Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Inspirational Tragedy

3  

Vijay Shah

Inspirational Tragedy

કિંમત કોણ ચુકવશે?

કિંમત કોણ ચુકવશે?

3 mins
7.3K


હજી તો ગયા અઠવાડીયે તો નિખાર મને કહેતો હતો “આપણી ઝીલને તો હું દુનિયાનું સુખ આપવાનો છું. ભલેને તું મારાથી છુટી થઈ પણ ઝીલ આપણું સંતાન. અને તું મારો પહેલો પ્રેમ…”

ભૂતકાળમાં પ્રવેશતું કેતાનું મન એક વખત તો કમકમી ગયું.. કેટલી મુરખ હતી કે આવા ભોળા પતિને વારંવાર ત્રાસ આપીને ઘરે નાસી આવતી હતી. અને વિખવાદનું કારણ પણ શું? હું મારી ભાભીના ભાઈ સાથે વાતો કરું તે ના ગમે.. મારા પર વહેમાયા કરે.

અમેરિકાથી આવેલી ફોઈને આ વાતની જાણ થઈ ત્યારે તે કહે “કેતા જે રીતે તુ આ વાત કરે છે તે રીતે જોવાને બદલે આને બીજી રીતે જો. પતિ તરીકે તારા ઉપર તેનો અધિકાર છે. અને પતિ તને કોઇની સાથે વાતો કરવાની ના પાડે તો તેમાં તેનું આધિપત્ય અને છુપાયેલી ઇર્ષ્યા છે. આ પ્રેમનો પ્રકાર પણ હોઇ શકેને?”

ફોઇની વાત સાંભળીને કેતા તો વિચારમાં પડી ગઈ..

તેને ભાભીના ભાઈ કલ્પેનની વાતો યાદ આવી..”કેતા ક્યાં તું? અને ક્યાં નિખાર? તે તો ગામડીયો છે..અને તું તો સ્વરુપવાન..કાગડો દહિંથરુ લઈ ગયો જેવા હાલ.. આતો મને તુ પહેલાં મળી નહીં અને મારા લગ્ન થઈ ગયા નહીંતર હું તને ભગાડીને લઈ ગયો હોત. મનોમન કેતા કલ્પેન અને નિખારની તુલના કરવા લાગી. તેણે નિખારને કેમ હા પાડી..તે વાતો વિચારવા લાગી. નિખાર ભોળો તો હતો જ..પણ નોકરી તેની સ્થિર હતી..ભાયખલાથી મસ્જીદ બંદર રોજ ટ્રેન પકડીને જાય. જૈન લત્તામાં પોતાનો ફ્લેટ હતો. અંધેરીથી ભાયખલા કંઇ બહુ દુર નહીં તેથી કોઇને કશુંય ના કહેવાનું કારણ ન મળ્યું અને કેતા અને નિખારના લગ્ન થયા..

વિવાહ દરમ્યાન જે નિખાર હતો તે તો લગ્ન પછી તદ્દન જ બદલાઈ ગયો.

એક દિવસ કલ્પેન મોટાભાઈ સાથે ભાયખલા આવ્યો..બહુ જ મજાકીયો અને હસાવી હસાવીને પેટ દુખાડી દે. તેને ફ્લેટ બાંધકામનો મોટો કોંટ્રાક્ટ મળ્યો હતો. તેથી હસતા હસતા કેતા બોલી “તમારી અનુકુળતા એ આવતા જતા રહેજો..” અને તેણે તો તે પકડી લીધું..”ભલે ત્યારે બપોરની ચા તમારે ત્યાં..”

થોડો સમય તો બધું ઠીક ઠીક ચાલ્યું.. પણ એક દિવસ નિખાર બોલ્યો..”કેતા..આ કલ્પેનને તેં જબરો પેધો પાડ્યો છે.. મારી ગેરહાજરીમાં તે ઘરે આવે તે મને ગમતું નથી.”

ત્યારે કેતા ગર્ભવતી હતી અને છંછેડાઈને બોલી એટલે “તમે મારા ઉપર શક કરો છો?”

નિખાર કહે “તું ગમે તેટલી નિયંત્રીત હો પણ મને ઘી અને આગ ભેગા થઈ શકે તેવું એકાંત બાળે છે અને કલ્પેન પરણીત હોઇ આમ વર્તે તે અજુગતું તો છે જ. હું મારું લગ્નજીવન ખરાબે ના ચઢે તેની તકેદારી રાખું છું સમજી?”

પછી તો આક્ષેપ પ્રતિ આક્ષેપોની હોળી સળગી..તે ઝીલ ત્રણ વર્ષની થઈ ત્યાં સુધી ના શમી. કોર્ટે ફારગતી આપવાની તૈયારી બતાવી ત્યારે નિખારે તો ના જ પાડી પણ હવે આ પાર કે પેલે પારના ઝનૂને કેતા ઝીલને લઈને અંધેરી આવી ગઈ.

કેતા તે ભડભડ સળગતા ભૂતકાળની ભૂતાવળને જોતી રહી. એના ચિત્તને ફોઇની ટકોરે ડહોળી નાખ્યું હતું. આ રીતે તો મેં મારા જીવનને મેં કદી જોયું જ નહોતુ.

ફોઇ કહે “લગ્ન એટલે એક મેકના પૂરક થવાનું ટાણું.. બંને એ એકબીજાની ઉણપો શોધી દુર કરવી અને સારી વાતોને વિકસાવવી તે જ સાચુ લગ્ન જીવન..મને એક વખત ફુઆએ ના પાડી કે ભારત બહુ ફોન ના કર તે દિવસની વાત અને આજે તે વાતને ૩૦ વર્ષ થયા પણ કોઇ વિરોધ નહીં કે ના કોઇ વિચાર પણ કે મને કેમ ફોન ના કરવા દે..પણ તેમને સાસરીમાં હું ચંચુપાત કરું તે ગમે નહીં તેથી તેમનો બોલ શીરોમાન્ય કર્યો..અને મને તે સીગરેટ પીયે તે ના ગમે તો મે ફક્ત એટલું કહ્યું તમે પણ આ સીગરેટ છોડો તે દિવસથી આજ દિન સુધી તેમણે સીગરેટ પીધી નથી."

કેતા મનમાં ને મનમાં બોલી કલ્પેનને ઘરે આવતો બંધ કરવો તે વાતને હું કારણ વગર આટલી કેમ ચગાવું છું? અને કિંમત કોણ ચુકવશે? હું. મારી ઝીલ અને નિખાર…

ત્યાં ઝીલે આવીને તેને વિચાર સમાધિમાંથી ઝંઝોટીને બહાર કાઢી.. મમ્મી ફોન લે ને ક્યારની ઘંટડી વાગે છે…

ફોન ઉપર નિખાર હતો.

કેતાની આંખમાં આંસુ હતા ફોન ઉપર તે બોલી ”નિખાર..મને માફ કરીશ હું અને ઝીલ બંને તારા વિના અધુરા છીયે..”

નિખાર બોલ્યો.. “હા મારા મનના અને ઘરના દ્વાર હજી તમારી રાહ જુએ છે…સ્વાગતમ..”

કેતા રડતી હતી અને તે આંસુમાં નિખાર પ્રતિનો આક્રોશ વહી ગયો.




Rate this content
Log in

Similar gujarati story from Inspirational