Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Abstract Others Romance

4  

Vijay Shah

Abstract Others Romance

ટર્નીગ પોઇંટ ઇન - 18

ટર્નીગ પોઇંટ ઇન - 18

5 mins
14.3K


ટર્નિંગ પોઈંટ ઇન એલ એ પ્રકરણ ૧૮ સમજણની ચિનગારીઓ

રૂપા એકલી જ નીચે આવી. પરિ અને અક્ષરરાહ જોતા હતા. રૂપાને બાય કહી પરિ તેના રૂમ તરફ ચાલી.ગઈ. એકલા પ્રેમી પંખીડા ગાડી તરફ વધ્યા.

“સાહ્યબા આપણે અહીંજ રહીયે તો? લોંગ રાઈડ ઉપર નથી જવું. આપણે એકાંતમાં સાથે બેસીયે અને વહાલ કરીયે તો?”

“મને કંઈ જ વાંધો નથી. મને પણ તારી સાથે કેટલીય વાતો કરવી છે જે ફોન ઉપર કે ચેટીંગ ઉપર નથી થતી.”

રીસેપ્શન રૂમમાં સહેજ પણ ભીડ નહોંતી ખુણા ઉપરના સોફા ઉપર અને રીસેપ્શનથી સહેજ દુર બંને બેઠા. પાસે પાસે નહીં પણ આમને સામને અક્ષરની આ ચેષ્ટાથી રૂપા સહેજ મલકી અને બોલી, “સાહ્યબા કેમ દુર દુર?”

અક્ષર કહે, "વડીલોએ આપણને એકાંત આપ્યું સમજીને. આપણે પણ તે એકાંતનો સમજણ કેળવવાજ ઉપયોગ કરવાનોને?”

રૂપાને આજનાં અક્ષર ઉપર થોડો ગુસ્સો આવ્યો, "ના. સાહ્યબા એકાંત આપણ ને સમજ કેળવવા મળે છે પણ મને શેતાનીયતો પણ તારી સાથે ગમે છે.”

“હું જ તને છેડું એવું કેમ વિચારે છે? તારા સાહ્યબાએ દુરી કરી તો તે તું પણ દુર કરી શકે છે. મારી પાસે આવીને તું પણ બેસી શકે છે.”

“આ ઈજન છે?”

“ના. સ્વજન તરીકે તારો અધિકાર છે એમ હું માનું છું. જેમ મને એકદમ વહાલ આવે અને તને પૂછ્યા વિના તારી ચુમી લઉં તેમ.”

ખુબજ સહજતાથી બોલાયેલ વાક્યોએ રૂપાને વિચારવા મજબુર કરી દીધી. આવોજ તો મને મારો સાહ્યબો જોઇતો હતોને? ધીમા અવાજે તે ફરી ગણ ગણ્યો;

"ચાંદ સી મહેબુબા હો તુમ મેરી ઐસા મેને સોચા થા

હાં તુમ બીલકુલ ઐસી હો જૈસા મેને સોચા થા."

મંત્ર મુગ્ધ થવાની આ રૂપાની ક્ષણ હતી તેના મનમાં સમજણ ની ચિનગારીઓ પ્રગટી ચુકી હતી. તેનું મન કહેતું હતું સાહ્યબો જ મને જોઇએ જીવન સાથી તરીકે…

"ના કસમે હૈ ના વાદે હૈ, મેરે દિલમેં રહેના ચાહે,,

એક સુરત ભોલી ભાલી હૈ દો નૈના દીધે સાદે હૈ

ઐસા હી રૂપ ખયાલોમેં થા જૈસે મેને સોચા થા

હાં તુમ બીલકુલ ઐસી હો જૈસા મેને સોચા થા."

"સાહ્યબા મને આવું બધું કહેતા નથી આવડતું પણ તું કહે મને તે બધ્ધું જ ગમે.. ક્યારેક મને થઈ જતું હતું કે મારા ગયા જન્મોનું ઉત્કૃષ્ટ તપ છે જે આ ભવે ઉદયમાં આવ્યું છે. કેટલાય નવા વિખવાદો જીવનમાં આવી શકે છે પણ મને એવો ગળા સુધીનો વિશ્વાસ કે તું મને દુભવીશ નહીં. સાહ્યબા આવો વિશ્વાસ તો બચપણથી જ થઈ ગયો હતો. પણ પાકતી ઉંમરની તારી આવી સમજણ અને તડપનો મારા મનને પણ ઝંકૃત કરી જતી હોય છે."

આ બાજુ પરિના રૂમમાં બત્તી સળગતી જોઇને જાનકી આંટીએ બેલ માર્યો. જાનકીને ચિંતા થતી હતી કે લોંગ રાઇડ ઉપરથી તમે આવી ગયા છો ત્યારે પરિએ કહ્યું મને ઉંઘ આવતી હતી એટલે એ બે જણ એકલાંજ રાઈડ પર નીકળ્યા છે.”

“પણ ગાડીતો અહીં જ પડી છે. ફોન કરીને જાણી તો લે તેઓ ક્યાં છે?”

“આંટી બંને જણા પુખ્ત છે અને પોતાનું ભલુ વિચારી શકે છે. થોડોક સમય એ બે જણાંને એકલા રહેવા દઈએ તો?”

જાનકીએ પરિની સામે જોયું અને ચિંતાળવી નજરે કહ્યું, "મા થવું અને મારી જેમ ચિંતાળવી મા થવું એ એક શ્રાપ છે. જ્યાંસુધી તે ઘરે નહીં આવે ત્યાં સુધી મને જંપ નહી વળે."

