Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Tanvi Tandel

Inspirational Romance

3  

Tanvi Tandel

Inspirational Romance

ટિફિન

ટિફિન

7 mins
14.8K


ડબ્બો ખુલ્યો. સ્વાદની સોડમ પ્રસ રી રહી. મનનને ખુબજ ભાવતું શાક મસાલા મગ...ને સાથે લસણની ચટણી.. મમ્મીના હાથની રસોઈ મનનને ખૂબ જ ગમતી. જે બનાવે એ બધુજ સ્વાદિષ્ટ... બહારનું એ ભાગ્યેજ ખાતો. ઓફીસમાં એ રોજ ટિફિન ઘરેથીજ લાવતો. લંચ બ્રેક પડયોને ડબ્બો ખુલ્યો જ ને કેબિન નો દરવાજે... મે આઈ કામીન ?.... અવાજ આવ્યો..

યસ, કમ ઇન

બોલતાં દરવાજા પર નજર મંડાઈ..એક સોહામણી યુવતી અંદર દાખલ થઇ. ઇન્ટરવ્યુ આપવા આવી હતી પણ લેટ પડી હતી. પ્રોફાઈલ વાચતાં જ સુંદર નામ વંચાયું.. મેહેર... ગ્રેજ્યુએટ... શિક્ષણ અને સુંદરતાનો સ્મનવય. મન અને આંખો બન્ને પ્રથમ નજરમાં આકર્ષી લીધું. મગના શકની સોડમ પણ ભૂલાય ગયી. ટિફિન અધખુલ્લી હાલત માજ રહ્યું. મહેરે લંચ સમયે આવી હોવાથી માફી પણ માંગી. પણ એના શબ્દો તરફ ધ્યાન જ ના ગયું. મનન એને જોતો જ રહ્યો. કેમ જાણે એની નજર એના પર થંભી ગયી હતી. પળભરનો વિલંબ કર્યા વિના તમે કાલથી આવી જજો બોલી દીધું. મહેર બોસના વર્તન ને જોઈ થોડી આશ્ચર્યચકિત થઇ. મનોમન કેટલા બધા સારા ને ખરાબ બન્ને વિચારો કરી લીધા. અંતે આભાર માની ફટાફટ દાદર ઉતરી નીકળી ગઈ.

રાત્રે ઘરે કાલથી નવી જોબ.. સમયસર પહોંચવાની તૈયારી..નવા બોસના વિચારોમાં જ રાત પૂરી થઇ ગઈ. સવારે સુંદર આસમાની રંગનું ટોપ પહેરી તે નીકળી ગઈ. ઉતાવળ માં ટિફિન ઘરેજ ભૂલી ગયો. મમ્મીને આવજો કહીને રિક્ષામાં બેસી ગઈ.

આ બાજુ મનનના હૃદય માંથી મેહેર ખસ્તીજ નહોતી. તેની સાથે વાત કરવા મન તરસતું હતું. આખી રાત એ સુંદર ચહેરો તેના નય નોની છબીમાં હતો. સવારથી ઉઠ્યો ત્યારથી બસ દરેક જગ્યાએ મેહેર દેખાતી હતી. પ્રથમ નજરના આ પ્રેમને મનન સમજી ગયો હતો. વાતાવરણ જાણે શ્વાસ લેતું થંભી ગયું હતું. ના કોઈને કહી શકાય એવી અધિક ત્વરાથી મેહેરનું પ્રતિબિંબ જોવા તલપાપડ હતો. હ્રદયમાં એક અજીબ ઉષ્મા અનુભવાતી હતી. કોઈમાં ખોવાય જવાની તમન્ના સેવતું હ્રદય મ્હેરનાં નામે પગરણ માંડી રહ્યું હતું. મહેર આવશે તો તેને સૌથી પહેલા ગુડમોર્નિગ વિશ કરવા એક સુંદર ગુલદસ્તો રસ્તામાંથી લીધો અને એ ઓફીસ પહોંચ્યો.

નવ વાગ્યાની પ્રથમ ક્ષણે તો સાહેબ ઓફિસમાં પહોચી ગયા હતા ને કેબિનની બહાર આંટાફેરા મારવા શરૂ કરી દીધા હતા. સાડા નવ થઇ ગયા પણ મહેર હજુ આવી ન્હોતી. ઓફિસ ટાઈમ હા... સાડા નવનો જ હતો .પોતે વહેલા આવ્યાનું ભાન ત્યારે થયું. મહેરના રિઝ્યુમ માંથી મોબાઈલ નંબર તો પોતાના ફોનમાં સેવ કરી દીધો હતો, ઘરે રાત્રે વ્હોટ્સએપ અને ફેસબુક એકાઉન્ટ ચેક કરી લીધા હતા. કેટલાક સુંદર ફોટાઓ સેવ પણ કર્યા હતા જે વારંવાર નિહાળી રહ્યો હતો. હ્રદયમાં જેની તસ્વીર સેવ હોય તેને ફોનની ગેલેરીમાં સેવ કરવાની ટેવ સારીજ હોય છે. મેહેર એમ એ અંગ્રેજી વિષય સાથે સ્નાતક હતી. સાથે લેખનનો શોખ ધરાવતી હતી . ઉચ્ચ મહત્વાકાંક્ષા સભર યુવતી અને સુંદરતામાં તો નવલકથાની નાયિકાને પાછળ પાડે.. એના થોડા કાવ્યો પણ ફેસબુકની એની પોસ્ટ માં મનને like કર્યા હતા.

જે ક્ષણની આતુરતાથી રાહ જોતો હતો એ ક્ષણ આવી પહોંચી.. મનમાં વરસાદ વિચારતા હોઈયે ને ધોધમાર વરસાદથી ભીંજાય જવાય બસ એવુજ કાઇક... મનન તો તેના સ્વપન લોકમાં હતો તેને ખબર જ ના પડી કે સ્વપનસુંદરીનું આગમન થાય ચૂક્યું છે. મહેર બે ત્રણ વાર સર ....સર...ની બૂમો પાડી ત્યારે એ ધરતી પર ઉતર્યો. જે સૂવર્ણ મૂર્તિની મુલાકાત માટે તલસ્તો હતો એ સામે જ સાક્ષાત્ સ્વરૂપ ધારણ કરી ઊભા હતા. ઓફિસનું કામ સમજાવી બન્ને ટુંકી વાતચીત કરી છૂટા પડયા..મનન માટે તો આ ઘડી જાણે શ્વાસની આવનજાવન બંધ થયા સમાન હતો. બપોરે લંચ બ્રેક પડયો ત્યારે તેને ખબર પડી કે આજે સાહેબ પ્રથમ વાર ટિફિન લીધા વિના જ પધાર્યા હતા. સામા પક્ષે મ્હેરનું પણ એવું જ હતું... બસ સમયને સંજોગ અલગ હતા. મનન કેબિન બહાર નીકળ્યો તો મહેરને એકલી બેઠેલી જોઈ. લંચ બ્રેક સમયે બધા કેંટીનમાં જમવા જતા.મનનને વાત કરવાનું કારણ મળ્યું.

'કેમ આજે ઉપવાસ કરવો છે ?' મ્હેરે હસીને 'બસ ઉતાવળમાં ટિફિન ભૂલી ગયા' નું કહ્યું. મનન પણ હસી રહ્યો. તમે કેમ હસો છો ? મનન સ્વગત કારણ છો તમે એમ બોલ્યો. બન્નેની નજર એકબીજાને આકર્ષિત કરતી રહી. બન્ને પક્ષે સમય થંભી ગયો. મનન બોલ્યો.. ચાલ નજીક જ રેસ્ટોરાંમાં જમવાનું સરસ મળે છે. પ્લીઝ તમે આવશો તો ગમશે ..બોલી રાહ હોય રહ્યો. મ્હેર ના ના કહી શકી. બન્નેની કદાચ આ નિયતિ એ ગોઠવેલ મધુર ડેઇટ હતી. બન્ને લંચ લેવા નીચે ગયા. જમતાં જમતાં મનનની વાતો પરથી અને રેસ્ટોરાંના ફુડ માં કાઢેલી ખામીઓ દ્વારા જાણ થઈ કે મનન ઘરનું ખાવાનું જ પસંદ કરે છે. તરત જ તેણે મનનને કહ્યું કાલથી ટિફિન સાથે જ જમીશું પણ ઘરનું. મારા મમ્મી સરસ જમવાનું બનાવી છે. સમય થતાં બન્ને ઓફીસમાં ગયા. સાંજે મનન તેની કારમાં મહેરને ઘરે મૂકી ગયો.

બન્નેની કલીગશિપ ધીમે ધીમે મૈત્રીમાં અને પછી પ્રેમમાં પરિણમી. બન્ને અસંખ્ય વાર ચોપાટી પર ફરવા જતા. મનન તો પહેલા દિવસથી જ મહેરને હદય સમર્પિત કરી ચુક્યો હતો.

ઝરણાની નજાકત ભર્યો સુંદર ચહેરો.. લાંબા સોનેરી વાળ..સપ્રમાણ દેહ..વાતચીતની આગવી છટા..એક જીવનસંગિની માટે જરૂરી દરેક વસ્તુનો સુભગ સમન્વય મળે તો મોડું ના કરવું જોઈએ. એક સમી સાંજે...આથમતા સૂર્યની સાક્ષીએ, ધરતીના કોલાહલ વિનાના શાંત સ્થળે ..દરિયા કાંઠે મનને મહેર સમક્ષ પોતાની જીવનસંગિની બનવાનો પ્રસ્તાવ મૂક્યો... મ્હેર હસીને કહ્યું "એનો મતલબ હવે મારે જ ટિફિન લાવવું પડશે ..' બન્ને પ્રેમી પંખીડા પોતાના પ્રેમ ને નામ આપવા થનગની રહ્યા. બન્ને એ લગ્ન કરવા નો નિર્ધાર કરી લીધો.

મહેર ના માતા પીતાં તો મનનને મળી રાજી થઇ ગયા. મનનનું કુટુંબ રૂઢિચુસ્ત હતું. છતાં મહેરને જોય સંસ્કારી હોવાથી થોડી આનાકાની બાદ લગ્ન માટે તૈયાર થઈ ગયા. મનનની માતા મ્હેરને જોઈ રાજી થઇ ગયા હતા પણ મ્હેર એકની એક દીકરી હતી અને ખૂબ અભ્યાસમાં આગળ હોવાથી તેને ઘરકામ નહિ આવડતું હોય એની ચિંતામાં હતા. તેમને સારી રીતે ખબર હતી કે મનન માટે તો રસોઇમાં સાક્ષાત્ અન્નપૂર્ણા જ પહોંચી વળેપણ મહેર મનનની જ પસંદ હોય મનની વાત મનમાં જ રહેવા દેતા.. ધામધૂમ થી લગ્ન લેવાયા.

ઘર નવી પુત્રવધૂને આવકારી રહ્યું. મનનનું હ્રદય તો આ પળની કેટલાય દિવસોથી રાહ જોતો હતો. પોતાની જીવનસંગિની સાથે ....જીવનની સફર પોતાના મનગમતા માણીગર સાથે કાપવાનો આનંદ લેવા એ આતુર હતો. બન્ને નવદંપતી ખુશ હતા.

મહેર પોતે એકની એક દીકરી હતી . પોતાનું ઘર ... પોતાની આઝાદી... બધુજ મૂકી નવપરિણીત મહેર એક નવા ઘર ને પોતાનું કરવા આવી હતી. એ મનન ને જાણતી હતી પણ એના પરિવારને પણ પોતાનો બનાવવા ઈચ્છતી હતી. લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થતાં તેણે મનનને પોતે પરિવાર માટે ઓફિસ છોડવાનો નિર્ણય કહ્યો.

કેટલાય મનના તરંગોને રોકી, પોતાના અરમાનોને છોડી અસંખ્ય દ્વંદવયુદ્ધ બાદ તેણે માત્ર સામાજિક દાયિત્વ પૂર્ણ કરવા માટે આ નિર્ણય લીધો હતો. મનનને તો તેના આ નિર્ણય માટે અનુભવાયેલી માનસિક તાણ વિશે માહિતી નહોતી.

બે ત્રણ દિવસ પછી મનન આજે મનન ઓફિસ ગયો હતો. ઘરમાં મહેરે ઘરકામ કરવાનું આજથી શરૂ કરી દીધું. મનનની માતા પુત્રવધુની આવડત જોય ખુશ થયા.

આ બાજુ લંચ બ્રેક પડતા મનનને ટિફિન ખોલ્યું. ... પોતાને ભાવતું એ જ મગ મસાલાનું શાક અને લસણની ચટણી.. તેને મમ્મી ને તરતજ ફોન કર્યો .

'મમ્મી આજે લગ્ન પછી પણ તે મારા માટે મને ગમતું ટિફિન મોકલ્યું થેંક યુ... પણ હવે કેટલું કામ કરીશ? હવે પુત્રવધુ આવી છે તો તારે આરામ કરવાનો. એને શીખવા દે કામ.' મમ્મી કઈં બોલે એ પહેલાંજ મનમાં આવેલા આવેલા ગુસ્સાને દબાવી ફોન કટ કરી નાખ્યો. મહેરને ખાવાનું બનાવતા નહિ આવડતું હોય એવો વિશ્વાસ હતો મનનને. એકની એક લાડકોડમાં ઉછેર પામેલ દીકરી સાથે પ્રેમ કરવાનું પરિણામ આવું મળશે એને કલ્પનામાં પણ ન્હોતું. લગ્નને હજુ માંડ ત્રીજો દિવસ હતો એટલે કય પણ મ્હેરને ઘરકામ બાબતે કહેવાનું એને ઉચિત ના લાગ્યું. એને ખબર હતી કે પોતાના આટલા મોટા સંયુક્ત પરિવારનું ઘરકામ કરવાનું મહેરને માટે અગવડ ભર્યું હશે. બપોરે મહેર સામે ટિફિન મમ્મી પાસે કેમ બનાવડાવ્યું એનો ગુસ્સો છતો કરવા કરતાં ફોર્મલ વાત કરી. સાંજે શાંતિથી સમજાવવાનું નક્કી કર્યું.આજે એને અહેસાસ થયો કે પ્રેમ માત્ર બે જ વ્યક્તિઓને નહિ પણ પરિવારને પણ જોડે છે. અને પ્રેમ સિવાય ઘરકામ રસોઈ ...દરેકનું મહત્વ હોય છે.આજે તેને પોતાની વ્યક્તિગત ભૂલનું ભાન થયું કે મહેરને એણે ક્યારેય રસોઈ કે ઘરકામ બાબતે કઇ પૂછ્યું ન્હોતું.

સાંજે ગુસ્સામાં તે ઘરે ગયો. મહેર બેસીને ટીવી જોતી હતી. અને મમ્મી રસોડામાં હતી. બસ આટલું જોઈ એ જોરથી મહેરને ના બોલવાનું ઘણુંય બોલ્યો . મહેર તો મનનનું આ રૂપ જોય રીતસરની રડવા લાગી. સીધી રડતી રડતી રૂમમાં જતી રહી. મમ્મી પાણીનો ગ્લાસ ભરી બહાર આવ્યા. ને મનનને મ્હેરના ઉપર કાઇપણ સાંભળ્યા પૂછ્યા વિના ગુસ્સો કરવા બદલ બોલ્યા . મમ્મી એ જણાવ્યું કે 'વહુ તો અત્યારે જ રસોઈ બનાવીને રૂમ માં જતી હતી પણ મેજ બે ઘડી આરામથી ટીવી જોવા કહ્યું જેથી એને આરામ મળે. સવારથી ઘરનું કામ કરી રહી હતી . અને અત્યારે પણ તને ગમતું ભોજનનું લીસ્ટ લયીને બધુજ તૈયાર કરી બેઠી હતી. સવારનું ટિફિન પણ એણે જ બનાવ્યું હતું.'

મનન સંભળીજ રહ્યો. એને ખૂબ પસ્તાવો થયો. મમ્મી જેવો જ સ્વાદ ... ખરેખર અન્નપૂર્ણા હતી મહેરને પોતે લગ્નના ત્રણ જ દિવસમાં આટલું બધું કહી દીધું તે પણ વિના વાંકે.. .

મનન રૂમમાં ગયો. મહેર હજુ રડતી હતી. પોતે મહેરને હજુ ઓળખતો નહોતો કે મહેર મમ્મી કરતા સારું જમવાનું બનાવે છે. એ વિચારે એને આલિંગન આપી માફી માંગી. મહેર રડતા રડતા બોલી કે ટિફિન... હા ટિફિન તો હું ... હા મારા હાથનું જ ખાવું પડશે..ને બન્ને હસી રહ્યા. રૂમ પ્રેમ રૂપી હાસ્ય ના અવાજ થી ભરાય ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational