Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

એક ડગ ધરા પર - ૮

એક ડગ ધરા પર - ૮

3 mins
13.5K


પ્રકરણ : શાન હાઈસ્કૂલમા આવી

ઉંમર ઉમરનું કામ કરે છે. નાની નિર્દોષ બાળકી હવે કન્યમાં રૂપાંતરીત થઈ રહી હતી. દરમહિને વેઠવી પડતી અગવડ ગમતી ન હતી. કિંતુ સોનમ તેને પ્યારથી સમજાવી સહ્ય બનાવતી. શરીરમાં થતા ફેરફાર નિહાળી શાન લજવાતી અને રોમાંચ પણ અનુભવતી. તેને ખબર પડતી ન હતી કિંતુ જે અનુભવમાંથી પસાર થઈ રહી હતી તે ગમતું હતું. સોનમ ચૂપકીદિથી તેની નોંધ લેતી અને રાતના એકાંતમાં સાહિલને બધી વાતથી વાકેફ કરતી. હવે સોનમ વિચારતી કે ઉનાળાની રજાઓ છે. થોડું ઘણું શાન ને રસોઇકામ અને સિવણમાં રસ લેતી કરવી છે. તેના વાંચનમા પણ વૈવિધ્યતા આવવી જરૂરી છે. શાનને ઘરપાસેના પુસ્તકાલયમાં સભ્ય બનાવી. પહેલા થોડોક વખત તેની સાથે ગઈ. હિંદના ઈતિહાસ્ના પુસ્તકો, વિજ્ઞાનને લગતાં, ધાર્મિક વિગેરે બતાવ્યા.

તેને પહેલા જોવું હતું શાનને શું વાંચવાથી આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત થાય છે. સોહમને દાદી પાસે મૂકી મા-દિકરી બહાર જતાં. શાનને પણ મમ્મી સાથે ખૂબ મઝા આવતી. રજાને દિવસે આખો પરિવાર સાથે બહાર જતો. સાહિલ એક પણ તક જવા ન દેતો. રવિવારની કાગ ને ડોળે રાહ જોતો. સુંદર પરિવાર, સુખી પરિવારની ઉક્તિ બરાબર બંધબેસતી હતી. રજાના દિવસો પાણીના રેલાની જેમ પસાર થઈ રહ્યા હતા. સોનમને તેના માતા પિતા તેડાવતા ત્યારે હંમેશા કોઈના કોઈ કારણસર તે જઈ શકતી નહી. સોનમ પિયર ખૂબ ઓછું જઈ શકતી. વિચાર આવ્યો લાવને શાનને નાના નાની પાસે મોકલું.  થોડા દિવસ શાન, નાના નાની ત્યાં રહેવા આવી. ઘરનું વાતાવરણ શરૂમાં શાનને થોડું જુદું લાગ્યું કિંતુ વાંધો ન આવ્યો.  નાના,નાની શહેરથી દૂર રહેતા

હતાં. વાતાવરણ શાંત હતું પણ હવામા પ્રસરતી મહેક મનભાવન હતી. શહેર કરતાં મોટું ઘર. ઘરમાં માણસ બે પણ કામ કરવા વાળા ત્રણ. આજુબાજુ મઝાનો બગીચો, બગીચામાં ઝુલો. ઘરની પાછળ કૂવો. જોકે હવે પાણી કાઢવાનું ન હતું. શહેરની જેમ નળ હતા.  શાનને કુદરતને ખોળે રમવાની મઝા આવતી. આજુબાજુથી નાની નાની છોકરીઓ તેની સાથે રમવા આવતી. શાન તેમની ઘણી બધી રમત રમતાં શીખી.

પોતે શાળામા જે રમતી તે તેમને બતાવતી અને રમતા શીખવાડતી.

તેવામાં શાનની બહેનપણી નેહાની કાકાની દિકરી હિના લગ્ન કરીને બે વર્ષમા પિયર પાછી આવી. કારણ તો કહે પૈસાવાળાનો નબીરો ખોટી આદતોમા ગળાડૂબ હતો. ઉપરથી ઘરે આવીને હિનાને મારે તે નફામા. સારું હતું કે બાળકની ઝંઝટ હતી નહી. તેને બરાબરનો પાઠ ભણાવવાનું આ ત્રિપુટીએ નક્કી કર્યું.

જાસુસી કરવા માંડીકે હરિશભાઈ ક્યાં જાય છે અને કોને મળે છે.  આવા બધા કારસ્તાન ઘરમા કહે તો ગુસ્સો સહન કરવાનો વારો આવે, કિંતુ પરિણામ સફળ આવે ત્યારે ધીરે રહીને મમ્મીને શાન બધું જણાવતી. સોનમને, શાન બહેન પણીને મદદ કરે તેમાં વાંધો ન હતો. તેને પોતાના લોહી તથા તેની સમજદારી પર ગર્વ હતો. શાનને સમઝાવતી

‘બેટા વગર વિચાર્યું કામ ન કરીશ કે જેથી મારે,તરા પપ્પાને અને તારા ભાઈલાને નીચું જોવાનો વારો આવે."

હરિશભાઈને પાઠ ભણાવવા ત્રિપુટી કામે લાગી ગઈ. હિનાએ સાફ શબ્દમાં જણાવ્યું તેને હરિશ ઉપર પ્યાર છે. વધુ પડતા બે નંબરના પૈસાને કારણે તે આડે રસ્તે ચડી ગયો છે. હા, તને સીધે રસ્તે લાવવા કાજે હું કાંઈ પણ કરવા તૈયાર છું. જીવનમાં પ્રથમ પ્યારની મહેકનું વર્ણન કરવું અશક્ય છે. નાની ઉમરમા થતો પ્યાર આંખની ભ્રમણા છે. કિંતુ સમઝદારી દ્વારા પાંગરેલું પ્યારનું પુષ્પ તેની સુંગધ જીવનભર ફેલાવે છે. આ કાંઈ કાગળનું ફુલ નથી. તે કદી મુરઝાતું નથી. દિવસે દિવસે ખીલે છે. તેનું સૌંદર્ય અંગ અંગમાંથી પ્રગટે છે. જીવન પ્યારનું પરિણામ છે. પ્યારને સસ્તો સમઝવાની ભૂલ કદી ન કરનાર હિનાએ, પોતાનો પ્યાર મેળવવા કમર કસી. તેમાં સહકાર સાંપડ્યો શાન, સુલુ અને નેહાનો...


Rate this content
Log in