Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એક સાંજનો ઓછાયો (૧૨)
એક સાંજનો ઓછાયો (૧૨)
★★★★★

© Falguni Parikh

Others

5 Minutes   7.1K    14


Content Ranking

રાઘવ બેભાન અવસ્થામાંથી સાંજે ભાનમાં આવ્યો, આંખો ખોલી જોયું - ખુદને એક ઝૂંપડીમા જોયો. ઘરમાં કોઈનો અણસાર વર્તાતો નહોતો. ઊભો થવા ગયો -દર્દથી ચિત્કારી ઊઠયો. હવે ખ્યાલ આવ્યો - તેની નજર ખભા પાસે બાંધેલા પાટા તરફ ગઈ. નજર સામે બધી ઘટનાઓ પસાર થઈ ગઈ. પોતે ઘાયલ થયો હતો, ન જાને કોનું ઘર છે? ઘરમાં કોઈ દેખાતું નથી? એક અપરિચિત અવાજથી તેની વિચારમાળા તૂટી.

તમે ભાનમાં આવી ગયા? તમે ગઈ કાલ રાતથી બેભાન હતા. ઝૂંપડીમાં દાખલ થતી એક યુવતીના અવાજે તેને ચોકાવ્યો. તે દોડતો હતો ત્યારે કોઈએ તેને ખેંચી લીધો હતો. ખેંચનાર આ યુવતી છે?

તમે એજ છો - જેને મને ખેંચીને ઘરમાં? એ યુવતી હસી પડતા બોલી, હા, હું એજ છું. મારું નામ માલા છે. અહીં વસ્તીમાં મારા બાબા (પિતાજી) સાથે રહું છું. એ મચ્છીમારી માટે સાગર ગયો છે. આજે આવશે. તમે કોણ છો? પોલીસ કેમ પાછળ પડી હતી? આ ગોળી શા માટે વાગી?

અરે! માલા, આટલા બધા સવાલો એક સાથે? રાઘવે પોતાની હકીકત જણાવી. તેની હકીકત જાણ્યાં પછી માલા બોલી, એટલે પોલીસ સવારે તપાસ માટે બધાના ઘરો ચકાસ્યા હતા. પોલીસ? ઘરોની તપાસ? હું એમને મળ્યો કેમ નહી? હું બેભાન હતો એ વખતે?

માલા હસતા બોલી- એ લોકો અહીં આવ્યા હતા. તમને મારી બાહોમાં એ રીતે સૂવડાવ્યાં હતાં. જોનારને એમ લાગે આપણે, બોલતાં અટકી ગઈ અને શરમાઈ ગઈ. રાઘવ આ અજાણી યુવતીને નિરખી રહયો, મારી જાન બચાવવા આ યુવતીએ કેવું સાહસ ઊઠાવ્યો? પોતાની ઈજજતની પરવા ન કરી?

રાઘવ - માલાની દિલેરી પર વારી ગયો, તેનો ખૂબ આભાર માન્યો. ઘરે જવાની રજા માંગી, ત્યારે માલા બોલી-તમને ઈજા થઈ છે. તમે કહો તો તમારા ઘર સુધી તમને... ના, ના, માલા, મારા કારણે તારી જિદંગી જોખમમાં મુકાઈ જશે. હું ખુદ જતો રહીશ.

એક કામ કરો, તમારા કોઈ મિત્રને બોલાવી લો- તમને આવી પરિસ્થિતિમાં એકલા નહીં જવા દઉં. માલાની દલીલો આગળ રાઘવે નમતું જોખ્યું. માલા પડોશીનો મોબાઈલ લાવી, રાઘવે નંબર આપ્યો એ ડાયલ કર્યો.

મહેશના મોબાઈલ પર અજાણ્યા નંબરથી રીંગ આવતા એને શંકા ગઈ. કદાચ પોલીસ હોય? કદાચ રાઘવ હોય? મનમાં ગડમથલ ચાલી- ફોન રીસીવ કરવો કે નહી? અવાજ બદલી એ રીસીવ કર્યો. સામે કોઈ યુવતીનો અવાજ સાંભળી આશ્ચર્ય થયું. મારો નંબર તેની પાસે કયાંથી? એ યુવતીને પૂછવા જતો હતો ત્યારે પરિચિત અવાજ સંભળાયો - મહેશ!

