Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Janakbhai Shah

Classics Children

3  

Janakbhai Shah

Classics Children

ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત 9

ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત 9

2 mins
7.4K


સજા.

ઘરનું બારણું ખૂલ્યું. માએ અમને જોયા. હાથમાંથી ફાનસ નીચે મૂક્યું. ક્યાંય સુધી મને છાતી સરસો ચાંપી દીધો. તેણે સોગન લીધા, ''હવે હું ક્યારેય તને ગમે તે ભોગે આમ ઢોરની જેમ જીવવા નહીં જ દઉં.

ઘરે આવીને ફરીથી હું મારી માને ઘરકામમાં મદદ કરાવવા લાગ્યો. રાંધવામાં ધોવામાં અને નાના ભાઈ-બહેનોની સંભાળ રાખવામાં હું માને મદદ કરવા લાગ્યો. કોઈક વખત ચોથા નંબરની બહેન કે ભાઈ સાથે હું ઢોર ચરાવવા કે ઘાસ કાપવા જતો. જોકે મારી હાજરી તેમને ગમતી નહિ. કારણકે લોકો હજુ પણ મારા વિષે અવનવી વાતો કરતા હતા.

પણ બધો જ વખત હું ઘરે રહેતો નહિ. એક દિવસ ઘૂંટણીએ ચાલીને હું રસ્તા પર પહોંચી ગયો. ઘણાં બધાં બાળકો મારી પાછળ પજવણી કરતા દોડવા લાગ્યાં. તેઓ મને ગામ બહાર જવા દેવા ઇચ્છતા ન હતાં. આથી રસ્તા વચ્ચે તેઓ એક દોરી ખેંચી ઊભા રહ્યાં. તેઓ મને રસ્તો ઓળંગવા દેતાં ન હતાં. પણ મહાપ્રયત્ને હું તે દોરી કૂદી ગયો. આથી બે છોકરાં મને મારવા લાગ્યા. તેમનાથી છૂટવા નીચે પડેલો એક લાદીનો ટૂકડો લઈ આહ શેંગ (Ah Sheng) નામના છોકરાં તરફ ફેંક્યો. તે ચીસ પાડી ઊઠ્યો. તેણે પોતાનો ચહેરો હાથથી ઢાંકી દીધો. મોઢું ઢાંકેલ હાથની આંગળી સોંસરું લોહી નીકળતું દેખાયું.

તરત જ છોકરાંઓનું ટોળું આહ શેંગની માને કહેવા દોડ્યું. હું નજીકના જાહેર સંડાસોમાં છુપાઈ ગયો. કેટલાંક છોકરાઓ બારણાને પથ્થર મારવા લાગ્યાં. ડરના કારણે હું પોખરામાં પડતો પડતો રહી ગયો. ''એય લંગડા, બહાર નીકળ નહિતર તને બાળી નાખીશું.'' તેઓ બૂમો પાડવા લાગ્યા. હું બહાર નીકળ્યો કે તરત જઆહ શેંગની મા મને મારા ઘર સુધી ઘસેડી લઈ ગઈ. મારી માને તેણે કહ્યું, ''તારા છોકરાએ મારા દીકરાનો ડોળો ફોડી નાંખ્યો છે. હવે તારે એનું શું કરવું છે ?''

મારી માએ આહ શેંગને જોયો અને કહ્યું, ''તેને દવાખાને મોકલો. જે ખર્ચ થશે તે અમે આપીશું.''

''મારે પૈસા જોઇતા નથી. તારે તારા લાડકા છોકરાને પાઠ ભણાવવો જ જોઈએ.''

મારી માએ વાંસનો એક કટકો લીધો અને મને ખૂબ જોરથી માર્યો પછી હું નાસી ન જાઉં એટલે દોરીથી બાંધ્યો અને ફરીથી મારવા લાગી. આજ સુધી મારી માએ ક્યારેય આ રીતે બાંધીને કોઈનેય માર્યા ન હતા. મારે કારણે તેને આટલી બધી ગુસ્સે થયેલી જોઈ હું શરમિંદો બન્યો.

''તું હવે દસ વર્ષનો ઢાંઢો થયો છું. આવું વર્તન તને શોભે ખરું ?'' મારી માએ મને દાઝ કાઢતા કહ્યું.

અંતે મારા કાકીએ આવીને મને છોડાવ્યો. મારી તરફ આંગળી ચીંધીને માએ કહ્યું, ''ભાગીજા, અહીંથી. ફરીથી તારું કાળું મોં બતાવીશ નહિ.

આવા આકરા શબ્દો બીજા કોઈએ મને કહ્યા હોત તો હું તેને ગંભીરતાથી ન લેત. પણ મારી માના મોંએથી નીકળેલા આવા શબ્દો મારા માટે અકલ્પ્ય હતા. છેવટે બધાથી નિરાશ પામી હું ઘૂંટણીએ ચાલી નજીકની ભૂંડોની ગમાણમાં જતો રહ્યો


Rate this content
Log in

Similar gujarati story from Classics