી ગયાં હતાં. દાદાજી જમવા બેસે, ‘ને કોઇને કોઇ ઝાંપલું ખખડાવે જ! એમની જમવાની બેઠક સાવ દરવાજાની સામે જ પડતી હતી. ક્યારેક ‘મિજાજ’ જાય એવું વાતાવરણ થઈ જતું, ચીડ ચડી જતી કે આતો ધરમ કરતાં ધાડ પડી.

ભિક્ષુકનેય વળી નખરાં ઘણાં! આ નહી ને પેલું આપો, એક જોડી કપડાં આપો, ઓઢવા માટે કામળો આપો. રકઝક કર્યા વિના પ્રેમથી યથાશક્તિ મુજબ દાન આપી દેવું. એવી દાદાજીની આજ્ઞા.

એક વખત બન્યું એવું કે રવિવારની બપોર હતી. બધાં અઠવાડીએ એકવાર તો બપોરે સાથે બેસી જમે, એમાં જ સંયુક્ત કુટુંબનો એકારો વર્તાઈ આવે. એવાંમાં ઓચિંતાં એક વયો વૃધ્ધે બરાબર બાર વાગ્યે ઝાંપલે આવી હાકલ કરી, “બચ્ચા, ઈસ બુઢે બાબા કી ઝોલી ભર દો.” ન તો એ કોઇ સાધુ વેશે; ન તો લાગતો બાવો. પણ દાન-સીધો દેવામાં શું ખોટું? બધાં થાળીએ બેસે તે પહેલાં એ બાબાને દક્ષિણા આપી રવાના કરું, એવું વિચારી મોટી વહુ વાટકી ઘઉં ’ને તેલની ટબૂડી લઈ બાબાને ધરી. બાબા એ કહ્યું; “ઈસ ઝોલીકો ભરદે બેટી, તેરા ભલા હોગા.” એને ઝોળી બહુ મોટી ન લાગી તેથી તે પવાલું ભરીને ઘઉં ઠલવી ગઈ પણ એ ઝોળી ન ભરાણી, એ તો સાવ તળીયે ખાલી જ રહી ! વહુ સહેજ મુંઝાણી. અંદર જઈ સાસુને વાત કરી. ત્યાં જાડાં કાળાં ચશ્માં, મેલાં-ઘેલાં ગંજી ધોતિયુ અને સફ઼ેદ ટૂકાં કાંટાળા વાળ અને કરચલીવાળો ગોળ ઘઉંવર્ણાં ચહેરાવાળા બાબા તો આંગણાંમાં ઝોળી ઉતારીને બેસી જ ગયા ’ને બોલે રાખ્યું; “ઈસ બુઢે બાબાકી ઝોલી ભર દો.”  

ઘરમાં હતું એટલું બધું જ તેલ અને વરસ આખા માટે ભરેલ ઘઉંની પેટી ખાલી થઈ ગયાં, જોતજોતાંમાં! હવે શું કરવું? સાસુ-વહુ સામસામે જોવા લાગ્યાં. રવિવારની બપોર, કોઈ કરિયાણાંની દૂકાન ખુલ્લી ન હોય. પણ આ બાબાની ઝોળી ભરાવાનું નામ ન’તી લેતી. દાદાજી ઊભા થઈ ગયા. એમનાં મગજનો પિતો ચડે એટલે ખલ્લાસ ! “આપકો ઘરમે જીતનાં થા વો દેદીયા. અબ આશિર્વાદ દે કે સંતોષ શે પધારો બાબાજી..” કહી દાદાજીએ ઝાંપલાં તરફ આંગળી ચિંધતાં કહ્યું. હજુ ઋણનું ચૂકવણું બાકી છે કંઈક ખૂટે છે એમ બાબાજીનાં ટૂટ્યાં ફૂટ્યા હિન્દીમાં સમજાયું. દાદાજીએ આદરથી ઘરમાં પડેલ નવી શાલ અને નવું નક્કોર ધોતિયું આપ્યું.

બાબાજી જગ્યાએથી ખસ્યા સુદ્ધાં નહિ. બપોરનો જમવાનું ટાણું ઓસરવા લાગ્યું. બધાં ઓસરીમાં એકઠ્ઠાં થઈ ગયાં. પોત્રાઓ નાનીનાની સાઈકલથી આંગણાંમાં આટાં મારતા હતા. એક નાનકડી પોત્રી દાદાજી પાસે બેઠી હતી. અચાનક એ બાબાની નજર દીકરી ઉપર પડી. એમણે જોરથી કહ્યું, “ઈસ બચ્ચી કે હાથસે ચાવલ ડાલો ઈસ જોલીમેં.” બેબીનાં નાનકડી હથેળીમાં સમાય એટલા ચોખા દાદાજીએ બેબીને ઉંચકીને ઝોળીમાં નખાવ્યા. ઝોળી ભરેલી લાગી ! સૌએ બાબાજીનાં આશીર્વાદ લીધા. ભોજન કરાવ્યું. રોકડ આપી. બાબાજીએ ઝોળીની ગાંઠવાળી. પાછળ એકવાર જોઈ જાણે મનોમન આશિષ આપતા હોય એમ રુકસદ થયા ! મોટો દિકરો ઘડિકમાં ઝાંપલાની બહાર જોવા ગયો ત્યાં એ બાબા ઓઝલ..

***

ભર્યાભાદર્યા ઘરમાંથી કોઈ સંતોષ વિના પાછો વળે એ ન પાલવે પણ આ તો કંઈક અજુગતું માયાવી લાગ્યું. દાયકાઓથી ચતૂર્ભૂજ વિષ્ણુ ભગવાનની પૂજા કરતા દાદાજીને એમ લાગ્યું કે શ્રીહરિ જાતે જ પરિક્ષા કરવા પધાર્યા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Drama