Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pravina Avinash

Inspirational

2  

Pravina Avinash

Inspirational

ચાલો રસોડામાં

ચાલો રસોડામાં

2 mins
7.6K


નવી પરણેલી ખુશી આજે પહેલી વાર રસોડામાં પ્રવેશી.

ઉમંગ જોઈ રહ્યો. ખુશી, નાખુશ થાય તે એને પસંદ ન હતું.

નાસ્તાની તૈયારી કરી ખુશી કપડાં બદલવા રૂમમા ગઈ.

મમ્મીએ પણ એ બધી વાનગી બનાવી હતી. ઉમંગે મમ્મીને બધું

સમજાવી દીધું હતું.  સર્વિંગ બાઉલમાં ભરી ડાઈનિંગ ટેબલની ફરતે

બધા ગોઠવાયા. સહુ ખાતા જાય અને વખાણ કરતાં જાય.

ખુશી, બોલી કાંઈ નહી પણ દાળમાં કંઈક કાળું છે તેમ અનુભવ્યું.

ઉપમા સજાવીને બધાની ડિશમાં ખુશીએ પિરસ્યો. શણગાવેલા

મગ ઉપર કોથમીર ભભરાવી. મસાલાની પુરી બધી દડા જેવી ફુલેલી હતી.

પપ્પા આવો સરસ નાસ્તો જોઈ ખુશ થયા. ઓફિસે જવા નિકળ્યા. મમ્મી બજારે

જવા પપ્પા સાથે ગાડીમાં ગઈ.

ખુશી, ઉમંગની નજીક આવી . બોલ તેં શું કારસ્તાન કર્યા હતા.

સાચું કહું કે ખોટું બોલું.

ખોટું તું મારી આગળ બોલીશ નહી મને વિશ્વાસ છે.

જો, ખુશી તું પહેલી વાર નાસ્તો બનાવી બધાને રિઝવવાની હતી. મને ખબર

છે, ઉપમા તને ભાવે છે ખાતા આવડે છે બનાવતાં નહી ! શણગાવેલાં મગ તેં

પ્રેશર કુકરમાં મૂક્યા, ખલાસ બફાઈને લોંદો થાય તેની ૧૦૦ ટકાની ગેરંટી.

તું પૂરી બનાવે તો નાક, કાન નિકળે યા ભારત અને ચીન નો નકશો જણાય.

મેં મારી મમ્મીને સાનમાં સમજાવી દીધું હતું. તું તૈયાર થવા ગઈ .

ખુશી તું જાણે છે પોણો કલાક થયો. તને તૈયાર થતાં ઓછામાં ઓછો એટલો

સમય તો લાગે ,એ સમયમાં મમ્મીએ બધું બનાવી સર્વિંગ બાઉલમાં મૂક્યું.

ડીશમાં ગોઠવી સહુને ખવડાવી વિદાય કર્યા.

મમ્મીએ મને ચેતવણી આપી હતી. ખુશીને શું જવાબ આપીશ !

ઉમંગ હસતાં બોલ્યો ખુશીની આંખમાં આંસુ આવે એના કરતાં તે મારા પર નારાજ થાય

એ હું ચલાવી લઈશ.

મમ્મીએ કહ્યું,’ ધીરે ધીરે હું ખુશીને બધું શિખવી દઈશ, ઉમંગ તું જોતો રહી જઈશ. ખુશી મારા

કરતાં પણ સુંદર અને સ્વાદિષ્ટ બનાવશે’ !

બોલ મારી રાણી, તું જે સજા આપે તે ભોગવવા તૈયાર છું.’

ઉમંગને ભેટી જોરદાર ચુંબન ચોંટાડી દીધું !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational