Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Daxa Ramesh

Drama Inspirational

3  

Daxa Ramesh

Drama Inspirational

કુદરતનો ક્ર્મ

કુદરતનો ક્ર્મ

3 mins
8.1K


આજની વાત...

રૂપાલી, દાદા-દાદીના રૂમમાં સુતેલા, એના આઠ વર્ષના દીકરા રુદ્રને જગાડવા લાગી.

રુદ્ર ઊંઘમાં જ કરગરવા લાગ્યો, "મોમ, પ્લીઝ, આજે હોલીડે છે. સુવા દે ને!"

એની ઊંઘરેટી હાલત જોઈને, રૂપાલીના સાસુએ કહ્યું, "બેટા!, આજે તો ભલેને સૂતો!! રજા છે ને?"

રૂપાલીએ ગુસ્સે થઈને કહ્યું, "સાસુમાં, આજે એને હોલીડે સ્પેશિયલ કરાટે કલાસીસ છે! નહીં ઊઠે તો મોડું થશે!!"

પરાણે જગાડીને રૂપાલીએ રુદ્ર ને કલાસમાં મોકલી તો દીધો. પણ, માં દીકરા વચ્ચે એટલી માથાકૂટ થઈ ગઈ કે રૂપાલીનો હાથ પણ ઊપડી ગયો અને રુદ્ર રડતો રડતો કરાટે કલાસમાં ગયો.

રૂપાલી આ જમાનાની એક મોર્ડન મોમ હતી. એણે એના રુદ્રને ઓલ રાઉન્ડર બનાવવો હતો. એટલે તો રુદ્રની મીનીટે મિનિટનો ઉપયોગ કરતી. રૂપાલી એના દીકરાને, કોન્વેન્ટ સ્કૂલમાં મુક્યો હતો. વળી, એને પ્રાઇવેટ ટ્યુટર પાસે એક્સ્ટ્રા કોચિંગ, અઠવાડિયે બે દિવસ માટે ડ્રોઈંગ, બે દિવસ મ્યુઝિક, વિકેન્ડમાં સ્વીમિંગ, આ સિવાય સ્કૂલ અને કલાસીસની એક્સ્ટ્રા એક્ટિવિટીઝ, આ ઉપરાંત, માસૂમ રુદ્ર ને સ્કૂલથી આપેલા પ્રોજેકટ વર્ક?? એ તો કમ્પલ્સરી હોય જ ને પણ, એમાં A+ ગ્રેડ આવવો જ જોઈએ. અને આ બધું કરતાં કરતાં સ્કૂલનું રિઝલ્ટ નબળું આવ્યું તો બાપડા રુદ્ર નો વારો પડી જાય!!

રૂપાલી ના સાસુ સસરા આ જોઈ ને ખૂબ દુઃખી દુઃખી થઈ જતાં પણ, રૂપાલી ને એ લોકો કાઈ સમજાવવા જાય તો, રૂપાલી એમ કહીને ચૂપ કરાવી દેતી કે, "આ સમય કોમ્પિટિશનનો છે. તમે લોકો તો નસીબદાર હતાં. એ જમાનામાં તો છોકરાઓ શું ભણે કે કેવું ભણે, માબાપ ને કાઈ ચિંતા જ નહોતી! પણ, હવે તો, અમારે આ બધું ય કરાવવું જ પડે. નહિતર પછી રુદ્ર આ હરિફાઇના જમાનામાં પાછળ રહી જાય. તમે વારે વારે એનું ઉપરાણું લેતાં જ નહીં."

રૂપાલીના સાસુ સસરા ચૂપ થઈ જતાં પણ, એમનો જીવ કપાઈ જતો. પોતાના ઘરના કુમળા ફૂલ પર થતો અતિરેક સહી શકતા નહોતા અને બોલી પણ શકતા નહોતા. એ પણ આ જમાના ની આ ખોટી દોડ જોઈને મનોમન મૂંઝાતાં.પણ, એ લોકો ય શું કરે?

એક વખત, રૂપાલીના સસરા માળી સાથે વાત કરતાં હતાં, માળી રૂપાલીના સસરા ને કહેતો હતો, "દાદા, આ નાનકડા કુમળા છોડને વાવીને પછી એને કુદરતના ક્રમ પ્રમાણે ઉગવા દેવો જોઈએ. એને વધારે પડતું ખાતર કે વારે વારે પાણી પાઈએ તો એ સારી રીતે ઉગવાને બદલે રોગિષ્ટ થઈ જાય."

રૂપાલી ના સસરાએ રૂપાલી સામે જોયું અને મનમાં ગણગણ્યાં કે આ અભણ માળી જે સમજે છે તેવી સમજણ કાશ આજના મોમ-ડેડને પણ આવે!! કુદરતનો ક્રમ સમજવાની કોશિષ કરે! કાશ... !! "

પણ, આ દેશી વાતો આધુનિક માવતરને નકામી લાગે. રૂપાલી પણ આ વાતો સાંભળતી હતી. એને કંઈક કંઈક વિચાર આવ્યો ખરો! પણ, કાંઈ ફરક ન પડ્યો.

એવામાં એક વખત, સ્કૂલમાં સેમિનાર રાખવામાં આવ્યો જેમાં દરેક બાળકોના પેરેન્ટ્સ ને હાજરી આપવાની હતી.

રૂપાલી પણ રૂપેશ સાથે ગઈ હતી. ત્યાં ફિનલેન્ડ થી કોઈ ખાસ શિક્ષણ ક્ષેત્રના એક્સપર્ટ ને બોલાવવામાં આવ્યા હતાં. એમનું વક્તવ્ય સાંભળીને આવ્યા પછી રૂપાલીએ બીજે દિવસે એનાઉન્સ કર્યુ..

"રુદ્ર, દિકા, તારે જેમાં શોખ હોય તે જ કલાસ કરજે, અને સ્કૂલની એક્ઝામમાં હવે તને માર્ક્સ ઓછા આવશે તો મારીશ નહિ. પણ, તને જે ભણવાનો સિલેબસ હોય તે બરાબર આવડી જાય, સમજાય જવી જોઈએ. તારો મૂળ કન્સેપ્ટ ક્લિયર કરાવીશ. તને ન ગમતાં બધા કલાસીસ બંધ!!"

આ સાંભળીને ખરેખર, એમના ઘરમાં એક રાહતનું મોજું ફરી વળ્યું. અને, ખરેખર, રુદ્ર કુદરતી રીતે જ મ્હોરી ઉઠ્યો!! કુદરતનો ક્ર્મ સાચો જ હોય ને!! કોઈ પણ વાતમાં અતિરેક તો ઝેર સમાન જ છે ને? હા, એ વાત જુદી છે કે આપણને "ઘર કી મુર્ગી દાલ બરાબર" લાગે! આપણી જ વાતો આપણે ભૂલી ગયા કે સાત વર્ષે તો છોકરાઓ નિશાળનો ઝાંપો જોતાં! પણ, આપણી જ વાતો હરીફરી ને પરદેશ જઈ ને આવે તો આપણે એનું અનુકરણ કરવામાં નાનપ નથી લાગતી. એ આપણી કમનસીબી નથી?

"આમ નહિ તો તેમ!" પણ, રુદ્ર પર સ્ટ્રોંગ કન્ટ્રોલ હટાવીને, એને એની રસરુચિ મુજબ ભણાવી ને રૂપાલી એક ઉત્તમ મોમ બની. રુદ્ર પણ એક કાબેલ યુવાન બન્યો. કુદરતનો ક્રમ સાચો પડ્યો!!


Rate this content
Log in

Similar gujarati story from Drama