Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Tragedy

3  

Pravina Avinash

Inspirational Tragedy

સમસ્યા – ૨૦૧૪ (બળાત્કાર)

સમસ્યા – ૨૦૧૪ (બળાત્કાર)

4 mins
14K


આરતી ગુમસુમ બેઠી હતી. દીપકની રાહ જોઈને થાકી ગઈ. આજે તો ઘણું મોડું થઈ ગયું. ટેક્સની સિઝન ચાલતી હતી. હમણાંથી દીપક રોજ રાતના ખૂબ મોડો આવતો. નાનો ઉજાસ વહેલો સૂઈ જતો તેથી રાતના આરતીને એકલતા સતાવે

તેમાં શું નવાઈ!

તેને કદી એકલા જમવાની આદત ન હોવાથી રાહ જોઈને બેસી રહેતી. ઘણી વખત રાહ જોતાં જોતાં તેની આંખો બંધ થઈ જતી. આખરે દીપક આવ્યો. ભલે ગમે તેટલું મોડું થાય આવતાની સાથે આરતીને બાથમાં ભીડે ત્યાં એનો અડધો

થાક દૂર થઈ જાય. આરતી પાણીનો ગ્લાસ આપે અને પછી હાથ ધોઈ બંને જણાં સાથે જમવા બેસે. આખા દિવસની દીપકની કામની રામાયણ હસતે મોઢે સાંભળે.

દીપક આરતીને ઉજાસ અને તેની વાતો વારંવાર પૂછીને થકવી નાખે. જમીને ઊભા થઈ બંને હિંચકે ઝૂલે. આ તેમનો રોજનો ક્રમ. સવારે વહેલા જવાની ઉતાવળ નહીં. ઉજાસને રમાડે જો મિજાજ સારો હોય તો બાપ બેટા બાથરૂમમાં

ધિંગામસ્તિ કરી આખું ઘર માથે લે. આરતી ખુશ થાય અને મનોમન પ્રભુનો આભાર માને. સવારે ઉજાસને બાળમંદિરમાં મૂકી આવે પછી બંને સાથે ચહા અને નાસ્તાની મોજ માણે. રોજ ગરમ નાસ્તો ખાવાની આદત આરતીએ પાડી હતી.

"દિપક આજે વહેલો આવીશ?"

"કેમ, શું વાત છે?"

"ઈરોઝમાં નવું પિક્ચર આવ્યું છે. ટિકિટ મંગાવી રાખું. તેને ખબર હતી શૉ પર જઈશું તો હાઉસફુલ હશે."

"એમ કર સીધો તને ઈરોઝ પર મળીશ. બે સેંન્ડવીચ બનાવી લાવજે. સિનેમા જોઈને રાતના ગેલૉરડમાં જમીશું."

"ભલે."

આરતી ખુશખુશાલ હતી. ઉજાસને બપોરે મમ્મીને ત્યાં મૂકી આવી. જેથી તેની કોઈ ચિંતા રહે નહીં. સરસ તૈયાર થઈ સિનેમા ઘર પર જવા ટેક્સી શોધતી હતી. આમ તો દીપક સાથે ગાડીમાં જાય પણ આજે તે ઓફિસેથી સીધો આવવાનો હતો. સારા નસીબે ટેકસી તરત મળી.

ઈરોઝ સિનેમા.

ડ્રાઈવરે મિટર ઘુમાવ્યું. આરતી જ્યારે એકલી હોય ત્યારે બહુ ઠઠારો ન કરતી. સાદગીમાં રૂપ ખૂબ ખીલે. ખોટા અવરણ ન હોય ત્યારે નિખાર કુદરતી લાગે. ટેક્સીવાળો મુલ્લો આધેડ હતો. કોને ખબર ઘરમાં બે બીબી પણ હશે ! તેની દાનત બગડી.

મેમસાબ ગાડીમાં પેટ્રોલ નથી. હું જ્યાં પેટ્રોલ ભરાવું છું તેના માટે ગાડી મરિનડ્રાઈવને બદલે પ્રિન્સેસ સ્ટ્રીટથી લઈશ.

આરતીને તેમાં કાંઈ અજુગતું ન લાગ્યું. 'સારું ભૈયા.' બમ્બઈયા હિન્દી એટલે બે ભાષાનું ખૂન.

પેટ્રોલ પંપ આવ્યો નહીં.

"ભૈયા ઉતાવળ કરો, મેરા પિક્ચર શુરૂ હો જાયેગા !"

"હાં, મેમસા’બ." કહી જોરથી બ્રેક મારી. આરતી સીટ ઉપર ઉછળી, "ગાડી ચલાના આતા હૈ કે નહીં?"

"હાં, વો આપસે સિખના હૈ." કહી અટ્ટાહાસ્ય કર્યું.

હવે આરતી ચમકી. "આ મુસલો ગાડી ક્યાં લઈને આવ્યો !"

પોતાનો અવાજ નરમ કરી બોલી, "ભૈયા, દેર હો રહી હૈ. મેરા હસબન્ડ ઇંતજાર કર રહા હૈ."

"હાં, વો તો ઉનકી રોજકી આદત હૈ."

"ચલો, નીચે ઉતરો."

"યહાં ક્યોં?"

"આપકો કુછ દિખાના હૈ."

"મુઝે નહીં દેખના."

"સાલી, ઉતરતી હૈ કે ઘસીટું?"

"મૈં તુમ્હારે પાંવ પડતી હું મુઝે જાને દો."

"હાં, થોડી દેરકે બાદ જાને હી દુંગા. તુમ્હે ક્યા હમેશા રખુંગા?"

"ભૈયા મેરા બેટા છોટા હૈ. તુમ્હે ક્યા ચાહીએ, પૈસે? બોલીએ મૈં આપકો દુંગી."

"વો તો મૈં તુમારી પર્સસે નિકાલ લુંગા. મગર ફિલહાલ મુઝે તુ ચાહિએ."

આરતીના બેહાલ કર્યા. અધમુઈ આરતીને મરિનડ્રાઇવના દરિયા કિના્રે રાતના બે વાગે નાખીને ભાગી છૂટ્યો.

દીપક ઈરોઝ પર રાહ જોઈ થાક્યો. ઘરે આવ્યો. "આરતી ક્યાં છે? તારી રાહ જોઈને કંટાળ્યો. ફોન પણ ઉપાડતી નથી."

આરતી ઘરમાં હોય તો જવાબ આપે ને? બાજુના ફ્લેટવાળા સાવિત્રી બહેન બોલ્યાં, "એ તો ટેક્સી કરીને પાંચ વાગ્યાની ઈરોઝ જવા નીકળી હતી."

ઉજાસ સાથે વાત કરી. દીપક મારતી ગાડીએ નીકળ્યો. આટલા મોટા મુંબઈ શહેરમાં ક્યાં શોધે? આખરે થાકીને પૉલિસ સ્ટેશન ગયો.

"અરે, ભૈયા પાગલ હો દો ઘંટે હુએ હૈ, આ જાયેગી."

"મગર વો કહાં જાયેગી?"

"હમે ક્યા પતા?"

ગાંડાની માફક દીપક ગાડી લઈને આમતેમ ઘુમતો હતો. પ્રિન્સેસ સ્ટ્રીટની એ ગલીમાં પણ ગયો હતો. શું ખબર આરતી ત્યાં પાછળની કોટડીમાં કણસતી હતી.

હારી થાકીને ઘરે આવ્યો.

રાતના ત્રણ વાગે ફોનની ઘંટડી રણકી,

"આપ અભી મરિનડ્રાઈવ પર 'નટરાજ' હોટલ કે સામને આઈએ." દીપક ત્યાં પહોંચ્યો!

જુએ છે તો આરતી બેહોશ થયેલી ત્યાં પડી હતી. તેના કપડાંના કોઈ ઠેકાણા ન હતા. ભલું થજો કે એની ખાલી પર્સમાંથી મળેલા વિઝિટિંગ કાર્ડ ઉપર દીપકનું નામ હતું. પૉલિસવાળો ભલો હતો. જ્યારે દીપક થાણામાં હતો ત્યારે તેણે વાત સાંભળી હતી તેના પરથી અંદાજો લગાવી ફોન કર્યો.

દીપક આરતીને લઈને ઘરે આવ્યો. તેના હાલ જોઈ સમજી ગયો પણ આ સમસ્યાનું શું? આપણાં દેશમાં દિલ્હી તો બળાત્કારની રાજધાની છે. મુંબઈમાં હાલત બગડતી જાય છે. આરતી ભાનમાં આવી, ઘરમાં અને બાજુમાં દીપકને જોઈ અચંબામાં પડી ગઈ.

"દીપક, આ શું થઈ ગયું?" આટલું બોલી પોક મૂકીને રડવા લાગી.

દીપકને શું કહેવું તે સમજ ન પડી. માત્ર એટલું બોલ્યો, "આરતી તું ઘરમાં છે. હું તારી બાજુમાં બેઠો છું." કહી તેને માથે હાથ ફેરવવા લાગ્યો.

આરતી અને દીપકનો પ્રેમ ગંગાના જલ સમાન પવિત્ર હતો. દીપકને જરા પણ ક્ભાવ કે ખોટા વિચાર આરતી માટે ન આવ્યા.

સવારે આરતી જાગી, દીપકની સામે અવાચક બની જોઈ રહી.

"આરતી તું નિર્દોષ છે. પાપી તો પેલો નરાધમ ટેક્સી ડ્રાઈવર છે."

આરતી પાછી રડી પડી, "દીપક હવે હું તારે લાયક નથી !"

"અરે ગાંડી, તું મારી છે અને મારી રહેવાની છે. ઈશ્વર સિવાય કોઈનામાં તાકાત નથી આપણને જુદા કરવાની."

"દીપક પેલા પિશાચે મને અભડાવી...!"

"એમાં તારો શું વાંક?"

"આપણે ડૉક્ટર પાસે જઈ મદદ લઈશું. તારી મમ્મીને થોડો વખત રહેવા બોલાવીશું. મારી વહાલી, હું તારી સાથે છું."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational