Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Others

3  

Vishwadeep Barad

Others

હવે હું ક્યાં જઈશ?

હવે હું ક્યાં જઈશ?

5 mins
14.6K


‘મુકેશને ગુજરી ગયાં પાંચ વરસ થઈ ગયાં. હું ખરેખર એમને મીસ કરું છું. એમને ગયાનો એફસોસ કે દુ:ખ ! એ માત્ર મારું મન અને દીલજ જાણે છે. જે પુરૂષ સાથે મારો માત્ર શારિરીક સંબંધ હતો એમની સાથે લગ્નબાદ કદી મેં પ્રેમની પવિત્ર ગંગામાં કદી પણ સ્નેહનું સ્નાન કર્યું નથી ! સમાજ, કુટુંબ અને મા-બાપના સંસ્કારે એમની સાથે એક ગુલામ તરીકે મેં જીવન જીવ્યું છે ! એ પણ હસતાં મોંએ ! ગાલપર થપાટ લગાવી મેં મોં લાલ રાખ્યું છે ! અમેરિકા જેવા મહા-પ્રગતીશીલ દેશોમાં આપણાં પુરૂષો સ્ત્રીને પગના જુત્તા સમજે છે ! અહીં આવે છે, મોર્ડેન જિંદગી જુવે છે, સરસ, સરસ સુધરવાની વાતો કરે છે. એ માત્ર બહારના સમાજમાં ઘેર નહી ! “ધરકી મુરખી દાળ બરાબર !’

આજે એમના વગર સમાજમાં સ્કૂલમાં, હોસ્પિટલમાં વૉલીનટીયર તરીકે સેવા આપુ છું, સૌને મળી ખુશ છું. એકલી રહું છું, છોકરાની કોઈ ટક ટક નથી, એમની સાથે પણ સંબંધ પ્રેમાળ છે. એ એમની જિંદગી જીવે છે અને હું મારી રીતે ખુશ છું. ઘરમાં એકલી બેઠેલી માયા આજે વિચારમાં ને વિચારમાં એક ભૂતકાળના ખંડેરમાં સરકી પડી !

‘મુકેશ, હવે આ ઉંમરે તને બધું નથી શોભતું. માયાએ નમ્રભાવે કહ્યું.

‘તું શું કહેવા માંગે છે ? મારે કોઈ સાથે લફરું નથી, તુ઼ં ખોટી, ખોટી શંકા કરે છે. હું બધા સાથે ફ્રેન્ડલી છું અને તું બહું જ મીન છો અને ઈર્ષાળું છો !

‘હા, હા હું મીન છું અને તમે બહુંજ ફ્રેન્ડલી છો તો કહો કે હું કોઈ પણ પુરષ સાથે એકલી થોડી પણ વાત કરું છું ત્યારે તમારા મગજમાં કુશંકાના ગલુડીયા દોડવા લાગે છે, અને ખોટા બહાના શોધી ઘેર આવી ઝગડા શરું કરી દો છો.

‘માયા તારે નોકરી-બોકરી કશું કરવું નથી આવા ખોટા આરોપ મારા પર ન નાંખ,,નહી તો એક..!

‘હા, હા એકાદ થપાટ લગાવી દેશો એજ ને ? અમેરિકામાં વરસોથી રહીએ છીએ છતાં તમે હંમેશા હાથ ઉગામતા રહ્યા છો !’ હું અહીંનો કાયદો જાણું છું જો હું…

‘હા..પોલીસને ફોન કરી દઈશ એજ ને.. તું મને જેલ ભેગો કરવા માંગે છો તો આ લે ફોન..’

‘મુકેશ, મારે જો ફોન કરવો હોત તો વરસો પહેલા કર્યો હોત. આ તો મારા મા-બાપની ખાનદાની અને આપણાં છોકરાઓ પર તમારી કે આપણાં કુટુંબની ખોટી છાપ ના પડે એથી છેલ્લા ત્રીસ વરસથી ચુપચાપ આ બધું સહન કરી રહી છું, હવે છોકરા મોટા થઈ પરણી શાંતીથી પોતાના ફેમીલી સાથે સુખી જીવન જીવ છે એક તમેજ આ ઉંમરે આવા લફરા. હવે તો થોડા પીઢ થાવ અને સમજો !’

મુકેશ અને માયા ત્રીસ વરસથી અમેરિકામાં રહે છે, એક છોકરી ૨૫ વર્ષેની અને છોકરો ૨૭નો બન્ને કોલેજમાં બીઝનેસ-મેનેજમેન્ટની ડીગ્રી લીધી અને પોત-પોતાના જીવનસાથી શોધી પરણી પણ ગયાં. એમના બન્ને છોકરા પોત-પોતાની રીતે જુદા રહી સુખી જીવન જીવે છે. છોકરાઓને પણ થોડો અણસાર છે કે અમારા ડેડી રૉમેન્ટીક છે અને અન્ય સ્ત્રીઓ સાથે એમની કુંમળી લાગણી હોય છે. માયાએ કદી પણ છોકરાઓને અણસાર નથી આવવા દીધો કે મુકેશને રોમા સાથે અફેર છે. છોકરાને તો એ હંમેશા એમજ કહે: “તારા ડેડી બહુંજ રમુજી અને ફ્રી માઈન્ડના છે પણ માઈન્ડમાં કશું નથી. માયા માત્ર એકલી, એકલી મનમાં સોસાયા કરે ! દીલની વાત દીલમાં ક્યાં સુધી સઘરી રાખે ? ત્યાં પણ હવે તો કોઈ ખુણો બાકી રહ્યો નથી..ત્યાં પણ હવે તો ફૂલ-હાઉસના પાટીયા દીલે લગાવે દીધા છે.

દરિયો છલકાય ત્યારે કિનારાના ભુક્કા ! માયાનું દીલતો સાગર કરતાં પણ વિશાળ હતું, ઘડીમાં બધુંજ ભુલી જાય ! અને પાછી મન મનાવી લે અને મુકેશ સાથે હસી-મજાકથી રહેવા લાગે.

મુકેશ નિૃવત થયાં બાદ બન્ને ભારતની મુલાકત લેતાં. અમદાવાદમાં નવરંગપુરામાં એક ત્રણ બેડરૂમનો ફ્લેટ લીધો હતો. મુકેશ ઘણીવાર સવારથી કોઈ કામના બહાને ઘરની બહાર નીકળી જાય અને માયાને ઘરમાં બેસી ટીવી જોવાનો શોખ, જુદી. જુદી હિન્દી સિરિયલ જોયા કરે અને એમાંજ આખો દિવસ પસાર થઈ જાય. માયા હવે મુકેશના સ્વભાવથી યુઝટુ થઈ ગઈ હતી. મનને મનાવી લેતી: ‘પુરૂષનો તો એવો સ્વભાવજ હોય ! એમના મનમાં એવું કશું હોતું નથી ! મન કદાચ માને ! દીલને તો માત્ર ચોખ્ખો પ્રાણવાયું જ જોઈ એ. એ બીજો વાયુ સહન ના કરી શકે ! એ માત્ર મન પર “મનામણાં”ના થીગડાં મારતી હતી !

મુકેશને એકાએક છાતીમાં દુ:ખવા આવ્યું અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. ડોકટરના નિદાન મુજબ મેજર હાર્ટ-એટેક હતો. સમયસર સારવારથી બચી ગયાં પણ ત્રણ મેજેર બ્લોકેજને લીધે તાત્કાલીક ઑપરેશનની કરવાની ફરજ પડી. માયા અને દીકરી અને દીકરો, જમાઈ, છોકરાની વાઈફ સૌ સેઈન્ટ-મેરી હોસ્પિટલમાં વેઈટીંગ રૂમમાં બેઠા હતાં.

સેલ ફોનની રીંગ વાગી. માયાએ દીકરીને ફોન આપ્યો એ ફોન મુકેશભાઈનો હતો. માયાની દીકરી પિન્કી બહાર લૉબીમાં ગઈ:

‘હલ્લો,’ ‘મુકેશ છે ?

‘નૉ. અત્યારે ફોન પર આવી શકે તેમ નથી..

આપ કોણ ?’

ધડીભર કશો વળતો જવાબ ના મળ્યો. એટલે ફરી પિન્કીએ પુછ્યું:

‘ આપ કોણ?’…’હું.. હું …અ..ની..તા..’

એ વાત પુરી થાય એ પહેલાં જ માયાનો જોરથી બુમપાડી રડવાનો અવાજ આવ્યો..

પિન્કી બોલી, ’આઈ..એમ સોરી..હું પછી તમને ફોન કરુ છું.’

અનીતા, એ મુકેશભાઈનું અમદાવાદનું લફરું હતું..અનીતા ૪૫ વરસની વિધવા સ્ત્રી હતી અને મુકેશભાઈ એ માયાને ખબર ના પડે તે રીતે સ્પોન્સર કરી અમેરિકા બોલાવી હતી અને કહ્યું: ‘ડાર્લિંગ, એક વખત અમેરિકા આવી જા, હું તને નોકરી, મકાન બધું અપાવી દઈશ અને ભવિષ્યમાં તને ગ્રીન-કાર્ડ પણ અપાવી દઈશ. અત્યારે વીઝીટીંગ વીસા પર આવી જા. બસ પછી આપણે જલસા કરીશું.’

અનીતાને પણ ખબર હતી કે મુકેશ પરણેલા છે, બે મોટા, મોટા બાળકો છે. પણ કોણ જાણે તેણીની મજબુરી કે અમેરિકાનું આકર્ષણ ! મુકેશભાઈ અવાર નવાર ખાનગીમાં અનીતાને પૈસા મોકલતા જેમાં એકલી અનીતાનું ગુજરાન ચાલતું હતું. મુકેશભાઈને ખબર હતી કે આજે અનીતા આવવાની હતી અને એ એરેપોર્ટા પર લેવા જવાના હતાં. એમના પ્લાન મુજબ એમના મિત્ર કશાભાઈની મોટેલમાં અનીતાને રાખીશ અને ત્યાં શરૂઆતમાં ગેર-કાયદે પાર્ટ-ટાઈમ નોકરી કરશે અને પછી ધીરે ધીરે ફાવટ આવસે એટલે બીજી સારી નોકરી અથવા બીઝનેસ અને ઘર અપાવી દઈશ. મુકેશભાઈનું ઑપરેશન દરમ્યાન બીજો એટેક આવ્યો અને ત્યાં જ દેહ છોડ્યો. પિન્કીએ થોડીવાર પછી સેલપરથી અનીતાને ફોન કર્યો

"મને કહેતા દુ:ખ થાય છે કે અનીતા આન્ટી, મારા પિતાનું અવસાન થયું. અનીતા હજુ એરપોર્ટ પર જ હતી…ગાંડાની જેમ બેબાળકી થઈ રડી પડી.. હવે હું શું કરીશ..હવે હું ક્યાં જઈશ ?


Rate this content
Log in