Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manisha Joban Desai

Others

2  

Manisha Joban Desai

Others

સ્વપ્ન-માળો

સ્વપ્ન-માળો

14 mins
1.4K


સ્વપ્ન-માળો

સીરોહી ઝડપથી રેલવેસ્ટેશને પગથિયાં ચઢતી સામેનાં પ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેન તરફ દોડતી પહોંચી. આજે ઉત્વન, એનો સોળ વર્ષનો દીકરો બારમાંની પરીક્ષા આપી રહ્યો હતો એની તૈયારીમાં મોડી પડી હતી. ઓફિસ છેક ચર્ચગેટ અને પાર્લાથી રોજ ટે્નમાં જવાનું. રોજનાં સાથીદારો ટ્રેનમાં દાખલ થતાની સાથે.
'....ઓહો... ઓહો... આજે અમને થયું કે રજા જ લીધી લાગે છે.'

‘અરે ના, રજા તો મેં ઉત્વનની પરીક્ષાનાં વાંચવાનાં દિવસો વખતે લઇ લીધી હતી એટલે હવે તો ઓફિસ અટેન્ડ કરવી જ પડશે. રોજનાં સમયે ભેગા થતાં ટ્રેનનાં મિત્રો એકબીજાનાં સુખ - દુઃખનાં પ્રસંગોની વાતો વહેંચતા આનંદથી ટ્રેનમાં સફર કરતાં અને સીંગલ-ડીવોસી મધર સીરોહી પારેખને પણ જાણે આ ગૃપ એક ફેમિલી સમાન લાગતું હતું. પોતાનાં શહેરથી અહીંની મલટીનેશનલ કંપનીમાં તેર વર્ષથી જોડાઈ હતી. બારીમાંથી બહાર જોતાં જાણે જિંદગીનાં વરસો પસાર થઇ રહયા હોય એમ અનુભવી રહી હતી. દીકરો સારી રીતે ભણીને પોતાની જિંદગીમાં સરસ રીતે ગોઠવાય જાય એજ મુખ્ય ધ્યેય સાથે મક્કમતાથી બધું ભૂલી સમય સાથે વહ્યે જતી હતી.
સ્ટેશન આવતાં જલ્દીથી ઓટો લઇ ઓફિસ પહોંચી. નાનકડી કેબીનમાં બેસી ઇ-મેલ ચેક કરતાં જરા અટકી અને ફરી ધ્યાનથી જોતાં કલ્પન વોરા નામ વાંચી ઇ-મેલ ખોલી વાંચવા માંડી. જલગાંવથી એનું કામ પતાવી આ શનિવારે આવી રહ્યો હતો અને સાથે નવાં સોફ્ટવેર વિશેની માહિતી સેન્ડ કરી હતી.

કલ્પન... યાદમાં એક ઠંડો મીઠો અહેસાસ ફરી વળ્યો અને સીરોહીએ 'વેલકમ, રાહ જોઇશ'નાં મેસેજ સાથે થૅન્કસનો રિપ્લાઈ કરી દીધો. આંખ સામે કલ્પનની પહેલી મુલાકાત...

'કલ્પન એને માથેરાનની ટુર વખતે રિસોર્ટમાં મળ્યો હતો. કલ્પન કંપનીની મીટીંગ માટે આવ્યો હતો. સીરોહી એની મહિલા સાહિત્ય ક્લબની સ્થાપનાં પાર્ટી માટેની આયોજિત ટુરમાં ગઈ હતી. ચાર દિવસનાં સાહિત્ય-ઉત્સવમાં પહોંચી અને બહાર ગાર્ડનમાં ઊભી સૂર્યનાં કિરણોની લાલાશ, ઉડતા પંખી અને ખીલેલા ફૂલોની મહેક લેતી શિયાળાની ઠંડી હવામાં શાલ ઓઢી બેન્ચ પર બેઠી હતી. એટલામાં સામેથી વોક લેતા કલ્પન પસાર થયો અને 'ગૂડ ઇવનિંગ' કહેતા સ્માઇલ આપ્યું. એણે પણ 'ગૂડ ઇવનિંગ' કહી હાથ ઉંચો કર્યો. બે-ત્રણ રાઉન્ડ મારી કલ્પન આવ્યો અને સીરોહીને કહ્યું, 'બહુજ સરસ વેધર છે, મુંબઇમાં તો આવું જોવા તરસી જઈએ.'