અરે રાઘવ દોસ્ત તું કયાં છે? સહીસલામત છે? મને તારી ખૂબ ચિંતા થાય છે? આ યુવતી કોણ છે? મહેશ હું બતાવું એ જગ્યાએ આવી જા, બધી વાત પછી જણાવીશ - એમ કહી વસ્તીથી દૂર એક જગ્યાનું સરનામું બતાવી ફોન કટ કર્યો. રાઘવ સહીસલામત છે જાણી મહેશને આનંદ થયો. રાઘવના કહયા મુજબ એ જગ્યાએ પહોંચી ગયો, ત્યાં કોઈ નહોતું. તેને ચિંતા થવા લાગી. તેની નજર દૂરથી આવી રહેલી બે બુરખાધારી યુવતીઓ પર પડી. આ યુવતીઓ આ બાજું કેમ આવે છે? છૂપાવેશમાં પોલીસ છે?

નજીક આવતાં એક યુવતીએ બુરખો ઊઠાવ્યો, રાઘવને સામે જોતા હર્ષથી બોલ્યો - રાઘવ દોસ્ત તું! એને ભેટી પડયો. બે દોસ્તોના મિલનને માલા જોઈ રહી. રાઘવે માલાની ઓળખાણ કરાવી - મહેશને બધી વાતો જણાવી. પોતાના મિત્રનો પ્રાણ બચાવવા માટે મહેશે, માલાનો ખૂબ આભાર માન્યો. રાઘવને લઈ ધારાવી જવા પ્રયાણ કર્યુ. માલા કયાંય સુધી એ દિશામાં નિરખતી રહી.

મી. રાવે સોંપેલા કોન્ફિડેન્શલ કામ માટે શૈલી ઈન્ડિયાથી પોતાનો મેક ઓવર કરી 'પ્રિયા રાજ' નામના પાસપોર્ટથી દુબઈ જવા રવાના થઈ. મી. રાવની સૂચના મુજબ - એરપોર્ટ પર 'મોઈન' તેને રીસીવ કરવા હાજર હતો. સાંકેતિક ભાષામાં વાતચીત કર્યા બાદ બંને કારમાં રવાના થયા. કારમાં બંને ચૂપચાપ હતા. ઘર- પરિવારની સામાન્ય વાતચીત થતી રહી.

મોઈનના ઘર પાસે ઉતરી કારને રવાના કર્યા બાદ મોઈન શૈલીને લઈને ઘરની પાછળ આવેલા ગેરેજ તરફ લઈ ગયો. શૈલીને આશ્ચર્ય થયું. આપાજાન - મને ખબર છે તમને નવાઈ લાગતી હશે. એ ટૂંક સમયમાં, એમ બોલી- મોઈને દીવાલ પર રાખેલ એક બોર્ડ પર પોતાના અંગૂઠાથી બટન પ્રેસ કર્યું અને ત્યાં ફિંગર પ્રિન્ટ આપી! ગેરેજનો દરવાજો ખૂલી ગયો. શૈલી એ નવાઈથી નિહાળી રહી. નીચે ઉતરવા માટે એક સીડી દેખાય તે પરથી એ લોકો નીચે ઉતર્યા. નીચે એક હોલ અને રૂમ જેવું હતું. ત્યાંની દીવાલ પર ટી. વી લાગેલા હતા.

મોઈનભાઈજાન આ બધું? શૈલીએ આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછયું. આપાજાન - આ બધું મી. રાવની સંગતમાં ઓહ, બંને હસી પડ્યાં!

તમે બેસો હું તમારા માટે.. - એમ કહી એ બીજા રૂમમાં જતો રહ્યો. શૈલીએ હોલની નિરીક્ષણ કરતી હતી. સામે લાગેલા ટી.વી. પર ઘર અને ઘરની બહારની હિલચાલ દેખાતી હતી, એનો મતલબ બધી જગ્યાને સી.સી.ટી.વી. કેમેરાથી સજજ કરી છે.

જ્યુસનો ગ્લાસ તેની સામે ધરતા મોઈન બોલ્યો, ન્યાય આપો આને પહેલા. દુબઈનીએ થયેલી પાર્ટીની તસ્વીરો સાથે થોડી માહિતી શૈલીને આપી. શૈલીએ એ માહિતી સાંકેતિક ભાષામાં તેની ડાયરીમાં ઉતારી લીધી. તમે ફ્રેશ થાઓ, ત્યાં સુધીમાં હું એક અરજન્ટ કામ પતાવીને પરત આવું છું.

શૈલી - મોઈન એ હોલમાંથી ઉપર ઘરમાં આવ્યા. ઘરમાં બે નોકરો સિવાય કોઈ બીજાની હાજરી ન વર્તાઈ. શૈલીને આશ્ચર્ય થયું.

સોફા પર બેસી મેગેઝીનનાં પાન પલટાવતી હતી ત્યાં એક તસવીર પર નજર પડી. તસ્વીર જોતાં, તેના વિષે વાંચતા નવાઈ લાગી. તસ્વીરના શખ્સને ક્યાંક જોયો છે બીજા નામથી! પણ કયાં? યાદ ન આવ્યું. આખું મેગેઝીન ઉલટાવી નાખ્યું, મનમાંથી એ તસ્વીર ખસતી નહોતી. આ વ્યકિત મી. બેબોન નથી. મનમાં ખ્યાલ આવ્યો કાશ- કરણ હમણાં મારી સાથે હોત? એના અનોખા અંદાજમાં કહેત- હે ખ્યાલસુંદરી - તું અમારી નાજુક નમણીસી ગુડિયા - શૈલીને બહું હેરાન ન કર! હે- નાજુક ગુડિયા, તું બહું ચિંતા ન કર નહીં તો તારા ચહેરા પર ડિમ્પલની જગ્યાએ પિઁપલ્સ આવી જશે! કરણની આવી હરકતો યાદ આવી જતાં શૈલી હસી પડી.

કરણ! કરણ દેવયાની - એની સાથે જ ઓફિસમાં જોઈન થયો હતો. એકદમ હેન્ડસમ, ચતુર, ચાલાક, ચપળ અને સદા તરવરાટથી ભરેલો. એના મશ્કરા સ્વભાવને કારણે બધાનો લાડલો બની ગયો હતો. શૈલી - કરણ એકસરખી ઉંમરના હોવાને કારણે તેમની દોસ્તી ખૂબ ગાઢ બની ગઈ હતી. કરણ શૈલી સાથે મજાકના મૂડમાં ફલર્ટિગ કરતો ત્યારે કહેતો - શૈલી - તારા આ ડિમ્પલ (ખંજન) પર હું આફરીન છું, જાનેમન! એક દિવસ જોજે ત્યાં મારા નામની કિસ કરીશ! શટ અપ કરણ! શૈલી એને ખખડાવતી ત્યારે અનોખા અંદાજમાં તેનો હાથ પકડી બોલતો - જાનેમન - તું મને ચૂપ કરાવી દેશે, આ મારા ધડકતા દિલને કેવી રીતે ચૂપ કરાવીશ બોલ? એમ બોલી શૈલીનો હાથ પકડી પોતાના દિલ પર મૂકી દેતાં, બંને હસી પડતાં. એ વખતે શૈલીનો ધબ્બો કરણની પીઠ પર પડતો.

કરણ દેવયાની - શૈલીએ તેને ઘણી વખત આ રીતે નામ કેમ લખાવે છે એ સવાલ પૂછ્યો હતો. કરણે એ જવાબ ઉડાડી દીધો હતો. (તે કોઈને પોતાની વ્યથા જણાવવા માંગતો નહોતો.) બધાને એ સવાલનો જવાબ આપતા કહેતો - જરૂરી નથી દરેક બાળકનાં નામની પાછળ પિતાનું નામ લાગે. મારા નામ પાછળ મારી મમ્મીનું નામ છે કેમકે મારી મમ્મી સૌથી બેસ્ટ મમ્મી છે! બધાને જવાબ આપતો, પરંતુ મનમાં એ વખતે એક ફાંસ ચુભતી હતી, તે કોઈને દેખાતી નહોતી. શૈલી એ જોઈ શકતી હતી. દોસ્તને હસતો નિહાળી વિચારતી - આ હાસ્યની પાછળ કેટલું દર્દ છુપાયેલું છે! સાચે જ જયારે કોઈ બહુ હસતા હોય ત્યારે એમ સમજવું ભૂલભરેલું છે તે ખુશ છે. આવા લોકો પોતાના દર્દને હાસ્યરૂપી વાઘા પહેરાવી ખોખલા હાસ્યથી જિદંગી જીવતા હોય છે! એ શાયદ કોઈ ઓળખી શકતું નથી!

નવલકથા એક સાંજનો ઓછાયો પ્રકરણ ૧૨

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..