Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa DESAI

Others Romance

3  

Alpa DESAI

Others Romance

સાધના૫

સાધના૫

4 mins
13.7K


ગાડી તો સમયસર ગામ આવી પોહોચી. સાધનાના ભાઈ તેડવા માટે આવી પોહોચ્યો હતો. સામાન થોડો હોવાથી બધા ઘોડાગાડીમાં ગોઠવાયા, અને ટાંગો તબડક... તબડક...ચાલવા લાગ્યો. રસ્તામાં બધું આવતું ગયું પણ સાધનાને તો એ મંદિર, ગૌશાળા, કે ટાવર બધું જ અપરિચિત લાગવા લાગ્યું. ત્યાજ ઘોડાની લગામ ખેચાવાથી તે રોકાઈ ગયો, સાથોસાથ સાધનાના વિચારોને પણ લગામ લાગી હોય તેવું લાગ્યું. સાધના દોડતી જ ડેલીમાં દાખલ થઇ અને તેના ભાભી ને વળગી પડી બંનેના આંખોમાંથી આસુ વહેવા લાગ્યા. થોડીવાર માટે તો કન્યા વિદાઈનું દ્રશ્ય ઉભું થઇ ગયું.

નાહી ધોઈને બધા ભાઈઓ ને ભાભી બાપુની બાજુમાં બેસી ગયા. બધાને નવા જમાઈ ને તેના કુટુંબ વિષે જાણવું હતું. બાપુએ વિગતે વાત કરી કે માણસો બહુજ સારા છે અને પાછા જેન્તીભાઈના જાણીતા છે. તેથી સારું મુહુર્ત હોવાથી વાત પાક્કી કરી જ નાખી. 'તે લોકો માર્ચ મહિનામાં આવવાના છે તો સગાઇ ત્યાંરે કરીશું ?' તેવું કૈલાશબેન કહેતા હતા. સારું બે માસ જેટલો સમય છે માટે તૈયારી કરી શકશે. અને બધા એ મનોમન હળવાશ અનુભવીને પોત પોતાના કામ પર લાગ્યા. સાધનાએ બધા માટે જમવાનું પીરસીયું. બપોરના કામ આટોપીને સાધના સુવાની તૈયારી કરતી હતી ત્યાં તેની ખાસ સહેલી શિલા આવી. બંને સખીની આંખોમાં ઉત્સાહની સાથોસાથ છુટા પડવાનું દુખ પણ વર્તાતું હતું. ભાભીએ પાણી આપી શાંત કર્યા. હવે બંને સખી વાતોએ વળગી. ભરત વિષેની વાત કરતા કરતા જ સાધનાની આંખોની ચમક વધી ગઈ. તેણે કહું કે,

”ભરત બહુજ રોમાંચિત કરી દે છે, હવે તો જલ્દી લગ્ન કરવા માટે ઉતાવળો થયો છે. પણ હું હજુ તૈયાર નથી. મારે તો હજુ ઘણું શીખવાનું બાકી છે કઈ ભુલ થાય તેના કરતા મિષ્ટાન, અથાણા, પાપડ, વડી, મુખવાસ, ઘરના તમામ કામો બધું જ બરાબર શીખવાનું છે. આવતા ઉનાળામાં રાખે તો સારું ત્યાં સુધીમાં બધાની સાથે હળીમળી પણ જાવ. પણ હવે જોઈએ કે તે લોકો શું કહે છે."

શીલાના ગયા બાદ સાધના સુવાની કોશિશ કરવા લાગી, ત્યાજ ભાઈના બાળકો શાળાએથી આવીગયા. પોતાની વ્હાલી ફઈને જોઇને ખુબ રાજી થયા અને મીઠી ભાષામાં કહેવા લાગ્યા કે, "ફઈ, હવે તમારે મુંબઈ જવાનું નથી હો ! અમે નાના ફૂવા આવશે એટલે તેમને પણ અહી જ રાખી લઈશું, પણ તમારે મુંબઈ જવાનું નથી."

બધા હસવા લાગ્યા. ભાભી બપોરનું કામ કરવા લાગ્યા, ત્યાં સાધના ઉભી થઇને તેમને મદદ કરવા લાગી અને બોલી,

”ભાભી આજથી ઘરનું બધું જ કામ હું તમારી મદદ લઇને શીખીશ. કઈ ભૂલ હોય તો કેજો.” ભાભી એ વાત સાંભળીને સાધનાને માથે હાથ

ફેરવતા બોલી ,”ના હો, મારા લાડકા બેન, હવે તો તમે આ ઘર ના મેહેમાન કે’વાવ. તમે મને મદદ કરજો, હું તમને બધી જ રસોઈ શીખવી દઈશ. ચિંતા ન કરો, અત્યારે તો તમે પિયરમાં છો, સાસરે નહી !" આમ નણદ–ભોજાયની વાતો ચાલતી હતી. ત્યાંજ મોટાભાઈ પણ ઓફીસેથી વહેલા આવી ગયા. સાધના એ તેમને પાણી આપ્યું, અને બાપુ સાથે માંડીને વાતચીત કરવા લાગ્યા.

બાપુ બોલ્યા, "તે લોકો બે માસ પછી સગાઈનું નક્કી કરશે તો આપણે બધી જ તૈયારી રાખવી પડશે.

મોટાભાઈ એ વળતો જવાબ આપ્યો, "સારું મને બે ત્રણ હોલ વિષે માહિતી છે, તો હું ત્યાં જઈને તપાસ કરી આવીશ. બીજું કઈ કામકાજ હોય તો કહી મુકજો. મહેમાનોને જરા પણ અગવડ પડવી ન જોઈંએ.

બીજે જ દિવસથી સાધના વેહેલી ઉઠીને ઘરના કામકાજમાં મદદ કરવા લાગી. રસોઈ બનાવવા લાગી. જમવાના સ્વાદમાં ફર્ક જણાતા નાનાભાઈએ ટીખળ માટે, કહ્યું કે "આજે મારે નથી જમવું, શાકમાં મજા નથી, મીઠે સાવ મોળું છે, કાલથી ભાભી તમે જ રસોઈ બનાવશો." સાધનાને આ વાત ન ગમી તે રડવા લાગી. ભાભી એ તેને સમજાવ્યું કે 'નાનાભાઈ તો મજાક કરે છે, આમ નિરાશ ન થવાય, આજે મોળું હોય તો કાલે થોડું વધારે મીઠું નાખવાનું, એમ રડીને ન બેસી રેવાય.'

સાધનાને પણ આ વાત સાચી લાગી, આમ દિવસો વિતતા ગયા. ભરતના પત્રો આવવા લાગ્યા. સાધના પણ વળતો જવાબ આપવા લાગી, અને તમામ કામ શીખવા લાગી.

થોડા દિવસો બાદ ભરતના પપ્પાનો પત્ર આવ્યો કે, "અમે અમારી પુત્રી રેખાની વાત અમારા સગાના પુત્ર સાથે ચલાવીએ છીએ, અને છોકરો દુબઈમાં નોકરી કરે છે. લગ્ન પછી રેખા એ પણ દુબઈ જવાનું છે. પણ તે લોકોની એક શરત છે કે અમારે બે માસમાં જ લગ્ન કરી દેવા ના રહેશે, ખુબ સારું ખાનદાન કુટુંબ છે અને સગાના સગા જ છે, તેથી કોઈ જાતની ચિંતા જેવું નથી. અમારે તેમને જવાબ આપવાનો છે પણ જો તમે ભરત અને સાધનાના લગ્ન જલ્દી ગોઠવી આપો તો બંને પ્રસંગ સાથે ઉકેલાઈ જાય. વળી રેખાને દુબઈથી પાછા આવતા બે વર્ષ લાગશે ત્યાં સુધી ભરતની સગાઇ રાખવી સારું ન લાગે તો આપ સૌ આપનો નિર્ણય મને જલ્દી જણાવજો.

(ક્રમશ)


Rate this content
Log in