Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Children Inspirational Others

3  

Vishwadeep Barad

Children Inspirational Others

શંકા શરમાઈ ગઈ!

શંકા શરમાઈ ગઈ!

4 mins
7.1K


રૂપાએ મુકેશ સાથે મેરેજ કર્યાં ત્યારે ધીરેન માત્ર પાંચ વર્ષનો હતો. રૂપાએ ધીરેનને જન્મ આપ્યા બાદ એકાદ વર્ષમાં તેણીના પહેલા પતિનું કાર એક્સીડન્ટમાં મૃત્યું થવાથી ૩૦ વર્ષની ઉંમરે એકલી પડી ગઈ હતી ! બોસ્ટનમાં ઈન્સ્યુરન્સ કંપનીમાં જોબ કરતી હતી. તેણીની બહેનપણી શીલાની દીકરીના લગ્નમા ન્યુજર્શીમાં લગ્નમાં આવી ત્યારે એક હિરોઈન જેવી લાગતી રૂપાની સુંદરતા પર મુકેશ મોહી પડ્યો અને તેને રૂપા બહુંજ ગમી ગઈ ! રૂપાએ તેણીના જીવનમાં બનેલી સઘળી ઘટના મુકેશને કહી સંભળાવી અને કહ્યું:

“મુકેશ, ધીરેન હજું નાનો છે અને એજ મારી જિંદગીનો હિસ્સો છે એના વગર હું નહી રહી શકું. તેનું ભાવિ મારે ઉજ્જવળ બનાવવાનું છે એ મારું પહેલું સ્વપ્ન છે અને તારા માટે આ નવો અનુભવ છે, તને મારા કરતાં પણ કોઈ સુંદર છોકરી મળી જશે. તારા પહેલી વારના લગ્ન છે તને કોઈ કહેશે પણ ખરૂ: ‘મુકેશ તું મુર્ખો છે એક વિધવા અને એક છોકરાની મા સાથે લગ્ન કરે છે ?’ પણ મુકેશ એકનો બે ના થયો ! રૂપાને કહ્યું: ‘રૂપા,તને એટલી ખાત્રી આપું છું કે તારા દિકરાને એક સગા બાપથી વિશેષ હું રાખીશ.'

‘એ વાત સાચી મુકેશ, લગ્નબાદ તારાથી બીજા બાળકો થાય અને ધીરેનને પછી !‘

રૂપા, ધીરેનને કદી પણ એવું નહી લાગવા દઉં કે હું સ્ટેપ-ફાધર છું ને એ પણ તને કહી દઉં કે લગ્ન પહેલા ઘણાં સારૂ સારૂ મીઠું મીઠું બોલતા હોય છે અને પછી બધું મીઠું જળ ખારૂ બની જાય. આવું નહી બને તેનું હું વચન) આપું છું.’

રૂપાના લગ્ન મુકેશ સાથે થયાં. અમદાવાદમાં રહેતા મુકેશના પેરેન્ટસ બહું જ નારાજ થયાં. એક કાબેલિયત એન્જીનયર દિકરાએ એક વિધવા સાથે લગ્ન કર્યા ! રૂપાને લગ્ન વખતે વિચાર આવી ગયો: મુકેશ પણ નદી જેવો સરળ છે. નદી સાગરને મળતા કદી પણ વિચારતી નથી કે પોતે ખારી બની જશે. પણ હું મુકેશનું જીવન ખારૂ નહી બનવા દઉં !’

આવીજ રીતે મુકેશ અને રૂપાનું પંદર વર્ષની મેરેજ લાઈફ ઘણીજ સુંદર અને સુખી રીતે પસાર થઈ ગઈ. રૂપાને ધીરેન બાદ કદી બીજું બાળક ન થયું પણ મુકેશને એનો કશો હરખ કે શૉક નહોતો. ધીરેન નેજ પોતાનો દિકરો ગણી ભણાવ્યો-ગણાવ્યો. ધીરેન ભણવામાં હોશિંયાર હોવાથી અને ધીરેનની ઈચ્છા ન્યુક્લિયર-એન્જીનયર થવાની હતી એથી તેને ન્યુયોર્કની યુનિવર્સીટીમાં મોકલ્યો.

આજે ઘણાં સમયબાદ ધીરેને રાખેલ એપાર્ટમેન્ટમાં રૂપા અને મુકેશ તેને મળવા ન્યૂ-યોર્ક આવ્યા હતાં. મુકેશે ધીરેનના રેફ્રીજરેટર માંથી ઠંડું પાણી લેવા ડોર ખોલવા ગયો.’

'ના, ડેડ…એનું ડોર ના ખોલશો. તમારે શું જોઈ એ છે ?..હું આપીશ.”

મુકેશ થંભી ગયો.! એકદમ ગુસ્સે થઈ ગયો. ગુસ્સાને ગુસ્સા માં ધીરેનના ગાલ પર થપ્પટ લગાવી દીધી. ધીરેન એક શબ્દ ના બોલ્યો, લીવીંગ રૂમ છોડી બાલ્કનીમાં જતો રહ્યો. રૂપા મનમાં ને મન સમ સમી ગઈ. થોડીવાર તો થઈ ગયું:

“સ્ટેપ ફાધરે પોતાનો સ્વભાવ બતાવી દીધો ! ના…ના.. પોતાના સંતાનો માટે વધારે પડતી લાગણીનું રક્ષણનું પરિણામ છે ! મુકેશનો ગુસ્સો હજું ઠંડો નહોતો થયો !

‘મને એ ના કેમ પાડી શકે ? જરૂર કાંઈ ભેદ છે. જરૂર રેફ્રીજરેટરમાં બીયર કે ડ્રીન્કસ હશે એથીજ મને ના પાડે છે. મેં એને આલ્કૉહલ પીવાની ના પાડી છે અને અહીં એકલો રહે છે એથી ડ્રીન્કસની આદત પડી ગઈ લાગે છે.’ રૂપાને બીજા રૂમમાં લઈ જઈ.મનમાં આવેલો ઉભરો બહાર કાઢ્યો.

‘રૂપા તારા વધારે પડતા લાડ અને વધારે પડતા પ્રેમ ને લીધે આ છોકરો વંઠી ગયો છે.’

‘મુકેશ ઠોડો ધીરે બોલ.જે પણ મને કહેવું હોય તે પછી પણ કહી શકે છે. ખોટો અપસેટ ન થા.’

‘આજ હું કન્ટ્રોલ કરી શકું તેમ નથી. મારી હાજરી મા તો નહીજ !’

‘ધીરેને એવું તે શું કર્યું છે કે તું આટલો અપસેટ થઈ ગયો છે !’

‘એણે શું નથી કર્યું એ મને કહે.’

‘મને ખાત્રી છે કે એ જરૂર આટલી નાની ઉંમરે બીયર ઢીંચે છે.’

મુકેશ ૨૧ વર્ષેની ઉંમરને તું નાની ગણે છે ? તને કહેવાની જરૂર ખરી કે એ એડલ્ટ કહેવાય !’

'રૂપા તું બસ એનો જ પક્ષ લે છે અને એને તું જ બગાડે છે ! હું જ્યારે જ્યારે કંઈ પણ કહુ છું ત્યારે તું એની લૉયર બની મારી સામે દલીલ કરે છે.’

‘મુકેશ એવું નથી. જ્યાં સાચી વાત હોય ત્યાં મારું મંતવ્ય આપું છુ અને ત્યારે તમને હંમેશા એવું જ લાગે છે કે હું ધીરેનનો પક્ષ લઉં છું. મુકેશ તું થોડો ઠંડો પડીશ!’

રૂપાએ કીસ કરતા બોલી…

‘તું રહેવા દે... ખોટું પૉલીસન મારવાનું. મા-દિકરો એક થઈ ગયાં છે અને મને એકલો પાડી દેવો છે એમજ ને ?..મને અત્યારે એવો ગુસ્સો આવે છે કે ધીરેનને એક જોરથી બીજી થપ્પટ લગાવી દઉ !અને કહી દઉં':

‘આ આલ્કૉહલ જ પીવો હોય તો આ અહીં ભણવાનું બંધ અને બોસ્ટન પાછા..ત્યાંની કોલેજમાં એડમીશન અપાવી દઈશુંને ઘેર રહી ભણે એથી ધ્યાન પણ રહે !’

‘મુકેશ! તમારે જે કરવું હોય તે છુટ છે!’.

‘હા હા..આપણો એકનો એક દિકરો અને આવી આદતપર પડી જાય તે મને ના પોસાય ! અને આપણાં પૈસા ખોટી રીતે વેડફાઈ તે તો મને જરીયે પસંદ નથી. બસ.’ ત્યાંજ તેમના ડોર પર ધીરેને બારણું ખખડાવ્યું.

‘ હું અંદર આવી શકું ? મુકેશે ગુસ્સામાં જ ડોર તો ખોલ્યું.

“અંચબો-નવાઈ, ધીરેન રેફ્રીજરેટરમાંથી કાઢેલી કેક. હાથમાં લઈ કેક અને એમાં જળતી કેન્ડલ લઈ એમના રૂમમાં દાખલ થયો. કેક પર લખ્યું હતું:

ડેડ હપી ૫૦ બર્થડે”…કહી મુકેશને ભેટી પડ્યો…કુશંકાના વાદળામાંથી એકદમ થયેલા અમી છાંટણાથી મુકેશની આંખ ભીઁજાય ગઈ !


Rate this content
Log in

Similar gujarati story from Children