Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Abstract Others

2.7  

Vijay Shah

Abstract Others

ટર્નીંગ પોઈન્ટ પ્રકરણ ૭.

ટર્નીંગ પોઈન્ટ પ્રકરણ ૭.

6 mins
14.2K


તારી આંખનો અફીણી

તે દિવસે સાંજે જમણવારમાં સવારની જેમ બહુ મોટું ટોળું નહોતું કર્યુ. પણ ૨૧૦૦૧ના ચાંદલાએ રંગ રાખ્યો હતો. સાંજે ભારે સાડી પહેરીને પરિ અને મેઘા આવ્યા. સદાશિવ અને અક્ષર પણ ભારે લેંઘા ઝભ્ભામાં આવ્યા. ભગવાનનો ગોખલો સુશોભિત હતો અને ભારેમાંના ગુલાબના હાર થી તેમનું સ્વાગત જાનકી એ કર્યુ. વીડીઓ ઉપર ગીત મુક્યુ હતું બહારો ફુલ બરસાઓ અને ઘર આખુ ગુલાબનાં એસેંસ થી મહેંકતું હતું.સદાશીવ ને અને અક્ષરને ગુલાબનો હાર રામ અવતારે પહેરાવ્યો. મેઘાબેન અને પરિને જાનકી એ હાર પહેરાવ્યો. ફરી થી રૂપા સાસુ અને સસરાને પગે લાગી. ત્યારે હીરાનો ભારે નવલખો હાર, કાનનાં બુટીયા અને નથણી સાથેનો સેટ રૂપાને આપ્યો.

મહારષ્ટ્રીયન રેસ્ટોરંટમાંથી ભારે ખાવાનું મંગાવ્યું હતું. પડોશમાં રહેતી પેલી બે પોલીસ છોકરીઓ કેમેરો ચલાવતી હતી, ફોટા પાડતી હતી પરિ એ તેમને ત્યાં સવારે પાડેલા ફોટા અને વીડીઓ ટીવી ઉપર કનેક્ટ કરીને બતાવ્યા. જાનકીના મનમાં આ વહેવારથી શાંતિ થઈ.

રૂપા અને અક્ષર જમણવાર શરુ થયો અને એકમેકને ચોરીથી જોઇ લેતા હતા, અત્યારનો સોનેરી ડ્રેસ રૂપાને નમણી અને મોહક બનાવતો હતો ચેંજર ઉપર ગીતો સરસ આવતા હતા. નવરંગનું ગીત તુમ મેરે. મૈં તેરી ઉપર રૂપાએ હળવું નૃત્ય કર્યુ ત્યારે જાનકી અને મેઘાએ ઓવારણા લઈને ખુબ વધાવી.

મેઘાએ અક્ષરને સાથે લઈને આઇસક્રીમ લઈ આવોનો આદેશ રૂપાને આપ્યો અને બહાર જવા કહ્યું ત્યારે પેલી બે છોકરી ઓ પણ સાથે થઈ ગઈ. ગાડી ચલાવવા તેમાની એકને આપી અક્ષર રૂપા સાથે પાછળ બેઠો ત્યારે રામ અવતાર ખીન્ન થયો પણ રૂપા પ્રસન્ન હતી અને જાનકીને આંખનાં ઇશારે પૂછ્યું તો તેણે પણ જવાની અનુમતિ આપી. પણ આઇસક્રીમ તો ફ્રીજમાં છે તે ઇશારાને જાનકી અવગણી ચુકી હતી. પ્રેમી પંખીડા અત્યારે થોડોક સમય સાથે ગાળે તેમાં અજુગતું કશું નથી વળી આઇસ્ક્રીમ શોપ તો અહીંથી દસ જ મીનીટ દુર છે. આ ગયાને આ આવ્યા. આઈસક્રીમ લેતા અને પાછા બેસતી વખતે અક્ષર કહે, “રૂપા આ વખતે તો તારા ઘણાં ફોટા લઈ જઉ છું. મને તો તારી બહું યાદ આવશે. તને આવશે?”

નન્નો પાડતા રૂપા બોલી, “યાદ તો કોને કરવા પડે જેને ભુલી ગયા હોઇએ.. પણ તને તો કોણ ભુલી શકે? મારા શ્વાસોચ્છશ્વાસમાં તુ સમાયેલો છે."

“તો પછી આટલી કઠોર કેમ રહે છે?”

જો તું ૨૧વર્ષની હું થઉં ત્યાં સુધી રાહ જોઇ ન શકતો હોય તો તારો પ્રેમ પ્રેમ નથી. પ્રેમમાં શરીર કરતા સમજ અને વહાલની વધારે જરુર છે. આપણા વડીલો એ તેથીજ મર્યાદા રાખી છે. પછી તે મર્યાદા સાચા સમયે જ તુટે તે જરુરી છે. આપણો આ સંયમ આપણ ને આખી જિંદગી સંતુલિત રાખે તેવું હું ઇચ્છું છું.

“રૂપા રાણી હવે તો વિવાહ થઈ ગયા છે. અને આ સંવનન કાળ આખા જીવનની યાદોનો ઉત્કૃષ્ટ સમય છે. હું તો સંયમમાં રહી ને સમય બગાડવા જેવું સમજું છું.”

તું પુરુષ છે કદાચ અમારી નાજુક ભાવનાઓને નથી સમજતો. સ્ત્રી તરીકે અમારા અંગોને પુખ્તતા જરુરી છે તારા અંશને નવ મહીના ગર્ભમાં ધારણ કરવા હુ પુખ્ત ૨૧ વર્ષે થઈશ. તે પહેલા થઈએ તો સંતાન ખોડખાંપણ વાળુ થાય અને તે સજા આખી જિંદગી તેની સાથે આપણે પણ ભોગવીયે. અક્ષર ડોક્ટરી નું ભણતો હતો તે પણ આ બધું જાણતો હતો.તેથી થોડોક સમય શાંત રહ્યો. આઇસ્ક્રીમ લઇને પરત તેઓ ઘરે પહોંચી ચુક્યા હતા.

રૂપા એ હળવે રહીને તેના ગાલ ઉપર અછડતી ચુમી કરીને બોલી “કેટલો સમજું છે તું અક્ષુ.”.

“સાહ્યબો કહેને.. મને સારું લાગે છે.”

“ભલે મારા સાહ્યબા!” બંનેને પ્રસન્ન અને હસતા ઉતરતા જોઇને મેઘાને અને રામ અવતાર ને સારુ લાગ્યુ.

“તારી ભાવતી કચોરી તેં ખાધી?” રૂપાએ ઘરમાં જતા અક્ષરને પુછ્યું

“તેં જમતી વખતે આગ્રહ ન કર્યો એટલે ભુખ્યો રહી ગયો”

“અમારામાં તો મીઠાઇનો આગ્રહ થાય ફરસાણ નો નહીં” ભલે તારા માટે બધી કચોરી ભરી આપીશ સાથે સાન એંટોનીયો લઈ જજે.

“કેમ મને તો તું આજે ફરીથી ખવડાવીશ એવું હતું” જાનકી આ સાંભળી ગઈ એટલે આઇસક્રીમ સાથે કચોરીની પ્લેટો પણ આવી. અક્ષરે કચોરી તો ખાધી પણ આઇસ્ક્રીમ પણ ઝાપટ્યો. ટીવી ઉપર દેશી ચેનલ ઉપર સીરીયલ પુરી થઈ અને તાંબે કુટુંબ ઘરે જવા રવાના થયું. અક્ષરને એરપૉર્ટ ઉપર મુકવા જવાનું આમંત્રણ પણ અપાયું. ઝીલાયું અને હસતે ચહેરે સૌ છુટા પડ્યા.

હાઈવે ઉપર હજી રૂપા ગાડી ચલાવતી નહોંતી. એટલે સદાશિવ મુકવા જવાનાં હતાં.સવારે ૧૧ વાગે સદાશીવની લેક્ષસ ટેક્ષી લઈને અક્ષર અને મેઘા રૂપાને લેવા આવ્યા જાનકી સાથે હતી..

પ્લેનનું ચેક ઇન એક વાગ્યાનું હતું એટલે અગીયાર કરતા મોડા તો ના જ નીકળાય. આમ કહેવાય ૩ કલાકની ફ્લાઈટ પણ ટેક્ષાસ એટલે એલ.એ.થી પુર્વે અને તેથી બે કલાક આગળ સમય જવાનો એટલે પાંચ કલાક તો થવાનાંજ..તે છ વાગ્યે પહોંચશે.

વડીલોની હાજરીમાં મન મોકળું કરીને કશું જ ન થાય.પણ વાતોમાં હકાર પુરાય. મેઘાને એવું ખરું કે પ્રેમી પંખીડાઓને જેટ્લું સાનિધ્ય મળે તેટલું આપવું પણ જાનકીની ફડક તો હજી એવીજ રહેવાની. મેઘા તેથી એવું કોઇ ગતકડું કરવાના મતમાં ખરી.કે પ્રેમી પંખીડાને થોડુંક એકાંત મળે.. જાનકીને તેજ ભય… એકાંત મળે અને બહેકી જાય તો?

બંને મા મથતી પણ એર પોર્ટ પર સમય કેટલો મળે? બેગો ચેક ઇન કરીને તો અંદર જતું રહેવાનું.

જેમ જેમ જુદા થવાનો સમય નજદીક આવતો ગયો અને અક્ષરને અપલક તાકતી રૂપાની આંખો ભરાવા માંડી..જાનકીની પણ સાથે સાથે આંખો ભરાવા માંડી. પહેલી વખત તડપતા હૈયાનાં ધબકારા અક્ષરને પણ સ્પર્શ્યાં. મેઘાએ રૂપાને છાની પાડતા કહ્યું હવે વિલાયત નથી જતો તે રડે છે.. સહેજ અક્ષરની સામે જો અને ગુડ બાય કહે એ હાથ હલાવે છે.

રૂપાને બોલવું તો ઘણુ હતું પણ તેને રડવું આવતું હતું પતિ પત્ની તરીકે પહેલી વખત મળ્યા અને હળ્યા. પણ સમય ઓછો પડ્યો.

પેલી બાજુ અક્ષર પણ સંવેદનાની આ ક્ષણ સમજતો હતો. પણ તેને રૂપાને છેલ્લે છેલ્લે હસતી હોવી હતી.. પણ તેને બદલે ધ્રુસકે ને ધ્રુસકે રડતી હતી તેની રૂપા રાણી. પપ્પા અને મમ્મી સાથે છે તેથી સંયમ પણ જરુરી હતો.પુરૂષ માણસ પોચકા મુકે તેતો ના ચાલે તેથી તે બોલ્યો “બહું ના રડ રૂપા! છુટા પડીશું તોજ ફરી મળવાની મજા આવશે.” કહી તે તો અંદર ચાલ્યો ગયો.

પાંચેક મિનિટમાં તેનો મેઘા ઉપર ફોન આવ્યો. તેને જગ્યા સારી મળી છે રૂપા હજી રડે છે?

મેઘા એ ફોન રૂપાને આપ્યો. તે રડતા રડતા બોલી, "હેલો..."

આ બાજુ સદાશિવ મેઘા અને જાનકી અને રૂપા સાથે લેક્ષસ એરપોર્ટની એક્ષીટ લેતી હતી.

“બસને રૂપારાણી છેલ્લું મને હાસ્ય ના આપ્યું ને? ફોટો ચાલુ કરીને હસ જો અને ફોનમાં મોટા હાસ્ય સાથે અક્ષરનો ચહેરો દેખાયો.

રૂપાની આંખો રડતી હતી છતાય અક્ષરનો ચહેરો જોઇ તે હસી પડી અને બોલી “તોફાની બારકસ..”.

અક્ષરે તર્ત જ ગાવા માંડ્યુંઃ

તારી આંખનો અફીણી,

તારા બોલનો બંધાણી

તારા રૂપની પૂનમનો પાગલ એકલો.

રૂપા તેના કર્કશ અવાજને અવગણતી તેના લહેંકા માણતી હસી પડી. તેને હસતી જોતી બે મા અને સદાશીવ પણ મલકી પડ્યા, અને સદાશીવ બોલ્યા “આ બે ગાંડા પ્રેમીઓ પાંચ વરસ કેમના કાઢશે?”

રૂપા બહું નરમાશ અને મૃદુતા થી બોલી “ પપ્પા અમે તમને લોકોને કહ્યું છે તેમ સમજી ને ભણશું અને પાંચ વરસ તો સમજ થી કાઢી નાખશું જોજોને,”

જાનકી કહે, “હા પણ ધબકતાં હૈયાનો ઉછાળ દાબવા સંયમ પણ ખુબ જરુરી છે.”

મા ગુગલ ઉપરથી તે ઉછાળા રોકવાનાં બધા જ નુસખાથી અક્ષર વાકેફ છે અને મને ખબર છે અમે તે ઉછાળા અમારા ભવિષય માટે તો રોકીયે છે.

સદાશીવે જાનકી સામે જોઇને કહ્યું તમારી તાલિમ ઉચ્ચ છે સંસ્કાર સારા છે બાકી આજનાં સમયમાં તો સ્વ નિયંત્રણ આ પેઢીને જોઇતું જ નથી.

“મેઘા કહે આપણે રૂપાને અને જાનકી ને તેમના ઘરે મુકવાના છે અને તમે તો હોલીવૂડ ક્રોસીંગ તરફ જવા માંડ્યા.”

“હા આપણા એપાર્ટ્મેંટ માં ભારતિય અભિનેત્રી પદ્મજા રોકાઈ છે તેને રૂપાને જોવી છે અને આશિષ આપવા છે. તમને વાંધો તો નથીને જાનકી બેન?”

“કેટલો સમય લાગશે? રૂપાનાં પપ્પાનો લંચ સમય થયો છે.”

“બસ ગયા અને એમના આશિર્વાદ લઈને તરત ઘર તરફ નીકળી જઈશું.”


Rate this content
Log in

Similar gujarati story from Abstract