Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Others

3  

Vijay Shah

Others

મગમાંથી પગ

મગમાંથી પગ

3 mins
14.2K


એકજ શબ્દ પણ શબ્દમાં એક કાનો હટી જાય અને નકારાત્મક ભાવ હકારત્મક વાતમાં બદલાઇ જાય. રુપાની મા પારુ અને સાસુ લલિતા જેટલી વાતોમાં રુપાને ટોકે તે વાતોને પારુ ટેકામાં ફેરવે.

લગ્ન તો રંગે ચંગે થયા. સામાન્ય જીવનમાં બને છે તેમ નવા નવા નવ દિવસ રહ્યા પછી બે સાસુઓએ પોતાનો કસબ બતાવવા માંડ્યા.

સાસુ લલિતા કહે અક્કલનો તો છાંટો ય નથી પારુ વેવાણે એમનો ખોટો સિક્કો અમને પધરાવી દીધો. વળી આ કહેણ દીકરા મકરંદ દ્વારા કહેવડાવવાનો પ્રયત્ન કર્યો. મકરંદ નવી વહુને આ સંદેશો કહે ખરો ? એ તો એક કાનેથી સાંભળે અને બીજે કાનેથી કાઢી નાખે. પણ નોકરાણીએ વહાલા થવા માટે રૂપાનાં કાન ભર્યા. રૂપાને તો રડવુ આવી ગયું. હું અને અક્કલ વિનાની ? મારી મા તો કહેતી હતી કે આ હીરો કોના નસીબનો ? પણ અહીંતો હીરો ઝીરોજ છે.

પારુલ દીકરીને શાંત પાડતા કહે, “હજી લલિતાબેનને તારો શું પરિચય ? વળી તારા ઘરનાં રીવાજો જુદા અને અહીંના રીવાજો જુદા તેથી થોડો સમય તો લાગેને ? હવે એક વાત મનમાં ગાંઠ વાળીને શીખી લે. તને ટોકે તો એમ માનવાનું કે શિક્ષક કડક થાય તો જ નવું શિખાય ને ?વળી તેઓ જે રીતે જિંદગી જીવ્યા હોય તેવીજ જિંદગીની તેમને આશા હોયને ? સાસુ સામે બોલવાનું નહીં અને તે કહે તે કર્યા કરવાનું ત્યાં સુધી કે જ્યાં સુધી તું તેમને વંશજ ન આપે.”

“બા સામે ઘુરકીયું ના કાઢો ત્યાં સુધી ચુપ જ ના થાય તો શું કરવાનું ?”

“મેં તને સમય કહ્યો. જ્યાં સુધી તેમને પૌત્ર કે પૌત્રી નહીં આપે ત્યાં સુધી બા સામે ઘુરકીયું નહીં કરવાનું સમજી ?”

“પણ મોમ સમજને એ માત્ર ત્રણ ધોરણ ભણેલા અને હું એમ.એ. થયેલી. વળી તે જુએ ભૂતકાળમાં જ્યારે હું આજમાં જીવું એટલે તેઓ તેમનું એકવીસમી સદીનું જ્ઞાન બાવીસમી સદીમાં મારા ઉપર ઝાડે ત્યારે કહેવાનું મન થઈ જાય. હું તમારાથી વધુ જાણું છું અને મારો ગુગલ બાપો જે જ્ઞાન આપે તે તમને કદી ન સમજાય.”

“જો બેટા ઘર છે એટલે ઘર્ષણ તો થાય પણ તેમા મૌનનું ઊંજણ પુરી લેવાનું સમજી ?”મોમ કહે

“પણ મોમ જે વાંક દેખાઓ હોય તેમને વાંક હોય કે ના હોય બસ વાંક દેખાયા જ કરે”

“હા પણ તેમને આપણો વાંક દેખાય ત્યાં આપણે તેમને આપણા ગુણ બતાવવાના અને જે દિકરો માનો છે તે દીકરાને આપણો કરવાનો. હવે તે દિકરો તેની આખી જિંદગી તારી સાથે રહેવાનો તેથી તેને તારા ગુણો દેખાવા જોઇએ.

“મા તે તો એક કવાયત છે જ. પણ લાંબા સમયથી માને પુછી પુછી ને કરતો હોય અને અચાનક માને પુછ્યા વિના તને પુછતો થાય તે લલિતાબેનને ના ગમેને ? તેથી તારા અવગુણો બતાવી બતાવીને તેમનો કડપ દેખાડ્યા કરે તો તે ક્યાં સુધી ? “

“જ્યારે તેને પણ તું તેની લાગવા માંડે ત્યાં સુધી અને તે પોતાપણું વધારે ઝડપથી સંતાન આવ્યા પછી થાય છે. લલીતાબેનને પણ દીકરાનો દીકરો રમવા મળશે ત્યાર પછી મકરંદ પ્રત્યેનું આકર્ષણ ઘટશે.”

લ્ગ્નને પાંચ વર્ષ થઈ ગયા. એક દીકરો અને દીકરી પણ થઈ ગયા. લલિતાબહેને રૂપાનાં મૌનને નબળાઇ માનવાની ભુલ કરી.

આખરે તે દિવસ આવી ગયો જ્યારે લલિતાબેનને રુપાએ સ્પષ્ટ સંભળાવી દિધું. બા તમારી ટકોર ટીપ્પણી બંધ કરો. હું પણ બે છોકરાની મા છું મને પણ મારા સારા નરસાની સમજ છે. અને હું પણ સમજુ છું કે તમને ખાટલેથી પાટલે બધુ તમારી રીતે જોઈએ છે. પણ હવે તમને તમારી રીતે નહીં મારી રીતે મળશે. મકરંદ તો રુપાને જોઈજ રહ્યો.

લલીતા બા બોલ્યા “હવે તો રુપા વહુને મગમાંથી પગ નીકળ્યા”


Rate this content
Log in