Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

તુલના બેટા

તુલના બેટા

2 mins
7.0K


આજે અશોકભાઈ અને અનુબહેનની આંખોમાંથી વહેતાં આંસુ રૂકવાનું નામ લેતાં ન હતાં. અંતરમાં આનંદ છલોછલ ભર્યો હતો. અનુબહેનનાં બધા પ્રયત્નો ત્યારે નિષ્ફળ ગયાં હતાં. મૌન વગર કોઈ આરો ન હતો. પરિણામ વિચારતાં આખા શરીરમાં આજે પણ એક ઠંડીનું લખલખું પ્રસરી જાય છે. દીકરો કેન્સરનો ડૉક્ટર થઈ અમેરિકા આવ્યો હતો. તેના આગ્રહને વશ થઈ બંને જણાં કાયમ માટે અમેરિકા આવી ગયા હતાં.

અશોકભાઈ અને અનુબહેન બંને શાળાના શિક્ષક હતા. તુષાર અને તુલના પ્યારા બાળકો. તુષાર ડૉક્ટર થયો. તુલના થઈ એન્જિનિઅર. સાથે ભણતા મોહિતના પ્રેમમાં પડી.

અશોકભાઈ શિક્ષક ખરા પણ જુનવાણી. લોહીમાં પડેલાં સંસ્કાર ઘણી વખત કેવું વિપરિત પરિણામ લાવે તેના સાક્ષી. તુષાર મોટો પણ ભણવા અમેરિકા જવાનો મોકો મળતાં ઉપડી ગયો. લાડલી તુલના, હવે પરણવા જેવડી થઈ ગઈ હતી.

"પપ્પા હું મોહિતને ખૂબ પ્રેમ કરું છું."

અનુબહેન બોલ્યાં,."તારી સાથે ભણતો તારો દોસ્ત છે એ મોહિત! બેટા તે પટેલ અને આપણે બ્રાહ્મણ કેવી રીતે શક્ય બને?"

"અરે, તમે તો ખરાં છો, છોકરો અને છોકરી પરણે ત્યાં પટેલ અને બ્રાહ્મણને શું લાગે વળગે. એ જુવાનિયાઓ શું સમજે?" કહી વાત અટકાવી. ન્યાતમાં પરણવું એવો આગ્રહ બંને જણ સેવતાં હતાં.

તુલના નારાજ થઈ. તુલના અને મોહિત એકબીજાંને ખૂબ પ્રેમ કરતાં હતાં. જુવાની દિવાની કોઈ પણ હિસાબે સમજી નહોતા શકતાં કે બ્રાહ્મણ પટેલને કેમ પરણી ન શકે?

"મોહિત આપણે શું કરીશું?" "ચાલને ભાગી જઈએ." "ના, મારા માબાપને ખૂબ આઘાત લાગશે. તેમને દુખી કરી આપણો સંસાર શરૂ કરીએ તે સારું નહી." ધિરજ રાખીને વાટ જોતા હતાં.

અશોકભાઈ અને અનુબહેનને સમજાવાના બધા પ્રયત્નો નાકામયાબ રહ્યા. તુષારે પ્રયત્નો કરી જોયા પણ વ્યર્થ. આ બાજુ મોહિતના માતાપિતાને પટેલની વાંકડો લાવે તેવી કન્યાના અભરખા હતા. તુલના સુંદર અને ભણેલી હતી પણ માતા પિતા શિક્ષક એટલે બાંધી આવકવાળાં. બંને બાજુથી નકારાત્મક વલણને કારણે મોહિત અને તુલનાએ ચોથે માળની ટાંકી પરથી હાથ પકડીને પડતું મેલ્યું.

અશોકભાઈ અને અનુબહેન જાગ્યાં પણ જરા મોડું થઈ ગયું હતું. પછીતો તુષાર ભણીને કેન્સર સ્પેશ્યાલિસ્ટ થઈ પાછો આવ્યો અને ન્યાતની તરલિકાને પરણી અમેરિકા ગયો. અશોકભાઈએ વચન આપ્યું નિવૃત્તિ લેશે પછી કાયમ અમેરિકા રહેવા આવશે. હવે તો દસ વર્ષથી અહીં છે. ગમી ગયું છે. તુલના ઘડી ભર ભુલાતી નથી.

આજે તુષાર અને તરલિકાની દીકરી ટીના અમેરિકન બૉયફ્રેંડને લઈને આવી. ડાઈનિંગ ટેબલ પર જમતી વખતે કહે, "ડેડ અને મૉમ મેં અને જેમ્સે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. વી નીડ યોર બ્લેસિંગ્સ."

તુષાર અને તરલિકા હરખાઈ ઊઠ્યાં. જેમ્સ તેમને ગમતો હતો. તે પણ ખૂબ સુંદર અમેરિકન ફેમિલિમાંથી આવતો હતો.

અશોકભાઈ અને અનુબહેન જમીને પોતાના બેડરૂમમાં આવ્યા. બંને જણાં પાસે બોલવા માટે એક પણ શબ્દ ન હતો. ખૂબ મોડું થઈ ગયું હતું. તુલના બેટા માફ કરજે...


Rate this content
Log in