Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Tragedy

3  

Vijay Shah

Tragedy

અમવીતી

અમવીતી

2 mins
13.6K



 સુમિત્રાકાકીએ એની સાસુને દુઃખ દેવામાં પાછું વાળીને જોયું ન હોતું. મનસુખકાકાના મૃત્યુ સાથે એમની તૌરી એમનો રુઆબ ઘટવો જોઈતો હતો પણ તેવું થતું નહોતું. કકળતી આંતરડી એ જીવકોર, ડોશી બોલી ગઈ હતી. તારો વંશ જતો રહેશે… તે વખતે ઘગઘગતા અંગારા ચાપી દેવાની ઘાતકી વૃત્તિ કરતી સુમિત્રા આવનાર ભાવિથી અજાણ અકળાતી હતી, સતી શ્રાપ દે નહીં – અને શંખણીના શ્રાપ લાગે નહીં.

       જે દિવસે મનસુખકાકા કેન્સરમાં મૃત્યુ પામ્યા ત્યારે સુમિત્રાકાકીને પહેલો આંચકો લાગ્યો, પછીતો પાડાની કાંધ જેવા જુવાન જોધ બે દિકરાઓને છ જ મહીનાના ટુંકાગાળામાં અકસ્માતે ભરખી લીધા. ત્યારે તો જબરું અચરજ થયું બંને દીકરાને ત્યાં દીકરીઓ જ!

       કેટલી સરળ વાત સતી શ્રાપ દે નહીં… પણ આંતરડી કકળી તો ખલાસ થઈ જવાના બધા ખેલ. સાવિત્રી બબડે છે.. એ જીવકોર ડોશીને મારો સંસાર ગમતો ન હોતો પણ એ મારો એકલીનો થોડો હતો. એમના દીકરાનો પણ હતો જ ને ?

       મનસુખકાકાને જયોતિષ જોતાં આવડતુ હતું તેથી તે કહેતા, સુમિત્રા પછી જ હું જવાનો છું. તેથી ઘર જમીન, પેન્શન, કશામાં સુમિત્રાનું નામ મુકવાનું જરુરી નથી. મારા પછી જે છે તે દીકરાઓનું જ છે ને. એટલે ઘરમાં મોટો દીકરો જમીનમાં નાનો દીકરો અને પેન્શનમાં પણ વારસદાર તરીકે નાના દીકરાનું નામ મુક્યું હતું છ એક મહીનાના ગાળામાં ઘરમાં ત્રણ વિધવા અને ચાર છોકરીઓ…. જીવકોરને બહુ જ સતાવી હતી તે વાત આગળ વધી. બે વહુઓને કહેનારા કહેવા માંડ્યાં કે સુમિત્રાએ તો જીવકોરને બહુ સતાવી હતી. એટલે બંને જણીઓ ભેગી થઈને. મનસુખકાકાની મિલ્કત ઉપર કબજો જમાવી બેઠી.

       કેવી કરમની કઠણાઈ. ભોગવનારા મુળ માલિકો જતાં રહ્યા. અને પારકા મિલકતના માલિક બની ગયા. ઘરનું ભાડું મોટી લે જમીનની દાણ અને પેન્શન નાની લે.

       કાયદા પણ તેમની સાથે પેન્શન ડીપાર્ટમેન્ટમાં ધક્કા ખાઈ ખાઈ બાર વરસ અથડાઈ આ પેપર અને પેલું પેપર કરતાં કરતાં જયારે સીધુ પડ્યું.. અને પેન્શનનો ડીફ્રન્સ એમાઉન્ટ ત્રણુ હજાર હાથમાં આવ્યો તે દિ' સુમિત્રાને થાક લાગ્યો… એ પણ અકળાઈને શ્રાપ દેવા ગઈ… પણ વળી ગઈ એમ વિચારીને કે અમ વીતી તુજ વીતશે… ધીરી બાપુડીયા!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy