Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijay Shah

Inspirational Tragedy Crime

2.3  

Vijay Shah

Inspirational Tragedy Crime

મનડું રડે છાનું છાનું

મનડું રડે છાનું છાનું

8 mins
15K


એ બેઠી હતી.

કૃષ થઈ ગયેલી કાયા.

વિધવા માનું પડખું બનીને એ બેઠી હતી… ને હવે એણે નક્કી જ કર્યું હતું. કૂતરા - બાલાડાને મોતે મરીશ પણ ગરીબ દીકરી બનીને હવે એ ઘરમાં કદી પગ નહીં મૂકું. માનવીય મૂલ્યો અને માનવીની જેને કિંમત ન હોય. જેને ખાનદાનીની તમા કે ફિકર ન હોય એવા માનવીઓને માનવી શેના કહેવાય ?

જીવન શા માટે ?

જીવન શું ટુકડા રોટલા માટે ?

જીવન શું ચામડા ચૂંથવા માટે !

જીવન પાશવી અવતાર પાર કરવા માટે !

એવું જીવન તો ગમે ત્યારે અને ગમે તેની સાથે પસાર થાય. થાત જ ને… પણ પેલા ભાંજગડિયા આવ્યા… જામીનો આવ્યા… જવાબદારીઓ લેનારા આવ્યા… અને એમણે મારી માને ભલી… ભલી... મીઠી મીઠી વાતો સમજાવી.

એ દલાલો બધા ક્યાં ગયાં?

કોર્ટમાં પણ એણે કહી દીધેલું… સાહેબ… તમે મને જ્યારે અને જે સજા કરશો ત્યારે અને તે સઝા ભોગવવા તૈયાર છું પણ પણ… ને એ ફફડી ઊઠી.

વર્ષાના પહેલા વંટોળિયામાં હોલી જેમ ફફડી ઊઠે છે એને હોલાના કોઈ અમંગળની એંઘાણી વરતાય એમ એના જીવન વિશે એને અમંગળની એંધાણી વરતાતી હતી… હવે એને જીવન ખારું ઝેરલાગતું હતું… એને સમજાતું નહોતું શા માટે એ જીવતી હતી ? આમેય હવે એના જીવનમાં જીવવા જેવું શું હતું ? એણે તો કોર્ટમાં પણ કહી દીધેલું સાહેબ. મને જેલમાં મોકલી આપો તો પણ અદાલતની આંખોએ તો પાટા હોય છે. એને કોણ નાનો, કોણ મોટો? ધનિક, શ્રીમંત એવા ભેદા દેખાતા નથી…

ન્યાયાધીશ તો તટસ્થ જ હોય ને!

ઉકેલ આવી ગયો.

અવલંબન તૂટી ગયું… અરે... અવલંબન હતું જ ક્યાં ?

દુનિયાની નજરે જાયું કે એ પરણેલી હતી. બાકી તો પતને ઘરે જઈ એણે એક રૂમમાં શયન પણ લીધું નહોતું.

બ્રિજેશ…

હા... બ્રિજેશ જુદો હતો... શ્રીમંતાઈને વારસાગત રીતે જે અપલક્ષણો ભેટમાં મળતાં હોય છે એવાં જ મળ્યાં હતાં.

પણ જીવન !

જીવનનું એવું છે !

ભારતીને આજે સમજાઈ ગયું હતું કે જીવતરના માપ આમ ફેરાફેરી કરી નાખવાથી નીકળતાનથી… કરુણતા એ હતી કે ભારતીને મન જે જીવન હતું એ બ્રિજેશને મન ગંજીપાની રમતનું એક પાનું હતું. એણે તો ભારતીનો ઉપયોગ માત્ર હાથમાંથી જતી રહેલી બાજીથી દુનિયાની નજરે હાર્યા નદેખાય એટલા માટે જ કર્યો હતો. બાજી રમવા કરતાં એણે અંચઈ વધારે કરી હતી… ને જીતનાર ભિલ્લુને અંચઈથી હરાવ્યો હતો. પણ આજે ભારતી જુદી હતી.

પેલી નમણી ભારતી તો કાયરની આથમી ચૂકી હતી.. આજે ભારતી માતાને ઘેર હતી.

એના માણીગર રૂપ આજે જુદાં હતાં… શૂન્યમનસ્ક બની ગયેલી એ ભારતી આજે જર્જરિત વસ્ત્રોમાં બેઠી હતી... દાદરનું પહેલું પગથિયું એને જોઈને અનુકંપાથી જીવતું હતું…

શું ગુનો હતો એનો ?

એ શા માટે ઘેર હતી ?

એના પતિએ એને કેમ ઘેરથી કાઢી મૂકી ?

બધા પ્રશ્નોનો જવાબ એક જ શબ્દથી શમી જતો હતો અને તે હતો, “ગરીબી.”

વિધવા માએ પેટે પાટા બાંધ્યા. એને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો. એને મોટી કરી. મા દીકરી એકમેકને સહારે પોતાનું પેટિયું કૂટી ખાતા’તા.

એક દિવસ એક અમીર ઘરનું દીકરી માટે માંગું આવ્યું. અમીર બાપનો એક નો એક નબીરો બ્રિજેશ – બાપને કાપડની મોટી દુકાન ધીકતો ધંધો – હજારોની લેવડદેવડ.

વિધવા મા પહેલાં તો દીકરીનું સુખ જાઈ રાડીની રેડ થઈ ગઈ. હું કહેતી નો’તી મારી ભારતુડી બહુ મોટું નસીબ લઈને આવી છે. જુઓ, મનસુખલાલાના ઘરનું માંગું આવ્યું – રાજ કરશે મારી દીકરી!

અને ભારતુડી પણ આમ તો હતી પૂરેપૂરી ઠરેલ. ઘરના કામકાજથી પણ સંપૂર્ણપણે કેળવાયેલી – વળી માનો નમણો ચહેરો અને બાપનો ગૌરવર્ણ લઈ જન્મેલી આ છોકરી આમ તો ઉકરડાના રતન જેવી જ હતી. મોટા ઘરનાં માન મોભા સાચવે તેવું રૂપ અને ઠસ્સો હતો. રૂઆબ તોપૈસા આવતાં ગમે તે વ્યક્તિને કરતાં આવડી જાય…

જે દિવસે બ્રિજેસ અને મનસુખલાલ ભારતીને જાવા આવવાના હતા તે દિવસે ભારતીની માએ તેના પુરાણા જર્જરિત ઘરને વાળી ઝૂડીને ચોખ્ખું બનાવવાના પ્રયત્નો કરવા માંડ્યા. બાજુના ઘરમાંથી બે ગદેલા, ચાદર, ખાટલો, ખુરશી આણી બેઠક ખંડને સજાવ્યા.

છેલ્લા બે પાંચ મહિનાથી સાચવેલી મૂડીનો મોટો હિસ્સો તેમની આગતા–સ્વાગતા માટેનીતૈયારીમાં ખર્ચ્યો… રખેને… વેવાઈને ઓછું આવી જાય… અને આવી સોનેરી તક ચૂકી જવાય… ભારતી પણ કાકાના ઘરેથી સારી સાડી લઈ આવી અને સહેજ બનીઠનીને તૈયાર થઈ.

વેવાઈ આવ્યા. ઈન્ટરવ્યૂ લેવાયો… આગતા–સ્વાગતા થઈ અને બધું નક્કી થયું. બ્રિજેશને ભારતી ગમી. વિવાહ થવાની તૈયાર થવા લાગી ત્યાં તો વાતો ઊડતી ઊડતી આવવા માંડી. બ્રિજેશનેતો બે–એક વર્ષ પહેલાં લોહીની ઊલ્ટી થઈ હતી તેથી જ તો નાતમાંથી કોઈ છોકરી આપતું નહોતું. નહિતર આવા પૈસાદાર અને મોભાદાર કુટુંબનો છોકરો બેસી રહે ખરો.”

એ તો શિથિલ ચારિત્ર્યનો છે. કોઈક નીચ વર્ણની છોકરી સાથે આડો સંબંધ છે.

“એને તો કેન્સર છે. જવા દોને સાવ પિત્તળ કુટુંબ છે.”

પહેલાં પહેલાં તો આ વાતને ભારતીની મા બહુ ધ્યાન પર નહોતી લેતી કારણ કે ઘણા વિધ્ન સંતોષીઓ હોય તે આવા વિધ્ન નાખતા જ હોય છે.

પરંતુ એક દિવસ મનનો કીડો સળવળ્યો... એ તો પહોંચી વેવાઈના ઘરે… ત્યાં રાત રહી... જમાઈરાજ રાતના બે વાગે પધાર્યા… અને એના ઉપરથી બધી અફવાઓમાં કંઈક તથ્ય હોય તેવું લાગ્યું. જાકે એ સમજતી તો હતી જ કે ધુમાડો કંઈ એમ ને એમ ન નીકળે. કંઈક તો બળતું હોય જ…

બીજે દિવસે સવારે વેવાઈને પૂછ્યું : “મનસુખલાલ શેઠ બ્રિજેશકુમાર રાત્રે મોડા કેમ આવ્યા?” અને એમના મોં પરનું નૂર ઊડી ગયું. જાણે કોઈ ગુનેગારને ચોરી કરતા જ ન પકડી લીધો હોય ! ભારતીની માએ એની નોંધ લીધી.

“કાલે એના મિત્રને ત્યાં પાર્ટી હતી.” પોકળ બહાનું પકડતાં વાર ન લાગી છતાં ભારતીની માઠાવકું હસી.

પછી તબિયતની વાત કાઢી. વાતમાં ને વાતમાં લોહીની ઊલટીનું પણ પૂછી લીધું. તે વખતેપણ ફરીથી પકડાઈ ગયાનો ભાવ છુપાયો નહીં.

બે–એક વર્ષ પહેલાં કશુંક ખાવામાં આવી ગયું’તું તે ઊલટી થઈ અને મરચા જેવું કંઈક દેખાતુંહતું અને લોકો લોહીની ઊલટી, લોહીની ઊલટી એવું માનવા માંડ્યા. બાકી ખરેખર એવું કશું નથી.

ભારતીની મા ઢીલે પગે ઘેર આવી અને દીકરી કંઈ ઊકરડે નહોતી ફેંકવાની – એણે મનોમનનક્કી કરી નાખ્યું. છો છોકરી કુવારી રહે પણ એવા કેન્સર થયેલા છોકરા જાડે પરણાવીને એની જિંદગી નથી બગાડવી. હું તો ખર્યું પાન કહેવાઉં… કાલે ન હોઉં તો એનું કોણ ?

વાત જ્યારે વહેતી થાય ત્યારે વાયરાની ઝડપે વહેતી થાય. મનસુખલાલને જ્યારે ખબર પડીત્યારે ઊંચાનીચા થઈ ગયા. વિવાહ થવાની તૈયારી પર વાત આવીને તૂટી જાય એટલે એમને તો નીચાજાયું થાય.

વેવાણને ત્યાં આવીને વાત કરી. એમને સમજાવ્યા. એવું કશું નથી. એમ નાતના બે–ત્રણમોભીએ પણ કહ્યું… અને સાથે સાથે છોકરી સુખી થતી હોય તો એમણે વચ્ચે ન આવવુંમ જાઈએ તેવુંસમજાવ્યું. એક મોભીએ તો તેમ પણ કહ્યું, “અરે છોકરી દુઃખી થસે તો અમે જવાબદાર છીએ. એનાસુખને તમે આગ ન ચાંપો આવી શંકા કરીને.”

ભોળી અભણ મા વળી ગઈ અને વિવાહ થયા. પેલા બે–ચાર મોભીની આંખની શરમથી. બહુખર્ચો થઈ શકે તેમ ન હતો. અને સાથે સાથે વધુ બફાય નહીં તે માટે બહુ સાદાઈથી અને ઝડપથી મનસુખલાલે પતાવી દીધું.

એ માને પણ બિચારીને આ ઉતાવળ તો સમજ ન પડી. પણ જેમ તેમ કરીને લગ્ન ઊકેલ્યું.

લગ્નની પહેલી જ રાત્રે બ્રિજેશે ભારતીને ચોખ્ખું પરખાવી દીધું. આ લગ્ન મારી મરજી વિરુદ્ધ થયા છે, તેથી તને હું અડકવાનો પણ નથી તું અહીં આ રૂમમાં સૂઈ રહેજે, હું બહાર, સમજી !

પાંચસાત દિવસ પછી સાસુમાએ કામમાં ટોકી, સાસુમાના સાસુએ રસોઈ વખોડી, નણંદીએ સાડી પહેરતા ન આવડ્યું એમ કહીને ટીકા કરી.

પતિનો ધડાકો હજી શમ્યો નહોતો તે પહેલાં તો ઉપરાઉપરી ફાયરિંગ થવા માંડ્યું.

ગરીબ ઘરમાંથી આવેલી છોકરી એકદમ પૈસાદારના ઘરમાં અનુકૂળ તો કઈ રીતે થઈ શકે. ટેબલ–ખુરશી પર ચમચીથી ખાતા ન આવડ્યું તો સાસુએ ટોકી. તેને પ્રેમથી શીખવાડવાને બદલે એતમારી માનું ઘર નથી. અહીંયા જરા રીતભાતથી રહેવું પડશે. ટાપટીપ કરતાં આવડવું જાઈશે.

કોઈ પણ સ્ત્રી પિયરિયાની રોજ રોજ થતી મશ્કરી તો ન જ સાંખી લે. સાથે સાથે ગરીબીનાં સંભારણાં, મેણાં અને ટોણા રૂપે દિવસ ઊગે ત્યારથી એ ગભરુ સસલીને એની સાસુ–વડસાસુ અને નણંદી ત્રણે જણા પેલા જંગલી કૂતરાની જેમ પીંખી ની કથા. ચિત્રવિચિત્ર પ્રાણીપ્રહાર, વ્યંગ, કટાક્ષ ઉપાલંભ અને ઉપેક્ષાથી ભારતી ઉભાઈ ગઈ.

એ બધું તો જાણે સહી લેવાય પણ… પતિનો સંગાથ જ ન હોય તો… એ ક્યાં સુધી ચાલે ? રાત્રેદોઢ–બે વાગ્યે બ્રિજેશ આવીને એના રૂમમાં સૂઈ જાય અને દિવસભર ટોણા અને મેણાનાં પ્રહારખમી ખમીને થાકેલી ભારતી પતિની આ ઉપેક્ષાને આંસુમાં આખી રાત ધોતી રહેતી – કાં તો એના ફૂટેલા કરમને રોતી.

એને થતું જા ખરેખર એની મરજી નહોતી તો લગ્ન શા માટે કર્યાં ? શા માટે મારું જીવન બરબાદ કર્યું ? સંપૂર્ણપણે પરિણિતા હોવા છતાં કુંવારી હતી તે.

આ માનસિક સંઘર્ષ એક દિવસ જ્વાળામુખી બનીને ફાટ્યો. તમે લોકો મને જરી ઠરવા દો. આ શું દહાડો ઊઠ્યો ને તારી માએ આ ન કર્યું અને તે ન કર્યું. ગરીબ હતા તો ખબર જ હતી ને. છતાંય રોજ રોજ એને એ જ યાદ કરો છો.

“જરા ઠરવા દો. એટલે ?” સાસુ તાડુક્યા.

મારા જ ઘરમાં મને સહેજ મારું કરવામાં તમે સહેજ શાંતિ રાખો અને મને ઠરવા દો.

“એટલે ! અમે તારા ઉપર જુલમ કરીએ છીએ ? માર મારીએ છીએ ? એમ કહી કહીને જ તું અમને વગોવે છે.” વડ સાસુએ બળતામાં ઘી હોમ્યું.

અને બ્રિજેશે જમતાં જમતાં જ એને ઊઠાડીને બાવડું પક્ડ્યું, “ચાલી જા તારે ઘેર ! અહીં નાજાઈએ તું. સડ્યા કર તારી મા જાડે ! તારું અહીં કોઈ જ કામ નથી. ગધેડા પર લગામ અને જીન ગોઠવો તો ઘોડું ન થઈ જાય.”

બ્રિજેશના મોઢેથી આ શબ્દો સાંભળી તે તો અવાક્‌ જ થઈ ગઈ. બસ એને જાયા જ કરે.

“શું મારા સામે જાયા કરે છે. ગામડાની રોંચા જેવી ગમાર” – સાસુ અને વડસાસુ માટે મોકળું મેદાન હતું. આ તો એમણે મહિનાનો ઊભરો કાઢ્યો – ભારતી ઉપર અને ભારતીનું ફટકી ગયું.

ભારતીની વિધવા મા પેલા બધા મોભીઓનું ઘર ખટખટાવીને થાકી ગઈ પરંતુ કશું જ ન થયું. જ્યારે નવરી પડે ત્યારે ભારતી એની માને કહે, “હે મા મને તું ત્યાં નહીં મૂકી આવે ને ? એ લોકો મને ઠરવા નથી દેતા.”

જિંદગીના દાદરના પહેલે પગથિયે જ એની વાત ઠરી ગઈ. છતાંય તેના મનમાં હજીએ ભય ગયો નહીં. આજે પણ તેને જે મળે છે તેને એ જ સવાલ પૂછે છે, મને ત્યાં નહીં મૂકી આવો ને ?

એ લોકો મને ઠરાવ નથી દેતા. ઠરવા નથી દેતા ! એની માના શબ્દો હજી કદીક પડઘાય છે, “મારી ભારતુડી બહુ મોટું નસીબ લઈને આવી છે, પરંતુ જ્યારે એની મા એને જુએ છે ત્યારે નસીબના નામનો ફળફળતો નિસાસો નાખે છે. હશે જ એ છોડીના નસીબ ફૂટેલાં.”

અને ભારતુડી ઠાવકાઈથી માને પૂછે છે. હેં મા, મને ત્યાં તું નહીં મૂકી આવે ને ?

જિંદગીભર હવે એ ફફડાટીથી જીવે છઝે... ને પેલો બ્રિજેશ શ્રીમંતાઈ, અપલક્ષણ, કેન્સર, લોહીની ઊલટી… માએ કરેલી ખાતરી… વચ્ચે પડેલા આગેવાનો – એ બધાને આજે શેની ફુરસદ હોય. એક ઊબકા ખાધેલી જિંદગી આજે એકલી ફફડે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational