Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational

2.3  

Pravina Avinash

Inspirational

લગ્ન

લગ્ન

2 mins
14.6K


"અરે ૩૨ વર્ષની થઈ, પ્રભુ જાણે ક્યારે લગ્નની હા પાડશે?' મમ્મી હૈયા વરાળ કાઢતી. "આ,પાટવીકુંવર ૪૦નો થવા આવ્યો. કોને ખબર, આ આજકાલના છોકરા અને છોકરીઓના દિમાગમાં શું ચાલી રહ્યું છે? બન્ને ભાઈ અને બહેન કોઈને લગ્ન કરી જીવનમાં સ્થાયી થવું નથી!"

"મમ્મી, હજુ અમે લગ્ન કરવા તૈયાર નથી!"

"શું મગજમાં લાલ, પીળી કે લીલી લાઈટ થાય ત્યારે ખબર પડે?"

"છોકરો હોય કે છોકરી લગ્ન કરવા એ જીવનનું અંતિમ ધ્યેય નથી!"

"ઉંમરનો તકાજો, સંસારની ફરજ યા માતા પિતાનું દબાણ સહુને એ દિશામાં પગલું ભરવાનું સૂચન કરે છે.

લગ્ન એ સામાજીક જીવનનું સીમા ચિન્હ ગણાય, જે પરવાનો મળવાથી સમાજમાં એક આગવું સ્થાન મળે. લગ્ન કરવા ફરજિયાત નથી. છતાં પણ લગ્ન કરેલી વ્યક્તિ સમાજમાં એક એવું સ્થાન મેળવે છે જે ઈજ્જત,

આદર અને મોભાને આસાનીથી પામે છે. સંસારના, સામાજીકતાના હેતુ માટે લગ્ન એક આવશ્યક સંસ્થા માનવે ઊભી કરી છે. જે ખૂબ પ્રશંશનિય છે. જેના વગર પણ પ્રજોતપત્તિ શક્ય બને, જે સભ્ય સમાજની રચના કાજે ઉચિત નથી. ભારતમાં આજે ઝૂઝ પ્રમાણમાં બાળ લગ્ન હયાત છે એ નકારી ન શકાય.

ગામડાઓમાં અમૂક કારીગરની જાત હજુ પણ દસ બાર વર્ષની વયના નાના બાલકોને પરણાવે છે. બને ત્યાં સુધી છોકરીઓને સાસરે ‘ગોયણું’ (ગૌના) મોડેથી કરે છે. એમના ઘણા ખરાંના બાળકો શાળામાં બહુ ભણતા પણ નથી.

બાપના ચાલુ ધંધામાં બેસી જીંદગી વિતાવે છે. આ નજરે જોયેલી હકિકતનું ઉદાહરણ છે. તેમની સાથે વાત કરીએ તો હસે અને વાત ઉડાવે.

ખેર, એ પ્રજાને બદલવી એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. આ વાત થઈ અભણ અને અણઘડ પ્રજાની. સામાન્ય રીતે પરણવાની ઉમર ૨૫થી ૩૦ વર્ષની અંદર હોય તો આદર્શ ગણાય. લગ્ન એ કોઈ પણ પ્રકારનું બંધન નથી. લગ્ન એ બે વ્યક્તિ વચ્ચેનો પવિત્ર રિશ્તો છે. જેમાં બન્ને જણા એકમેકને વળગી રહેવાનો સંકલ્પ કરી કુટુંબ વ્યવસ્થા પ્રત્યે આદર વ્યક્ત કરે છે. બાળકોનું સુંદર પાલન, પોષણ કરી તેમને યોગ્યતા પ્રદાન કરવામાં અમૂલ્ય ફાળો આપે છે.

લગ્નની પવિત્ર ગાંઠનું આજે અવમૂલ્યન થઈ ગયું છે. ‘છૂટાછેડા’ જે ચાર અક્ષરનો શબ્દ, એ પ્રચલિત થઈ પોતાના સામ્રાજ્યનું વિસ્તરણ કરી રહ્યો છે. તેનાથી થતા ‘સુનામી’ આજની પ્રજા તેનાથી અનજાણ નથી.

અંતે, ‘લગ્ન’ શબ્દની મહત્તા, તેની પવિત્રતા અને તેની ફોરમની મહેક માણતા શીખીએ તેવી મનોકામના!

પહેલાંના જમાનામાં હજારોમાં લગ્ન થતા હતાં. પછી લાખોમાં થયા અને હવે કરોડો. છતાં પણ તેની મહત્વતા ન સમજીએ તો શું કહેવું?

ચારેકોર સંભળાતાં છૂટાછેડાના સમાચારે આ લેખની પ્રેરણા આપી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational