Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran Goradia

Drama Inspirational Tragedy

3  

Kiran Goradia

Drama Inspirational Tragedy

પ્તતિબિંબ

પ્તતિબિંબ

5 mins
7.2K


મોના અરીસાની સામે બેસીને પોતાનો ચહેરો નીહાળી રહી હતી. ત્યાં તો અમીત બોલ્યો,'જો જરા બરાબર જો.. આ દેખાય છે ને રુડું રૂપાળું પ્તતિબિંબ એ તારું અસલી સ્વરુપ છે કે... બીજા શબ્દો ગળી ગયો અને મોનાને બોલવાનો મોકો મળી ગયો. 'બોલી નાખને અધુરું શું કામ મુકી દીધું આ બધું કરવા માટે તુ તો મારુ લોહી પીતોતો અને હવે આ મોર્ડન લાઇફ સ્ટાઇલ મને ગમવા માંડી તો...'

મોના અતીતમાં સરી પડી... મોના અને અમીતના લગ્નને પાંચ વર્ષ થયા હતાં. મોનાનું પિયર સાધારણ, રહેણીકહેણી પણ સાદી સીધી, મોનાના મમ્મી પપ્પા જુનવાણી વીચારના .નાના એવા નડીયાદ ગામમાં રહેવાનું. મોના પણ એને અનુસરતી અને એનાથી સાવ ઉલટું અમીતનું ઘર મોર્ડન વિચારોવાળું આધુનિક રહેણીકહેણી અને મુંબઇમાં નરીમાન પોઇંટમા રહેવાનું ઠાઠમાઠથી. બન્નેનો મેળ અમીતના તરલાફઈ એ કરાવ્યો. જો કે અમીતને મોના દેખાવમાં ગમી હતી પણ એનો પહેરવેશ અને બોલવાની રીત ન ગમી. એણે ફઈબાને કીધું સાવ ગામડીયણ છે! તરલાફઈએ કીધું આપણા ઘર માટે બરોબર છે. હું બધું વિચારીને જ કરું છું. દેખાવમાં તો ગમે છે ને તું એને મોર્ડન કરી નાખજે બસ. ફઈબા પાસે કોઈનું ચાલે નહી. માતાના ગયા પછી ફઈબા જ ઘરનો કારોબાર સંભાળતા. પપ્પા એના ધંધાના કામ માટે જાજો ટાઇમ બહેરગામ જ રહેતા એટલે અમીતને બીજો કોઈ રસ્તો ન દેખાણો હા પાડ્યા સિવાય. તરલાબેનના નણંદની દીકરી આ મોના. તરલાબેન પણ નણંદને સારું લાગે એટલે પરાણે બંધબેસતું કર્યું. અમીત ના ન પાડી શક્યો.અને લગ્ન થઈ ગયા.

અમીત બહાર ફ્રેન્ડની સાથે ફરવા જાય અને બધા જ ફ્રેન્ડની વહુઓ મોનાની મશ્કરી કરે. અમીત મોનાને મોર્ડન બનાવવા બ્યુટી પાર્લર લઈ જાય પણ મોના પોતાના અસલી નડીયાદીના રંગરુપમાં આવી જાય અને આ મોર્ડન સોસાયટીવાળા અમીતની મશ્કરી કરે કે મુંબઈમાં ઓછી છોકરીઓ લાગી તે આ ગામડીયણને લઈ આવ્યો! ધીરેધીરે અમીતે બહાર જવાનું બંધ કરી દીધું. મોનાની સાથે પણ કામ પુરતી વાત બાકી ફુલ ટાઇમ બીઝનેસમાં લાગી ગયો.

અમીતના પપ્પા વિજયભાઈ બહારગામથી ઘરે આવે અને ઘરનું વાતાવરણ જુવે. મોના અને અમીત કેમ સાવ અતડા અતડા રહે છે. એનું કારણ એમને મળી ગયું. એમણે મોનાને પાસે બેસાડી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો. મોનાને કહ્યું,'બેટા તારો ઉછેર ભલે ગામડાગામાં થયો. પણ હવે તું મોટા ઘરની વહુ છે. અહીંની રીતભાત તારે શીખવી પડશે. અમીતનું સર્કલ હાઇ સોસાયટી હોવાથી તારે બદલવું પડશે નહીં તો અમીત તારાથી દૂર થઈ જશે અને તમારા જીવનમાં તીરાડ પડી જશે. મોના બોલી પણ પપ્પા મારા મમ્મી પપ્પાને આવા કપડા કે ફેશન ગમતા નથી અને મને પણ એમને દુઃખ થાય એવું નથી કરવું. વિજયભાઈએ એને માથે હાથ ફેરવતાં કહ્યું કે બેટા દરેક માતા પિતા દીકરીને જેવી સાસરી મળે અને એ એમાં સમાઈ જાય એટલે કે દુધમાં સાકર ભળે એમ ભળી જાય તો એમના મનને શાંતિ થાય કે હવે દીકરીની ચિંતા નથી. એના ઘરમાં સુખેથી રહે છે. આ તો તારા માતાપિતા બહારગામ રહે છે એટલે એમને બધું ખબર ન હોય કે દીકરીના ઘરમાં શું ચાલી રહ્યું છે. અહીંયા હોય અને તારું અને અમીતનું વર્તન જુવે તો એ લોકોને તારી ચિંતા થાય અને અમીત ક્યાં તને રોજ કઠપૂતળીની જેમ રહેવાનું કહે છે આ તો એના સર્કલમાં જવાનું હોય ત્યારે તારે બનીઠનીને રહેવાનું. હું તો તારા બાપની ઉમરનો છું, તને સાચી સલાહ આપું છું. પછી તારી મરજી.'

અને.. મોનાના ગળે વાત ઉતરી ગઈ. પોતાનામાં સમુગળો ફેરફાર લાવવા તે બ્યુટીપાર્લરમાં જીમમાં અને નીતનવા નુસ્ખા અજમાવીને મોર્ડન થઈ ગઈ. હવે અમીત પણ મોનાથી ખુશ રહેવા લાગ્યો. બન્ને બહાર ક્લબો પાર્ટીઓમાં, મોર્ડન સોસાયટીમાં બીઝી રહેવા લાગ્યા. હવે તો એવું થયું કે અમીત થાક્યો હોય અને બહાર જવાની ના પાડે તો મોના એકલી ગાડી લઈને નીકળી જાય. વાતાવરણ બદલાઈ ગયું. મોનાને હવે ઘરનું કામ ઘરનું જમવાનું ગમતું ન હતું. મોટી મોંઘીદાટ હોટલમાં જમવું એનો શોખ બની ગયો. ધીરેધીરે મોનાનું સર્કલ પણ બદલાઈ ગયું. એ ઘરમાં ઓછીને બહાર વધારે રહેવા માંડી.

મોનાના સર્કલમાં એક એની બહેનપણી સીમાનો ઉમેરો થયો. આ એ સીમા જેને અમીત પ્રત્યે લગાવ હતો પણ અમીતે ભાવ ન આપતાં એને એક સાધારણ ઘરના સંતોષની સાથે લગ્ન કરવા પડ્યા. એ આ ડંખ ભુલી નહોતી અને મોનાની સાથે દોસ્તી વધારી એને ઉંધીચતી ચડામણી કરીને મોનાના કાન ભંભેરતી. મોના પણ હવે પૈસા માટે સસરા વિજયભાઈ અને અમીતની સાથે ઝગડો કરતી. પોતે બહેનપણીઓની સાથે બેફામ રુપિયા વાપરતી. વિજયભાઈ અને અમીત મુશ્કેલીમાં મુકાઈ ગયા.. હવે શું કરવું. હાથના કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ થયો. બેઉ જણા એ તરલાફઈની સલાહ લેવાનો નિર્ણય કર્યો. તરલાફઈને થોડીઘણી ગંધ તો હતી જ કે આ "ભુખની દીકરી ભસમાં પડી" પણ આટલી હદ વટાવી જશે એની ખબર નહોતી. ત્રણે જણે ભેગા મળીને એક નુસ્ખો શોધી કાઢ્યો.

વિજયભાઈ ધંધાના કામ માટે અમીતને પણ બહારગામ લઈ ગયા. મોનાને તો મોકળું મેદાન મળી ગયું. બધી બહેનપણીઓને ઘરે બોલાવી નાચવા કુદવાનો પ્રોગ્રામ બનાવ્યો. વેસ્ટર્ન કપડા પહેરીને મોના મસ્તીમાં ઝુમી રહી હતી ત્યાં તો ડોરબેલ વાગી. દરવાજો ખોલીને જોયું તો સામે મમ્મી પપ્પા! આખો નશો ઉતરી ગયો મજા કરવાનો. ગાલ ઉપર એક ચમચમતો તમાચો પડ્યો પપ્પાનો અને મમ્મીએ કાન પકડીને અમળાવી બોલ્યા,'આવા સંસ્કાર આપ્યા છે તને?' મોનાએ રડતાં રડતાં પોતાની આપવીતી કીધી. મોનાના પપ્પાએ કીધું અમીતે તને કોઈકવાર જ પાર્ટીમાં કે સર્કલમાં પહેરવાનું કીધુંતું, તું તો ક્યા પહોચી ગઈ એની તને ખબર છે? દીકરી બે કુળના નામ ઉજાળે, તે તો ડુબાડ્યા છે. આ તારા હાથમાં દારુનો જોઈ ગ્લાસ શરમથી અમારું માથું ઝુકી ગયું. ક્યાંય મોઢું દેખાડવા જેવું ન રહ્યું. બેઉ જણા આર્તનાદ કરવા લાગ્યા મોના હોશમાં આવી ગઈ. આ મારાથી શું થઈ ગયું! બધું એની નજરની સામે આવવા લાગ્યું. પોતે સીમાની સાથે રહેવાથી વધારે ખરાબ બની ગઈ. સીમાએ પોતાનો બદલો લેવા પોતાને કેવી ચડાવી અને પોતે કેવા કાચા કાનની, મોના પોતાના ગાલ ઉપર તમાચા મારવા માંડી. રડતાં કકળતાં માતા પિતાની માફી માંગી ત્યાં તો તરલાફઈએ આવી બાજી સંભાળી લીધી. મોના તરલાફઈને ભેટી પડી ત્યાં તો વિજયભાઈ અને અમીત પણ આવી ગયા. મોનાનું મોઢું જોઈને પામી ગયા કે બધું સમુંસુતરું પાર પડી ગયું લાગે છે. ઘી ના ઠામમાં ઘી પડી ગયું.

એક વર્ષમાં તો મોનાએ સારા સમાચાર આપી ઘરને ગોકુળ વનરાવન બનાવી દીધું.  


Rate this content
Log in

Similar gujarati story from Drama