'હા... સાચ્ચેજ!' અને જનરલ ઈન્ટ્રો કરી આમતેમની વાતો કરવા લાગ્યાં. કલ્પન 'એક્સપર્ટ કોમ્પ્યુટર' કંપનીનો માલિક હતો અને સેમિનારમાં આવ્યો હતો. બે દીકરીઓ પંચગીની સ્કૂલમાં હતી. અને વાઇફ બે વર્ષ પહેલા એક્સપાયર થઇ ગઇ હતી. કલ્પને પૂછ્યું, 'સોરી, પણ એકલાં રહેવાનું કોઈ કારણ?'

'ડિવોર્સ'
'ઓકે, લાઈફ છે ચાલ્યા કરે. વેલ! તમારો કુદરતનાં સાનિધ્યમાં બેસી પ્રકૃતિને માણવાનો શોખ બહુ ગમ્યો. હું પણ એકલો ઘણીવાર ડ્રાઈવ કરી ફરવા નીકળી જાઉં ને દીકરીઓને મળી આવું.'

'હ પરમ દિવસે સવારે અહીંથી એકલોજ ડ્રાઈવ કરી મુંબઈ નીકળીશ.'
'ઓહ, નાઇસ' અને એટલામાં ડિનર માટે એની ફ્રેન્ડનો મેસેજ આવ્યો.
કલ્પને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપતાં કહ્યું, 'મુંબઈ પહોંચી ટચમાં રહેજો. અમે નવી ફ્રેન્ડ્સ-ક્લબ પણ શરુ કરી છે અને પાર્લા વિસ્તારનાં પણ ઘણાં મિત્રો છે. હું વોર્ડન રોડ રહું છું. મહિનામાં એકવાર બધાં ભેગા થઈએ અને નાની પીકનીક જેવું કરીયે.' 'થેન્કસ, આમતો હું ઓફિસ અને ઘર હેન્ડલ કરવામાં એવી બીઝી હોઉં કે ભાગ્યેજ સોશીઅલ રહેવાય અને દીકરાનું પણ સ્ટડી અને ક્લાસ સાથે જમવાનું અરેન્જ કરવાનું હોય.'

રૂમ તરફ જતાં કલ્પન, 'ઓહ તમારો મોબાઇલ નંબર નોટ કરી દઉં. કંઈ વાંધો તો નથીને?' અને હસીને સીરોહીને જોવા માંડ્યો. સીરોહી જરા ખચકાટથી નીચું જોઈ ગઈ અને ફોન નંબર આપ્યો. અને.. આવીને સાહિત્યકારો બધા ગોળ ટેબલ પાર બેસી જાત જાતની વાતો કરી રહ્યા હતા. ત્યાં બેસી ઇન્વોલ્વ થવા પ્રયત્ન કરવા માંડી. બીજા દિવસનાં પ્રોગ્રામ વગેરે ડિસ્કસ કરતાં પ્રાચીબેને પૂછ્યુ, 'શું છે સિરોહી આજે ખોવાયેલી લાગે છે ?તબિયત બરાબર છે ને ?'

પણ... સીરોહીને પોતાને પણ ક્યાં ખબર હતી કે લાલ આકાશી રંગ અને સાથે કલ્પનનાં હસતા ગાલો પરની રંગત એક થઇ એની આંખોમાં ઉતરી ગઈ છે અને આંખો શરમાઇને ઝૂક્યા કરે છે. ડીનર પતાવી નીકળતાં હતાં ત્યાં લિફ્ટ પાસે ફરી કલ્પન અને સાથે બીજા બે જાણ ઉભા રહી વાત કરતાં હતાં અને સીરોહીને જોતાં, 'બાય ગુડનાઇટ' કર્યું. સીરોહી એની સાથેનાં રૂમમેટ પ્રાચીબેન થોડા આગળ નીકળી ગયેલા પણ ગભરાટથી ધીમું 'ગુડ નાઇટ' કહી એનાં રુમ તરફ આગળ વધી ગઈ. પાછળ ફરી એકવાર ફરી જોવાની એટલી ઈચ્છા થઇ હતી પણ સ્વભાવગત શરમાળપણું અને જિંદગીનો કડવો અનુભવ યાદ આવી જતાં એકદમ ઝડપથી રૂમમાં જતી રહી.

ફ્રેશ થઇ નાઈટલેમ્પ ચાલુ કરી બુક લઈ વાંચવા બેઠી, કોમ્પ્યુટર પર થોડું તૈયાર કરી રાખ્યું હતું તે પેનડ્રાઈવ પર સ્ટોર કરી થોડીવાર પ્રાચીબેન સાથે શિડ્યુલ ડિસકસ કરી ઉંઘવાની તૈયારી કરી અને જુવે છે તો વોટ્સઅપ પર કલ્પનનો સ્વીટડી્મનો મેસેજ અને એક ઊંડો શ્વાસ નીકળી ગયો હૃદયનાં એકાંત પીંજરામાંથી ને એ જ પીંજરામાંથી ઝીણો પંખીનો કલરવ જેવો કલ્પનનો અવાજ અનુભવતી ઉંઘી ગઈ. સવારથી પ્રોગ્રામ અટેન્ડ કરી રહી હતી ને સ્વીચઓફ રાખેલા મોબાઇલને અથડાઇને કલ્પનનો મેસેજ વળી જવાનો હોય એવી વ્યગ્ર થઈ ગઈ હતી. એકદમ લાઇવ વ્યક્તિત્વવાળા કલ્પનનું બોલકાપણું એનાં ચહેરા પર આછું સ્મીત લાવી દેતું હતું. લંચ સમયે બુફેની ડીશ લઇ ઉભી હતી અને મોબાઈલ ઓન કરી જોયું અને એનાં આશ્ચર્ય વચ્ચે એક પણ મેસેજ નહોતો અને પાછળથી અવાજ આવ્યો.

'મારા મેસેજની રાહ જોતાં હતાં? પણ હું એટલો બીઝી થઇ ગયો હતો.' અને સીરોહી એકદમ ગભરાઈને 'ઓહ... ના... હા... જસ્ટ હું તો....' બોલી અને કલ્પન હસી પડ્યો. સિરોહી ગભરાઈને આજુબાજુ જોવા માંડી.

'મારુ મેસેજ કરવું ગમ્યું કે કેમ એતો જણાવો ?' અને સીરોહીએ કલ્પન સામે જોઇ આંખો ઝુકાવી દીધી. ડીશ લઈને ફરી પોતાનાં ટેબલ પર જતાં કલ્પનને બાય કહ્યું. જમતી વખતે કલ્પનની નજર એને જ જોઈ રહી હતી અને સામેનાં ટેબલ પર મૂકેલા ફૂલોની આડાશમાં થોડી વારે છૂપાઇ જતો કલ્પનનો ચહેરો શોધતી નજરને જેમતેમ સમજાવી રહી હતી. થોડીવાર પછી કલ્પન એનાં સેમિનાર હોલમાં જતો રહ્યો હતો અને સીરોહી પોતાનાં સાહિત્ય સંવાદમાં વ્યસ્ત થઈ ગઈ. સાંજ થતાં વિચાર આવી ગયો કે સવારે તો કલ્પન મુંબઇ જવા નીકળી જશે અને પોતાનાં આ વિચાર પર આશ્ચર્ય અને ગુસ્સો પણ આવ્યો. આમ કોઇ અજાણ્યા માટે આકર્ષણ.....અને ધીરેથી ફોન ઓન કર્યો

કલ્પનનો મેસેજ હતો. જલ્દીથી મેસેજ જોયા વગર ફોન ઓફ કરી રૂમમાં જઈ ફ્રેશ થઇ બધા વિચાર ભૂલી, આંખ બંધ કરી ગાયત્રીમંત્ર બોલવા લાગી. થોડીવાર પછી સ્વસ્થ થઈને બાલ્કનીમાં ઊભી રહી. એકદમ ઠંડા પવનની લહેરખીમાં ઉડતી લટોને સરખી કરતાં એની નજર સામે ગાર્ડનની રેલીંગ પાસે કોઇ સાથે વાત કરી રહેલાં કલ્પન પર પડી. એ વારંવાર ઉપર જોઇ રહ્યો હતો. સીરોહી જલ્દીથી અંદર જતી રહી એટલામાં રીંગ વાગી. પ્રાચીબેન એક કલાક પછી રીસોર્ટનાં મીની થીયેટરમાં ગૃપનાં સાહિત્યકારની વાર્તા પરથી બનેલી ઓફબીટ ફીલ્મ જોવાનાં હતાં. અને ડીનર માટે જલ્દી બોલાવતાં હતાં. તૈયાર થઇને નીકળી રહી હતી કે કલ્પનનો ફોન અને 'હેલો....'

'મેસેજ નથી જોયો હજુ? સૂરજની લાલાશ અને પંખીના અવાજો વચ્ચે રાહ જોઇ ઊભો હતો ખબર નહીં ફરી આવી મોસમ અને આવો સાથ હોય કે નહીં?'

'જરા બીઝી હતી.' અને વાત કરતાં કરતાં રુમ લોક કરી નીચે લોબીમાં પહોંચી અને સામેથી કલ્પન આવતો દેખાયો અને બંને ફોન બંધ કરી હસી પડ્યા. સીરોહીએ કલ્પનને ફીલ્મ જોવા આવવા માટે આમંત્રણ આપ્યું.

કલ્પને કહયું, 'મને એમ આપણે સાથે ડીનર કરતે અને ખૂબ વાતો કરતે તમારી સાહિત્યની વાતો સાંભળવાનું પણ ગમત.'

'એવું તો શક્ય નથી બધા સાથે છીએ, પણ તમે ફીલ્મ જોવા આવી શકો. રીસોર્ટનાં ગેસ્ટ માટે પણ રિસેપ્શન પર એડ મૂકી છે.'

'યા, એ પણ નાઇસ આઇડિયા છે.' અને ફીલ્મ જોઇ બંને ગૂડ નાઇટ કહી છૂટાં પડ્યાં.

બસ....આવી નાનકડી મુલાકાત બંનેના દીલમાં મીઠી યાદ બની ગઈ.

મુંબઇ આવીને રેગ્યુલર ગુડ વીશીશનાં મેસેજ કરતાં. એ વાતને પણ ચાર મહીનાં વીતી ગયાં હતાં. અને સીરોહીની બર્થડે વખતે મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી કલ્પને. બે-ત્રણ સીટીની ટૂર પતાવી આવશે ત્યાં સુધીમાં દીકરાની પરીક્ષા પતી જશે અને ઘરે ગુપમાં જમવાં ઇન્વાઇટ કરીશ એવું વિચારતાં યસનો ઇ-મેઇલ કરી દીધો હતો.

કામ ફીનીશ કરતાં લંચનો સમય થયો અને દીકરાનો ફોન રીસીવ કરતાં એકદમ સારા એકઝામ પેપરનાં ન્યુઝ સાંભળી ખુશીથી ઝૂમી ઉઠી. 'હાશ! સારા માર્ક આવી જાય તો મેડીકલ લાઇનમાં ડોનેશન વગર એડમીશન મળી જાય.' નહીંતર આટલાં પૈસા ક્યાંથી લાવીશ વિચારી ઉદાસ થઇ જતી. એનાં શહેરમાં ભાઇની નાની કાપડની દુકાન હતી અને પત્ની, બે બાળકો સાથે માની જવાબદારી પણ નીભાવતો.

ગામનું ઘર વેચાયું એમાંથી ત્રણ બેડરૂમનો ફલેટ લીધેલો અને સીરોહીનાં લગ્ન વખતે કરેલો ખર્ચ. માસ્ટર ડીગ્રી ભણેલી સીરોહીનું દીલ ડિવોર્સને કારણે પોતાનાં શહેર પરથી ઉઠી ગયું હતું અને ત્રણ વર્ષનાં દીકરાને લઈ મલ્ટીનેશનલ કંપનીની જોબ અને રહેવાનું મળી જતાં અહીં આવી ગયેલી. કાકાનું ઘર પણ મુંબઇમાં જ હોવાને લીધે ઘણો સપોર્ટ મળી રહેતો. શરૂઆતમાં સાથે રહેવા આવી કાકીએ પણ ખૂબ સપોર્ટ કર્યો. પછી ઉત્વનને બેબી સીટીંગમાં મૂકી આવતી. બચત કરતાં એક બેડરૂમનો ફલેટ લઇ સારા એરીયામાં આવી ગઇ હતી. પતિની દારૂ પીવાની આદત અને ખરાબ સ્વભાવનાં અસહ્ય ત્રાસને લીધે બસ, મારા નસીબમાં પ્રેમજ નથી એમ માની એકધારી અલિપ્ત જિંદગી જીવી રહી હતી. બધાએ ફરી લગ્ન માટે ખૂબ સમજાવી પણ સીરોહી મક્કમ મને આગળ વધતી ગઇ. ડિવોર્સ વખતે દીકરાનાં નામે સારા એવાં પૈસા મૂકાવ્યા હતા. એમાંથી એનાં ભણતર અને ઉછેર ખૂબ સારી રીતે કરી રહી હતી.

ઘરે પહોંચી જમવાનું તૈયાર કરતાં દીકરાની બીજા દિવસનાં પેપરનાં પ્રશ્નો પણ મોઢે લઇ રહી હતી. અને જમવા બેસતાં હતાં ત્યાં બાજુવાળા સાઉથ ઈન્ડિયન કપલ શ્રીમાલા અને કૂરૂવરમ એનાં સનને લઇ વીશ કરવાં આવ્યાં. એનો સન પવઇ ભણતો હતો અને હૈદ્રાબાદ ઘરે ગયેલા ત્યાંથી પ્રસાદ લાવેલા એ આપી ઉત્વનને એકઝામની ટીપ્સ આપતાં હતાં.

સીરોહીનું મન એકદમ ભરાઇ આવ્યું અને કૂરૂવરન 'અરે, સીરોહી તુમ ઇતનાં હીંમતવાલા લડકી, પાંચ સાલમેં તો આપકા ઉત્વન ડોકટર હો જાયેગા. ઐસે આંખમે આંસુ નહીં લાનેકા. મૈ તો હૈદરાબાદમેં મેરી કઝીન કો સસુરાલમેં તકલીફ ચલ રહી હૈ તો તુમ્હારા મીસાલ દેતા હૈ,ઓર તુમ અકેલા થોડા હૈ અપનાં સબ પડૌસી લોગકા વીશીશ ભી તુમ્હારે સાથ હૈ' એટલે શ્રીમાલા એને બોલતો રોકતાં 'ક્યા ક્રુરૂ તુમભી ભાષણ દેને લગ ગયા, લેડીઝોકા મન એકદમ સેન્સીટીવ હોતા હૈ ઐસેહી રો દેતા હે કભી..'

'ઠીક હે, ઠીક! હે ચલો ઉત્વન અચ્છા એકઝામ દેનાં.' કહીને ઘરે ગયા. અને એમનાં ગયા પછી ઉત્વન કહે, 'મમ્મી હું એક્ઝામ પતે એટલે શ્રીરંગ સાથે ગ્રૂપમાં ટૂર પર જવાનો છું.' ‘અરે, પણ મેંતો મારા બર્થડે પર મારા ગૃપ અને ટે્નનાં મિત્રોને બોલાવ્યા છે બધા તને પણ મળવાં માંગે છે.'

‘ફરી કોઇવાર મળી લઇશ આ વખતે તું ફેન્ડસ સાથે સેલીબ્રેટ કરી લે!' કહી ઉત્વન રૂમમાં જતો રહ્યો.

અને સીરોહી બેડમાં સૂતાં વિચારે ચઢી ગઈ. કલ્પનને ગૂડ નાઇટનાં મેસેજ સાથે ઉત્વનની એકઝામનાં ન્યૂઝ શેર કર્યા અને ટૂર પર જવાનો હોવાથી ઘરની બર્થડે ગૃપ પાર્ટી કદાચ કેન્સલ કરવાનો મેસેજ કરી ઉંઘમાં સરી ગઈ. કલ્પનનો સવારે મેસેજ આવ્યો; 'આ વખતની તારી બર્થડે સરપ્રાઈઝ પાર્ટી મારા તરફથી.' પણ સીરોહીનું મન અંદરથી ગભરાઇ રહ્યું હતું. બધાની સાથે મેળવી એ ઉત્વનનો ભાવ પારખવા માંગતી હતી. ક્યાંક યુવાનીમાં ડગ માંડતાં દીકરાનાં મન પરથી ઉતરી નહીં જાય.

એકઝામ પતી એનાં એક વીક પછી ઉત્વન ટૂરમાં નીકળી ગયો. કલ્પને સીરોહીને સાથે પંચગીની ફરવા જવાની ઇચ્છા વ્યકત કરી અને સીરોહી 'એકલાં? આપણે બેજ?’ પૂછયું અને થોડી સેકંડ માટે વચ્ચે ચૂપકીદી છવાઇ ગઈ. એટલે કલ્પને કહ્યું, 'સીરોહી તેં તારી જાતને એક કોચલામાં પૂરી દીધી છે. મિત્ર સાથે નવી દ્રષ્ટિએ આ બહારની દુનિયાને જો. જિંદગી તને કેટલી ખુશી આપવા તત્પર છે અને તું એ બધાથી મોઢું ફેરવી તારી જાતને સજા આપી રહી છે?'

'એવું નથી કલ્પન, જિંદગી ગોઠવવામાં મારું અસ્તિત્વ અને ઈચ્છાઓ કયાં ધરબાઈ ગયાં ખબર જ નહીં પડી. તારું મળવું અને આટલા દુઃખ, ટેન્શન સાથે વ્યકિતત્વમાં જે જીવવંતતા છે એમાં હું પણ લાગણીઓનાં પડળ તોડી વહી નીકળી અને મારા સ્વને પામી છું. તે જે રીતે મારા ઉદાસીન પ્રતિભાવોને હસતાં હસતાં સહ્યા છે, અને માનસે? મેસેજ વાંચતાની સાથેજ સ્મિત આવી જાય છે, જાણે તારી લાગણીઓને સહારે નવપલ્લવિત વેલની જેમ વિકસતી જાઉં છું. મારા બર્થડે પર આપણે અહીંજ ક્યાંક મળીને સેલીબ્રેટ કરશું સૌથી પહેલી વીશ તારીજ રીસીવ કરીશ.'

'ધેટ્સ નાઇસ, વેઈટિંગ ફોર ધ પ્રેસીયસ ડે' અને એ દિવસ પણ આવી ગયો. સવારમાં સાડા દસેક વાગ્યે એ તૈયાર થતાં વર્ષોથી ભૂલાઇ ગયેલું કાજલ અને આછી લિપસ્ટિક લગાવી, ચમકતી નાની બીંદી અને પીંક સાડી પહેરી. ખાનામાંથી નવો ગ્લાસ અને નવી ટ્રે કાઢીને ટેબલ પર ગોઠવી. ટીવી ઓન કરી ડીશમાં વેલકમ માટે જાતે બનાવેલી સ્વીટ અને સાબુદાણાનાં વડા તૈયાર કરીને ટીશ્યૂ પેપર પર મૂકી ગેસ બંધ કરતી હતી ને લીફ્ટ ઊભી રહેવાનો અવાજ સાંભળી કાન એકદમ ડોર પર રાખી ખુરશી પકડી બે મીનીટ થંભી ગઈ. જોરથી ધડકી રહેલા દિલનું ધક ધક હવામાં લહેરાઇ ગયું હતું. ને ડોરબેલ વાગી. ઉડતું મન અને ધીમા પગલે ડોર ખોલ્યું અને સામે કલ્પન હાથમાં ફૂલોનો બૂકે લઈ ઊભો હતો. અપલક સ્થિર ઉભી રહી અને 'મેની હેપી રીટન્સ ઓફ ધ ડે' સાંભળી 'થેન્કસ, વેલકમ' કહી હાથમાંનો બૂકે સોફા પર મૂકતાં વીશ કરવાં લંબાયેલા હાથમાં હાથ મૂકી કલ્પનનો હાસ્યથી ચમકતો ચહેરો જોઇ રહી.

'એકદમ સુંદર લાગે છે. બહુ સરસ વાનગીની સ્મેલ આવે છે ને?' હા, મેં બનાવ્યું છે તને ભાવશે.'

‘જલ્દીથી લાવ. આજે આખો દિવસ આપણે મારી ઓફીસ જઈને ઘરે અને પછી ફરવાનો પ઼ોગ઼ામ બનાવ્યો છે.' જલ્દીથી નાસ્તો ટેબલ પર મૂકીને સામે બેઠી. કલ્પને નાસ્તો કરતાં સ્વીટનો ટૂકડો સીરોહીને ખવડાવી પ્રેમભરી નજરે જોતાં કહ્યું, 'આમજ આવનારા જીવનમાં મીઠાસ રહે' અને સીરોહીએ પણ વીશ કર્યુ. અને બંને ઓફીસની વિઝીટ લઇ ઘરે પહોંચ્યા. પહેલા મધરનાં રૂમમાં લઈ જઈ મેળવી. ઝીણી આંખે જોતાં ચહેરાની કરચલીમાં હાસ્યની રેખાઓ પ્રસરી ગઈ અને સીરોહીને જન્મદિવસનાં આશીર્વાદ આપતાં કલ્પન સામે ફરી નાનકડું સ્મિત રેલાવી દીધું. અને એનો રુમ બતાવવા લઇ ગયો. સુંદર રીતે સજાવેલ રૂમની બારી પાસે ઉભા રહી કલપને સીરોહીનાં ખભા પર હાથ મૂકી નજીક લેતાં કહ્યું, 'આજે આ ઉછળતો દરિયો તું સાથે છે એટલે મારા દિલને ભીંજવી રહ્યો છે. તું પણ ઉછળતી નદી બની મારા દિલની લહેરોમાં સમાઇ જાને! અને સીરોહીની આંખોમા જોઇ રહ્યો. એની પત્નીનાં ફોટા પાસે લઈ જઈને કહ્યું, ‘આજે મને મારો ખોવાઇ ગયેલો પ્રેમ અને સાથ પાછો મળી ગયો હોય એમ લાગે છે.'

'પણ... કલ્પન ,આપણાં બાળકો આ સંબંધ સ્વીકારશે?’

‘આપણે કોઇની પરમિશન લેવાની જરૂર નથી અને જણાવવાની પણ શું જરૂર છે? ધીરે રહીને એ લોકોને ભેગા કરીએ અને પછી વાત. ચાલ આજે ફરવા નીકળી જઇએ.' અને કારમાં વાતો કરતા બંને દૂર સુધી નીકળી ગયા અને વાતો કરતા રહયા. ગ્રીનરીમાં ચાલતાં ચાલતાં થોડી થોડી વારે અટકીને સિરોહીની સામે જોઈ રહેતા કલ્પનને મીઠી નજરથી ટોકતાં સીરોહી બોલી,

‘એકદમ ટીનેજ છોકરા જેમ કેમ કરે છે?'

‘અરે, મને તો તારો હાથ હાથમાં લઇ આ લીલી લીલી વનરાઈઓમાં વેલોથી લપેટાઈને આપણી વચ્ચે ફૂલોનો સંવાદ કરવાનું મન થાય છે!'

‘તું તો કવિ જેવી વાત કરે છે.'

‘હા, તું ગંભીર લેખોનું સાહિત્ય લખતી વાંચતી હોય તો આપણે તો મૌનસભા ભરી હોય એવું લાગે.' સીરોહી ખડખડાટ હસી પડી અને કલ્પન એને બંને હાથોમાં જકડી આંખોમાં જોતો રહ્યો. સિરોહીનાં શ્વાસોનું કંપન અને ઝૂકી જતી આંખોને શ્વાસમાં ભરી લીધા અને ધીમેથી દૂર થતા 'આવેગો પર કાબૂ રાખવો બહુ મુશ્કેલ લાગે છે.' અને બંને ફરી કારમાં બેસી વચ્ચે એક હિસ્ટોરિકલ પ્લેસ જોવા ઉભા રહયાં અને સાંજે જલ્દી ડિનર લઇ હોટેલની શોપમાંથી સીરોહીને માટે નાનકડું પેન્ડન્ટ લઇ ગિફ્ટ કર્યું.

'થેન્ક્સ પણ આની શું જરૂર હતી?'

‘એને મારી હંમેશા તારા હૃદય સાથે જડાઈ રહેવાની ઉત્કટ ઈચ્છા જ સમજ.' ઘરે પહોંચી કારમાંથી ઉતારતાં કલ્પને કહ્યું, ‘આજ રીતે મળતી રહેજે, ગુડ નાઈટ.' અને સીરોહી 'ગુડ નાઈટ' કહી બાય કરી એની કાર ગઈ ત્યાં સુધી દૂર જોતી ઊભી રહી.
અદમ્ય પ્રેમમાં રંગાતા વિચારોથી એકલી હસી પડતાં રુમ સરખો કરવા લાગી. અને ઉત્વનને ફોન જોડી ફરી ટુરનાં સમાચાર પૂછ્યાં. આજનો ભરપૂર દિવસ યાદ કરતાં રાત એકદમ પહેલી વાર વધુ ખાલી ખાલી લાગવા માંડી અને મિરર સામે જાતને પ્રશ્ન પૂછતી ઉભી રહી. ‘કલ્પનનો સહારો એને નબળી તો નથી બનાવી રહ્યો?’ પણ પછી એકદમ પોઝીટિવ વિચારોમાં વહેતા મીઠી નિદ્રામાં સારી ગઈ. ઓફિસનું રૂટિન એજ હતું અને સમય કાઢી કલ્પન સાથે લાગણીભર્યો સંબંધ એક નવું મનોબળ આપતો હતો સિરોહીને.

ડાઇનિંગ ટેબલ પાસેના લેમ્પમાં ચકલીએ માળો બાંધ્યો હતો. આજુબાજુ ઉડાઉડ કરતી ચકલી અને ચકલાનું ચીં ચીં સીરોહીને નવા જીવનનાં સંદેશ જેવું લાગતું અને બેસી જોયા કરતી. ઉત્વન ટુર પરથી આવ્યો અને ઘરે બધા મિત્રોનું જમવાનું રાખ્યું. કલ્પન પણ આવ્યો અને ઉત્વન સાથે થોડી વાત કરી પણ ઉત્વન ખાસ કોઈ જોડે ઇન્વોલ્વ થતો નહિ. રિઝલ્ટ આવી ગયું અને ખુબ સારા પરસન્ટેજ આવ્યા. બાણું ત્રાણું ટકા પર પણ સારી કૉલિજમાં એડમિશન અટક્યું હતું એટલે ડોનેશનની વાત આવી ને ઉત્વન વિદેશની કોલેજોમાં ઓછી ફી સાથે રશિયામાં કોર્સ વિષે વિચારવા માંડ્યો. કલ્પનની ઓળખાણથી એક ટ્રસ્ટીની મેડિકલ સીટ પર બ્રિલિએન્ટ સ્ટુડન્ટ હોવાને કારણે એડમિશન મળી ગયું.

કલ્પનની દીકરીઓ આવી હતી અને દસમાં અને બારમાં ધોરણમાં દાખલ થયા હતાં. પછી પુના કે અહીં રહી આગળ સ્ટડીનું વિચારતા હતાં. સીરોહી અને ઉત્વનને એક દિવસ જમવાં બોલાવ્યાં અને ડીનર લેતા વાતો કરતા હતાં. પાર્લા રહે છે એમ જાણી નાની દીકરી 'ઓહ ઇટ્સ વેરી મિડલકલાસ એરિયા અને એની બેન તથા કલ્પન એની સામે સ્ટ્રિક્લી જોવા માંડયા. સિરોહીએ બંને દીકરીઓને ગિફ્ટ આપી અને થોડીવાર વાતો કરી ઘરે પાછા આવ્યા. બીજે દિવસે સવારે જમવાનાં ટેબલ પાસે ઊંચે જોતા ઉત્વન 'મમ્મી, આ ચકલી કેટલો અવાજ કરે છે અને કચરો પડે છે.' અને અણગમાંથી જોવા માંડ્યો.

‘ના, દીકરા એમ ન કહેવાય, કેટલી મહેનતતથી એનું ઘરનું સપનું સાકાર કરવાનો કલરવ કહેવાય.' સીરોહીને થોડી વિખરાઇને પડી જતી ડાળખી સરખી મૂકતાં જોઇ ઉત્વન બોલી ઉઠ્યો; 'મમ્મી તું તો તારા છોકરા હોય એવી કાળજી રાખે છે મારા કરતાં પણ વધારે.' અને આ સાંભળી સીરોહી એક મીનીટ સ્તબ્ધ થઇ ગઇ. ઉત્વન એને તીક્ષ્ણ નજરે જોઇ રહ્યો હતો. જાણે આરપાર વિંધાતા શબ્દોથી દૂર ભાગી જવું હોય એમ રૂમમાં જતી રહી. કલ્પન સાથે વાતો કરતાં બંનેને અહેસાસ થવાં માંડયો કે બાળકો કેટલાં પઝેસીવ છે. કલ્પન એક બે વાર ઘરે આવ્યો હતો ને લીવીંગમાં બેઠેલા કલ્પનને જોઇ ઉત્વન, 'કેમ છો?' કહી રુમમાં કે બાજુમાં શ્રીરંગ પાસે જતો રહેતો. અને કલ્પન સીરોહીનાં ચહેરા પરની લાગણીઓની અવઢવ જોઇ બોલી ઉઠ્યો, 'આપણે બહાર જ મળીશું.' અને સીરોહી ભીની આંખે બાય કરી રુમમાં જઇ આંખ બંધ કરી બેસી રહી.

થોડા દિવસો આમજ ચૂપચાપ વીતી ગયાં. અને એક સાંજે ઉત્વન કોલેજથી આવી કપાળ પર પાટો બાંધી બેઠો હતો. સીરોહી કલ્પનની દીકરીઓએ આનંદમેળામાં સ્ટોલ રાખ્યો હતો એમાં મદદ કરવા રહી તેથી મોડું થયું હતું અને જમીને આવી હતી. આવતાંની સાથે ઉત્વનને જોઇ એકદમ ગભરાઈને પૂછી બેઠી. 'શું થયું ?' તે પડખે બેઠી. બહાવરી થઇ ગઈ. ઉત્વનને સ્ટેશન પરથી બહાર નીકળતાં કંઈ થાંભલા પાસે તાર વાગ્યો હતો.

‘કેટલું મોડું થયું મમ્મી તને?’

‘કલ્પન આઉટ ઓફ સ્ટેશન છે એટલે એની દીકરીઓને આનંદમેળામાં એન્કરેજ કરવા ગઈ હતી.’

‘પણ મમ્મી મારું તો તારા સિવાય કોઈ નથી..' કહી ને ઊભો થઇ રૂમમાં જવા જતો હતો ત્યાં ચીં ચીં અવાજ સાથે ચકલી ફરીફરીને ઉડી અને ડાળખીઓ ટેબલ પર પડેલા ફ્રૂટ પર પડી, મોબાઇલની રિંગ વાગી ને, 'હા કલ્પન, બધું બરાબર પતી ગયું અને..' સિરોહી વાત કરતી હતી ત્યાં તો ગુસ્સામાં ઉત્વને ખુરશી પર ચડી આખો માળો ખેંચી નાખ્યો અને અંદરથી ઈંડા પડી ફૂટી ગયા.

ચકલીની ચીસાચીસ સાંભળી સીરોહી ફોન બંધ કરી બહાર આવી અને 'ઉત્વન આ શું કર્યું?'નાં ચિત્કાર સાથે ખુરશી પર ફસડાઈ પડી. રડતી આંખે વિખરાયેલા માળાને પેપરમાં સમેટતા ફરી ફોનની રિંગ વાગી રહી હતી અને બીજા દિવસે એરપોર્ટ પર આવી બહાર જવાનો પ્રોગ્રામ બનાવતાં કલ્પનને એકદમ રડતા અવાજે કહ્યું, 'કલ્પન, નહીં અવાય મારાથી માળાને ભેગો નહીં રાખી શકાયો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.’

 


Rate this content
Log in