“આંટી રૂપા અને અક્ષર બંને ધારે તો ઘણું બધું તમારું ધ્યાન ચુકવીને કરી શકે છે. પણ તેઓને વડીલોની આમાન્યા છે. તેમનો પોતાનો પોતા વિશે ઊંચો વિચાર છે તેથી તમે કલ્પો છો તેવું કશું જ નથી થવાનું.”

“પણ ગાડી અહીં પડી છે તેથી ચિંતા થાય છે.”

“જો કે તે ના પડી હોત તો પણ ચિંતા થતેને?”

“હા તો વળી તે ચિંતા થતે તેમને કંઈ થઈ ના ગયું હોય.” મેઘાનો અવાજ સાંભળી બંને ચોંક્યા...

ત્યાં રામ અવતારે આવીને કહ્યું, “બધા શાંતિથી સુઇ જાવ તે બંને નીચે રીસેપ્શન્માં જ બેઠા છે અને તેમના સપનાની દુનિયા સજાવે છે.”

મેઘા કહે, “આવતીકાલનાં પ્રોગ્રામ વિશે વાતો કરતા હશે એલામો જવાનાં છે કાલની અંતાક્ષરી અને બ્રેક ફાસ્ટ વિશે વાતો કરતા હશે... જાનકી બેન તમને તમારી દીકરી માટે બીક લાગતી હોય છે પણ તે તમારી એકલાની દીકરી નથી હં કે. મને પણ તે પરિ જેટલી જ વહાલી છે.”

આ બધી વાતો ચાલતી હતી ત્યાં લીફ્ટમાં રૂપા એકલી આવી. અને જાનકી સામે જોઇને બોલી, "મારી જાસુસી ચાલે છે?"

“જાસુસી નહિં ચિંતા... સમય થઈ ગયો તો પણ તું ન આવી એટલે પરિને પૂછવા નીકળી હતી.”

“મોમ! તારી દીકરી કરતા પણ તારો જમાઇ બહું જ સારો છે..ચિંતા છોડી દે અમે નક્કી કર્યું તેમજ થવાનું છે”

“એટલે?”

“અમે રાઈડ પર ગયાં જ નહોતા. રીસેપ્શન રૂમમાં આવતી કાલનાં પ્રોગ્રામની અને અમારી આવતી કાલની ચિંતા કરતા હતા.”

રામ અવતારે ટહુકો પુરાવતા કહ્યું, “સોફા ઉપર પણ સાથે સાથે નહોંતા બેઠા. જાનકી અક્ષરતો અક્ષર જ છે.”

રૂપા એ કૃત્રિમ ગુસ્સો કરતા કહ્યું, “તો તમે મમ્મીની જગ્યા એ જાસુસી કરતા હતા?”

બધા ખડખડાટ હસતા છુટા પડે છે ત્યારે બારનાં ટકોરા પડતા હતા.પરિ અને રૂપા તેમના રૂમમાં જતા હતા ત્યારે તેના સેલ ઉપર ફોટો આવે છે પ્રિયંકા મેમે નવા હીરો પ્રથમ જોગલેકરનું ચિત્ર મોકલ્યું હતું. મુંબાઈનો નાટ્ય કલાકાર હતો સોમવારે આવી જવાનો હતો.

તે ફોટો બતાવતા રૂપા બોલી, “પરિ તને ગમ્યો મારો નવો હીરો? આમચી મુંબઈનો છે”

બીજો દિવસ એલામો જવાનાં હતા. બધાને મેક્સીકો અને ટેક્ષાસ ની હીસ્ટ્રી જણાવવા અક્ષર માંગતો હતો પણ કોઇને તેમાં રસ નહોતો થોડોક સમય સામ હ્યુસ્ટન અને સાંટા એના વચ્ચે થયેલા ઘમાસાણ યુધ્ધની વાતો સૌને બૉરીંગ લાગી કારણ કે હવેનાં યુધ્ધની સરખામણીમાં તે તલવાર યુધ્ધો વામણા હતા. અને ટેક્ષાસ રાજ્યનો સાચો વિકાસ તો અમેરિકામાં વિલિનિકરણ પછી થયો.

રામ અવતાર કહે ટેક્ષાસનું ઓઈલ અને બેસુમાર જમીનને કારણે પૂર્વી અમેરિકનોને ટેક્ષાસમાં આકર્ષણ રહેતું પણ મેક્ષીકનો પણ ટેક્ષાસને તેમની જમીન માનતા તેથી વારંવાર યુધ્ધો થતા.એલામોનું યુધ્ધ જીત્યા પછી સામ હ્યુસ્ટ્ન થકી ટેક્ષાસ અમેરિકાનું ૨૮મું રાજ્ય બન્યું.

બપોરે એલામોથી પાછા ફરતા સૌ એ હળવો લંચ લઈ એરપોર્ટ જવાની તૈયારી કરી. વીક એંડ પુરો થયો. બધાંને મૂકવા આવેલ અક્ષર સૌને પગે લાગ્યો. અને બોલ્યો આપના સૌના સાથે આવવાથી ફરી ચાર મહીનાનો પ્રાણ વાયુ પુરાઈ ગયો.

“ચાર મહીના?” મેઘાથી પુછાઇ ગયું.

અક્ષર માથું ઝુકાવતા બોલ્યો, "હવે ફાઇનલ્સ આવે છેને? અને પછી પરિ અને રૂપાને પણ પરિક્ષા આવશેને? એટલે ચાર પાંચ મહિના તો થશેજ…"


Rate this content
Log in

Similar gujarati story from Abstract