Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Inspirational

3  

Pramod Mevada

Inspirational

અપૂર્ણતાનો અહેસાસ ભાગ - ૨

અપૂર્ણતાનો અહેસાસ ભાગ - ૨

2 mins
7.3K


સત્વરે ઘરના બધા ભેગા થઈ ગયા. પતિદેવે તરત ૧૦૮ બોલાવી અને હોસ્પિટલ લઈ ગયા તૃપ્તિને. ડોક્ટરે તપાસ કરી નિદાન કર્યું... તમારા ઘરે જલ્દી જ એક નવું નાનકડું મહેમાન આવવાનું છે. પણ તૃપ્તિબેનની તબિયત ધ્યાનમાં રાખતા જરાક આરામનું ધ્યાન રાખજો.

આરામ તૃપ્તિને નસીબ ક્યાં! એને તો ઘરે આવતા જ સાસુમાંનાં કડવા વેણે ફરી ઘરનાં રોજિંદા કામોમાં જોડી દીધી. પિયરમાં પાણીનો ગ્લાસ પણ ન ભરનાર... અત્યંત લાડકોડમાં ઉછરેલી તૃપ્તિ કોઈજ ફરિયાદ વગર અહીંના વાતાવરણ મુજબ પોતાની જાતને ઢાળી રહી હતી. એક આછી પાતળી આશા જાગી હતી હવે તેનામાં કે હા હવે તેનું આવનાર બાળક તેને સમજી શકશે. અને તે આતુરતાથી એ ક્ષણ... માતૃત્વના એ દિવસની રાહ જોતી દિવસો પસાર કરવા લાગી. પણ વિધિએ જાણે કે કંઈક બીજું જ નિર્ધાર્યું હતું તૃપ્તિનાં જીવનમાં.

અધૂરા મહીને જ કસુવાવડ થઈ ગઈ. અપૂરતા આરામ અને ડોક્ટરની સલાહની અવગણના કરવાથી. સાસુ તો જાણે કે કોઈ જ વાત સીધા સરળ શબ્દોમાં કહી જ ન શકે તૃપ્તિને. શબ્દોમાં આશ્વાસન ઓછું અને મહેણાં વધું. તૃપ્તિ જાણે અજાણે ડિપ્રેશનનો ભોગ બનતી ગઈ. હવે તે બહુ જ ઓછું બોલતી. જાણે કે જીવવા ખાતર જ જીવતી. પતિ તરફથી મળતો ઓછો સમય... સાસુનાં મહેણાં આખો દિવસ... ફળસ્વરૂપ એક વખત તો તેણે નિરાશાને હતાશાનાં આવેગમાં કાંડાની નસ કાપી દીધી. પણ કુદરત જાણે કે એટલું આસન મોત પણ તેને આપવા મંજૂર ન હતી. તૃપ્તિ બચી ગઈ અને થોડોક સમય જાણે કે તેના ઘરવાળા પણ બધા શાંત થઈ ગયા. 

તૃપ્તિ માંડ માંડ ડિપ્રેશનથી બહાર નીકળી શકી. ફરી નવેસરથી જીવવાનું શરૂ કર્યું ત્યાં જ ફરી એક વખત તૃપ્તિનાં જીવનમાં માતૃત્વની આશ બંધાણી. આ વખતે પહેલા અનુભવને ધ્યાનમાં રાખી ઘરનાં સહુએ પૂરતું ધ્યાન અને સારસંભાળ રાખી તૃપ્તિની. હવે તૃપ્તિ પણ જાણે કે મક્કમ થઈ નવા મહેમાનને આવકારવા સજ્જ થઈ પળ પળ એ નાનકડા જીવને પોતાનામાં વિકસતું અનુભવી ખુશ થતી.

આખરે એ સમય પણ આવી ગયો અને તૃપ્તિએ એની નાજુક નમણી સુંદર પ્રતિકૃતિ સમી દીકરીને જન્મ આપ્યો. દીકરી આવી અને જાણે કે ફરી પાછું એ જ મહેણાં ટોણાનું દુષ્ચક્ર શરૂ થઈ ગયું સાસુજીનું. 

તૃપ્તિ ઘણીવખત વિચારતી કે આખરે અંત શુ આનો? શું ક્યારેય બેઘડી શાંતિ મળી શકશે ખરા તેને! ક્યારેક તો તેના મનની લાગણી સમજી તેના પતિ બેઘડી પાસે બેસી કૈક બે ચાર શબ્દો કહે પ્રેમનાં. કામની વ્યસ્તતાને લીધે તેના પતિ વધુ ધ્યાન આપી શકતા નહિ તૃપ્તિ કે દીકરી આસ્થા તરફ.

અચાનક ફરી એક દિવસ એવો ઊગ્યો તૃપ્તિનાં જીવનમાં કે ફરી તેનું જીવન ડહોળાઇ ગયું. (ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational