Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Crime Inspirational Thriller

3  

Vishwadeep Barad

Crime Inspirational Thriller

૯.વતન પ્રેમી!

૯.વતન પ્રેમી!

6 mins
13.9K


‘શેઠાણી, મારો પતિ દારૂડિયો, જુગારી છે, તમો જે પગાર આપો છો તે બધો લઈ લે.’ જીવી પોતાની હૈયા વરાળ કાઢતી બોલી..મેં કહ્યું જો જીવી, મેં તને કેટલીવાર કીધું છે કે મને તારે શેઠાણી કહીને નહીં બોલાવવાનું, મને આન્ટી કહીને બોલાવાની. ‘અહીં જે જે બંગલામાં કામ કરૂ છું તે સૌને મારે શેઠાણી કહીને જ બોલાવવું પડે નહી તો શેઠાણી ગુસ્સે થઈ જાય.’ ‘હા પણ હું જુદી છું..અમોને શેઠ હોય કે વાણોત્તર આમારા માટે બધા સરખા.’ ‘.હા..આન્ટી તમો પરદેશી છો અને તમો મને કોઈ'દી કામવાળી તરીખે માનીજ નથી, માનથી બોલાવો છો અને ઘેરે જમવાથી માંડી અવાર-નવાર નવી સાડી અને ઘણી ઘર વખરી આપો છો.’

અમો બન્ને પતિ-પત્ની દરવર્ષે ભારત આવીએ છીએ અને ત્રણ મહિના રહીએ છીએ. અહીં અમદાવાદમાં બે બેડરૂમનો ફ્લેટ સેટલાઈટ એરિયામાં લીધો છે. દેશમાં દિનપ્રતીદીન વધતી જતી મોંઘવારીમાં દર વર્ષે વસ્તુંના ભાવમાં ૨૦ થી ૩૦ ટકા વધારો થતો હોય છે..માસિક ખર્ચ અમો એન.આર,આઈ.ને રૂપિયા ૩૦,૦૦૦ માત્ર ખાવા-પિવા અને ટ્રાન્સ્પોર્ટેશનમાં ખર્ચાય જાય છે. અહીંની મોંઘવારી અજગરની જેમ દીન પ્રતિદીન ભરડો લેતી જાય છે. ઘણીવાર લાગી આવે કે મહિને ૨૦૦૦-૩૦૦૦ રૂપિયા કમાતા વ્યક્તિનું શું થતું હશે? વતનમાં ચોરી, ભષ્ટાચાર અને લુંટફાટનું મૂખ્ય કારણ ગરીબાઈ પણ હોય શકે અને તેને લીધે પ્રમાણિકતા, ભેળશેળ જેવા દુર્ગુણો ઘુસી જતાં હોય છે. માનવીને મુળભૂત જરૂરિયાતમાં પુરતું ખાવા-પિવા મળે, આરામથી જિંદગી જીવે તો ભષ્ટાચાર કે ચોરી કરવાનો કોઈ સવાલજ ઉભો ના થાય! વતન છે પણ આપણાં જ વતનમાં “એન.આર.આઈને ધુતો..” એમને તો ૫૦ રૂપિયા એટલે એક ડોલરજ થાયને..એમને શું વાંધો? એ વેપારીથી માંડી નાના શાકભાજીવાળા અને રિક્ષાવાળાનું વલણ અહીં થઈ ગયું છે. દુઃખ થાય છે કે આપણાં જ વતનમાં અમે જ લુંટાઈએ છીએ. દેશવાસીઓને ખબર નથી કે અમેરિકામાં એક ડોલર કમાવો સહેલો નથી! અહીં એક રૂપિયાની કોઈ કિંમત નથી. થોડા સમય માટે આવા વિચારો આવી જાય પણ “ચાલ્યા કરે!”..’માણસોની મજબુરી છે.’ માની મનને મનાવી લઈએ. વતનની ધુળમાં હજું પ્રેમની સુવાસ માણીએ છીએ. જન્મદાતામાંના ખોળામાં આળોટવાનું મન થાય એ સ્વાભાવિક છે. અહીં આવી બની શકે તો થોડી માનવ-સેવા કરી ઋણ અદા કરવાનું મન થાય.

મજબુરી, ગરીબાઈ છે એથીજ કામવાળી જીવીને કપડા અને બીજા લોકો જીવીને મહેનતાણું આપે તેના કરતાં વધારી આપીએ તો તેને મોંઘવારીમાં થોડી રાહત થાય. એજ ઉદ્દેશથી મારા પતિ રૂપેશ પણ એટલોજ ઉદાર છે અને ઘણીવાર કહે.’ મીતા, તું તો જાણે છે કે સૌ કામવાળા આપણી આવવાની રાહ જોંતા હોય છે એનું કારણ કે એમને એમની મહેનત કરતાં વધારે મહેંનતાણું આપી આપણે એમને ઘણાંજ ખુશ રાખીએ છીએ. એમની ખુશીમાં આપણી પણ ખુશી છે.’

‘બિચારી જીવીની વાતો સાંભળી આપણને ઘણું દુઃખ થાય. આટલું કમાય છે, દિવસ રાત કામના ઢસરડા કરે છે તોય એનો આળસું પતિ એને મારે. તેણીના પૈસે જલસા કરે સાથો સાથ સાસુ-સસરા સૌ આળસુંના ગોર. તેણીના ઘર-કામમાં કશી મદદરૂપ ના થાય. જીવી એકલા હાથે ચાર ચાર જણાંનું ભરણ-પોષણ કરે! જીવી ઘણીવાર પોતાની દર્દભરી વાતો કરે ત્યારે આપણી આંખમાં પણ આંસુ આવી જાય..એટલે રૂપેશ અમેરિકાથી નવા નવા શર્ટ, પેન્ટ અને હું સાડીઓ લાઉં ને જીવીને આપું બિચારી ખુશ ખુશ થઈ જાય..જીવી અમારે ત્યાં છેલ્લા પાચ વર્ષથી નોકરી કરે છે. ઘરનું સઘળું કામકાજ તેણી કરે છે. અમો ઘણીવાર બહાર જવાનું થાય ત્યારે ઘર તેણી સંભાળે, તેણીને એક વધારાની ચાવી આપી રાખેલ જેથી કામ-કાજ પતી જાય એટલે ઘર બંધ કરી પોતાના ઘરે જાય. એક બે વખત અમો સેલ ફોન લઈ આપેલ પણ તે સેલ ફોન એનો ગુંડો પતિ લઈ લે અને પછી વેચી દે. અમો અહીં ભારતમાં આવીએ એની રાહ જોતી હોય ત્રણ મહિના અમારે ત્યાં ફૂલ ટાઈમ ઘરનું સાફ સુફીથી માંડી સઘળું કામ કાજ તે સંભાલી લે અને અમો મહિને ખાવા-પિવા સાથે ૩૫૦૦ રૂપિયા આપીએ..બિચારી ખુશ ખુશ થઈ જાય! એ ઘણીવાર કહે આન્ટી મને તમારા દેશમાં લઈ જાવ ને! હું તમારું ઘરનું બધું કામકાજ સંભાળી લઈશ! ‘જીવી,ત્યાં આવવું સહેલું નથી. ઘણાં પેપર વર્ક કરવા પડે. અમો અહીંથી જઈએ ત્યારે પણ ટીપમાં ૫૦૦૦ રુપિઆ આપીએ.

‘રૂપેશ, છેલ્લા ત્રણ ચાર દિવસથી જીવી નથી આવતી.’ ‘ મીતા માંદી હશે..કા’તો તેણીના પતિએ ઢોરની જેમ મારી હશે. મારી પાસે કોઈ તેણીનો કોન્ટેક છે નહી. જીવી ક્યાં રહે છે તેની પણ મને ખબર નથી. ઘરના કામકાજમાં બહુંજ મુશ્કેલી પડે છે. ‘હની, આપણે અમેરિકામાં ક્યાં કામવાળી હોય છે આપણું બધું કામકાજ જાતે જ કરી લઈએ છીએ..હા પણ ત્યાંની વાત જુદી છે..તો તપાસ કર કે આપણાં કોઈ પડોશીને તેણીની કઈ ખબર હોય.

ડોર બેલ વાગ્યો..સાહેબ નવા સૉફાસેટ અને ડાઈનીંગ સેટની ડિલીવરી છે .ઓકે! એ લોકો જુના સોફાસેટ લઈ નવા મુકવાના હતાં, બધું સેટ થઈ ગયાં પછી તેમની સાથે આવેલ માણસને એક લાખ રોકડા અપવાના હતાં. ‘ હની..તીજોરીમાંથી…ઑકે.. રૂપેશ અહીં આવતો..તીજોરીમાં કોઈ પૈસા નથી..તે કોઈ બીજી જગ્યાએ મુક્યા છે. હની ત્યાં તીજોરીમાં કવર છે તેમાં છે..હની કશું નથી. ફર્નિચરવાળો ઓળખીતો હતો મેં ફોન કરી જાણ કરી કે પછી પૈસા મોકલાઉ તો ચાલશે? ઑકે , રૂપેશભાઈ તમારા પૈસા ક્યાં જવાના છે. સમય મળે આપી જજો અથવા તમે કહો ત્યારે માણસ પૈસા લેવા મોકલી દઈશ. પૈસાની ચિંતા ના કરશો..

બે વીક પહેલાંજ બેંકમાંથી કેશ ઉપાડી ફર્નિચર માટે પૈસા લાવી મેં તીજોરીમાં મુકી દીધા હતાં. ઘરમાં બધી જગ્યાએ શોધવા ફરી વળ્યા. કઈ પૈસા મળ્યા નહી. શું કરીશું? ચોરી થઈ ગઈ હશે! તીજોરી તુટેલી પણ નહોંતી. કોઈ ચોરીના ચિન્હ અમને દેખાય નહી. તો થયું શું? જીવી પણ છેલ્લા ચાર દિવસથી નથી આવતી. નહીંતો તેણીને પુછી લઈએ કે અમારાથી ઉંમરને હિસાબે ઘણીવાર વસ્તું ક્યાં મુકી છે તેની અમને ખબર નથી રહેતી ત્યારે તેણી ઘણીવાર વસ્તુ શોધવામાં મદદ કરતી. જીવી ઘણીવાર મજાકમાં કહેતી કે આન્ટી તમને કશું યાદ નથી રહેતું. ઘરમાં શું શું છે તે પણ તમને યાદ નથી રહેતું.’અરે..ગાંડી તું છે તો અમારે શું ચિંતા. ઘરમાંથી વસ્તુ ક્યાં જવાની છે? તું અમને બહું સારી અને પ્રમાણિક અને વિશ્વાસુ છોકરી મળી ગઈ છે તેથી અમોને કશી પણ ચિંતા નથી.’

બે અઠવાડિયા પછી અમારા ફ્લેટ પર પોલીસ આવી પુછ્યું..’આપ એન.આર.આઈ છો? અમેરિકાથી આવો છો? મેં હા કહી..તેમણે આગળ પુછ્યું..’તમારે ત્યાં જીવી નામની કોઈ નોકરાણી કામ કરતી હતી? હા પણ શું થયું? બિચારી છેલ્લા દસ દિવસથી કામે નથી આવી. એ બિચારીનો પતિ દારૂડિયો, જુગારી અને ગુંડો છે અને સાસું સસરાનો પણ એટલો જ ત્રાસ છે. બિચારી જીવીને માર માર્યો લાગે છે. સાસરાવાળા બહું સારા નથી જીવીને બહુંજ ત્રાસ આપે છે.’ ‘ બેન એ વાત સાચી નથી. બધી બનાવટી વાતો છે એ જીવી પરણિત છે જ નહી. એક લુંટારૂ ટોળકીમાં ભળેલી છે. હું અધવચ બોલી..હોય જ નહી. અમો સાચું નથી માનતા. ‘બેન, ત્રણ ચાર દિવસ પહેંલાજ “મધુ માધવ છાપરણ” ઉર્ફે જીવી એસ.જી. હાઈવે પર એક બેનના ગળામાંથી સોનાનો ચેઈન બાઈક પર છીનવવા જતાં પોલીસે પકડી પાડી અને તેણીના ઘરે તપાસ કરતાં ૯૦,૦૦૦ની રોકડી રકમ મળતાં વધું તપાસ અને રિમાન્ડ પર લઈ દબાણ કરતાં માહિતી મળી કે એ તમારી વિશ્વાસું નોકરાણીએ એક લાખની રકમ તમારા જ ઘરમાંથી ચોરી કરી છે. ઉપરાંત તેણીના ઘરમાં નાની-મોટી ઘણી વસ્તું પરદેશની જોવા મળી છે. તે અંગે વધુ પુછતાછ કરતાં ખબર પડી છે કે તમોને વિશ્વાસમાં તેમજ તમારા ભુલકણા સ્વભાવનો ગેરફાયદો લઈ ધીરે ધીરે ઘણી નાની-મોટી વસ્તુંની ચોરી કરી છે. સાથોસાથ એ પણ બકી છે કે આપના પતિના કપડા ધોતા ઘણીવાર ત્રણ સો ચારસો ની નોટો નીકળે તો ૫૦ રુપિયા જેટલા તમને આપી દે એટલે તમને લાગે કે જીવી કેટલી પ્રમાણિક છે! તમને આ વિશ્વાસમાં લેવાનું તેણીનું બધું કાવત્રુ હતું. છેલ્લા પાંચ વર્ષમાં તમને ઘણાં લુંટ્યા છે અને તમને ખબર પણ નથી પડી. પોલીસ બધું પેપરવર્કસ કરી અમારી સહી લઈ જતા રહ્યા. અને જતાં જતાં કહ્યું.’ચિંતા ના કરશો અમો અમારી રીતે બધી તપાસ કરી જાણ કરીશું.’

‘રૂપેશ, આપણાં જ વતનમાં આપણે લુંટાયા! પાંચ વર્ષમાં આપણા ભુલકણા સ્વભાવ, ઉંમર અને વિશ્વાસનો ગેરલાભ લઈ તેણીએ શું શું નહી ચોર્યું હોય! આપણે કોનો વિશ્વાસ કરીએ? દેશમાં પ્રમાણિકતાનું પતન થઈ ગયું છે! મીતા, છાપામાં વાંચીએ છીએ કે ‘એક લાંબા સમયથી કામ કરતાં નોકરે માલિકનું પૈસા માટે ખુન કરી નાંખ્યું ‘..તો આપણે તો સલામત છીએને? તને બહું ચિંતા થતી હોય તો આ ફ્લેટ વેંચી દઈ બધું સમેટી અમેરિકા પાછા. રૂપેશ, તારી વાત મને ગમી..પણ આપણે જે વીલમાં લખ્યું છે તે પ્રમાણે જ થવું જોઈએ. હા…હા..એજને કે ફ્લેટ વેંચી જે પૈસા આવે તે..ગરીબ બાળકોની કેળવણી માટે ડૉનેશનમાં આપી દેવાનાં…બસ ખુશ હની?


Rate this content
Log in

Similar gujarati story from Crime