Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Others

2.8  

Pravina Avinash

Inspirational Others

થાક

થાક

5 mins
14K


આજે અવનિશ ખૂબ થાકી ગયો હતો. હજુ તો ગયા અઠવાડિયે ૭૦મી વર્ષગાંઠ ઉજવી હતી, માત્ર કુટુંબના બાળકો

સાથે. દીકરા અને દીકરી કુટુંબ સહિત બહારગામથી આવ્યા હતા. નાની શિખા અમેરિકાથી આવી હતી. હવે તો

કુટુંબ પોતાનું ગણે તો પણ ૨૦ જણા થઈ જતા હતાં. પોતાના તેમજ અનુના માતા અને પિતા હયાત ન હતા.

અનુ , હવે થાક લાગે છે.’

‘તો પછી નિવૃત્ત થઈ જાવને.’.

‘તને નથી લાગતું નિવૃત્ત થયા પછી હું શું કરીશ’?

‘થાવ તો ખબર પડે ને’?

‘ચાલ વિચાર આવતી કાલથી મારે ઓફિસ જવાનું નથી’.

‘અવનિશ તું જાણે છે અને જુએ છે પાંચ વર્ષથી મેં નિવૃત્તિ લીધી ,એક પણ દિવસ તને ફરિયાદ નથી કરી’.

અટ્ટાહાસ્ય કરતા બોલ્યો , ‘એ તો તું સ્ત્રી છે ને એટલે’.

‘યાદ રાખજે આ વાક્ય ફરીથી બોલ્યો છે તો’.

‘કેમ એમાં વાંધો શું છે’.

‘અવનીશ મારા મોઢેથી બોલાવ નહી, ભૂલી ગયો નિવૃત્તિ લીધી ત્યારે મારો પગાર તારા કરતાં વધારે હતો’.

‘એ હું કેવી રીતે ભુલું પણ, તને કાર્ય મળી રહે નવરા બેસવું તારા સ્વભાવમાં નથી. એટલે મેં કહ્યું.’

‘ ધારવાનું રહેવા દે, તું નિવૃત્ત થા, પછી તને હું મદદ કરીશ કેવી રીતે ‘નિવૃત્તિમાં પ્રવૃત્તિ’ થઈ શકે’.

અનુ, તારા પર મને સંપૂર્ણ વિશ્વાસ અને પ્રેમ છે. ચાલ યાર તારું કહી માની જાંઉ, જો જે પછી છટકવા નહી દંઉ’.

‘અરે છટકે તે બીજા, આ હાથ એવો ઝાલ્યો છે ને ,જ્યારે પેલો યમરાજા લેવા આવશે ત્યારે જ છૂટશે.’

અવનિશે આવતા મહિનેથી નિવૃત્ત થવાની નોટિસ નોકરી પર આપી દીધી. સહુથી વધારે બાળકો ખુશ થયા. તેમને હતું પપ્પા હવે આરામ કરો. મમ્મી સાથે જલસા કરો. પાછળની જીંદગીમાં તમારું મનગમતું કરો. મમ્મી જુઓ કેટલી ખુશ છે. તેના મુખ પર પ્રસરેલી શાંતિ સહુને સ્પર્શે છે.

અનુએ અવનિશને આશ્ચર્ય ચકિત કરી દીધો. તેની જાણ બહાર લગ્ન પછી નૈનિતાલ ગયા હતા, એ સથળ , હોટલ અને બધું નક્કી કરી લીધુ. નાનો દીકરો દૂર રહ્યે પણ મમ્મીને બધી રીતે સહાય કરતો. આ તો છે કમપ્યુટરની કમાલ. બસ બધું ઓન લાઈન. તે સમયે ભલે બધે ડીલક્ષ ટ્રેનમાં ગયા હતા. હવે બધે પ્લેન અને ડ્રાઈવર વાળી ગાડી. અરે, આ કાંઈ નાનીસુની વાત હતી. તેમના વહાલા મમ્મી અને પપ્પા નિવૃત્તિની પળ સાથે માણવાના હતા. ઓફિસમાં પણ છેલ્લું અઠવાડિયું ફેરવેલ પાર્ટી ચાલી. છેલ્લે દિવસે તો અનુને પણ આમંત્રણ હતું. અવનિશના કામની પ્રસંશાથી તેના હૈયે ખૂબ શાંતિ થઈ. અવનિશ તેની વફાદારી અને કામ પ્રત્યેની લગન માટે પ્રસિદ્ધ હતો. સહુથી વધુ તો તેણે કદી પૈસાનો લોભ કરી લાંચ લીધી ન હતી. તેથી તો અનુ પતિની સાથેના જીવન પર મુસ્તાક હતી.

