Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Khushbu Shah

Tragedy

2  

Khushbu Shah

Tragedy

સમયના પાબંદ જનરલ રાણાવત

સમયના પાબંદ જનરલ રાણાવત

2 mins
640


    મીરાનગર અમારું આશરે 5000 ની વસ્તીનું ગામ. વિસ્તાર મોટો પણ લોકો ઝાઝા નહિ , ઘરો પણ એકબીજાથી ઘણા દૂર. પેઢીઓથી વસતા કુટુંબો તેથી સૌ એકબીજાને ખુબ જ સારી રીતે ઓળખે.


    થયું એમ એ અમારા ઘરથી આશરે અડધે કિલોમીટર પર આવેલા એક ના એક નજીક કહી શકાય તેવા ઘરમાં રહેતા કરસનભાઈ હવે અમેરિકા ગયા તેમના દીકરા સાથે રહેવા, તેથી કેટલો સમય ઘર બંધ રહ્યું. ત્યારબાદ એ ઘર કોઈ રિટાયર્ડ જનરલ રાણાવતએ ખરીદ્યું.


    જનરલ રાણાવત સખ્ત સ્વભાવના હતા. હું અને મારી પત્ની એક વાર નવા પડોસીને નાતે તેમને મળવા ગયા પણ એવું લાગ્યું કે તેઓને એ ન ગમ્યું. હોઈ શકે હવે તેમને એકલા શાંતિથી રહેવું હોય અમે એ વિષે ઝાઝો વિચાર ન કર્યો. જનરલ એકલા રહેવા આવ્યા હતા, સમયના ખુબ જ પાબંદ હતા. તેમની દરેક ક્રિયા ચોક્કસ સમયે પતાવતા. કોઈ કામવાળી રાખી ન હતી, અમારા ઘરની ટેરેસ પરથી તેમના ઘરની બાલ્કની દેખાતી જેમાં તેઓની હાજરી ચોક્કસ સમયે હોતી જ. સવારે 6 વાગે સૂર્યપૂજા કરતા, 11 વાગે કપડાં સુકવતા અને રાતે 8:30 થી 11 વાગ્યા સુધી બાલ્કનીમાં બેસી રહેતા. આ એમનો નિત્ય ક્રમ રહેતો. ઉનાળો હતો તેથી મારો દીકરો રોહન ઘણોખરો સમય ટેરેસ પર રહેતો તેથી તે અવલોકન કરતો જનરલનું.આમ જ ઉનાળો પૂરો થયો સાથે જ રોહનનું વેકેશન પણ તે પણ શાળાએ જવા લાગ્યો. વરસાદ જામ્યો એટલે અમારું પણ ટેરેસ પર જવાનું ઓછું થયું.


 "પપ્પા, આજે હું શાળાએથી આવતો હતો ત્યારે મેં જોયું કે પેલા જનરલ કાકા કાલના જ કપડાં પહેરીને બાલ્કનીમાં બેઠા હતા."રોહને એક દિવસ સાંજે આવતા જ વાત કરી.

"હોઈ શકે બેટા તેમનું સ્વાસ્થ્ય સારું ન હોઈ." મેં રોહનને જવાબ આપ્યો. આમ તો અમે ગામમાં એકબીજાના ઘરે અવારનવાર જતા રહેતા પણ જનરલને અમારું જવું ગમ્યું ન હતું તેથી મેં મનોમન એમને ત્યાં જવાનું માંડી વાળ્યું.


    બીજે દિવસે સાંજે પણ રોહને આજ ફરિયાદ કરી કે જનરલ સાંજે 6:30 વાગ્યે પણ બાલ્કનીમાં જ હતા. મને અને મારી પત્નીને પણ વિચાર આવ્યો કે સમયના એટલા પાબંદ માણસ કેમ 2-3 દિવસથી ભૂલા પડયા છે. આખરે આજે તો અમે તેમના ઘરે જવાનું નક્કી કર્યુ જ. જેવા અમે તેમના ઘર પાસે પહોંચ્યા મારી પત્નીથી ચીસ પડાય ગઈ.


    જનરલ બહાર જ બેઠા હતા બાલ્કનીમાં પણ તેમની ડાબી તરફથી ઘરમાં અંદર લાલ લિસોટો દેખાતો હતો-લગભગ લોહીનો જ . અમે તરત જ ગામના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી જનરલનું ઘર ખોલવામાં આવ્યું સાચે જ કોઈએ જનરલને ગોળી મારી હતી અને જે જનરલને 2 દિવસથી રોહન એક જ કપડામાં જોતો હતો તે જનરલ નહિ પરંતુ તેમની લાશ હતી. અમને અફસોસ તો થયો કે અમારી આંખો સામે જ એક રિટાર્યડ જનરલની હત્યા થઇ હતી અને અમને એ વાતની ખૂબ જ મોડી જાણ થઇ. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy