Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manisha Joban Desai

Others

3  

Manisha Joban Desai

Others

પ્રેમને કિનારે

પ્રેમને કિનારે

4 mins
7.2K


પ્રેમને કિનારે 

વૃદય દાદર પરથી ઝડપથી ઉતરી નીચેના રૂમમાં આવીને જુએ છે, તો પ્રલય લિવિંગરૂમની બારી પાસે બેસી પિયાનો વગાડી રહ્યો હતો. હવામાં કરુણ સંગીત રેલાઈ રહ્યું હતું. એક એક સુર દર્દમાં ડૂબેલો હોય એવું લાગી રહ્યું હતું. પાસે જઈ ખભા પર હાથ મુકતાં, વૃદય પણ એકદમ ગમગીન થઈ ગયો. ઊંચે જોઈ એકદમ ખાલીખમ આંખોથી એક નજર વૃદયને જોઈ ફરી પિયાનો પર સરકતી આંગળીઓમાં તલ્લીન થઈ ગયો. ચુપચાપ ઉભો રહી વૃદય કંઈ પણ કહયા વગર, પ્રલયની લાઇબ્રેરીમાંથી લીધેલી બુક લઈ બહાર નીકળી ગયો. ગાર્ડનમાં બેસી વાતો કરી રહેલા પ્રલયનાં પપ્પા મમ્મી સાથે 'કેમ છો' કહી કાર સ્ટાર્ટ કરી વૃદય ઘર તરફ નીકળી ગયો.

કેટલો લાઈવ અને ઉછળતો કૂદતો પ્રલય..! આ રીતે ગમગીન થઈ ઉદાસ સાંજમાં એકલો એનાંં હૃદયમાં જે રીતે વલોવાઈ રહ્યો છે, જાણે એક હસતું રમતું અસ્તિત્વ અચાનક કોઈ અદ્રશ્ય એવી સાંકળમાં જકડાઈ નહીં ગયું હોય? ઝાલર ....ઝાલર એટલે જેની આંખોના ઉછળતા દરિયામાં પ્રલયનું હંમેશા સરકતું રહેવું અને ખળખળ હાસ્યની કેડી પર હાથમાં હાથ નાખી દૂર દૂર નીકળી જવું .

ક્યાં ખોવાઈ ગયું એ હોવું? હોવું એટલે બસ ખાલી હોવું, એમ નહિ પણ જિંદગીની એકએક પળને માણતાં જિંદગીને ભરપૂર કરી નાખવી અને એ તો બસ પ્રલય અને ઝાલર જ.. જાણેકે કોઈની નજર લાગી ગઈ બંનેના પ્રેમને. આજ બંગલો જે વિકેન્ડ હોમ તરીકે આખા ગોવાની શાન ગણાતો અને એમાં ઉજવાતી પાર્ટીઓ આખા શહેરને રોમાંચિત કરી દેતી. સમય મળ્યે એટલે બંને પ્રેમી પંખીડાઓ અહીં આવી સમય ગાળતા. દરિયાની લહેરો પર સાંજના સૂરજનાંં સોનેરી કિરણો ઢોળાયા હોય અને ઝાલરની આંખોમાં તરવરતી માછલીઓને પકડી લેવા ઊંડાણે તરતી પ્રલયની નજર, સાક્ષી હતા બધા ઉડતા પંખી, સૂકી-ભીની રેત, ઉછળતા મોજાંં અને એમાં લાવણ્ય નીતરતી ઝાલર. એની નાજુકતાને પોતાના બંને હાથોમાં ઉઠાવી પ્રલય દરિયાથી જાણે આકાશ સુધી ઉડતો રહેતો .

અને...અચાનક એક દિવસ એક વિરહી મોજું આવ્યું ને પ્રલયનાંં હાથમાંથી ઝાલરને સરકાવી ગયું. ઝાલરની આંખોના ઊંડાણમાં તરતો રહેતો પ્રલય દરિયાના ઊંડાણમાં ગરક થઈ ગયેલા એના પ્રેમનાં મોતીને નહીં શોધી શક્યો અને એક સવારે દરિયાની ભીની રેત પર ઝાલર નિશ્ચેતન પડી પાણીમાં વહી આવી, પણ પ્રલયનો વાજ કે એનું રુદન, એનાં શબ્દો, એનો પ્રેમ કશુંજ સ્પર્શી શકે એમ નહોતું અને દુનિયા આખી બદલાઈ ગઈ પ્રલયની. બસ, સાંજે આવી દરિયાની લહેરો પર તરતી ઝાલરની રાહમાં રેતી પર ઊંધો પડી રહે અને આંખમાં ભરેલી મૂંગી ફરિયાદ સૂર્યનાંં કિરણો સાથે વધુ ઘેરી ઉદાસી છોડી જાય.

વૃદય એના મિત્રની ક્ષીણ થતી જતી જીવનની ઈચ્છા અને અસ્તિત્વનાંં ખાલીપાને ભરવા લાખ પ્રયત્ન કરતો પણ એવું બનતું નહીં. ઘરે પહોંચ્યો અને અમેરિકાથી એની કઝીન રુક્ષાનો ફોન હતો. વેકેશન પર આવી રહી હતી. સાઇકાયટ્રિશનું સ્ટડી કમ્પ્લીટ કરી વર્લ્ડ ટુર પર નીકળી હતી અને નેક્સટ સન્ડે ગોવા આવી રહી હતી. અહીં બે -ત્રણ મહિના ક્લચરર સ્ટડી કરશે. ખબર નહીં કેમ વૃદયને જાણે કે એકલતા ભર્યા આ સમયમાં રુક્ષાનું આવવું એક આશાનાંં કિરણ સમું લાગ્યું અને એરપોર્ટ પર આવતાંં રસ્તે જનરલ વાતો કરતા પ્રલયનાંં જીવનની અંધારી એકલતાની વાત કરી.

"ઓહ માય ગોડ આ સુંદર,અદભુત કુદરત આટલી નિષ્ઠુર કેવી રીતે બની શકે કોઈ સાથે?"

બીજે દિવસે પ્રલયને જમવાં ઇન્વાઇટ કર્યો રુક્ષા સામે એક મ્લાન સ્મિત આપી ચુપચાપ સૂપ પીવા માંડ્યો. ડીનર પત્યા પછી ડેક પર બેસી વાતો કરતાંં કરતાં પણ પ્રલય તો બસ ક્યારેક આકાશને તો ક્યારેક અંધારામાં આવીને રેત પર પથરાઈ જતા મોજાને જ જોઈ રહ્યો. 

"પ્રલય આવતી કાલે રુક્ષાને પિક્ચર જોવા જવું છે અને તારે આવવાનું  છે. રુક્ષા તો અહીં થ્રી મંથ રહેવાની છે અને ક્લ્ચરર સ્ટડીનું સેમિનાર પણ એટેન્ડ કરવાની છે."
"નાઇસ, પણ હું પિક્ચર જોવા ..."
"કેમ,અમારી કંપની નહિ ગમે?"
"ઓકે,ચાલ આવીશ."

અને... બીજે દિવસે પીક્ચર જોતાંં થોડા ઘણા હાસ્યમાં પણ જોડાયો. ભાવતું આઈસ્ક્રિમ ખાતા આંખમાં આંસુ ચમકી ઉઠ્યાં અને રુક્ષા બોલી,"પ્રલય, કોઈ બહુ યાદ આવતું હોય ને તો જોરથી રડી લેવું" અને પીગળતા આઈસ્ક્રિમ સાથે આંખમાંથી આંસુ વહી નીકળ્યા. વૃદય અને રુક્ષા ચુપચાપ બેસી રહયા. રુક્ષાની આંખમાં સહેજ સ્મિત ફરકી ગયું.

"તું રડી શકે છે ને એજ તો તારા જીવંત હોવાની નિશાની છે. કોઈની યાદમાં એને ગમતું બધું જ કરવું અને સાથે હસી પણ લેવું અને રડી પણ લેવું."

રોજ રુક્ષા સાથે બેસી મ્યુઝિક વગાડે, બૂક્સ ડિસ્કસ કરે અને રુક્ષાનાંં અવાજમાં ગીત પણ બહુ ગમતું થઈ ગયું. એની ઓફિસમાં બેસી ભેગા નાસ્તો કરતા હતાંં, ને એના પપ્પા આવ્યા તો રુક્ષાની ઓળખાણ કરાવી.

"થેન્ક્સ અ'લોટ રુક્ષા, તમારા આવવાથી તો મને જાણે મારો દીકરો પાછો જીવંત થઇ મળી ગયો."
"એમાં શું થેન્ક્સ અંકલ,ફ્રેન્ડ્સ જ ફ્રેન્ડ્સને વધુ જીવંત બનાવી શકે અને એની સાથે અમે પણ કેટલા લાઈવ અને હળવાશ અનુભવીએ છે બાકી વૃદય તો એટલો નિરાશ થઈ ગયેલો!"

અને ધીરે ધીરે દરિયા કિનારેની રેતથી આગળ ફરી ઉછળતાંં મોજા પર જોવા આતુર વૃદયે પ્રલયને રુક્ષા સાથે,"દરિયાનાંં પાણીમાં એવો જ તને હસતો ઉછળતો જોવો છે," કહ્યું અને પ્રલય રુક્ષાનાંં લંબાયેલા હાથને જોઈ રહ્યો.

"ડર લાગે છે?" અને ...આગળ પાણીમાં જઈ રહેલા વૃદયને જોઈ રહ્યો પ્રલય.
કિનારે અડધા પાણીમાં ઉભા રહી મોજાઓની આવનજાવનથી સર્જાતા સંવાદને સાંભળી રહયા બંને અને ધીરેથી હાથ લંબાવી રુક્ષાનાં હાથમાં હાથ મૂકી દીધો. ઊંચું ઉછળતું એક મોજું આવ્યું અને રુક્ષા પ્રલયનાંં બંને હાથોમાં સમાઈ ગઈ. એકબીજાને સંભાળતાં પાણીની થપાટ બંનેને વધુ ઉંડે લઈ ગઈ અને પ્રલય જોરથી રુક્ષાને જકડીને કિનારે ખેંચી લઈ આવ્યો. એકદમ જોરથી શ્વાસ લેતા રુક્ષા ડૂબતાં સૂરજનાંં કિરણોમાં પ્રલયની આંખમાં જોઈ રહી.

"કેમ વધુ ઉંડે નથી જવું?"
"વધુ ઉંડે જવું છે એટલેજ તો તારી સાથે કિનારા પર આવી ગયો છું. વહેતુંં પાણી હાથ છોડાવી સહારા સાથે લઈ જાય છે,ત્યાં તને નહિ જવા દઉં."
રુક્ષાની આંખમાંથી ઊડતી શરમની છોળોએ ફરી પ્રલયને ભીંજવી નાખ્યો.

-મનીષા જોબન દેસાઈ

 


Rate this content
Log in