બન્ને પતિ અને પત્નીએ પ્રેમથી પોતાનો માળો તિનકા, તિનકા કરીને વસાવ્યો હતો. ત્રણે બાળકોને સંસ્કાર તેમજ શિક્ષણ આપ્યા હતા. આજે તેમનો પરિવાર પણ સુંદર રીતે વિકસી રહ્યો છે. નૈનિતાલથી પાછા આવ્યા. સવારના પહોરમાં બન્ને જણા સાથે ગરમ નાસ્તો અને ચાની મઝા માણી રહ્યા હતા. રસોઈ કરવા માટે હીરાબા હતા. જ્યારે અવનિશને કાંઈ અનુના હાથનું ખાવું હોય ત્યારે તે પ્રેમથી બનાવતી.

અનુએ તો સવારના હલકો નાસ્તો કર્યો અને કસરત કરવા નિકળી પડી. અવનિશે વિચાર્યું , આજે પેટમાં દબાવીને ખાધું છે, કાલથી ઓછું ખાઈને હું પણ જઈશ. અનુએ કહેવું પણ ન પડ્યું અને અવનિશે મનોમન નક્કી કરી લીધું. નિવૃત્ત જીવનમાં સાચી દિશામાં પગલું કોઈની મદદ વગર અવનિશે ઉઠાવ્યું. અનુએ જાણી જોઈને ચૂપકીદી સેવી હતી. તેને જોવું હતું કે અવનિશ પોતે ‘જાગે’ છે કે નહી. છાપુ વાંચીને નહાવા જવાનો વિચાર આવ્યો. ત્યાં છાપામાં આવેલી એક જાહેરખબરે અવનિશનું ધ્યાન ખેંચ્યું.

અરે, આ તો મારો કોલેજનો મિત્ર છે. તેણે શેની જાહેરખબર આપી છે. જોયું તો તે ડોક્ટર હતો અને પોતાના માતા તેમજ પિતા પાછળ સરસ મજાનું નર્સિંગ હોમ ખોલ્યું હતું. અવનિશે ફોન ઉઠાવ્યો અને નંબર ઘુમાવ્યો.

‘અરે અવનિશ તું ‘?

‘હા, શ્રીકાંત, કેમ છે તું’ ?

‘અરે યાર તને મળવું છે. મેં હવે નિવૃત્તિ લઈ લીધી છે’.

‘અરે તો રાહ કોની જુએ છે ? તું આ સરનામે આવી જા, હું તારી રાહ જોઈશ. આપણે બપોરે સાથે જમીશું.’

અનુ ઘરે આવે તે પહેલાં તો નાહી, ધોઈ,તૈયાર થઈને અવનિશ ગાડી લઈને નિકળી પડ્યો. ભલે ઉમર ૭૦ની થઈ હતી પણ પૌષ્ટિક આહાર અને શિસ્તતા સભર જીવન આજકાલ વ્યક્તિને ઘરડા દેખાડતો નથી. નોકરી પર કામ અને સતત ચિંતા થકવી નાખે. આજે લગભગ મહિનો થઈ ગયો

હતો. નિવૃત્તિમાં કંટાળાએ અવનિશની જીંદગીમાં કદમ માંડ્યા ન હતા.

અનુ ઘરે આવી . હીરાબાને પૂછ્યું, ‘ખબર નહી કાંઈ પણ કહ્યા વગર ભાઈ ગયા છે. જમવાના

પણ નથી’.

અનુને થયું ફોન કરીને નથી જાણવું. ઘરે આવીને અવનિશ તેને બધી વાત કરશે તેની સો ટકા

ખાત્રી હતી.

શ્રીકાંતે પોતાની આખી વાત માંડીને શરૂ કરી. તેના માતા અને પિતાની યાદમાં ખૂબ સુંદર પગલું

ભર્યું હતું. ધીરે ધીરે વિસ્તાર કરવો હતો. પિતાન બે મિત્રોને પડતી મુશ્કેલીને કારણે આવો સુંદર

વિચાર આવ્યો હતો. પાછલી ઉમરે બેમાંથી એક થાય પછી જીવન દુષ્કર બની જાય છે. બાળકો

હોય તો પણ તેમને માથે બોજો થવાનું વડીલોને પસંદ નથી. પૂરતા પૈસા હોય તો શામાટે શાંતિ

પૂર્ણ જીવન ન ગુજારે.

“મરવાને વાંકે જીવન ન જીવાય”. મૃત્યુ અનિવાર્ય છે. ક્યારે આવશે તેનાથી સહુ અનજાણ છે.

અવનિશે, સહયોગ આપવાનું વિચાર્યું. શ્રીકાંત ડોક્ટરી સેવા આપતો હતો. આ તેની નિવૃત્તિના

સમયનું કાર્ય હતું. અવનિશે ત્યાના હિસાબ કિતાબ સંભાળવાનું માથે લીધું. શ્રીકાંત પાસે કારકૂન

હતો. પણ તે લોચા મારતો. કાયમ તેને પગાર ઓછો પડે છે તેવી ફરિયાદ રહેતી. અવનિશે પોતાની

સેવા આપવાનું સહર્ષ સ્વિકાર્યું. એ બહાને સમાજ ઉપયોગી કાર્ય કરી શકવાનો સંતોષ થાય તે નફામાં.

શ્રીકાંતને કહ્યું, સેવાનો મોલ ન હોય. જુવાનીમાં મહેનત કરી પૈસા કમાયો છું. હું અને અનુ હવે પૈસાના

ભૂખ્યા નથી. તું જે પણ આપશે તે આ સંસ્થામાં જ વાપરીશ. દર મહિને અમુક વ્યક્તિ કે જે પૈસા આપી

ન શકે તેવી હોય તેમને દવા તેમજ ફળફળાદી આપી ખુશ રાખજે. આમ અઠવાડિયાના ચાર દિવસનું

નક્કી કરીને આવ્યો. ઘરે આવીને અનુને બધી વાત કરી.

‘પ્રિયે તારું સાંભળી વખતસર નિવૃત્તિ લીધી તો જો કામ પણ કેવું સરસ મળી ગયું. ચાર દિવસ ત્યાં

જતા પહેલાં કસરત કરી આવવાની. આ કાર્યમાં જડતા નથી મારી મરજી પ્રમાણે જવાનું આવવાનું

અને પ્રવૃત્તિમય જીવન ગુજારવાનું’.

‘દર શુક્રવારે આપણે સાથે જે પણ કરવું હોય તે કરવાનું. મારી વાંચવાની બૂરી આદતથી તું ક્યાં

અજાણ છે. તારી ખિદમત કરી તને પણ ખુશ કરીશ. તું જો જે તો ખરી તારો અવનિશ છૂપો રૂસ્તમ છે.’

પેલી શિખા અમેરિકા બોલાવે છે. ત્યાં પણ જઈ આવીશું. અનુ તને પેલો કયો શોખ છે, જરા યાદ કરાવતો?’

‘બસ ભૂલી ગયો ને, સિનેમા જોવાનો અને નાટક તો કાયમ પહેલી હરોળમાં બેસીને. સાંભળ્યું છે, પેલું નવું

નાટક ‘વારસ’ ખૂબ સુંદર છે’.

‘તો રાહ કોની જુએ છે, આ રવીવારે ભારતિય વિદ્યા ભવનમાં ચાર વાગ્યાનો શો છે. ‘

‘તને પેલી ગુલાબી રંગની સાડી ગમે છે ને, તે પહેરીશ.’

આ તો હજુ પાશેરામાં પહેલી પુણી છે. યાદ રાખજે , મારું ગમતું હું કરીશ, તારું ગમતું તું અને આપણને

બન્નેને ગમતું કોઈ પણ રકઝક વગર સાથે કરીશું.

‘જો આપણે ૪૫ વર્ષ સાથે ગાળ્યા. હવે ૪૫ નહી નિકળે’. જે બાકી છે તેને મજેથી માણીશું !

અવનિશમાં આવેલો ફેરફાર આંખે ઉડીને વળગે તેવો હતો. કોઈને અંદાઝ પણ ન આવે આ યુગલ ૪૫

વર્ષથી એકમેકની સંગે જીવન જીવી રહ્યા છે. ખૂબ પ્રેમથી નહી કે એકબીજાને સનમાન આપ્યા વગર.

પતિ અને પત્નીના સંબંધના પાયામાં પ્રેમ અને વિશ્વાસનો સિમેન્ટ ધરબાયો હતો. પેલો ‘થાક, કંટાળો

અને આળસ ટુંટિયું વાળી ખૂણામાં ભરાયા હતા


Rate this content
Log in

Similar gujarati story from Inspirational