Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa DESAI

Others Tragedy

3  

Alpa DESAI

Others Tragedy

સાધના-૧૭

સાધના-૧૭

4 mins
14.6K


બીજે દિવસે ડો.બદાનીની અપોઈન્ટમેન્ટ લઈને સાંજના ભરત, કૈલાશબેન અને સાધના તેમની કલીનીક પર ગયા.ડોક્ટરે તેમને રેસ્ટ કરવાનું કહ્યું. પંદર દિવસની રજા લેવાનું કહેવામાં આવ્યું. તેમાં પણ કૈલાશબેનને ઊંડે ઊંડે સાધના જ જવાબદાર હોય તેમ લાગતું હતું.

સાધનાના બાજુવાળા મીતામાસી ખબર લેવા આવ્યા. તેમને કોઈ હાડવેદનું કહ્યું તો કૈલાશબેન ભરતને ત્યાં લઇ જવા માટે તૈયાર થયા. પણ તે ન માન્યો. તેથી મમ્મી તેના દીકરાથી નારાજ થઇ ગઈ.મમ્મીને પણ લાગવા લાગ્યું કે દીકરો વહુના આવતા બદલાય ગયો છે. વહેમનું ઓસડ ન હોય પણ તે માનવા જ તૈયાર ન હતા. તેમને સાધનાને આવતા જ જાણે અજાણે દુર કરી દીધી હતી. તેની પાછળ પોતાની દીકરીનો વિયોગ પણ જવાબદાર હોય શકે.

હવે વરસો વિતતા ગયા. સાધનાના બાપુને દીકરીને મળવાની ઘણી ઈચ્છા હતી પણ તે જઈ શકે તેમ નહતા. તેથી મોટાભાઈ, મીનાભાભી અને નાની મુન્ની સાધનાને મળવા આવ્યા. ઘરના લોકોને આવેલા જોઇને સાધનાના આસુનો બંધ તૂટી પડ્યો. પપ્પાજી સાથે મોટાભાઈ બારની રૂમમાં હતા. ભાભી રસોડામાં આવ્યા પણ સાધનાએ તેમને બહાર જ બેસવા કહ્યું. ફરી મમ્મીજી ના મનમાં કઈ વહેમ જાય તો ? ચા-પાણી પીધા બાદ સામાન્ય વાતો ચાલતી હતી. ત્યાજ ભાઈ બોલ્યા ત્રણ વરસ પુરા થવા આવ્યા, સાધના એકવાર પણ પિયર નથી આવી જો તમે રજા આપતા હો તો અમે તેને તેડી જઈએ.

ત્યાજ કૈલાશબેન બોલ્યા કે બે વર્ષથી મારે પણ જાત્રા કરવા જવું છે. પણ નથી જઈ સકતી. હજુ સાધના વશું ઘર મુકીને ન જવાય. હજુ ઘણી બે જવાબદાર છે. વળી ટીફીન નો સમય પણ સાચવી નથી સકતી. કાલે જ જલ્દી જલ્દીમાં સ્ટવનું બરનલ અને વાયસર પણ તોડી નાખ્યું. આતો મારી હાજરીમાં નુકશાન થાય છે તો ગેર હાજરીમાં કેટલું થશે ? તેથી પાંચ વર્ષ સુધી તે નહિ આવે. આવા કડક વાક્યો તો ભાઈને ભાલાની જેમ ભોકાયા, ભાભીની આંખ પણ ભીની થઇ ગઈ. પોતાની નાની અને લાડકવાયી બેન કેટલા વખતથી આ માનસિક ત્રાસ ભોગવતી હશે ? મારા ઘરે તેની આંખમાંથી આંસુનું ટીપું પાડવા નથી દીધું તે આજે આ ઝેર ના કડવા ઘુટ ગળે ઉતારે છે. કેટલો માનસિક ત્રાસ ? કેટલા મ્હેણાં ટોણા રોજ સહન કરતી હશે મારી બહેન ? વિચારીને તે સ્તબ્ધ થઇ ગયા.

ભાભીએ વાતની ગંભીરતા સમજી લીધી. તે લોકો એ અમે કાલે ભરતકુમારને મળવા ફરી આવીશું કહીને ત્યાંથી વિદાઈ લીધી.

આખા રસ્તામાં કોઈ કઈ ન બોલ્યું. ભાઈને આજે એક ફેસલો કરવાનો હતો. મારી બહેનને તેડીને જાવ કે નહિ ? આવી માનસિક ક્રુરતા સહન કરવા મૂકી જાવ કે નહી ? એક તુમ્બલ યુદ્ધ તેના મનમાં ચાલી રહ્યું હતું. સવારમાં મોટીબેનને ત્યાં ભાઈ ભાભીને જેન્તીભાઈ સાથે બેસીને ચર્ચા કરતા હતા. આટલો બધો માનસિક અત્યાચાર મારી બહેન સહન

કરતી હતી. તેણે કોઈને જાણ કેમ ન કરી ? હ્જુ પણ ભરતકુમાને તેના પપ્પા સાથે બેસી ને આ વાતની ચોખવટ કરવી પડશે. સાધના તો કઈ નહિ બોલશે.ભરતકુમાર કદાચ આ વાત જણતા પણ નહિ હોય. જો આજે તેડીને નહિ લઇ જઈએ તો કૈલાશબેન ખુબ ત્રાસ આપશે.

પણ ભાભી અને જયશ્રી બેનનું કહેવું એમ થયું કે પહેલા કુમાર સાથે વાત કરી લો તે કઈ સમાધાન લાવશે તે આ વાતની ખાત્રી આપે પછી જ નિર્ણય લેવો સારો. આમાં બંને કુટુંબની આબરૂ નો સવાલ છે. ભાઈનો ગુસ્સો થોડો ઠંડો પડ્યો. પણ તેમણે કુમારની ઓફિસે ફોન કરીને ક્યારે મળવા આવીએ તેનો સમય પૂછયો. ભરત બોલ્યો હું રાતના આંઠ પછી આવી જ ગયો હોઈશ આપ ગમે ત્યારે આવી શકો છો.આટલી વાત પરથી એક વાત જાણવા મળી કે ભરતકુમાર કઈ વાત જણતા જ નથી. રાતના તેમના ઘરે પોહોચ્યા પછી સાધનાને પિયર લઇ જવાં માટેની વાત નીકળી પણ સાધના જ ભાભીની મોઢે બોલી, ના હું હમણાં નહિ આવી શકું. અમારે ઘરમાં પ્રસંગ છે. તે પત્યા પછી હું અને ભરત આવી જશું. હવે મોટાભાઈને કઈ બોલવા પણું જ ન રહ્યું. તે મનોમન પોતાની બહેન પર ગર્વ લેવા લાગ્યા અને દયા પણ આવી. મારી નાની અમથી બહેને કેટલો મોટો ફેસલો જણાવી દીધો અને બંને ઘરની આબરૂ જાળવી લીધી. તે મનોમન તેને પૂજવા લાગ્યો. ભાઈ-ભાભી આજે ગામ જવા નીકળી ગયા.(ક્રમશ:)


Rate this content
Log in