Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mamta Shah

Inspirational Others

3  

Mamta Shah

Inspirational Others

સ્પર્શની હૂંફ

સ્પર્શની હૂંફ

2 mins
14.2K


શિયાળાની સુંદર સવાર. સરસ મજાની ઠંડી હતી. મને થયું ચાલો સરસ ઠંડીની મજા માણીએ. એટલે હું નીકળી લટાર મારવા. અને એક સરસ દ્રશ્ય જોયું.

એક નાનકડી છોકરી, જેણે સરસ મજાનો સ્કૂલ ડ્રેસ પહેર્યો હતો. સરસ રીતે કાન ઢંકાઈ જાય એવી ટોપી પહેરી હતી, અને ઊંધી ફરીને એના મમ્મીના સ્કૂટર ઉપર, એની મમ્મીને જોરથી પકડીને ઊભી હતી. હતું સાવ સામાન્ય દ્રશ્ય. પણ એ કેટલું બધું કહી રહ્યું હતું. ક્યારેક માણસને એવું થાય કે મારી પાસે કાર હોત તો. એવું કદાચ અત્યારે એની મમ્મી ને પણ થતું હોય. એની મમ્મી પણ એવું વિચારતી હશે કે મારી પાસે કાર હોત તો, હું એને કારમાં મુકવા જાત. તો મારી લાડકીને ઠંડી ના લાગત. વાત તો એ પણ સાચી જ છે ને. પણ તો શું એની લાડકી ને એ સ્પર્શની હૂંફ મળત ? કે એની મમ્મી ને પણ ? ભલે એ પાંચ કે દસ મિનિટ એની મમ્મીને એવું થયું હશે કે મારી લાડકીને ઠંડી ના લાગી જાય ! પણ એ પાંચ કે દસ મિનિટ એ, એની લાડકીને કેટલી હૂંફ આપી હશે ! કેટલી ખુશી કેટલો આનંદ આપ્યો હશે !

આનંદ તો એની મમ્મી ને પણ થયો જ હશે. પણ આપણે કહેવાતા સમજદાર માણસો, આપણી પાસે શું છે અને શું નથી, એવું વિચારવામાં એ પળને નથી માણી શકતાં. એને એવું થતું હશે કે હું શું કરું કે મારી લાકડી દિકરીને ઠંડી ના લાગે. અને કેમ ના થાય એવું ? માં નું હ્રદય છે, એવું થવું પણ બહુ જ સ્વાભાવિક છે. પણ સાથે એ પળને, એ નિર્દોષ હુંફાળા સ્પર્શને પણ માણવો જોઈએ ને ! આપણે જે નથી એ વિચારી જે છે તેનો આનંદ પણ નથી માણી શકતાં. કદાચ આજની આ ભાગદોડ વાળી જીવનશૈલી માં, આપણે ઘણી બધી વસ્તુ, ઘણી બધી લાગણી માણવાનું જ ભૂલી જઇએ છીએ. અને પછી જ્યારે એ સમય જતો રહે છે ત્યારે આપણે એનો અફસોસ કરીએ છીએ.

એટલે જ, જ્યારે જે ક્ષણે, જે આપણી પાસે હોય, ત્યારે તે ક્ષણને માણતા અને જીવતાં આપણે શીખવું જોઇએ. જીવનમાં મોટી ખુશીઓની પાછળ ભાગવામાં આપણે જીવનની ઘણી બધી નાની ખુશીઓ ને માણતા જ નથી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational