Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Drama Thriller

3  

Vishwadeep Barad

Drama Thriller

દાદા રડી પડ્યા

દાદા રડી પડ્યા

2 mins
7.2K



વહેલી પરોઢે, શિકાગોની ફૉલ સીઝન(પાનખર)માં ૬.૩૦ વાગે પોતાના સબડીવીઝનમાં ડોગના હુમલાથી બચવા હાથ કેઈન(લાકડી) રાખી વૉક કરનાર ૭૦ વર્ષના રૉબર્ટ, હીયરીંગ-એઈડ કાનમાં હતું જેના લીધે એક શીશુનો રડવાનો આવાજ સાંભળ્યો, આજુ બાજું નજર કરી ક્યાં બાળક જોવા ના મળ્યું. વિચાર્યું કે કોઈના ઘરમાંથી રડવાનો અવાજ આવતો લાગે છે. આગળ વધ્યો, અવાજની ગતી વધી. રોકાયો, એક ડોગ ગારબેજ-કેનની નજીક આવ્યો, રોબર્ટે તુરત લાકડી ઉંચી કરી કે ડૉગ તુરત ત્યાંથી જતો રહ્યો, ખાત્રી થઈ કે બાળકનો અવાજ એ ગારબેજ કેનમાંથી આવતો હતો. બ્લેન્કેટમાં વીંટળાયેલ બાળક ટ્રેશ કેનમાં ડુસકા ભરી રહ્યું હતું.

રૉબર્ટે તાત્કાલિક સેલ ફોન માંથી ૯૧૧ને ફૉન કર્યો.."મે આઈ હેલ્પ યુ? યસ હીયર ઇઝ અ ન્યુ બોર્ન બેબી, ઇઝ ક્રાઈંગ ઇન ટ્રેશ કેન એન્ડ આઈ ડોન્ટ નો વૉટ ટુ ડુ? જસ્ટ પુલ ઇટ આઉટ. ઇઝ ઇટ બોય ઓર ગર્લ? જસ્ટ ટેક આ બ્લેન્કેટ ઓફ એન્ડ સી.. ઓકે? યસ, ઇટ્સ આ બોય.. પ્લીઝ ગીવ એડ્રેસ એન્ડ એમ્બ્યુલન્સ એન્ડ પોલીસ બોથ આર ઓન ધ વે..( હું શું તમને મદદ કરી શકું?..અહી નવજાત બાળક છે..કચરાની પેટીમાં રડી રહ્યું છે અને મને ખબર નથી પડતી કે શું કરવું....છોકરી છે કે છોકરો...મને ખબર નથી..ધાબળો ખસેડી જોઈ જુઓ...ઑકે,હા છોકરો છે?..

છોકરાને કચરા પેટીમાંથી ઉંચકી તેડી લીધો..છોકરો સ્વરુપવાન, ઘાટીલો હતો. રોબેર્ટે એક વહાલભર્યું ચુંબન આપ્યું. વિચાર્યું "કેવી અભાગી અને નિષ્ઠુર માઁ હશે કે જેણે આવા રાજકુમાર જેવા બાળક્ને જન્મ આપી, ત્યજી, કચરા પેટીમાં નાંખી દીધો, ધિક્કાર છે આવી દયાહીન માઁ ને."

પાંચ મિનિટમાં એમ્બ્યુલન્સ અને પોલીસ આવી ગઈ. બાળકને રોબર્ટના હાથમાંથી લઈ, ઓકસીઝન અને પ્રાથમિક સારવાર આપી એમ્બ્યુલનસમાં તાત્કાલિક નજીકની હોસ્પિટલ તરફ લઈ ગયાં. બચવાની શક્યતા ઘણી જ ઓછી હતી. પોલીસે રોબર્ટ પાસેથી થોડી માહિતી લઈ રિપૉર્ટ લખીને જતી રહી..

રૉબર્ટની આંખ ભીંની થઈ ગઈ. ભારે હૈયે ચાલવા લાગ્યો..ત્યાં જ કૉર્નર પાસે ડોકીયા કરતી ૧૪ વર્ષની મરીયા નજરે ચડી. "હની, વોટ આર યુ ડુઇંગ હીયર? આર યુ વેઇટિંગ ફોર સ્કૂલ બસ? નો ગ્રાન્ડ પા.. એમ્બ્યુલન્સ જસ્ટ પિકડ અપ ધેટ ન્યૂ બોર્ન બેબી .. હી વોઝ માય બેબી.( હની, તું અહીં શું કરી રહી છે? સ્કુલબસની રાહ જુવે છે? ના દાદા..જે એમ્બ્યુલન્સ હમણાં જે નવું જન્મેલું બાળકને લઈ ગઈ એ મા....રું હતું. )..

માય બેબી, યુ નો ધેટ ધીસ ઇઝ સેકન્ડ ટાઈમ યુ ડીડ ધીસ સીન.. શૅમ ઓન યુ.!! ( મારી પૌત્રી, તને ખબર છે કે આ બીજી વખત આવું કૃત્ય કર્યુ..ઘણૂંક શરમજનક!!)

આપનો અમૂલ્ય અભિપ્રાય જરુર આપશોજી.


Rate this content
Log in

Similar gujarati story from Drama