Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Crime Romance Tragedy

3  

Irfan Juneja

Crime Romance Tragedy

હમ તુમ્હારે હૈ સનમ - ૨૪

હમ તુમ્હારે હૈ સનમ - ૨૪

7 mins
14.1K


સારા ચા બનાવીને લાવે છે. અરમાન અને નાની ચા પીવે છે.

"સાચું કહે સારા આ ચા તું બનાવે છે એટલે મીઠી બને છે કે પછી સાકાર નાખી ને?"

"થોડી હું બનવું એટલે અને થોડી સાકારથી..."

"જો ચા બનાવવાળા પરથી મીઠી બનતી હોત તો મારી આયત ક્યારેય સાકાર જ ન નાખેત સમજી..."

આયતને એના નાના ભાઈબેન અવાજ આપે છે. એ ત્યાં જાય છે. અહીં અરમાન સારાની કોઈ વાત પર હસતો હોય છે ત્યાં તેને અંતરાસ જાય છે. એ શ્વાસ રૂંધાતો હોવાથી દોડતો બહાર આવી જાય છે. સારા પણ એની પાછળ પાછળ આવે છે. એને શ્વાસ વળતો નહોતો એ જોઈ સારા અરમાનને ગળે વળગી જાય છે. અરમાન હવે નોર્મલ થાય છે. સારા નજર નીચી કરીને દોડતી પોતાના ઘરે જાય છે. સારાના અમ્મી એને આયતના અબ્બુ વિષે પૂછે છે તો એ જણાવે છે કે બધું જ બરાબર છે અને પોતાના રૂમમાં બેસીને એ અરમાનને ગળે વળગી એ મહેસુસ કરે છે.

આયત અરમાન પાસે આવે છે.

"આ ડેલી કેમ ખુલ્લી છે? કોણ ગયું?"

"સારા ગઈ..."

"એ કહ્યા વગર કેમ ગઈ? મને તો કહીને ગઈ હતી કે રાત્રે મારી સાથે જ ઊંઘસે..." એમ કહીને આયત ડેલી બંધ કરે છે.

સવાર થતા અરમાન ઘરના પાછળના ભાગમાં બેઠો હોય છે. આયત ચા લઈને જાય છે.

"લો ચા પીલો..."

"આયત બેસ એક વાત કહેવી છે..."

"શું કહેવું છે બોલો.."

"કાલે રાત્રે કંઇક એવું બન્યું કે કહીશ તો તું ગુસ્સે થઈશ..."

"મને તમારી વાત પર ગુસ્સો ન આવે..."

"વાત મારી નથી, વાત સારાની છે..."

"એના પર પણ ન આવે તમે કહો..."

"કાલે તું ભાઇબેન પાસે ગઈ ત્યારે મને અંતરાસ ગયો. શ્વાસ નળીમાં જ શ્વાસ રોકાઈ ગયો હું બહાર આવ્યો. પણ શ્વાસ પાછો નહોતો વળતો, સારા આવી ને મને ગળે વળગી ગઈ... મને આ ના ગમ્યું..."

આયત થોડીવાર અરમાન સામે આમ જ જોતી રહી અને પછી જોરથી હસી...

"આજ તો ટુચકો છે. કોઈને અંતરાસ જાય તો એને ગળે લગાવી લો... માણસ અંતરાસને ભૂલીને ઝપ્પી વિષે વિચારે છે... તમે સારા પર શક ન કરો. એ તમારી બહુ ઈજ્જત કરે છે અરમાન અને મને બહુ પ્રેમ. એ હું રડું તો રડે ને હશું તો હશે આપણાં બન્નેને સાથે જોઈને ખૂબ ખુશ થાય છે. દુનિયામાં કોઈ કોઈનું દુઃખ નથી સમજી શકતું પણ હું જાણું છું કે સારા મારું દરેક દુઃખ સમજે છે... હવે તમે જયારે એની સામે હોવને એને અંતરાસ જાય તો તમે પણ એને ગળે લગાવી લેજો મને કઈ વાંધો નથી. મને તમારા પર વિશ્વાસ છે અને એના પર ભરોશો... તમે ચા પીવો હું નાનીને નાસ્તો દઈ આવું..."

આયત આટલું કહીને જાય છે. અરમાન આયતનો આટલો વિશ્વાસ જોઈને ખુશ થાય છે. અહીં અક્રમ હોસ્પિટલમાં સુલેમાન પાસે હોય છે. સુલેમાનનું મોઢું વાંકુને જીબથી સ્પષ્ટ શબ્દ નીકળતો નથી પણ એ કોશિશ કરે છે. અક્રમ થોડીવાર સાંભળે છે અક્રમને લાગે છે એ રુખશાના બોલે છે. અક્રમ રુખશાનાને બોલાવવા બહાર આવે છે. અક્રમ જુવે છે આબિદ અલી રુખશાનાના ખોળામાં માથું રાખીને સૂઈ ગયા છે. રુખશાના એના માથાના વાળમાં આંગળીઓ ફેરવી રહી છે. અક્રમને જોતા જ બોલે છે.

"આબિદ અલી ઉભા થાઓ અક્રમ તમને જોવે છે."

આબિદ અલી ઘોર નીંદરમાંથી જાગીને અક્રમ પાસે આવે છે.

"શું થયું બેટા...?"

"માસીને કહો કે સુલેમાન માસા એમને બોલાવે છે. એકવાર મોઢું બતાવી આવે..."

"રુખશાના જા એકવાર એને મળી આવ..."

"ના ના હું નહીં જાઉં સજા થશે તો જોઈ લઈશ..."

"જીદ ન કર એને એકવાર તો મળી આવ..."

રુખશાના પરાણે એના પતિને જોવા આઈ.સી.યુ.માં જાય છે. અક્રમ પાછળ પાછળ જાય છે.

"માસી અવાજ આપીને બોલાવો તો એ સાંભળશે..."

"સુલેમાન હું રુખશાના... મારી સામે જુવો..."

સુલેમાન પરાણે વાંકા ચહેરાથી એને જુવે છે ને રડે છે.

"આમ ન રડો મર્દ કઇ રડતા હોય... સારા થઇ જશો હું બહાર બેઠી બેઠી કેટલી દુઆ કરું છું તમારા માટે... આખી રાત દુઆ કરી છે..."

અક્રમ મનોમન ગુસ્સે થાય છે કે આ ખોટું કેમ બોલે છે.

"અક્રમ તું બેસ તારા માસા પાસે હું થોડીવાર હવે આરામ કરીને આવું..."

એમ કહીને રુખશાના બહાર આબિદ અલી પાસે પહોંચી જાય છે. આબિદ અલીની બાજુમાં બેસી જાય છે.

"તમે બહાર કેમ આવી ગયા હું તમને શોધતી હતી..."

"રુખશાના તારા પતિની આવી હાલત જોઈ તને કંઈ જ થતું નથી?"

"શું થવાનું મોઢું વાંકુ જીભ વળી ગઈ છે. હવે તો એની સાથે રેહવું પણ ભારે છે..."

"રુખશાના તારી કોઈ હદ છે ખરી? "

"હદ સેની અલ્લાહનો સુકર કરો, આપણને મોકો મળ્યો સાથે રહેવાનો..."

"તું તારી હદમાં રે રુખશાના, મારે આજે દસ વાગે જવાનું છે..."

"દસ વાગે જશો તો હું ઓલાને અગિયાર વાગ્યા સુધીમાં હેરાન કરીને મારી નાખીશ અને પછી રાજકોટ આવીને બેસી જઈશ તમારી સામે..."

"તું હવે ભ્રમમાં ન જીવ જે સંબંધ છે એ નિભાવ..."

"ના જી ના... તમે મારા છો, આપી દો મને મારો આબિદ અલી..."

અહીં સારા આયતના ઘરે આવે છે.

"આયત તું હોસ્પિટલમાં નથી ગઈ?"

"ના.. કોની સાથે જાઉં...?"

"અરમાન સાથે ..."

"ના એની સાથે કેવી રીતે જઈ શકું..."

"તો તારા નાનીને સાથે લઇ જા... "

"ના તો અહીં ઘરે કોણ રહેશે..."

એટલામાં આયતના મોટા બાપુજી ને એ લોકો આવે છે.

"ચાલ બેટા આયત અમારી સાથે... હોસ્પિટલમાં..."

"સારા તું ઘર સંભાળજે હું જઈને આવું..."

આયત એના મોટા બાપુજીના પરિવાર સાથે હોસ્પિટલમાં જાય છે. અહીં સારાને મોકો મળી જાય છે. એ અરમાનની આસપાસ ફરે છે. અરમાન છત પર સૂતો હોય છે. આયત ત્યાં જાય છે.

"ઉઠો અરમાન હું તમારા માટે બદામનો હલવો બનાવીને લાવી તમને ભાવે છે ને..."

અરમાન એની પાસેથી હલવો લઇને ખાવા લાગે છે. એ એની પાસે બેસી જાય છે.

"અરમાન તમને કાલે ખોટું તો નહોતું લાગ્યું ને?"

"શેનું?"

"હું તમને ગળે વળગી ગઈ તી એનું."

"ના ના પહેલા લાગ્યું હતું પણ આયતને કહ્યું પછી એને કહ્યું કે તું મારી બહુ ઈજ્જત કરે છે અને એ એક ટુચકો છે એટલે હવે નથી લાગ્યું. હવે તો હું રાહ જોવું છું તને ક્યારે અંતરાસ જાય..."

"સાચે તમે કસમ ખાઓ કે મને અંતરાસ જશે તો તમે મને ગળે વળગી જાશો..."

"એમાં કસમ કેમ?"

"એક વાત કહું મને બે દિવસ પેહલા સ્વપ્ન આવ્યું હતું. તમે મને મારી ઘરે આવીને જગાડી તમારી સાથે નિકાહ કરવા લઇ ગયા હતા..."

અરમાન આ સાંભળીને ગુસ્સે થાય છે.

"આ કઇ વાતનો ટુચકો છે?"

"પ્રેમનો અરમાન... પ્રેમ પર કોઈનું ન ચાલે..."

"આયતને આવવા દે કહું છું એને... હું તને બેન સમજતો હતો ને તું ?"

"એ ભૂલી જાઓ... તમે એને પ્રેમ કરો છો એનો મતલબ એ થોડી છે કે હું તમને ન કરી શકું..."

અરમાન ગુસ્સે થઇને નીચે આવી જાય છે. સારા પણ નીચે આવે છે.

"અરમાન એક વાત કામની છે. ધ્યાનથી સાંભળજો..."

"તારી કોઈ વાત નથી સાંભળવી..."

"તમારા ને આયતના લગ્ન નહીં થાય તમારે બીજા કોઈ સાથે લગ્ન કરવા પડશે... પછી જ એની સાથે થશે..."

"આવું કોણ કે છે?"

"મારા અબ્બુના બાબા એ કહ્યું છે. એમની વાત ખોટી નથી પડતી, આયતના અબ્બુની પણ એમને જ વાત કહી હતી..."

"તારા એ બાબાને મારી પાસે લઈને આવજે..."

"એવું ન બોલો જો એ નહીં માનો તો એનો અંજામ ભોગવવો પડશે..."

"તું અહીંથી જા ચાલ..."

અરમાન આટલું કહી એની નાની પાસે જાય છે. અહીં હોસ્પિટલમાં આયત એના પિતાને જોઈને ખૂબ રડે છે. એના અમ્મીને કઈ જ પડી નથી હોતી. અક્રમના ચહેરા પર ગુસ્સો હોય છે.

"અક્રમ તારા માસા ક્યાં ગયા...?"

"બહાર ગયા છે..." આટલું કહી અક્રમ ગુસ્સો કરી નીકળી જાય છે. આયત આ જોઈ અક્રમની પાછળ આવે છે.

"ઉભા રહો ભાઈજાન... તમારા ચહેરાને જોઈ ને હું સમજી ગઈ કંઇક ખતરા જેવું છે... શું વાત છે કહો..."

"હા આયત ખતરો છે... પણ તારા અબ્બુનો નહીં..."

"તો શેનો?"

"એ હું એક જ જોઈ શકું છું..."

"સાફ સાફ કહો શું વાત છે..."

"હું ના કહી શકું આયત... પણ તું અરમાનને હવે બે વર્ષ ન મળ..."

"કેમ ન મળું ભાઈજાન...."

"અરમાન નહીં આવે તો એના અબ્બુ પણ નહીં આવે આજ એક રસ્તો છે તારાં પિતાનો સાજા થવાનો..."

અહીં સારા હજી પણ અરમાનનો પીછો નથી છોડી રહી.

"અરમાન અહીં આવો બેસો મારી પાસે... તો શું વિચાર્યું તમે?"

"શેનું?"

"એ જ કે તમારે પહેલા બીજા કોઈ સાથે લગ્ન કરવા પડશે તો જ આયત મળશે... તો કોની સાથે કરશો લગ્ન..."

"કોઈ સાથે નહીં..."

"તમે મારા પર શક ન કરો મેં ક્યાં એમ કહ્યું છે કે મારી સાથે કરી લો..."

અરમાન પાછો ગુસ્સે થઇને દૂર જાય છે. સારા એની સામે આવી જાય છે ને રોકે છે.

"તમે આમ ન કરો અરમાનના આયત તમારા વગર રહી શકે ના હું... કંઇક તો વિચારો તમે..."

"તું સારા હવે દૂર થઇ જા નહિતર મારાથી હાથ ઉઠી જશે..."

"તમે આયત ને આ વાત ન કહેતા..."

"કઈશ... એને આવવા દે..."

"તો પછી તમે ને આયત એક નહીં થઇ શકો... બાબા એ કહ્યું છે યાદ રાખજો...."

અરમાન ગુસ્સો કરતા પાછો નાની પાસે જઈને બેસી જાય છે.

ક્રમશ:...


Rate this content
Log in

Similar gujarati story from Crime