Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Tragedy

3  

Vijay Shah

Tragedy

નબળા હ્રદયનો

નબળા હ્રદયનો

2 mins
6.9K


પ્રકાશ ધીમેથી બોલ્યો. “મારી પાસે એક રીવોલ્વર છે. અને ત્રીસ ગોળીઓ છે. ઓગણત્રીસ માણસોનું લીસ્ટ હતું. તારું નામ ત્રીસમું છે.” ફીલ્મોમાંથી પ્રેરણા લઈને જાણે સંવાદ બોલતો હોય તેમ તે બોલ્યો.

       સતીશ સહેજ ખચકાયો ધીમે રહીને એણે જવાબ આપ્યો “આગળના 29 જણા જીવે છેને ?”

       જવાબમાં પ્રકાશ ખડખડાટ હસ્યો. એના હાસ્યના પડધા સતીશના પેટમાં ઉંડે ઉંડે ઉતરતા જતા હતા. એણે ધીમે રહીને ફોન મુકી દીધો. ફરી પાછી ફોનની ઘંટડી રણકી. રણકતી રહી… લાંબા સમય બાદ એણે ફોન ઉપાડ્યો. ઘડકતા અવાજે તે બોલ્યો “હેલો…” સામેથી સ્મિતા ઘુંઘવાયેલા અવાજે બોલી “ શું કરતો હતો. આટલી બધી રીંગ વાગી તો પણ…”

“મને એમ કે પ્રકાશનો ફોન છે.”

“શું કયું એણે ?”

“કંઈ નહીં એણે ઘમકી આપી ગાંડો માણસ છે. એટલે જ તો બીક લાગે છે. એને તો કંઈ નહાવું નીચોવવુ નહીં. બે ત્રણ દિવસ જેલમાં આંટો મારી આવે તો પણ કંઈ ફેર ન પડે. પણ આપણી તો હાલત બગડી જાય ને ?”

       “સારું હવે બહુ વિચાર કર્યા વિના ઘરે નકળી આવ પુંજિતને બહું તાવ ચઢ્યો છે.”

“ભલે” સતીશે ફોન મુકી દીધો.

       ફરી ઘંટડી વાગી યંત્રવત સતીશે ફોન ઉપાડ્યો… ”હેલો !” એજ ખડખડાટ હાસ્ય… પછી પ્રકાશ બોલ્યો “તું કહેતો હતોને કે એ 29 જીવે છે કે પહોંચી ગયા. તુ પહેલો જઈશ. તારી સાથે તે બધા આવશે… હા… હા… હા… સતીશ… તું લાંબુ નહીં જીવે... તારી પાછળ જ અજય, સરોજ, પંક્તિ, જયોતિ – સ્પંદન – શિરાઝ – ઝરીના. બધા આવશે… રોજ એક પછી એક.”

       “પ્રકાશ તારી પાછળ જો એક પોલીસ ઈન્સ્પેક્ટર તારી રાહ જોઈને ઉભો છે. તુ સૌથી પહેલા એનું ખુન કર. એટલે એક ગોળી ઓછી થઈ. એ ગોળી મારી હશે.”

“સતીશ તું શું બોલે છે તેની તને ખબર છે ?”

“હા તારા ફોન પછી મેં પોલીસ સ્ટેશને ફોન કર્યો હતો… કદાચ આજ કારણે તને મારો ફોન એંગેજ મળ્યો હશે. તને ખબર છે પોલીસ સ્ટેશન તું જયાંથી ફોન કરે છે. ત્યાંથી એકજ ઘર દુર છે. મેં એ પાછળ જોયું છે.”

 “તું જુઠુ બોલે છે. ત્યાં કોઈજ નથી. હવે આગળ સંભાળ તારુ ખુન હું એટલા માટે કરવા માગું છું કારણ કે તેં મિત્ર તરીકે મને ઉંચો લાવવાની કોશિષ નથી કરી. મને અપમાનિત નથી કર્યો તો માન પણ નથી આપ્યું હું ઉતરતો છું એમ વારંવાર અહેસાસ કરાવ્યો છે. આ દરેક અહેસાસ મને જેણે જેણે કરાવ્યા છે. તેમને દરેકને હું છોડવાનો નથી.“ એણે ફોન મુકી દીધો.

       સતીશે થોડાક વિચાર કરીને ફોનના ડાયલ પરના નંબર ફેરવવા માંડ્યા. પ્રકાશ ધીમે રહીને પાછળથી આવીને ઉભો રહ્યો હાથમાં કશુ નહોતું જેવો સતીશે ફોન મુક્યો અને પાછો વળ્યો અને પ્રકાશ ખડખડાટ હસ્યો… નબળા હ્રદયનો સતીશ તરતજ ઢળી પડ્યો!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy