Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Others

2.5  

Pravina Avinash

Inspirational Others

નવલકથા ઉમંગના ઓળા-૨

નવલકથા ઉમંગના ઓળા-૨

7 mins
14.2K


પ્રકરણ-૨ ઘર-સંસાર

કાવેરીબાએ પુત્ર ગુમાવ્યા પછી ખૂબ સુંદર રીતે અમિતાબહેનને પ્રવૃત્તિ કરવા માટે પ્રોત્સાહન આપ્યું. અમિતા વહુની ઉમર માંડ ૫૦ વર્ષની હતી. તેમને થયું 'અમિતા પોતાનામાં રહેલી કળા ખિલવશે તો તેના જીવનમાં ઉમંગ અને ઉત્સાહ ટકી રહેશે". અમિતા ફરી પરણશે કે નહી એ વિષે તેમણે કોઈ વિચાર કર્યો ન હતો. પહેલાં પતિ અને પછી પુત્ર, મનથી અને તનથી કાવેરીબા ભાંગી પડ્યા હતાં. કુદરત પાસે આપણે નાઈલાજ છીએ તે વાત બરાબર જાણતા હતા.

અમિતાબહેનને, કાવેરીબાની ખોટ સાલી. જીવન ઘટમાળમાં જે પ્રસંગ બને તેમની સાથે સંધિ કરી જીવતા રહેવામાં જ તથ્ય છે. અમિતાને એ સમજતાં વાર ન લાગી. જે ઘર સાસુ, સસરા અને પતિની હાજરીમાં ચહેકતું હતું તે હવે શાંતિમાં સરી જતું જણાયું. અવનિ લગ્ન કરીને ગઈ. અવીની હાજરી ઘરમાં નહિવત હતી. ભણવામાં મશગુલ અને પ્રેમિકાની સંગમાં સમય પસાર કરતો. અમિતા બહેને કહ્યું હતું,' જ્યારે જમવાનો હોય ત્યારે કહેજે, મનભાવતી રસોઈ બનાવીશ'. એમનું જમવાનું ખૂબ સાદુ રહેતું.

 “બિંબ પ્રતિબિંબ” નવલકથાનું મથાળું અને તેમાં રહેલી દિલની વ્યથા, વેદના, સત્ય અને લેખનકળા વાચકોનાં દિલને સ્પર્શી ગઈ. અમિતાબહેન જાણે દિવાસ્વપનમાં ખોવાઈ ગયા. સહુથી વધારે આનંદ અને ગર્વ તેમના પતિ અમુલખભાઈના પૂ.માતુશ્રીને થયો. સામન્ય રીતે લોકો ‘સાસુ’ શબ્દને જરા અણગમતી દ્રષ્ટિથી જોતા હોય છે. ભૂલથાપ ખાય છે કે એ પ્રાણથી પ્યારા પતિની ‘મા’ છે ! ‘દૂર દર્શન’ માસિકે અમિતાબહેનને દર મહિને એક સુંદર લેખ લખી મોકલવાનું કહ્યું. ઘણી વખત કાવેરીબા લેખનનો વિષય પણ તય કરતાં જેથી અમિતા બહેનને લખવામાં સરળતા રહે.

અવનિને ખૂબ શાંતિ થઈ . તેને થયું ‘મા’ને હવે નવી દિશા મળી ગઈ છે. નાનોભાઈ અવિ પણ ભણવામાં ઝળકી રહ્યો હતો. આલોક સાથે તેનો સંસાર સરસ ચાલતો હતો. હજુ પાંચ વર્ષ બાળક જોઇતા ન હતાં. પોતાની વિદ્યાનો સહારો લઈ જીવનમાં સ્થાઇ થવું એ પ્રયોજન હતું. કમપ્યુટરના યુગમાં એવી સરસ રીતે ગોઠવાઈ ગઈ કે બાળક આવે પછી પણ ઘરે રહીને આલોકને સહાય કરી શકે. પોતાની મમ્મીના કાર્યમાં પણ રસ દાખવી તેને જ્યાં જરૂર પડે ત્યાં કમપ્યુટર દ્વારા તેના કાર્યનો બોજો હળવો કરતી. આલોકના માતા અને પિતાને કોઈ ફરિયાદ ન રહે તેનું સભાનપણે ધ્યાન રાખતી. અવનિમાં આ તો કમાલ હતી. બન્ને તરફની પોતાની જવાબદારીનું તેને ભાન હતું. વળી પ્રેમ પૂર્વક કરતી તેથી માન અને ઈજ્જતની હકદાર બની. આલોકના મમ્મી તો ડૉક્ટર હતાં.

‘બેટા હવે બાળકની તૈયારી કરો’!

‘હા મમ્મા, હું અને આલોક હવે તૈયાર છીએ’.

તે જાણતી હતી મમ્મા, આલોકની જેમ મને પણ પ્રેમ કરે છે. યથા સમયે અવનિએ જોડિયા બાળકને જન્મ આપ્યો. અવનિના દાદીમા જાણે બાળકને જોવા ન જીવતાં હોય? પંદર દિવસમાં વિદાય થયા. અવિ પણ કૉલેજમાં ભણવા બેંગ્લોર ગયો.

અમિતાબહેનની જીંદગીમાં ખાલિપાનો અનુભવ થવા લાગ્યો. બે બાળકોને કારણે અવનિની જીદગી પ્રવૃત્તિથી ધમધમી ઉઠી. પોતાની મમ્મીની મદદ લેતી હતી. છતાં મમ્મીની તેને ચિંતા રહેતી. હમણાંથી અમિતાબહેન બીજી નવલકથા લખવા પ્રેરાયા હતા. નામ રાખ્યું ‘મઝધાર’. ખુલ્લી આંખે જીવનમાં અવલોકન કરતા. ધીમે ધીમે કલમ અને વિચારનો સમન્વય ઝળકી રહ્યો. વાર્તા સુંદર રીતે પૂરી કરી. આ વખતે સહુ પ્રથમ આલોકના મમ્મીએ વાંચી. આનંદવિભોર થઈ બોલી ઉઠ્યા, ‘વાહ’! તેમના ભાઈને વાંચવા અનુરોધ કર્યો. વાર્તા તેમજ તેના પાત્રાલેખન બન્નેને ખૂબ ગમ્યા.

'મઝધાર' નવલકથાને જે રીતે અમિતાબહેને વણી હતી તે દાદ માગી લે તેવી વાત હતી. જે સ્ત્રીએ માત્ર ઘરસંસારમાં દિવસો નહી વર્ષો ગાળ્યા હોય તેની કલમ આટલી બધી ભાવવાહી ! જે સરલતાથી વાર્તાનો પ્રવાહ જળવાઈ રહ્યો તે અદભૂત હતો. અમિતાબહેનની અંતરની નિર્મળતા સ્પષ્ટ પણે ઉપસી આવી હતી. તેના સંસ્કાર આખી નવલકથામાં ડોકિયા કરતા હતા. અમૂલખભાઈએ ખૂબ પ્રેમ પૂર્વક તેમને સંવાર્યા હતા. જે શબ્દો દ્વારા કાગળ પર ઉપસી આવ્યા. અવનિ તેની મમ્મીની આ બાજુ જોઈ આનંદવિભોર થઈ અઈ. આલોકના મમ્મી તો ડૉક્ટર હતા, એમને પણ ખૂબ ગમી. તેમને એક ભાઈ હતો . જેને વાંચવા સાથે બારમો ચંદ્રમા હતો. માત્ર કહેવા માટે કહ્યું. ભાઈએ પણ પોતાની આબરૂ બચાવવા હા પાડી. આશ્ચર્ય વચ્ચે એક જ બેઠકમાં વાંચીને પૂરી કરી.

'મઝધાર' નવલકથાનો વિષય ખૂબ દિલચશ્પ હતો. તેના પાત્રોનું પાત્રાલેખન, વાર્તાના પ્રસંગોનું છણાવટ અને વખત આવ્યે તેમને ક્યાં પર્વતની ટોચ સુધી લઈ જઈ ખીણમાં ગબડાવવા એ સઘળું સુંદર રીતે વર્ણવ્યું હતું. અણકલ્પ્યો અંત તે વાર્તાનું હાર્દ બની ગયું. જેને કારણે વાંચવા સાથે કોઈ સગાઈ ન હતી એવા આલોકના મામા, એક જ બેઠકે પૂરી કરીને ઝંપ્યા. જુવાનીમાં રાજેશ ખન્નાથી જરાય ઓછી તેમની કિમત ન હતી. જેની સાથે પ્રેમ હતો એ અમેરિકા જવાની લાલચે ફરી ગઈ અને પરણીને ઉપડી પણ ગઈ. બસ ત્યાર પછી કદી એ દિશામાં ફરી ન જોયું. ધંધામાં ધ્યાન આપી આજે 'કાગળ બજારના કિંગ'નું બિરૂદ પામ્યા હતા. કોને ખબર કેમ આ વાર્તા વાંચીને દિલની દબાવેલી લાગણીઓ બંધ તોડીને વહેવા લાગી. આખી રાત બેચેની અનુભવી. સૂતેલો માંહ્યલો જાગી ઉઠ્યો. ખબર હતી આ નવલકથાની લેખિકા વિષે, દિલની વાત બહેનને કહી વેદના ઠાલવી.

જ્યારે અમિતાબહેનને મળવાની પળ આવી ત્યારે એમની પ્રતિભા જોઈ હતપ્રભ થઈ ગયા. અવનિની મમ્મી વિષે માત્ર વાતો સાંભળી કલ્પના કરી હતી. બે સફળ નવલકથાની લેખિકા તેમની કલ્પના બહાર જાજ્વલ્યમાન હતી. ઘરસંસારમાં રત થયેલી અમિતા અને આજની સફળ લેખિકા બન્ને પાત્રોમાં દીપી ઉઠી. બહારની દુનિયા, તેના રિતરિવાજ અને સમય સાથેનું વહેણ, ત્રણેનો મધુર ત્રિવેણી સંગમ ખૂબ આહલાદક હતો. મુકેશમામાએ મનમાં દૃઢ નિશ્ચય કર્યો. કોઈને જણાવવાની જરૂરિયાત ન હતી.

અંતે નવલકથાનું વિમોચન થયું. પ્રકાશિત થઈ બજારમાં આવી. આવકાર મલ્યો એમાં તો પૂછવાનું હોય જ નહી ! આલોકના મામા, જેમણે વાંચીને માણી હતી તેમણે અવનિ દ્વારા અમિતાબહેન સાથે મુલાકાત ગોઠવી. પહેલીવાર મળ્યા ત્યારે અમિતાબહેનની સરળતા અને સુઘડતા તેમની આંખોને ઉડીને વળગી. બનવાકાળ યુવાનીમાં એક વાર પ્રેમમાં નાસીપાસ થયા હતા. તે દિશામાં ફરી નિહાળ્યું ન હતું. આજે જીવનમાં સફળતાને વર્યા હતા. અમિતા બહેન ‘૫૨’ વર્ષની ઉમરે પણ ખૂબ આકર્ષક હતા. લેખનકળામાં પ્રવૃત્ત રહેતા હોવાને કારણે બહારની દુનિયાથી પરિચિત હતા. જીવનને હરદશામાં જો આવકાર પ્રાપ્ત થાય તો એ જીવન જીવવાની મઝા કાંઈ ઔર છે. પતિ અમૂલખભાઈના ગયા પછી કુટુંબીઓના સ્નેહ અને સહકાર પ્રાપ્ત થયા. ચિંથરે વીંટ્યા રતનની જેમ ઝળહળી ઉઠ્યા.

મામાએ આલોકના મમ્મીને પોતાના દિલની વાત જણાવી, તેઓ નિશ્ચિંંત બન્યા. વાત ખૂબ નાજૂક હતી. આલોકને કાને જ્યારે આ વાત આવી ત્યારે ગભરાઈ ગયો. છૂપો આનંદ પણ થયો કે અમિતાબહેનના ‘જીવનમાં ઉમંગ’ પાછો પ્રસરી ઉઠશે ! સમય જોઈને તેણે અવનીને વાત કરી. એક મિનિટતો અવનિ ફાટી આંખે આલોક સમક્ષ જોઈ રહી.

‘આલોક, તું આ શું બોલે છે’.

‘તેં જે સાંભળ્યું તે’ !

‘મારી મમ્મી’ , અવનિના શબ્દો મુખમાંથી બહાર આવવાની ના પાડતા હતાં. વધુ કાંઈ ન બોલતાં શાંત રહી. આલોક તેનું અવલોકન કરી રહ્યો. તેણે નોંધ્યું કે બીજ યથા સમયે પાંગરશે ! પછી તો આ વાત ઉપર પડદો પડી ગયો. અવનિ ઘણીવાર આકુળ વ્યાકુળ થઈ ઉઠતી. આલોક તેના વર્તન ઉપર આંખ આડા કાન કરતો. તે જાણતો હતો તીર નિશાના પર વાગ્યું છે !

બન્ને બાળકો સૂતા હતાં. આલોક પુસ્તકમા માથુ ઘાલી અવનિની ક્રિયા નિહાળી રહ્યો હતો. અવનિએ અચાનક પુસ્તક ખેંચી તેનો ઘા કર્યો.

‘મને ખબર છે, તું વાંચવાનો ડોળ કરે છે.’

‘કેમ તને એવું લાગ્યું, ડાર્લિંગ’?

‘જો હવે મને ઉલ્લુ ન બનાવ, તેં જે વાત કરી હતી તેના પર હું દસ દિવસથી વિચાર કરું છું’.

‘ઓહ, તને વિચાર કરવાનો સમય મળે છે’?

‘બસ હવે તારું નાટક બંધ કર’.

‘તો શું કરું’?

‘સાંભળ. તારો પ્રસ્તાવ ગમ્યો છે. પણ ?

‘પણ શું”?

‘મમ્મીને વાત કેવી રીતે કરવાની’?

‘એ તું મારા પર છોડી દે’.

બીજા અઠવાડિયે આલોકે ઘરમાં બાળકોના બહાને નાનું ફંક્શન ગોઠવ્યું. તેમા બધા આવ્યા. મામાને અમિતાબહેન સાથે ઓળખાણ કરાવી હતી તે કામ લાગી. મામાએ તેમની લેખન પ્રવૃત્તિમાં ખૂબ રસ બતાવ્યો. પોતાનું થોડું જ્ઞાન પ્રદર્શિત કર્યું. બન્ને જણા સાથે એક ટેબલ પર ગોઠવાયા. હાથમાં આવેલી તક ગુમાવે એવા નાદાન મામા ન હતા.

અમિતાબહેનને તેમનું વર્તન ભાવભર્યું લાગ્યું. બનેનો પ્રશ્ન થોડે ઘણે અંશે સમાન હતો. “એકલતા અને ખાલિપો’ ! આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું. અવનિ મોટા ભગિરથ કાર્યમાંથી ઉગરી ગઈ. મામાનું વ્યક્તિત્વ મોહક હતું. અમિતાબહેનને થયું જીવન ખૂબ લાંબુ છે. બાળકો મોટા છે. અવિએ જરા પણ અણગમો ન દર્શાવતા મમ્મીની ખુશીમાં સામેલ થયો. હવે તેને નિરાંત થઈ કે મમ્મીને પોતાની ‘ગર્લફ્રેંડ’ બાબાત વિના ઝિઝક કહી શકશે. જ્યારે બાળકો મોટા થાય પછી તેમના જીવનને નવી દિશા સાંપડે. એ સમયે માતા અને પિતા તેમને માર્ગ મોકળો કરી આપે તેમાં બધાની શોભા છે.

આજે અમિતાના આનંદનો પાર ન હતો. કારણ આમ જોઈએ તો નજીવું હતું. છતાં દિલને આનંદ આપી ગયું. નવી નવલકથાને મળેલો આવકાર અને મહેશમામા સાથે થયેલી મુલાકાત. જરાકવાર માટે વિસરી ગઈ કે અમૂલખ સાથે વિતાવેલી જીંદગી આટલી સહજ રીતે ભૂતકાળ બની ગઈ.

હા, એ ભૂતકાળ જરૂર હતો. એવો ભૂતકાળ કે જે ભુંસવો આસાન ન હતો. તેમની યાદ સમા બે બાળકો નજર સમક્ષ હતા. શું, લેખિકા બની એટલે એનો નવો જન્મ થયો હતો ? મન માનવા તૈયાર ન હતું. દિલ કાંઇ બીજી વાત ખાનગીમાં કરતું હતું. હમેશા પોતાની જાત સાથે વફાદાર રહેવાનું તેને ગમતું. તે જાણતી હતી માંહ્યલો કદાપિ જુંઠું નહી બોલે. મહેશમામાએ તેની સુની પડેલી વિણાના તાર ઝંકૃત કર્યા હતા. હા, એ સ્પંદન ગમ્યા એની ના પાડવાની તેનામાં તાકાત નહતી. સાથે સાથે મહેશમામાને આવકારવા જેટલી હિંમત તેમજ મરજી પણ ન હતી. જેમ કોઈ નવલકથાનો પ્રશંશક તેની પ્રશંશા કરે તેનાથી વધું કાંઈ નહી એમ મન મનાવ્યું ! શું આ સત્ય છે?

શું મહેશમામાએ તેના દિલમાં નવી ઉમંગની સરવાણી વહેતી ન કરી ? અમિતા આયના સામે આવીને ઉભી રહી. 'આયના તું સત્ય કહેજે.'  તે જાણતી હતી આયનો કદી અસત્ય નહી ઉચ્ચારે. સવાલ પૂછીને આયનામાં નિહાળ્યું તો પલકોં ઝુકી ગઈ. તેનું દિલ એક ધબકારો ચૂકી ગયું. તેનો અર્થ ન સમજે તેવી નાદાન ન હતી. એકદમ અમૂલખના ફોટા સામે તાકી રહી. જેના પર તાજો ફૂલનો હાર સવારે જ બદલ્યો હતો. અમૂલખ ફોટામાં તેમનું મધુરું મુસ્કાન રેલાવી જાણે સંમતિ ન આપી રહ્યા હોય ! હવે આ તો એવું છે દરેક જણ પોતાનો મનગમતો અર્થ કાઢે! અમિતા મનગમતો અર્થ કાઢવા તૈયાર ન હતી. અરે, હજુ તો પાંચ વર્ષ થયા છે. એમ જ ૨૯ વર્ષના સહવાસનો છેદ કેવી રીતે ઉડાડી શકાય? દિલ તો દિવાનું છે. ક્યારે ધબકે, ક્યારે બેહોશ બને. વિચારોનું તોશું ? આવન જાવન તેનો સ્વભાવ છે. મારે શાંતિથી વિચાર કરવો પડશે. ક્ષણિક આવેગને બહુ મહત્વ ન અપાય.

અમિતાબહેનના દિલમાં ‘ઉમંગ’ની સરવાણી ફુટી. એક જીવન જીવવાનું છે. શામાટે સુખશાંતિથી પસાર ન કરે ?

*ક્રમશ:...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational